મહીસાગરમાં જાતિના દાખલા મુદ્દે બાળકોએ કર્યો અભ્યાસનો બહિષ્કાર, સતત ચોથા દિવસે બાળકો ગેરહાજર

મહીસાગરમાં જાતિના દાખલા મુદ્દે બાળકોએ કર્યો અભ્યાસનો બહિષ્કાર, સતત ચોથા દિવસે બાળકો ગેરહાજર

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2024 | 8:10 PM

મહીસાગરમાં જાતિના દાખલા મુદ્દે બાળકોએ અભ્યાસનો બહિષ્કાર કર્યો છે. સતત ચોથા દિવસે પણ આદિવાસી સમાજ દ્વારા પોતાના બાળકોને શાળાએ ન મોકલી પ્રશાસન સામેની નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આજે 7841 બાળકો ગેરહાજર રહ્યા હતા.

પોતાના બાળકો ભણે ગણે અને સારા હોદ્દા પર બિરાજે તેવું સપનું દરેક મા-બાપ જોતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે બાળકો શાળાએ ના જાય તેવું મા-બાપ ઈચ્છે ? પરંતુ આવી જ કંઈક ઘટના મહીસાગર જિલ્લામાં બની છે. મહિસાગરમાં તંત્રના વાંકે હવે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું ટાળી રહ્યા છે.

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને જાતિનો દાખલો છેલ્લા અનેક વર્ષોથી આપવામાં નથી આવતો. આ વાત આજકાલની નથી, પરંતુ 2017-18થી વાલીઓ પ્રશાસનને અપીલ કરી રહ્યા છે કે તેઓના બાળકોને જાતિના દાખલા આપવામાં આવે પરંતુ પ્રશાસન દ્વારા કોઈને કોઈ કારણે ગલ્લા તલ્લા થઈ રહ્યા હોય હવે વાલીઓ કંટાળ્યા છે. તેઓનું કહેવું છે કે જ્યાં સુધી જાતિના દાખલા નહી મળે ત્યાં સુધી અમે અમારા બાળકોને શાળાએ નહી મોકલીએ.

મંગળવારે સતત ચોથા દિવસે પણ આદિવાસી સમાજ દ્વારા પોતાના બાળકોને શાળાએ ન મોકલી પ્રશાસન સામેની નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આજે 7841 બાળકો ગેરહાજર રહ્યા હતા. શિક્ષણ વિભાગ દ્વારા સમજાવટના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાલીઓ મક્કમ છે. જ્યાં સુધી જાતિના દાખલા નહી મળે ત્યાં સુધી બાળકોને શાળાએ મુકશે નહીં.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">