27 નવેમ્બરના મહત્વના સમાચાર : નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2024 | 8:59 PM

Gujarat Live Updates : આજે 27 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

27 નવેમ્બરના મહત્વના સમાચાર : નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે મોત
Gujarat latest live news and samachar today

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક. ખેડૂતને પડતી તકલીફો સહિત આરોગ્ય વિભાગના મુદ્દે થશે ચર્ચા. આજે કમલમ ખાતે યોજાશે કાર્યશાળા. ભાજપના સંગઠન પર્વના કાર્યક્રમને લઈ કાર્યશાળાનું આયોજન. સાંસદ સહિત ધારાસભ્યો રહેશે હાજર. ગૃહ રાજ્યપ્રધાનના આદેશ બાદ અમદાવાદમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં. રાત્રિ દરમિયાન વાહનોનું કરાયું સઘન ચેકિંગ. સુરતના નેશનલ હાઈવે 48 પર કોસંબા નજીક ગમખ્વાર અકસ્માત. મુસાફરો ભરેલી લકઝરી બસ કોતરમાં ખાબકી. 15થી 20 મુસાફરો ઈજાગ્રસ્ત. દક્ષિણ ભારત પર વધુ એક ચક્રવાતના ઘેરાયા વાદળ. તમિલનાડુના ઘણા ભાગોમાં વરસાદી તાંડવ. કેટલાક જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ. મથુરાના વૃંદાવનમાં આજે આંતરરાષ્ટ્રીય ધર્મ સંસદ યોજાશે. દેશ-વિદેશના સંતો લેશે ભાગ. શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના નેજા હેઠળ આયોજન.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Nov 2024 08:55 PM (IST)

    નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે મોત

    નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. બાઇકચાલકે કાબુ ગુમાવતા બસ સ્ટેન્ડ સાથે બાઇક અથડાઇ હતી. બાઈક પર ત્રણ લોકો સવાર હતા. જલાલપોરનાં કોલાસણા ગામ પાસે આ ઘટના બની છે. મૃતક ત્રણેય યુવકો મિત્રો હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

  • 27 Nov 2024 08:02 PM (IST)

    સાબરકાંઠાના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સામે લૂક આઉટ નોટિસ જાહેર કરાશે

    એકના ડબલની લાલચ 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર સાબરકાંઠાના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. BZ ગ્રુપના CEO ભૂપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરાશે. CID ક્રાઇમે લુકઆઉટ નોટિસ અંગે કાર્યવાહી હાથ ધરી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી જાય તેવી CID ક્રાઇમને આશંકા છે. કૌભાંડીને વિદેશ ભાગતો અટકાવવા પોલીસ વિભાગે આ નિર્ણય લીધો છે.

  • 27 Nov 2024 06:53 PM (IST)

    ભાવનગર : હાથબ ગામમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલમાં ખસેડાયા

    • ભાવનગર : હાથબ ગામમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ
    • માતાએ બે પુત્રીઓ સાથે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર
    • બંને પુત્રીઓ પર જ્વલનશીલ પ્રવાહી છાંટ્યા બાદ મહિલા પોતે પણ સળગી
    • માતાએ 4 અને 9 વર્ષની પુત્રીઓને સળગાવી પોતે પણ આપઘાતનો કર્યો પ્રયાસ
    • ઇજાગ્રસ્ત માતા અને પુત્રીઓને સારવાર માટે સિવિલમાં ખસેડાયા
  • 27 Nov 2024 05:51 PM (IST)

    ખ્યાતિ હોસ્પિટલ કાંડના તમામ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર

    અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 30 નવેમ્બર સુધીના આરોપીઓના રિમાન્ડ મંજૂર કરાયા છે. ઝડપાયેલ પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે પાંચેય આરોપીને ઝડપ્યા હતા.

  • 27 Nov 2024 05:24 PM (IST)

    અમદાવાદમાં વધુ એક ગાદીનો વિવાદ, પાલડીનું રામજી મંદિર બન્યું વિવાદનું કારણ

    ગુજરાતમાં વધુ એક ગાદીનો વિવાદ સામે આવ્યો છે. અમદાવાદમાં પાલડીમાં આવેલું રામજી મંદિર વિવાદનું કારણ બન્યું છે. ગાદીના હકદાર તરીકે અલગ અલગ વ્યક્તિઓએ દાવા કર્યા છે. વૈદેહી વલ્લભ દેવાચાર્ય ઉર્ફે વૈદેહી શરણમ વિુરુદ્ધ મંદિરના ગેટ પર પ્રવેશ નિષેધના પોસ્ટર લાગ્યા છે. આ અંગે વ્યવસ્થાપકનું કહેવું છે કે, વૈદેહી શરણમનો મઠ પર દાવો ખોટો છે. 29 નવેમ્બરે જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામીશ્રીનો ભવ્ય ભંડારો છે.

  • 27 Nov 2024 04:34 PM (IST)

    ભાજપમાં નવા સંગઠનની રચનાને લઇ મહત્વના સમાચાર

    ભાજપમાં નવા સંગઠનની રચનાને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા. મંડળ પ્રમુખ બનવા ભાજપે ધારાધોરણ નક્કી કર્યા. 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સ્થાન મળશે. 2 વખત સક્રિય સભ્ય હશે તે જ બની શકશે મંડળ પ્રમુખ. બેઠકમાં રત્નાકરે MLA અને જિલ્લા પ્રમુખોને આપી સૂચના. અસભ્ય વર્તન, નાણાકીય બાબતે અયોગ્ય ઠરનારી વ્યક્તિ નહીં બને મંડળ પ્રમુખ. SC, ST અને મહિલાઓને પ્રમુખ પદે સ્થાન મળે તેની પ્રાધાન્ય આપવા સૂચના.

  • 27 Nov 2024 04:17 PM (IST)

    PM મોદી જે પણ નિર્ણય લેશે તે સ્વીકારીશુ- એકનાથ શિંદે

    મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને 5 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી. સમય વીતવાની સાથે મુંબઈ અને દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપના નેતા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જવાના છે, પરંતુ અહીં આવતા પહેલા તેઓ નાગપુર જશે. દરમિયાન, વિદાય લેતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ થાણેમાં પીસીમાં કહ્યું કે આ અમારી જંગી જીત છે, તેથી હું દરેકનો આભાર વ્યક્ત કરું છું. તેમણે કહ્યુ PM મોદી જે પણ નિર્ણય લેશે તે સ્વીકારીશું.

  • 27 Nov 2024 03:26 PM (IST)

    સુરેન્દ્રનગરઃ એકલવાયુ જીવન જીવતી યુવતી પર હુમલો

    સુરેન્દ્રનગરઃ એકલવાયુ જીવન જીવતી યુવતી પર હુમલો થયો છે. દારૂના નશામાં યુવકે ઘરમાં ઘુસી યુવતી પર જીવલેણ હુમલો કર્યો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ ખસેડાઇ છે. યુવતીને માથાના ભાગે 15થી વધુ ટાંકા લેવાની ફરજ પડી છે. સિટી પોલીસે યુવતી પર હુમલા મામલે વધુ તપાસ હાથ ધરી છે.

  • 27 Nov 2024 01:47 PM (IST)

    પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે

    પેન્શનધારકો માટે રાહતના સમાચાર છે. જીવન પ્રમાણપત્ર મેળવવા માટે પેન્શનધારકોએ હવે કોઈ ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પરંતુ પેન્શનધારકો તેમની નજીકની પોસ્ટઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકશે.

  • 27 Nov 2024 01:15 PM (IST)

    લોથલમાં ખાડામાં ઉતરેલા PHD રિસર્ચરનું મોત

    ધોળકાના લોથલમાં માટીના સેમ્પલ લેવા ખાડામાં ઉતરેલા PHD રિસર્ચરનું મોત થયુ છે. આસિસ્ટન્ટ પ્રોફેસર અને PHD રિસર્ચર લોથલમાં 12 ફૂટના ખાડામાં માટીના સેમ્પલ લેવા ઉતર્યા હતા  અચાનક માટીની ભેખડ ખસી પડતા બંને તેમાં દટાયા હતા. જેમાંથી PHD રિસર્ચરનું મોત થયુ છે. અન્યને બહાર કાઢીને સોલા સિવિલમાં દાખળ કરાયા છે.

  • 27 Nov 2024 01:08 PM (IST)

    બનાસકાંઠા: વાવની ભાખરી માઇનર કેનાલમાં ભંગાણ

    બનાસકાંઠા: વાવની ભાખરી માઇનર કેનાલમાં ભંગાણ પડ્યુ છે. માઇનર-2 કેનાલમાં ગાબડું પડતા પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. તંત્રએ પાણી છોડતા જ કેનાલમાં ભંગાણ પડ્યું. કેનાલ તૂટતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા. ખેડૂતોને જીરૂના પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

  • 27 Nov 2024 12:51 PM (IST)

    ભાવનગર : 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

    ભાવનગરમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયુ છે. નરાધમે 4 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ. મોડી રાતે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ. સમગ્ર મામલે વરતેજ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. આરોપી સામે કડક કાર્યવાહીની પરિવારની માગ છે.

  • 27 Nov 2024 11:53 AM (IST)

    બાંગ્લાદેશ: હિન્દુઓ પર સતત વધી રહ્યા છે અત્યાચાર

    બાંગ્લાદેશ: હિન્દુઓ પર સતત અત્યાચાર વધી રહ્યા છે. બાંગ્લાદેશમાં ISKCONના ચિન્મય પ્રભુની ધરપકડ બાદ બબાલ થઇ રહી છે. ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર ISKCON ભડક્યું છે. નિવેદન જાહેર કરીને સરકારના પગલાંની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલાં હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી.  દેશમાં શાંતિ અને સદભાવ માટે તાત્કાલિક પગલાં ભરવા માગ કરવામાં આવી.

  • 27 Nov 2024 11:00 AM (IST)

    મહીસાગરઃ એક જ અઠવાડિયામાં સ્ટેટ મોનીટરીંગ સેલની સતત બીજી સફળ રેડ

    મહીસાગરઃ એક જ અઠવાડિયામાં સ્ટેટ મોનીટરીંગ સેલે સતત બીજી સફળ રેડ કરી છે. બાલાસિનોર રોડ પરથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. 2051 દારૂની બોટલ  જપ્ત કરાઈ છે. રાજસ્થાનના રહેવાસીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે.
  • 27 Nov 2024 10:59 AM (IST)

    અમદાવાદમાં ખોખરા રાધે બંગલોઝમાં કિન્નરોએ મચાવી ધમાલ

    અમદાવાદમાં ખોખરા રાધે બંગલોઝમાં કિન્નરોએ ધમાલ મચાવી. જે પછી સ્થાનિકો અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. દિવાળીના રૂપિયા લેવા આવ્યા હતા. ચેરમેને ૩૦૦૦ રૂપિયા આપ્યા. જે પછી વધુ રૂપિયા લેવાની વાતને લઈને ચેરમેન ઉપર હુમલો કર્યો. અન્ય લોકોને બોલાવીને પણ બબાલ કરી.

  • 27 Nov 2024 10:29 AM (IST)

    સુરત : ગટરના ખુલ્લા ઢાંકણાના કારણે 5 વર્ષીય બાળકીનું મોત

    સુરત: મનપાની બેદરકારીએ લીધો એક નિર્દોષનો ભોગ લીધો છે. ડિંડોલીમાં ગટરના ખુલ્લા ઢાંકણાના કારણે 5 વર્ષીય બાળકીનું મોત થયુ છે. ઘરની નજીક રમી રહેલી એક જ પરિવારની બે દીકરી પર ગટરના ઢાંકણાઓ પડ્યા. બે વર્ષીય બાળકી નીકળી જતા બચાવ થયો, જ્યારે અન્ય બાળકીને ગંભીર ઈજા થતા મોત થયુ છે. બાળકીને બચાવવા જતા અન્ય એક વ્યક્તિને પણ પગમાં ફેક્ચર થયું. ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું હોવાથી ગરટના ઢાંકણા ખુલ્લા મુકાયા હતા.

  • 27 Nov 2024 10:09 AM (IST)

    સાબરકાંઠા: BZ બ્રોકિંગની ઓફિસો પર CID ક્રાઈમના દરોડા

    સાબરકાંઠા: BZ બ્રોકિંગની ઓફિસો પર CID ક્રાઈમે દરોડા પાડ્યા છે. રાજ્યભરમાંથી ગેરકાયદેસર ₹6 હજાર કરોડ ઉઘરાવ્યાનો આક્ષેપ છે. રોકાણ કર્યા બાદ ગ્રાહકોને સમયસર રૂપિયા ન મળતા સવાલ ઉઠ્યા હતા. રોકાણકારોને માસિક 5 ટકા વળતરની લાલચ આપતા હતા. CID ક્રાઈમના ગાંધીનગર, વડોદરા, મોડાસા સ્થિત BZની ઓફિસો પર દરોડા. માલપુર, તલોદ, વિજાપુર સહિતના સાત સ્થળો પર કરાઈ કાર્યવાહી.

  • 27 Nov 2024 09:02 AM (IST)

    અમદાવાદ: કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શન મોડમાં

    અમદાવાદ: કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. શહેરમાં રાત્રિ દરમિયાન વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. પોલીસકર્મીઓ સહિત અધિકારીઓ દ્વારા આખી રાત કોમ્બિંગ હાથ ધરાયુ. રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ અને ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી છે. સતત બે રાતથી શહેરના દરેક વિસ્તારમાં પોલીસની તપાસ ચાલી રહી છે.

  • 27 Nov 2024 09:01 AM (IST)

    ભરૂચ: નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રનની ઘટના

    ભરૂચ: નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રનની ઘટના બની છે. રસ્તો ઓળંગતા વ્યક્તિને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધો. રાહદારી અંકલેશ્વરની હોટલ વર્ષા નજીક રસ્તો ઓળંગતો હતો, રાહદારીને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઇ ગયો. ટ્રાફિક પોલીસ દ્વારા ઈજાગ્રસ્તને 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયો.

Published On - Nov 27,2024 8:59 AM

Follow Us:
સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર
સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર
ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ
ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ
વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો
વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો
ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી
ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના
સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં ! ભોજનમાંથી જીવાત નીકળી
સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં ! ભોજનમાંથી જીવાત નીકળી
ગાંધીનગરમાં 55 લાખનું સાયબર ફ્રોડ કરનાર 2 આરોપી પોલીસ સકંજામાં
ગાંધીનગરમાં 55 લાખનું સાયબર ફ્રોડ કરનાર 2 આરોપી પોલીસ સકંજામાં
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે પ્રગતિના સંકેત
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે પ્રગતિના સંકેત
ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી
ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી
વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો
વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">