Ahmedabad : ખ્યાતિ હોસ્પિટલકાંડના મુખ્ય સૂત્રધાર ચિરાગ રાજપૂત સહિત 5ની ધરપકડ, જુઓ Video
ખ્યાતિ હોસ્પિટલકાંડમાં દિવસે દિવસે નવા ખુલાસા થઈ રહ્યાં છે. લોકોના આરોગ્ય સાથે ખેલવાડ કરનાર અને ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર ચિરાગ રાજપૂત સહિત 5 આરોપીની ધરપકડ કરી કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચિરાગ રાજપૂત મુખ્ય સૂત્રધાર હોવાનો ખુલાસો થયો છે.
ખ્યાતિ હોસ્પિટલકાંડમાં દિવસે દિવસે નવા ખુલાસા થઈ રહ્યાં છે. લોકોના આરોગ્ય સાથે ખેલવાડ કરનાર અને ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર ચિરાગ રાજપૂત સહિત 5 આરોપીની ધરપકડ કરી કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચિરાગ રાજપૂત મુખ્ય સૂત્રધાર હોવાનો ખુલાસો થયો છે. ચિરાગ રાજપૂત ગુનાહિત ભુતકાળ ધરાવે છે. ચિરાગ બાદ અન્ય મુખ્ય સુત્રધાર રાહુલ જૈન હોવાનું સામે આવ્યું છે. રાહુલ જૈન અને મિલિંદ પટેલ સાથે મળી ચિરાગ રાજપૂત કાળા કામોને અંજામ આપતો હોવાનો ખુલાસો થયો છે.
70 ટકા આવક સરકારી યોજનામાંથી મળતી હતી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલની 70 ટકા આવક સરકારી યોજનામાંથી મળતી હતી. એટલે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને મળતી હતી. જ્યારે OPDમાંથી 30 ટકા આવક મળતી. ચિરાગ રાજપૂતની ગેંગમાં મિલિંદ પટેલ પણ હતો. જે કાળાકામોના માર્કેટિંગનું કામ સંભાળતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફરાર થયા બાદ આરોપી ચાઇનીઝ અને રશિયન એપ્લિકેશન દ્વારા એકબીજાના સંપર્કમાં રહેતા હતા.
ખ્યાતિના કાળાધોળાને અંજામ આપનાર મુખ્યસૂત્રધાર પોલીસ સકંજામાં
ચિરાગ રાજપૂત એન્ડ કંપનીનું કામ ખ્યાતિ હોસ્પિટલનું માર્કેટિંગ સાથે બ્રાન્ડિંગ કરવાનું હતું. આ સાથે જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં તબીબો સાથે દર્દી માટે ડીલ કરવામાં આવતી હતી. તેમજ દર્દી દીઠ તબીબને કમિશન આપવામાં આવતુ. પોલીસે હવે પાંચેય આરોપીઓના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે. આરોપીઓ અત્યાર સુધી ક્યાં ક્યાં ફર્યા, કોણે કોણે મદદ કરી, આરોગ્ય વિભાગમાં કોની સાથે સાંઠગાંઠ હતી, કેવી રીતે ઇમરજન્સી કેસનો ક્લેમ પાસ થઇ જતો, સરકારમાંથી કેવી રીતે ફાસ્ટ એપ્રુવલ મળ્યું ?. આ તમામ મુદ્દે પોલીસ વધુ તપાસ હાથ ધરશે.
અત્યાર સુધીની તપાસમાં એકવાત સ્પષ્ટ થઇ ચૂકી છે કે આરોપી એક સુઆયોજીત ષડયંત્ર મુજબ દર્દીઓની લૂંટ ચલાવતા હતા. આ લૂંટમાં સરકારી કર્મચારીઓ પણ સામેલ હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. હવે જોવું રહ્યું કે કાળાધોળા ધંધા કરનાર આરોપીએ બીજા શું કાંડ કર્યા છે તે પોલીસ તપાસમાં ખુલાસો થશે.
કોણ છે મિલિંદ પટેલ ?
શેર બજારમાં નુકસાન થતાં પોતાના ઘર પરિવારથી અલગ થઈ ગયો હતો. જે મામલે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી હતી અને તે એક વર્ષ સુધી જેલવાસ પણ ભોગી ચૂક્યો છે. જેલની સજા ભોગવી આરોપી મિલિન પટેલ ફરીથી ખ્યાતિ હોસ્પિટલમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયો હતો અને આજ દિવસ સુધી તે મહિને 40 હજાર રૂપિયાના પગારથી નોકરી કરતો હતો.
ખ્યાતિ હોસ્પિટલમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે તેને અમદાવાદ શહેર અને આજુબાજુ વિસ્તારના જી.પી ડોક્ટરને મળી તેમની પાસે આવતા દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ ખાતે રિફર કરવા માટે સહમત કરતો હતો. આ ઉપરાંત તે અલગ અલગ ગામડાઓમાં કેમ્પ કરી હોસ્પિટલ માટે દર્દીઓ લાવવા નહીં ભૂમિકા ભજવતો હતો.