Ahmedabad : ગોમતીપુરામાં શંકાસ્પદ યુવકની કસ્ટોડિયલ ડેથ ! મૃતકના પરિવારજનોએ ન્યાયની કરી માગ, જુઓ Video
અમદાવાદના ગોમતીપુરામાં શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથની ઘટના સામે આવી છે. દર્શન ચૌહાણ નામના યુવકને હોસ્પિટલમાં મેડિકલ માટે લઈ જતા સમયે મોત નીપજ્યુ છે. યુવકની તબિયત બગડતા સાડા ત્રણ વાગ્યે હોસ્પિટલ લવાયો હતો.
અમદાવાદના ગોમતીપુરામાં શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથની ઘટના સામે આવી છે. દર્શન ચૌહાણ નામના યુવકને હોસ્પિટલમાં મેડિકલ માટે લઈ જતા સમયે મોત નીપજ્યુ છે. યુવકની તબિયત બગડતા સાડા ત્રણ વાગ્યે હોસ્પિટલ લવાયો હતો. હોસ્પિટલમાં ગાડીમાંથી ઉતરતા યુવક ઢળી પડ્યો હતો.
જો કે પોલીસે 8 લોકોને દારૂ પીધેલી હાલતમાં પકડ્યા હતા. તમામને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. તો યુવકના મોતને લઈને પરિવારજનોએ પોલીસ પર આરોપ લગાડ્યો છે. પોલીસ કસ્ટડીમાં યુવકનું મોત થયુ હોવાનો પરિવારજનો આરોપ લગાવી રહ્યાં છે. પરિવારને યોગ્ય ન્યાયની માગ કરી રહ્યાં છે.
કોંગ્રેસે પોલીસ પર ઉઠાવ્યા સવાલો
તો પોલીસ કસ્ટડીમાં યુવકના શંકાસ્પદ મોતને લઈને કોંગ્રેસે પોલીસે પર સવાલો ઉભા કર્યા છે.પોલીસ યુવકો પીનારા સામે કાર્યવાહી કરે છે પરંતુ દારૂ વેચનાર સામે ક્યારે કાર્યવાહી ન કરતી હોવાનો આરોપ લગાવ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે.