AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Breaking : સૂર્યકુમાર યાદવના દમ પર જીત્યું ભારત, T20 વર્લ્ડ કપ 2026 ની પહેલી મેચમાં USA ને હરાવ્યું

T20 વર્લ્ડ કપ 2026 ની પહેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે યુએસએ માટે 162 રનનો લક્ષ્યાંક મૂક્યો. જોકે, યુએસએ ટીમ તે લક્ષ્યનો પીછો કરવામાં નિષ્ફળ રહી અને ભારતે 29 રનથી મેચ જીતી લીધી. ભારતની જીતનો હીરો કેપ્ટન સૂર્યા રહ્યો હતો.

T20 World Cup Breaking : સૂર્યકુમાર યાદવના દમ પર જીત્યું ભારત, T20 વર્લ્ડ કપ 2026 ની પહેલી મેચમાં USA ને હરાવ્યું
Team IndiaImage Credit source: X/BCCI
| Updated on: Feb 07, 2026 | 11:15 PM
Share

ભારતે T20 વર્લ્ડ કપ 2026 માં પોતાની સફર જીત સાથે શરૂ કરી છે. ભારતે USA સામે પોતાની પહેલી મેચ જીતી લીધી છે. મુંબઈના વાનખેડે મેદાન પર રમાયેલી T20 વર્લ્ડ કપની પોતાની પહેલી મેચમાં ભારતે USA માટે 162 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેનો પીછો કરતા USA 29 રનથી પાછળ રહી ગયું. ભારતને જીત મળી અને તે જીત સાથે 2 પોઈન્ટ પણ મળ્યા. ભારતની આ જીતનો હીરો સૂર્યકુમાર યાદવ હતો, જેણે મુશ્કેલ સમયમાં ઈનિંગને સંભાળી હતી.

મુશ્કેલ સમયમાં સૂર્યાની મેચ વિનર ઈનિંગ

વાનખેડે ખાતે રમાયેલી મેચમાં ભારતે પહેલા બેટિંગ કરી હતી. જોકે, ટીમની શરૂઆત અપેક્ષા મુજબ નહોતી રહી. અભિષેક શર્મા ગોલ્ડન ડક પર આઉટ થયો અને બાદમાં પાવરપ્લેમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ, ભારતની સ્થિતિ બગડવા લાગી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી. બીજા છેડે વિકેટ પડતી રહી, પરંતુ સૂર્યકુમાર યાદવ અંત સુધી અણનમ રહ્યો, તેણે 49 બોલમાં 84 રન બનાવ્યા. 171.42 ના સ્ટ્રાઇક રેટથી રમાયેલી તેની ઈનિંગમાં ચાર છગ્ગા અને 10 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું

સૂર્યકુમાર યાદવની શાનદાર ઈનિંગને કારણે, ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 161 રન બનાવ્યા, જેને ડીફેન્ડ કરતા ભારતીય બોલરોએ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. 162 રનના લક્ષ્યનો પીછો કરતા, યુએસએ ટીમે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી. પરિણામે, તેઓ 20 ઓવરમાં 8 વિકેટે ફક્ત 132 રન જ બનાવી શક્યા અને 29 રનથી મેચ હારી ગયા.

સિરાજ સૌથી સફળ ભારતીય બોલર

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચમાં પાંચ બોલરોનો ઉપયોગ કર્યો જેમાંથી ચાર બોલરોએ વિકેટ લીધી. ભારત તરફથી મોહમ્મદ સિરાજ સૌથી સફળ બોલર રહ્યો, તેણે ત્રણ વિકેટ લીધી. અક્ષર પટેલે બે વિકેટ લીધી, જ્યારે અર્શદીપ સિંહે પણ બે અને વરુણ ચક્રવર્તીએ એક વિકેટ લીધી.

સૂર્યા પ્લેયર ઓફ ધ મેચ બન્યો

સૂર્યકુમાર યાદવને તેની કેપ્ટન ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ 17મી વખત છે જ્યારે સૂર્યાને T20I માં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે.

T20 World Cup Breaking : વર્લ્ડ કપની પહેલી જ મેચમાં ચમક્યો સૂર્યા, USA સામે રમી યાદગાર કેપ્ટન ઈનિંગ

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">