AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

27 નવેમ્બરના મહત્વના સમાચાર : પાટીદાર યુવક યુવતીઓને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ આપી સલાહ.. બાપ દાદાની જમીન સાચવજો…. દીકરીઓને પિતાની પાઘડી સચાવવાની પણ આપી સલાહ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2025 | 9:05 PM
Share

ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના 27 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

27 નવેમ્બરના મહત્વના સમાચાર : પાટીદાર યુવક યુવતીઓને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ આપી સલાહ.. બાપ દાદાની જમીન સાચવજો.... દીકરીઓને પિતાની પાઘડી સચાવવાની પણ આપી સલાહ

ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના 27 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Nov 2025 09:00 PM (IST)

    રોડની બિસ્માર હાલતને જોતા સાંસદે તૈયાર કરાવ્યો સરવે રિપોર્ટ

    ગોધરામાંથી પસાર થતા અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે નંબર-47 બિસ્માર હાલતમાં છે અને વારંવાર થતા અકસ્માતોના નિવારણ માટે રાજ્યસભા સાંસદના સાંસદ જશવંતસિંહ પરમારે એક અનોખી પહેલ કરી છે. સાંસદે પોતાના ખર્ચે ખાની કંપનીની મદદથી રોડનો ટેકનિકલ સરવે કરાવીને નેશનલ હાઈવે ઓથોરિટીના મેનેજરને સરવે રિપોર્ટ સોંપ્યો છે.

    છેલ્લા ઘણા સમયથી અમદાવાદ અને ગોધરાને જોડતો હાઈવે અત્યંત ખરાબ સ્થિતિમાં છે. ચોમાસા બાદ રોડ પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના પરિણામે અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે. જેના નિરાકરણ માટે સાંસદે સરવે કરીને રિપોર્ટ તૈયાર કર્યો. સાંસદ જશવંતસિંહે કહ્યું કે આપણે ફરિયાદ તો કરતા જ હોઈએ છીએ પણ અમે સહકારના ભાવનાથી આ સરવે કર્યો છે. સરવેની મદદથી નેશનલ હાઈવે ઓથોરિટીને મદદ મળશે. રસ્તો વારંવાર તૂટી જવાના કારણો માર્ગની કાયમી દુરસ્તી માટેના ટેકનિકલ સૂચનો પણ રિપોર્ટમાં સામેલ છે.

  • 27 Nov 2025 08:40 PM (IST)

    વડોદરાઃ બગીચામાં ફરવા માટે મનપાએ નોંધણી ફરજિયાત કરી

    વડોદરાઃ બગીચામાં ફરવા માટે મનપાએ નોંધણી ફરજિયાત કરી છે. હવેથી બગીચામાં પ્રવેશ કરતા પહેલા વિઝિટરે નોંધણી કરાવવી પડશે. નામ અને સમય લખ્યા બાદ જ બગીચામાં પ્રવેશ મળશે. મનપાના નિર્ણય સામે બગીચામાં ફરવા આવતા લોકોમાં નારાજગી ફેલાઈ છે. ફરજિયાત નોંધણીના નિયમને લોકોએ તઘલખી નિર્ણય ગણાવ્યો

    બગીચામાં આવતા લોકોનું કહેવું છે કે લોકો અહીં કસરત કરવા અને ફિટ રહેવા માટે આવતા હોય છે. અહીં આ પ્રકારની નોંધણીની કોઈ જરૂર નથી. જો સુરક્ષાનો પ્રશ્ન હોય તો પેટ્રોલિંગ વધારવુ જોઈએ અને મનપાએ સીસીટીવી મુકવા જોઈએ.

  • 27 Nov 2025 08:21 PM (IST)

    બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માતમાં 4ના મોત

    અમદાવાદ: બાવળા-બાગોદરા હાઈવે પર અકસ્માતમાં 4ના મોત થયા છે. ટ્રકની પાછળ પીકઅપ વાન ઘૂસી જતા ભયાનક અકસ્માત સર્જાયો. કેટરર્સના કર્મચારીઓને આ અકસ્માત નડ્ય હતો. બે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. અન્ય બેના સારવાર દરમિયાન મોત થયા છે.

  • 27 Nov 2025 07:59 PM (IST)

    મહેસાણા: દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર

    મહેસાણા: દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ છે. ઈતિહાસમાં પ્રથમવાર દૂધસાગર ડેરીની ચૂંટણી સમરસ બની છે. આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. 15 ડિરેક્ટરની ચૂંટણીમાં તમામ સભ્યો બિનહરીફ થયા છે. 63માંથી 4 ફોર્મ રદ થયા બાદ 59 ફોર્મ માન્ય હતા. 44 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી, 15 બિનહરીફ જાહેર થયા છે.

  • 27 Nov 2025 07:40 PM (IST)

    ઠંડી અને માવઠાને લઈને આગાહીકાર અંબાલાલનું અનુમાન

    ઠંડી અને માવઠાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલે મોટી આગાહી કરી છે.  આગામી 6થી 10 ડિસેમ્બર વચ્ચે વાતાવરણમાં મોટો ફેરફાર આવી શકે છે. 18 ડિસેમ્બર આસપાસ અમૂક વિસ્તારમાં માવઠું પડી શકે છે. 20 ડિસેમ્બરથી ઉત્તર ભારતમાં હીમ વર્ષાને લઈને ગુજરાતમાં ઠંડી વધશે. 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી કરાઈ છે.

  • 27 Nov 2025 07:20 PM (IST)

    વાવ થરાદ: સુઈગામના ભટાસણા ગામ નજીક કેનાલમાં ગાબડું

    વાવ થરાદ: સુઈગામના ભટાસણા ગામ નજીક કેનાલમાં ગાબડું પડ્યુ છે. એટા માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. કેનાલમાં હલકી ગુણવત્તાનું કામ થયુ હોવાનો ખેડૂતોના આક્ષેપ છે. ખેતરોમાં રાયડો, જીરું સહિતના પાક કેનાલના પાણીમાં ગરકાવ થયા છે. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાની થવા પામી છે.

  • 27 Nov 2025 06:55 PM (IST)

    બનાસકાંઠા: ખેડૂતોને હવે ટેકાના ભાવે મગફળી વેચવામાં મુશ્કેલ

    માવઠાના માર બાદ હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને હવે ટેકાના ભાવે મગફળી વેચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખરીદી કેન્દ્રોમાં મગફળી વજનના માપદંડમાં ખરી ન ઉતરતા ખેડૂતોની મગફળી રિજેક્ટ થઈ રહી છે. પાલનપુરમાં 26 ખેડૂતોની મગફળી ફક્ત વજન ઓછું હોવાથી પરત ફરાવી દેવામાં આવી છે. નિયમ મુજબ ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીની પ્રત્યેક બોરીનું વજન ઓછામાં ઓછું 35 કિલોગ્રામ હોવું જોઈએ. પરંતુ ખેડૂતોની મગફળીનુ વજન ઓછુ આવી રહ્યુ છે. જેના કારણે મગફળી રિજેક્ટ થઈ રહી છે.

    બીજી તરફ ખેડૂતોની માગણી છે કે સતત પડેલા વરસાદના કારણે મગફળીની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના પરિણામે ખરીદી કેન્દ્રો પર ખેડૂતોનો માલ રિજેક્ટ થઈ રહ્યો છે. ખરીદી વખતે ભરતી માટે 35 કિલોની જગ્યાએ 30 કિલો કરવામાં આવે, તો મોટા ભાગના ખેડૂતોનો મગફળી લાયક ઠરી શકે. જેથી ખેડૂતોને ટેકાના ભાવનો યોગ્ય લાભ મળશે. ખેડૂતો 35 કિલોના નિયમમાં છૂટછાટ આપવા માટે માગણી કરી રહ્યા છે.

  • 27 Nov 2025 06:34 PM (IST)

    આણંદ: ઉભરાતી ગટરોથી ત્રસ્ત રહીશોનો અનોખો વિરોધ

    આણંદ: ઉભરાતી ગટરોથી ત્રસ્ત રહીશોએ અનોખો વિરોધ નોંધાવ્યો. પાધરીયા વિસ્તારના લોકો ગટરનું પાણી લઈને મનપા કચેરીએ પહોંચ્યા. ગટરનું પાણી મનપા કચેરીમાં ઢોળીને લોકોએ રોષ ઠાલવ્યો. નાયબ મ્યુનિસિપલ કમિશનર પર બંગડી નાંખવાનો પ્રયાસ કર્યો. સામાજિક કાર્યકર પ્રતિકાત્મક વિરોધ તરીકે  બંગડીઓ ફેંકી, ઉગ્ર વિરોધ થતા મનપાના કર્મચારીઓ  પણ રોષે ભરાયા અને રજૂઆત કરતા લોકોને ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યો હોવાનો દાવો વિરોધકર્તાઓએ કર્યો છે.

    વારંવાર રજૂઆત છતાં ગટર ઉભરાવવાની સમસ્યા યથાવત્ છે. સમસ્યાને લઈને પાધરીયા વિસ્તારની આશીર્વાદ સોસાયટી અને નીલગીરી સોસાયટીના રહેવાસીઓએ આજે અનોખો વિરોધ નોંધાવ્યો. ગટરના પાણીને કારણે રોગચાળો વકર્યો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. અનેકવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા રહીશોએ ભારે વિરોધ નોંધાવ્યો.

  • 27 Nov 2025 06:20 PM (IST)

    પંચમહાલ: શહેરાના વાઘજીપુરમાં તંત્ર દ્વારા ડિમોલિશન

    પંચમહાલ: શહેરાના વાઘજીપુરમાં તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરાયુ હતુ.  ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર  ફરી વળ્યું. MGVCL, રેવન્યુ વિભાગની ટીમને સાથે રાખી R&Bએ કામગીરી કરી. રોડની બંને સાઈડ કરાયેલા કાચા પાકા દબાણો હટાવાયા હતા. પોલીસને સાથે રાખી મકાન, દુકાન અને લારી ગલ્લા હટાવાયા. 200 જેટલા ગેરકાયદે દબાણ હટાવાયા.

  • 27 Nov 2025 05:58 PM (IST)

    ભરૂચ: વેપારીએ ભિક્ષુક બાળાઓને માર્યો માર

    ભરૂચ: વેપારીએ ભિક્ષુક બાળાઓને માર માર્યો છે. પાંચ બત્તી કોમર્શિયલ કોમ્પલેક્સમાં આ બનાવ બન્યો છે. બાળાઓને માર મારતા આસપાસના લોકો મદદે દોડી આવ્યા. CCTV સામે આવતા પોલીસે વેપારીની અટકાયત કરી.

  • 27 Nov 2025 05:56 PM (IST)

    નવપરણિત યુગલોને જયેશ રાદડિયાએ આપી આ સલાહ

    બનાસકાંઠા: પાલનપુરના ગઢ ગામમાં લેઉઆ પટેલ સમાજના સમૂહ લગ્નમાં આવેલા પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ યુવક યુવતીઓને સલાહ આપી.  સમાજના યુવાનોને બાપ દાદાએ જાળવી રાખેલી જમીન સાચવી રાખવા ટકોર કરી. પટેલ સમાજ સહીત તમામ સમાજની દીકરીઓને પિતાની પાઘડીની ઈજ્જત સાચવવા અપીલ કરી. દીકરીનો બાપ દીકરી માટે હમેશા સારુ જ વિચારે. પાલનપુરના ગઢ ગામમાં 16 ગામ લેઉઆ પટેલ સમાજ 28 માં સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાએ હાજરી આપી હતી. સમાજમાં દીકરીઓએ અભ્યાસ ક્ષેત્રે આગળ વધવાની સાથે પરિવારની ઈજ્જત સાચવવા ટકોર કરી. સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા માંડનાર 21 નવ દંપતીઓને જયેશ રાદડિયાએ આશીર્વાદ પાઠવ્યા.

  • 27 Nov 2025 03:52 PM (IST)

    દારૂ અને ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના શાબ્દિક પ્રહાર

    દારૂ અને ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ શાબ્દિક પ્રહાર  કર્યા. તેમણે  કહ્યુ કે પોલીસ અને ભાજપ પર  ગંભીર આરોપ લગાવ્યા. દૂધાતે કહ્યુ “ગુજરાત આજે ‘ઝૂમતા ગુજરાત’ બન્યું છે. પોલીસ લાજવાને બદલે ગાજવાનું કામ કરી રહી છે. કેટલાંક અધિકારીઓ રાજકીય પાર્ટીના એજન્ટ બની ગયા છે. ગુજરાત પોલીસમાં હિંમત હોય તો ડ્રગ્સ માફિયાઓને પકડે. દારૂ અને ડ્રગ્સ કોઈ પક્ષનો નહીં પરંતુ, પ્રજાનો મુદ્દો છે”

  • 27 Nov 2025 02:57 PM (IST)

    ઠંડી અને માવઠાને લઈને અંબાલાલ પટેલની આગાહી

    ઠંડી અને માવઠાને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે મહત્વનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના મુજબ 6થી 10 ડિસેમ્બર વચ્ચે વાતાવરણમાં મોટો ફેરફાર થઈ શકે છે. 18 ડિસેમ્બર આસપાસ રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા છે. ઉપરાંત 20 ડિસેમ્બરથી ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં ગુજરાતમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. અંબાલાલ પટેલે આગળ જણાવ્યું છે કે 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના છે, જેના કારણે રાજ્યમાં શિયાળાનું પ્રભાવો વધુ તીવ્ર બનશે.

  • 27 Nov 2025 02:16 PM (IST)

    ધોરી માર્ગો માટે કેન્દ્ર સરકાર ખર્ચશે 20 હજાર કરોડ

    રાજ્યના હાઈવેને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે. ધોરી માર્ગો માટે કેન્દ્ર સરકાર 20 હજાર કરોડ ખર્ચશે. ગુજરાત પ્રવાસ દરમિયાન નીતિન ગડકરીએ જાહેરાત કરી. ગઈકાલે મળેલી મુખ્યપ્રધાન સાથેની બેઠકમાં નિર્ણય લેવાયો.

  • 27 Nov 2025 01:50 PM (IST)

    અમદાવાદ: બાવળા-બાગોદરા હાઈવે પર અકસ્માતમાં 4ના મોત

    અમદાવાદ: બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માતમાં 4ના મોત થયા છે. ટ્રકની પાછળ પીકઅપ વાન ઘૂસી જતા ભયાનક અકસ્માત થયો. કેટરર્સના કર્મચારીઓને અકસ્માત નડ્યો. બે લોકોના ઘટનાસ્થળે  મોત થયા છે. અન્ય બેના સારવાર દરમિયાન મોત થયા.

  • 27 Nov 2025 01:36 PM (IST)

    નેશનલ હાઇવે-48 અને 58ની નીતિન ગડકરી દ્વારા સમીક્ષા

    આપને જણાવી દઇએ, કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી સુરતની મુલાકાત લઇ ચૂક્યા છે. તેમણે નેશનલ હાઇવે 48 અને 58નું નિરીક્ષણ કર્યું. મહત્વનું છે, પલસાણા ચાર રસ્તા પાસે અંડરપાસ બનાવવાની માગ ઉઠી છે. ત્યારે, નીતિન ગડકરી અંડરપાસની કામગીરી અંગે અધિકારીઓ સાથે વાત કરી.  તો, વધતા વાહન વ્યવહારને પગલે આગામી દિવસોમાં અંડરપાસ બને તેવી શક્યતા છે.

  • 27 Nov 2025 01:21 PM (IST)

    વલસાડ: રાજ્ય સરકારની આજથી ત્રિદિવસીય ચિંતન શિબિર

    વલસાડમાં રાજ્ય સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિર શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી, પ્રધાનો અને મંત્રીમંડળના સભ્યો સાથે 241 ઉચ્ચ સનદી અધિકારીઓ હાજર છે. રાજચંદ્ર આશ્રમના  રમેશજીના પ્રવચનથી શિબિરની શરૂઆત થઈ છે અને રાજ્યના વિવિધ પ્રોજેક્ટ, યોજનાઓ, પોષણ, આરોગ્ય, જાહેર સલામતી અને AI મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે.

  • 27 Nov 2025 01:09 PM (IST)

    10 રાજ્યોમાં 15 સ્થળો પર EDની ટીમના દરોડા

    દેશના 10 રાજ્યોમાં 15 સ્થળોએ ઇનકમટેક્સ વિભાગની ટીમે દરોડા ચલાવ્યા છે. દરોડા નો ઉદ્દેશ નેશનલ મેડિકલ કમિશનને આપવામાં આવેલી માન્યતાઓ અને મોન્ટુ પટેલના કાર્યકાળ દરમિયાન અપાયેલી મંજૂરીઓમાં ગેરરીતિઓની તપાસ કરવો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મેડિકલ મંજૂરીઓ માટે લાંચ લેવાતી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં દરોડા કરવામાં આવ્યા, જ્યારે આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને બિહારમાં પણ ટીમોએ કાર્યવાહી કરી. અધિકારીઓએ જણાવ્યું કે ઇન્સ્પેક્શન માટે આવતી ટીમોની માહિતી અગાઉથી જાણી શકાય છે.

  • 27 Nov 2025 01:01 PM (IST)

    સુરેન્દ્રનગરઃ‌ કડુ ગામે આવેલી ફાર્મા કંપનીમાં ચેકિંગ

    સુરેન્દ્રનગરના કડુ ગામમાં આવેલી ફાર્મા કંપનીમાં પાણીના નમૂનાઓની તપાસ માટે ચેકિંગ કરવામાં આવી. પ્રાંત અધિકારીની હાજરીમાં GPCBની ટીમે કંપની પ્લાન્ટમાંથી લેવામાં આવેલા નમૂનાઓ તપાસ માટે મોકલ્યા. સ્થાનિકોનું આરોપ છે કે કંપની પ્લાન્ટના ગટરમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હતું, જેના માટે કલમ ગામના ઉપસરપંચે ફરિયાદ નોંધાવી હતી. જો રિપોર્ટમાં કોઈ ખામી કે નિયમોનું ઉલ્લંઘન સામે આવ્યું તો નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

  • 27 Nov 2025 12:53 PM (IST)

    સાબરકાંઠા: હિંમતનગરમાં જોરદાર અકસ્માત

    સાબરકાંઠા: હિંમતનગરમાં જોરદાર અકસ્માત સર્જાયો. ઇન્દ્રનગર સોસાયટીમાં બાળકી સ્કૂટરની અડફેટે આવી. એક તરફ ઝડપી સ્કૂટર, બીજી તરફ દોડી બાળકી. સડસડાટ વાહન હંકારવાની લ્હાયમાં અકસ્માત સર્જાયો હતો. બાળકીને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાઇ છે. ઘટનાના CCTV વીડિયો સામે આવ્યા છે.

  • 27 Nov 2025 12:31 PM (IST)

    અમરેલીઃ વધુ એક આદમખોર સિંહણ પાંજરે પૂરાઈ

    અમરેલીમાં આદમખોર સિંહણોનો આતંક છે. પહેલા બગસરાના હામાપુર ગામે સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધો હતો. જે બાદ પાંજરું મુકાયું અને સિંહણ તેમજ 4 બાળસિંહને પાંજરે પુર્યા હતા. જો કે, તે બાદ ખાંભાના ગીદરકી ગામે ખેતરમાં પાણી વાળતા ખેડૂત પર સિંહણે હુમલો કર્યો હતો. જેમની ગંભીર ઈજાઓ પહોંચી. આ સિંહણને પણ પકડી પાડવા માટે પાંજરુ મુકાયું હતુ અને સિંહણ પાંજરે પૂરાઈ છે. ગીદરકી ગામમાં એક મહિનામાં આ બીજો હુમલો હતો..

  • 27 Nov 2025 11:50 AM (IST)

    સાબરકાંઠા : ખેડબ્રહ્મા અને ખેરોજ વિસ્તારમાં કમોસમી વરસાદ

    સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર માવઠાનું મોકાણ જોવા મળ્યું છે. ખેલબ્રહ્મા અને ખેરોજ વિસ્તાર સહિત અનેક ગામોમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ નોંધાયો. દસથી પંદર મિનિટ સુધી પડેલા આ અચાનક વરસાદથી ખેરોજ, આગીયા, ચાંગોદ અને બાવળકાંઠિયા વિસ્તારો ભીના થયા. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.

  • 27 Nov 2025 11:27 AM (IST)

    રાજકોટઃ કોંગ્રેસ દ્વારા આમ્રપાલી અંડરબ્રિજમાં વિરોધ

    રાજકોટઃ કોંગ્રેસ દ્વારા આમ્રપાલી અંડરબ્રિજમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ પાવડા અને તગારા સાથે વિરોધ કર્યો. છેલ્લા કેટલાક દિવસોથી વગર વરસાદે બ્રિજમાં પાણી પડે છે. બ્રિજમાં પાણી પડવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી થઇ રહી છે. પોલીસે વિરોધ કરનારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી.

  • 27 Nov 2025 11:12 AM (IST)

    ભારે વરસાદને કારણે થાઈલેન્ડમાં પૂર, 33થી વધુ લોકોના થયા મોત

    થાઈલેન્ડમાં ભારે વરસાદને કારણે વિકરાળ પૂર પરિસ્થિતિ ઊભી થઈ છે, જેમાં અત્યાર સુધી 33થી વધુ લોકોના મોત થયા છે. અનેક વિસ્તારોમાં ઘરો, રસ્તાઓ અને બજારોમાં કમર સુધી પાણી ભરાતા લાખો લોકો પ્રભાવિત થયા છે અને તેમનું જનજીવન ખોરવાઈ ગયું છે. કેટલીક જગ્યાએ પરિવારોને પોતાના ઘરના ધાબા પર ચડીને જીવ બચાવવો પડ્યો હતો. પૂરનાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર અને બોટની મદદથી મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું, જેમાં કલાકો સુધી ફસાયેલા લોકોને હેમખેમ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

  • 27 Nov 2025 11:02 AM (IST)

    સુરત: બ્રિજ નીચે જુગારધામ અને ગાંજાનું વેચાણ

    સુરતમાં વરાછા-સરથાણાના બ્રિજ નીચે જુગાર અને ગાંજાના ગેરકાયદેસર ધંધાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે, કારણ કે બ્રિજનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સ્થાનિકોના કહેવા મુજબ બ્રિજ નીચે કેટલાક લોકો ખુલ્લેઆમ જુગાર રમે છે અને ત્યાં જ નશાનો વેપાર પણ ચાલે છે. સૂર્યપુર ગરનાળાથી સરથાણા જકાતનાકા સુધી દબાણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી હોવાનું જણાય છે. આ અંગે વરાછાના રહેવાસીઓએ સ્થાનિક MLA અને પાલિકાને પત્ર લખીને તમામ પ્રકારના દૂષણ, દબાણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દૂર કરવાની માંગણી કરી છે. લોકોનું કહેવું છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવામાં આવે.

  • 27 Nov 2025 10:26 AM (IST)

    ચેતેશ્વર પૂજારાના સાળાની આત્મહત્યા બાદ મોબાઈલ ભેદી રીતે ગુમ

    રાજકોટમાં ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારીની આત્મહત્યાના મામલે નવા ખુલાસા થઈ રહ્યા છે. આત્મહત્યા બાદ જીતનો મોબાઈલ ભેદી રીતે ગુમ થયો છે, જેને કારણે તપાસ વધુ ગૂંચવાયેલી બની છે. આજે પોલીસ જીત રહેતા રૂમની વિગતવાર તપાસ તેમજ સ્થળનુ પંચનામુ કરશે. પ્રાથમિક માહિતી મુજબ જીત છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર ડિપ્રેશનમાં હતો અને તે ડિપ્રેશનની દવા પણ લેતો હતો. આત્મહત્યાના મૂળ કારણો અને મોબાઈલ ગાયબ થવા પાછળના સંજોગો જાણવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.

  • 27 Nov 2025 09:44 AM (IST)

    ભાવનગર: ફુલસરના કર્મચારીનગરમાં થયું ફાયરિંગ

    ભાવનગર: ફુલસરના કર્મચારીનગરમાં ફાયરિંગ થયું. પૂર્વ આર્મી જવાન નયન ડોડિયાએ ફાયરિંગ કર્યાનો આરોપ છે. ગાડી ધીમી ચલાવવા બાબતે ફરિયાદીને ધમકાવ્યાનો આરોપ છે. ફોન પર ધમકી મળતા ફરિયાદી વાત કરવા ગયા હતા. વાતચીત દરમિયાન મામલો ઉગ્ર બનતા આરોપીએ ફાયરિંગ કર્યું. આરોપીએ પોતાની રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું.

  • 27 Nov 2025 08:53 AM (IST)

    અમદાવાદ: મેટ્રોસિટીમાં જોખમી સ્તરે હવાની ગુણવત્તા

    અમદાવાદમાં હવાની ગુણવત્તા સતત ખરાબ થતી જતા મેટ્રોસિટીમાં AQI જોખમી સ્તરે પહોંચી ગયો છે. શહેરનો સરેરાશ AQI 209 સુધી નોંધાયો છે, જ્યારે મેગાસિટીના અનેક વિસ્તારોમાં AQI 200થી પાર થયો છે. થલતેજના જય અંબે નગર પાસે AQI 227, વિક્રમ નગરમાં 225 અને સોનીની ચાલી વિસ્તારમાં 218 નોંધાયો છે. સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા પાસે AQI 215 નોંધાયો હતો. સાઉથ બોપલમાં AQI 205થી વધુ અને ઈસરો સેટેલાઈટ વિસ્તારામાં AQI 201 સુધી પહોંચી જતાં શહેરમાં પ્રદૂષણનો સ્તર ચિંતાજનક બની ગયો છે.

  • 27 Nov 2025 08:36 AM (IST)

    હોંગકોંગમાં એક બહુમાળી સોસાયટીમાં લાગેલી આગમાં 44ના મોત

    ચીનના હોંગકોંગમાં બહુમાળી ઇમારતોમાં ભીષણ આગ લાગી. આ આગની તીવ્રતા એટલી ભયાનક હતી કે છેલ્લા ત્રણ દાયકામાં તે જોવા મળી ન હતી. આ ઘટનામાં 44 લોકોનાં મોત થયાં. હાલમાં 300 ગુમ થયેલા લોકોની શોધ ચાલી રહી છે. પોલીસે આ ઘટના સંદર્ભે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

  • 27 Nov 2025 08:08 AM (IST)

    અમેરિકામાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર, 2 નેશનલ ગાર્ડ ઘાયલ

    અમેરિકામાં બુધવારે વોશિંગ્ટન ડીસીમાં ગોળીબાર થયો હતો. આ ઘટના વ્હાઇટ હાઉસથી થોડા બ્લોક દૂર બની હતી, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો હતો. ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા હતા, જેમાં બે નેશનલ ગાર્ડ સભ્યોનો સમાવેશ થાય છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શંકાસ્પદ વ્યક્તિની ઓળખ 29 વર્ષીય અફઘાન નાગરિક રહેમાનુલ્લાહ લકનવાલ તરીકે થઈ છે, જે 2021 માં અમેરિકામાં પ્રવેશ્યો હતો.

  • 27 Nov 2025 07:32 AM (IST)

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશા વિધાનસભાને સંબોધિત કરશે

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશા વિધાનસભાના સભ્યોને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ બન્યા પછી ઓડિશા વિધાનસભામાં આ તેમનું પહેલું સંબોધન હશે. વિધાનસભા સચિવાલયે રાષ્ટ્રપતિની મુલાકાત માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

  • 27 Nov 2025 07:31 AM (IST)

    બંગાળની ખાડીમાં ભૂકંપના આંચકા, 4.0 ની તીવ્રતા

    બંગાળની ખાડીમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો. તેનું કેન્દ્રબિંદુ કોક્સ બજારથી 151 કિમી દક્ષિણપશ્ચિમમાં ચટગાવ હતું.

Published On - Nov 27,2025 7:28 AM

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">