આજે 27 માર્ચને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
કોંગ્રેસ સહિત દેશની 18 વિપક્ષી પાર્ટીઓએ નિર્ણય લીધો છે કે તેઓ લોકશાહીને બચાવવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે અને અદાણી જૂથ સાથે સંબંધિત મામલામાં સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચનાની માંગણી કરવાનું ચાલુ રાખશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે સોમવારે મોડી સાંજે અનેક વિપક્ષી દળોના નેતાઓની બેઠક યોજાઈ હતી.
ગાંધીનગર ખાતે કોસ્ટલ સિક્યુરિટી-ઈન્ટરનલ સિક્યુરિટી રિવ્યુ એન્ડ પર્સપેક્ટિવ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે દરિયાઈ વિસ્તારોના પોલીસ-કલેકટર તંત્ર- મહેસુલ તંત્ર-ફિશરીઝ અને અન્ય સંલગ્ન વિભાગોની સંયુકત પરિષદ રાજ્યમાં પ્રથમવાર યોજાઈ હતી. આ પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સમાજ વિરોધી રાષ્ટ્ર-રાજ્ય વિરોધી પ્રવૃત્તિઓનું સ્વરૂપ રોજેરોજ બદલાતું રહે છે તેની સામે રાજ્યનું પોલીસ દળ સંપૂર્ણ સજગતા-સજ્જતાથી કાર્યરત રહ્યું છે.
સુરતના લિંબાયત વિસ્તારમાંથી ગેરકાયદેસર ગર્ભપાત કરાવીને નવજાત ભ્રૂણને ફેંકી દેવાના મામલામાં પોલીસે બાળકના માતા-પિતાની ધરપકડ કરી છે. લિંબાયત પોલીસે માતા-પિતાને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યા છે. ભ્રુણને ફેંકવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેને આધારે પોલીસે શિખા હોસ્પિટલની નર્સની ધરપકડ કરાઈ હતી.
અમેરિકાના ટેનેસીના નેશવિલેમાં એક પ્રાઈવેટ ક્રિશ્ચિયન સ્કુલમાં ગોળબારીમાં 3 બાળકોના મોત થયા છે.
28 અને 29 માર્ચના રોજ કોંગ્રેસ દેશના 35 શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીને લોકસભાના સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવાના વિરોધમાં અને અદાણી જૂથને લગતા કેસને લઈને પ્રેસ કોન્ફરન્સ કરશે.
IIT બોમ્બેના વિદ્યાર્થી દર્શન સોલંકીના આપઘાત મામલે નવો વળાંક; SIT ની તપાસ દરમિયાન મળી આવી સ્યુસાઇડ નોટ
IIT બોમ્બેના વિદ્યાર્થી દર્શન સોલંકીના આપઘાત મામલે નવો વળાંક; SIT ની તપાસ દરમિયાન મળી આવી સ્યુસાઇડ નોટ#Gujarat #TV9News pic.twitter.com/N5k68i8ub0
— Tv9 Gujarati (@tv9gujarati) March 27, 2023
આરોગ્ય અધિકાર બિલ સામે વિરોધ: બિલ સામે અમદાવાદ મેડિકલ એસો.નો વિરોધ, કાળી રિબીન પહેરીને વિરોધ નોંધાવ્યો
આરોગ્ય અધિકાર બિલ સામે વિરોધ; બિલ સામે અમદાવાદ મેડિકલ એસો.નો વિરોધ; કાળી રિબીન પહેરીને વિરોધ નોંધાવ્યો#Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/K144aGH9Fz
— Tv9 Gujarati (@tv9gujarati) March 27, 2023
ફાગણ માસની માસિક શિવરાત્રી પર ભાવનગર, મોરબી, પોરબંદર, અને વડોદરા જિલ્લામાં સોમનાથના આશીર્વાદ પહોંચ્યા હતા. 2 માસમાં રાજ્યના 12 જિલ્લામાં વૃદ્ધાશ્રમ, આશ્રમશાળા અને દિવ્યાંગ ગૃહોમાં સોમનાથના આશીર્વાદ પહોંચ્યા હતા. રાજ્ય સરકાર વતી જિલ્લાઓના વહીવટી તંત્રના સહયોગથી અત્યાર સુધીમાં 12 જિલ્લામાં સોમનાથના વસ્ત્ર અને મહા પ્રસાદનું વિતરણ, સમગ્ર ગુજરાતને આવરી લેવાશે.
ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં કમ્પ્યૂટર સાયન્સનું પેપર લીક થયું હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પેપરલીક થયું હોવાનો દાવો કર્યો હતો. ઘટના એવી છે કે પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા D સેટનું પેપર વાયરલ થયું હતું. આથી પ્રશ્નો ઉઠ્યા હતા કે આ પેપર કોણે અને કેવી રીતે તેમજ ક્યાંથી વાયરલ કર્યુ છે. જો કે યુવરાજસિંહે પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટી કરી નથી અને TV9 પણ પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટી નથી કરતું.
ભારતમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ XBB 1.16ના 610 કેસ છે. આ તમામ કેસ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 164 અને ગુજરાતમાં 164, તેલંગાણામાં 93, કર્ણાટકમાં 86 કેસ જોવા મળ્યા છે.
સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જૂના મોબાઈલ લે વેચને લઈ મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. શહેરમાં બનતા મોબાઈલ ચોરીનાં તેમજ મોબાઈલના ઉપયોગથી કરાતા ગુન્હાઓને શોધી કાઢવા સુરત શહે૨ પોલીસ કમિશ્નર દ્વારા એક અગત્યનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ જૂના મોબાઈલની લે વેચ કરનાર વેપારીએ મોબાઈલ લેતા પહેલા મોબાઈલ વેચનારનું તથા જુના મોબાઈલ વેચતી વખતે મોબાઈલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરેપુરૂ નામ, સરનામું નોંધીને નિયત રજીસ્ટર ફરજીયાત બનાવવાના રહેશે.આ પ્રકારની કામગીરી ન કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં વિરોધ પક્ષોની બેઠક બોલાવી છે. એનસીપીના શરદ પવાર અને AAPના સંજય સિંહ સહિત ઘણા નેતાઓ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા છે.
સુરતમાં હનીટ્રેપમાં કતારગામના વિદ્યાર્થીના આપઘાત કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ઝારખંડના જામતારાથી 1 આરોપીને ઝડપી પાડયો છે. વિદ્યાર્થીને મહિલા સાથેનો અશ્લીલ વીડિયો બતાવી રૂપિયાની માગ કરીને બ્લેકમેલ કરતા હતા. હનીટ્રેપ ગેંગના સભ્યોએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનામાં કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે 27 માર્ચના રોજ ગુજરાતમાં 301 કોરોના કેસ નોંધાયા છે.આજે અમદાવાદમાં 114,મોરબીમાં 27, સુરતમાં 27, વડોદરામાં 26, રાજકોટમાં 19, ગાંધીનગર જિલ્લામાં 18, વડોદરા જિલ્લામાં 16, અમરેલીમાં 12, બનાસકાંઠામાં 6, ભરુચમાં 6, રાજકોટ જિલ્લામાં 6, ગાંધીનગરમાં 4, મહેસાણામાં 4, સુરત જિલ્લામાં 4, સુરેન્દ્રનગરમાં 3, કચ્છમાં 2, પોરબંદરમાં 2, અમદાવાદ જિલ્લામાં 1, આણંદમાં 1, ભાવનગરમાં 1, સાબરકાંઠામાં 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત થયું નથી.
IPL શરૂ થાય તે પહેલા જ અમદાવાદના માધવપુરા વિસ્તારમાં PCBની ટીમે ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં સટ્ટાના વ્યવહારો 1800 કરોડથી વધીને 5 હજાર કરોડ સુધીના પહોંચ્યા છે. સમગ્ર કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી. SITમાં બે પીઆઇ, એક પીએસઆઇ, એક સીએ અને એક લીગલ ઓફિસરનો સમાવેશ થાય છે. સમગ્ર કૌભાંડમાં પોલીસને મળેલા વ્યવહારો અને ડેટા પર એનાલિસીસ થઈ રહ્યું છે. ક્રિકેટ સટ્ટાના તાર દુબઈ સુધી પહોંચ્યા છે. જેના કારણે ઇડી, હોમ મિનિસ્ટ્રી, એક્સ્ટર્નલ અફેર સહિતના વિભાગોને જાણ કરાશે.
ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં કમ્પ્યૂટર સાયન્સનું પેપર લીક થયું હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પેપરલીક થયું હોવાનો દાવો કર્યો હતો. ઘટના એવી છે કે પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા D સેટનું પેપર થયું વાયરલ થયું હતું. આથી પ્રશ્નો ઉઠ્યા હતા કે આ પેપર કોણે અને કેવી રીતે તેમજ ક્યાંથી વાયરલ થયું છે. જો કે યુવરાજસિંહે પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટી કરી નથી અને TV9 પણ પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટી નથી કરતું.
ઉમેશ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો છે. યુપી એસટીએફની ટીમ રવિવારે સાંજે 6 વાગ્યે ગુજરાતથી રવાના થઈ હતી. 4 રાજ્યોને પાર કરીને અને 24 કલાકમાં 1300 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ અતીક અહેમદ સાબરમતીથી પ્રયાગરાજની નૈની જેલમાં પહોંચી ગયો છે. આ પ્રવાસ દરમિયાન અતીકને લાવનાર ટુકડીએ 11 સ્ટોપ લીધા હતા. અતીક હવે અહીં મેડિકલ ટેસ્ટ કરાવશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે છેલ્લા 8 વર્ષમાં દિલ્હીમાં દરેક ક્ષેત્રમાં કામ થયું છે. છેલ્લા 65 વર્ષમાં થયેલા કામ, 8 વર્ષમાં થયેલા કામ કરતા બમણા. 8 વર્ષમાં 28 ફ્લાયઓવર બન્યા, 29 વધુ બનાવવામાં આવશે. 5000 થી વધુ પાણીની પાઈપલાઈન નાખવામાં આવી હતી.
બિલ્કીસ બાનોની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને દોષિતોને નોટિસ પાઠવી છે. આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ પણ આપવામાં આવી છે. આ કેસની આગામી સુનાવણી 18 એપ્રિલે થશે.
પ્રયાગરાજ પોલીસ ઉમેશ પાલ હત્યા કેસમાં માફિયા અતીક અહેમદની પૂછપરછ કરવા માંગે છે. પોલીસે CJM કોર્ટમાં અરજી દાખલ કરી છે. અતીકને ગુજરાતથી પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે.
Khalistani Protest In US: ખાલિસ્તાન તરફી અમૃતપાલ સિંહ વિરુદ્ધ પોલીસ કાર્યવાહીના વિરોધમાં, તેમના સમર્થકોએ વોશિંગ્ટન, યુએસએ અને અન્ય ઘણા દેશોમાં વિરોધ પ્રદર્શન કર્યું. હવે સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદાલે દિલ્હી પોલીસને ફરિયાદ કરી અને તેમની સામે કેસ નોંધવાની અપીલ કરી છે. તેમણે ખાલિસ્તાન સમર્થકો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવાની અને તેમના પાસપોર્ટ રદ કરવાની માંગ કરી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલની બહાર ફોર્સ વધારી દેવામાં આવી છે. નૈની સેન્ટ્રલ જેલની બહારના પરિસરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. અતીક અહેમદનો કાફલો અહીંથી 80 કિલોમીટરના અંતરે છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે રાત્રે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સમાન વિચારધારા ધરાવતા પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે. ઉદ્ધવ ઠાકરે જૂથે તેમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. સંજય રાઉતે આ માટે રાહુલ ગાંધીના નિવેદનને જવાબદાર ગણાવ્યું છે. રાહુલે કહ્યું હતું કે હું સાવરકર નથી, હું ગાંધી છું. આના પર ઉદ્ધવ જૂથ રાહુલથી નારાજ છે.
ભાજપના ઓબીસી સાંસદો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિરોધ કરી રહ્યા છે. રાહુલે 'મોદી સરનેમ' અંગે આપેલા નિવેદન માટે માફીની માંગ કરવામાં આવી રહી છે. આ કેસમાં રાહુલને સુરત કોર્ટે 2 વર્ષની સજા પણ ફટકારી છે.
વિપક્ષ રાહુલ ગાંધીના સાંસદ વિરૂદ્ધ સંસદથી રોડ સુધી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા બીવી શ્રીનિવાસે કહ્યું છે કે અદાણીને બચાવવા માટે ભાજપ ઓબીસીનો મુદ્દો લાવ્યો અને જ્યારે નીરવ મોદી, મેહુલ ચોક્સી પોતે ઓબીસી નથી અને ફરિયાદી પણ ઓબીસી નથી. આ લોકો માત્ર દેશની જનતાનું ધ્યાન હટાવવા માંગે છે. તેઓ માત્ર મિત્રતા જાળવીને પોતાના મિત્રને બચાવવા માગે છે.
આ સમયના મોટા સમાચાર કાબુલથી સામે આવી રહ્યા છે. ડાઉનટાઉનમાં દાઉદઝાઈ ટ્રેડ સેન્ટર પાસે વિદેશ મંત્રાલયના રસ્તા પર વિસ્ફોટ થયો છે. પ્રત્યક્ષદર્શીઓએ આ માહિતી આપી છે. જોકે અધિકારીઓએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થતા જ કોંગ્રેસના ધારાસભ્યોએ કાળા કપડા પહેરી બેનરો સાથે વિરોધ કરવા માટે વેલમાં ધસી આવ્યા હતા. પ્રશ્નકાળ દરમિયાન આ તમામ વિરોધ કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યોને ટીંગાટોળી કરી બહાર લઈ જવાયા હતા. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં સૂઈ ગયા હતા. જો કે તેમને ઉંચકીને બહાર લઈ જવાયા હતા. અને તેમને ગૃહની કાર્યવાહીમાંથી પહેલા કલમ 51 મુજબ એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા. ત્યારબાદ સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ અને બલવંતસિંહ રાજપૂત તેમજ રાઘવજી પટેલની રજૂઆત બાદ તમામ ધારાસભ્યોને કલન 52 મુજબ સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
યુપી પોલીસની ટીમ માફિયા અતીકના ભાઈ અશરફ સાથે રાજધાની લખનૌમાં પ્રવેશી છે. અશરફને લાવનાર પોલીસ કાફલો ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઇટૌંજા ટોલ પ્લાઝા પર પહોંચ્યો હતો. અતીક અહમદનો કાફલો બાંદાથી બુંદેલખંડ એક્સપ્રેસ વે થઈને પ્રયાગરાજ જવા રવાના થયો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં આગામી 29, 30 અને 31 માર્ચે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છ તેમજ જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 31 માર્ચે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
અતિક અહેમદને (Atique Ahmed) પ્રયાગરાજ લઈ જતો પોલીસ કાફલો ઓરાઈ પહેલા પેટ્રોલ પંપ પર રોકાયો હતો અને કાફલામાં સામેલ વાહનોમાં ઈંધણ ભરાવીને આગળ ચાલ્યો હતો. માહિતી મળી રહી છે કે હવે, પોલીસે ફરી એકવાર રૂટ બદલ્યો છે. હવે આ કાફલો બાંદા થઈને આવવાને બદલે ઓરાઈમાંથી પસાર થઈ રહ્યો છે. સુરક્ષાના કારણોસર યુપી પોલીસે છેલ્લી ઘડીએ રૂટ બદલી નાખ્યો હતો.
વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા જ કોંગ્રેસના ધારાસભ્યોએ મચાવ્યો હોબાળો હતો. વેલમાં ઘસી આવેલ તમામ ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. અદાણી મામલે કોંગ્રેસના સભ્યો વેલમા આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોને આજના દિવસની કામગીરીમાંથી સસ્પેન્ડ કરાયા હતા. કોંગ્રેસ ધારાસભ્યોને માર્શલે ટીંગાટોળી કરી વેલમાંથી દૂર કરાયા હતા. જેપીસી રચવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા બાદ ટીગાટોળી કરીને ગૃહમાંથી દૂર કરાયા હતા.
સાસણમાં પ્રવાસીઓને સિંહ અભ્યારણ્ય જોવા માટે જીપ્સીકારનો ઉપયોગ કરવો પડે છે. પ્રવાસીઓને માહિતી આપતા સમયે બની ઘટના. પ્રવાસીઓને જીપ્સીમાં બેસાડવાના મુદ્દે થયેલા મન દુઃખમાં સર્જાઈ હતી મારામારી. બંને પક્ષોએ સામસામે કુલ છ શખ્સો સામે નોંધાવી ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને અનુસંધાને તપાસ હાથ ધરી છે.
ભાવનગરના કુડા ગામે માતાજીના માંડવામાં ધૂણી રહેલા ભુવાનું મોત થયુ છે. ઘોઘા તાલુકાના કુડા ગામે કુડાગીરી સિકોતર માતાજીના 24 કલાકના નવરંગા માંડવાનું ગોહિલ પરીવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના માંડવામાં ધૂણી રહેલા પરીવારના ભૂવાનું મોત નીપજ્યું છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અતીક અહેમદના ( Atique Ahmed )કાફલાને ફરી એકવાર રોકી દેવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ કાફલાને મધ્યપ્રદેશની સરહદ પાસે રોકી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદના સાબરમતી સેન્ટ્રલ જેલથી કોટા સુધીમાં વચ્ચે છ વખત કાફલો રોકાયો છે.
ઉતરપ્રદેશના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, અમદાવાદની સાબરમતી જેલમાંથી અતીકને ( Atique Ahmed ) લઈને પ્રયાગરાજ આવતા કાફલા પર સતત નજર રાખી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ડીજીપી હેડક્વાર્ટર પોતાના તરફથી આ સમગ્ર ઓપરેશન પર નજર રાખી રહ્યું છે.
ઉમેશ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી અતીક અહેમદને (Atique) અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ગઈકાલે સાંજે પ્રયાગરાજ માટે લઈ જવામાં આવ્યો છે. યુપી એસટીએફની ટીમ અતીક અહેમદને પ્રયાગરાજ લાવી રહી છે. યુપી પોલીસનો કાફલો મૈનપુરી, કાનપુર થઈને પ્રયાગરાજ પહોચી શકે છે.
Published On - Mar 27,2023 6:38 AM