આજનું હવામાન : ગુજરાતમાં શીતલહેરની આગાહી, આ જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં શીતલહેરની આગાહી, આ જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના, જુઓ Video

| Updated on: Nov 27, 2024 | 7:37 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.જો કે આગામી 3 દિવસ બાદ ગુજરાતમાં ઠંડી કહેર મચાવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.જો કે આગામી 3 દિવસ બાદ ગુજરાતમાં ઠંડી કહેર મચાવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કેટલાક સ્થળો પર ટૂંકાગાળા માટે તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે.હાલ રાજ્યમાં પૂર્વથી પશ્ચિમ તરફના પવનો આવી રહ્યા છે જેના કારણે તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ નથી.

અંબાલાલ પટેલે ઠંડીને લઈ કરી મોટી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બર મહિનામાં વાદળછાયું વાતાવરણ રહેશે. 28થી 29 નવેમ્બર અને ડિસેમ્બરની શરુઆતમાં લઘુતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 17 ડિગ્રી તાપમાન રહેશે. ઉતર ગુજરાતમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડી રહી શકે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની શક્યતા છે.

પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેવાની શક્યતા રહે. રાજ્યના ઘણા ભાગોમાં 28 નવેમ્બરથી ડિસેમ્બરની શરુઆત સુધીમાં વાદળોના કારણે ઠંડી ઓછી અનુભવાય તેવી આગાહી કરી છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફુંકાશે.જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ આવી શકે.

g clip-path="url(#clip0_868_265)">