27 જૂનના મહત્વના સમાચાર : ગુજરાતમાં તૂટી પડશે અતિભારે વરસાદ, મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે મુશળધાર વરસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2024 | 12:10 AM

Gujarat Live Updates : આજ 27 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

27 જૂનના મહત્વના સમાચાર : ગુજરાતમાં તૂટી પડશે અતિભારે વરસાદ, મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે મુશળધાર વરસાદ

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. મોડી રાત્રે તબિયત લથડતા તેમને  દિલ્લી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ 3 દિવસના રિમાન્ડ પર છે. શરાબ ગોટાળા કેસમાં CBIએ તેમની ધરપકડ કરી હતી. 29 જૂને તેમને કોર્ટમાં રજૂ કરાશે. લોકસભા ચૂંટણી પરિણામો બાદ પ્રથમવાર ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી મળશે. 4 અને 5 જુલાઈએ સાળંગપુરમાં બેઠક મળશે , મોટા ફેરફારની શક્યતા છે. તો આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Jun 2024 12:10 AM (IST)

    ગુજરાતમાં તૂટી પડશે અતિભારે વરસાદ, મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે મુશળધાર વરસાદ

    સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ યથાવત્ રહેશે. હવામાન વિભાગે કરી છે કે, આગામી 6 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના 8 અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

  • 27 Jun 2024 07:39 PM (IST)

    ઉત્તર ગુજરાત સ્થિત સ્ટીલ અને કોપરની રોલીંગ મીલ પર GSTના દરોડા, 3 જણા રિમાન્ડ પર

    ઉત્તર ગુજરાત સ્થિત સ્ટીલ અને કોપરની રોલીંગ મીલ પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. બોગસ બીલના આધારે કરચોરી કરતા ત્રણની ધરપકડ કરવામાં આવી છે. અરવિંદ વિઠ્ઠલભાઇ પટેલ, જાસ્મીન લક્ષ્મણ પટેલ અને કૃપેશ રમેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. અલગ અલગ 9  રોલીંગ મીલ-પેઢીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 392.82 કરોડના બોગસ બિલના આધારે 70.71 કરોડની કરચોરી કરી હોવાનુ સામે આવ્યું છે. અરવિંદ અને જાસ્મીનની બે જુલાઇ સુધીના અને કૃપેશ પટેલના ત્રણ જુલાઈ સુધીના રીમાન્ડ મંજુર કરાયા છે. આગળની તપાસમાં વધુ કરચોરી ખુલવાની આશંકા સેવાઈ રહી છે.

  • 27 Jun 2024 07:36 PM (IST)

    બનાસકાંઠાના વડગામ છાપીમાં વરસાદ, ભરાયા પાણી

    બનાસકાંઠાના વડગામ તાલુકા સહીત છાપીમાં વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા બજારોમાં પાણી ભરાયા હતા. ણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ને ચાલવામાં મુશ્કેલી સર્જાઈ હતી. જો કે ભારે ઉકળાટ બાદ વરસેલા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી હતી.

  • 27 Jun 2024 07:26 PM (IST)

    આવતીકાલે સંસદમાં NEET પેપર લીક પર સરકાર આપી શકે છે જવાબ, વિપક્ષે પણ ખાસ પ્લાન બનાવ્યો

    રાષ્ટ્રપતિના સંબોધન પર લોકસભામાં 21 કલાકની ચર્ચા નક્કી કરવામાં આવી છે. જેમાં ભાજપને 8 કલાકનો સમય આપવામાં આવ્યો છે. અનુરાગ ઠાકુર લોકસભામાં ભાજપ વતી રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવની ચર્ચાની શરૂઆત કરશે. બીજી તરફ, ઈન્ડિ એલાયન્સમાં સામેલ પક્ષો NEET પર ચર્ચાની માંગ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો NEET પર ચર્ચાની મંજૂરી નહીં મળે તો વિપક્ષ વિરોધ પ્રદર્શન કરશે.

  • 27 Jun 2024 07:01 PM (IST)

    ગોધરા NEET કેસના ચાર આરોપીઓની કસ્ટડી મેળવશે CBI

    ગોધરા NEET કેસના ચાર આરોપીઓની કસ્ટડી મેળવવા CBI દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. ગોધરા પોલીસે ઝડપેલ 5 આરોપીઓ પૈકી ચાર આરોપીઓની કસ્ટડી CBI મેળવશે. ગોધરા પોલીસે કરેલી તપાસ ઉપરાંતના મુદ્દાઓની તપાસ માટે CBI, આ કેસમાં ઝડપાયેલા આરોપીની કસ્ટડી મેળવશે.

  • 27 Jun 2024 06:42 PM (IST)

    પારૂલ યુનિવર્સિટીના હોસ્ટેલમાં બી ટેકના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

    વાઘોડિયા પાસેની પારૂલ યુનિવર્સિટીમાં બી ટેકમાં ભણતા વિદ્યાર્થીએ ગળાફાસો ખાઈને આપઘાત કર્યો છે. પારુલ યુનિવર્સિટીના અટલ ભવન હોસ્ટેલના રૂમમાં વર્ધમાન યોગેશ ભાઈ પટેલ નામના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક વિદ્યાર્થી પારૂલ યુનિવર્સિટીમાં બી ટેકના પાંચમા સેમિસ્ટરમાં અભ્યાસ કરતો હતો.

  • 27 Jun 2024 06:16 PM (IST)

    પાકિસ્તાનમાં ગરમીના કારણે 6 દિવસમાં 568 લોકોના મોત

    પાકિસ્તાનમાં ભારે ગરમીના કારણે 6 દિવસમાં 568 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ મંગળવારે આકરી ગરમીને કારણે એક જ દિવસમાં 141 લોકોએ જીવ ગુમાવ્યા છે.

  • 27 Jun 2024 05:15 PM (IST)

    કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ, બસ સ્ટેશન પાસેના વોકળામાં બાઇક તણાઈ

    કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસતા બજારમાં પાણી વહ્યા હતા. ભારે વરસાદના પગલે નખત્રાણા અંદરથી પસાર થતા વોકળામાં ભારે પાણી આવ્યા છે. જે નખત્રાણાના બજારમાં ફરી વળ્યા હતા. નખત્રાણાની મુખ્ય બજારમાં પાણી ફરી વળતા, બસ સ્ટેશન પાસેના વોકળામાં બાઇક તણાઈ હતી. જો કે બાઈક ચાલકને બચાવી લેવાયો હતો.

  • 27 Jun 2024 04:43 PM (IST)

    NEET પેપર લીક કેસમાં CBI એ બિહારમાંથી એકની કરી ધરપકડ

    સીબીઆઈએ પહેલા મનીષ પ્રકાશને પૂછપરછ માટે પટના બોલાવ્યા અને પછી પૂછપરછ દરમિયાન તેની ધરપકડ કરી. સીબીઆઈએ મનીષની પત્નીને ફોન દ્વારા ધરપકડની સત્તાવાર માહિતી આપી હતી. સીબીઆઈએ આ કેસમાં અત્યાર સુધીમાં 6 એફઆઈઆર નોંધી છે.

  • 27 Jun 2024 03:50 PM (IST)

    ખંભાળિયાના કેશોદ સીમ વિસ્તારમાં વીજળી પડતા શ્રમિકનુ મોત

    દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના કેશોદ સીમ વિસ્તારમાં વીજળી પડતા શ્રમિકનુ મોત થયું છે. 50 વર્ષના બાલુભાઈ આવડ  વાડીમાં કામ કરતા સમયે વીજળી 6ાટકી હતી. મૃતકનો મૃતદેહ પીએમ અર્થે ખંભાળિયા હોસ્પિટલ ખસેડાયો છે.

  • 27 Jun 2024 03:06 PM (IST)

    હરણીકાંડ મામલે સરકાર ગઠિત તપાસ સમિતિના અહેવાલ સામે હાઈકોર્ટ નારાજ

    વડોદરા હરણીકાંડ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ. રાજ્ય સરકાર ગઠિત તપાસ સમિતિના અહેવાલ સામે કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી. હાઇકોર્ટે કહ્યુ તપાસ સમિતિ મ્યુ. કમિશનરને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેમ લાગે છે. શું સહી કરતા પહેલા કમિશનર ની કોઈ જવાબદારી નક્કી નથી હોતી ? જો આમ જ ચાલતું રહ્યું તો આપણે સૌ મોટી મુશ્કેલીમાં મુકાઈશું. જો આજ અંતિમ રિપોર્ટ છે તો પ્રિન્સિપાલ સેક્રેટરી મુશ્કેલીમાં મુકાઇ શકે છે.

  • 27 Jun 2024 02:55 PM (IST)

    કચ્છઃ માંડવી, ભૂજ સહિતના વિસ્તારમાં વરસાદ

    કચ્છઃ માંડવી, ભૂજ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. માંડવીના નાની ખાખર, રતડીયા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભૂજ નજીકના ગામોમાં પણ વરસાદથી કચ્છી માડુઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 27 Jun 2024 02:53 PM (IST)

    જામનગરઃ બળદગાડું તણાતા બાળકનું મોત, પાંચનો બચાવ

    જામનગરઃ બળદગાડું તણાતા બાળકનું મોત થયુ છે, પાંચનો બચાવ થયો છે. કાલાવડ તાલુકાના ડેરી ગામમાં આ ઘટના બની છે. ભારે વરસાદમાં એકાએક પાણી આવી જતા બળદગાડું તણાયું છે. બે મહિલા સહિતના અન્ય પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. કાલાવડ ફાયર બ્રિગેડે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે.

  • 27 Jun 2024 02:14 PM (IST)

    લાલ કૃષ્ણ અડવાણીને દિલ્હી AIIMSથી થયા ડિસ્ચાર્જ

    ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને એઈમ્સમાંથી રજા આપવામાં આવી છે. બુધવારે રાત્રે તેમની તબિયત બગડતાં તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  • 27 Jun 2024 02:09 PM (IST)

    જામનગરઃ કાલાવડ તાલુકામાં વીજળી પડતા ખેત શ્રમિકનું મોત

    જામનગરઃ કાલાવડ તાલુકામાં વીજળી પડતા ખેત શ્રમિકનું મોત થયુ છે. મકરાણી સણોસરા ગામમાં વીજળી પડતા ઘટનાસ્થળ પર જ મોત થયુ છે. ખેતરમાં મજૂરી કરતી વખતે તેમના પર વીજળી પડી હતી. ખેતમજૂરનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

  • 27 Jun 2024 01:59 PM (IST)

    કચ્છઃ મુન્દ્રાની શાળામાં 13 બાળકોને ડિહાઇડ્રેશન થતાં તબિયત લથડી

    કચ્છઃ મુન્દ્રાની શાળામાં 13 બાળકોને ડિહાઇડ્રેશન થતાં તબિયત લથડી હતી. સી. કે. એમ. શાળાના 13 જેટલા બાળકોને ગરમીની અસર થઇ. અતિશય ઉકળાટના કારણે બાળકોને ડિહાઇડ્રેશન થયુ છે. બાળકોને પ્રથમ સરકારી ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તમામ બાળકોની તબિયત હાલ સ્થિર છે.

  • 27 Jun 2024 01:37 PM (IST)

    ગોધરા નીટ કેસની CBI તપાસનો આજે ચોથો દિવસ

    ગોધરા નીટ કેસની CBI તપાસનો આજે ચોથો દિવસ છે. ગોધરા સર્કિટ હાઉસ ખાતે જ CBIની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. 16 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતના 6 વિદ્યાર્થીઓના નિવેદન લેવાની કામગીરી હાથ ધરાઈ. CBIએ વિદ્યાર્થીઓના નિવેદન લેવાની કામગીરી હાથ ધરી છે. કેસના સાક્ષીઓ તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથે સંપર્કમાં આવેલા લોકોની પણ પુછપરછ હાથ ધરાઇ છે.

  • 27 Jun 2024 01:26 PM (IST)

    અમરેલી: લાઠી શહેરમાં ધોધમાર વરસાદ

    અમરેલી: લાઠી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ ખાબકતા બજારો પાણી પાણી થયા છે. સતત વરસતા વરસાદથી લાઠી પંથકના ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 27 Jun 2024 12:37 PM (IST)

    ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટી તંત્ર એક્શનમાં

    ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટી તંત્ર એક્શનમાં છે. 8 જિલ્લામાં NDRFની એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે. અતિભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા આ નિર્ણય લેવાયો છે. 8 જિલ્લામાં વરસાદ ખાના ખરાબી સર્જે તો NDRF  મોરચો સંભાળી શકશે.

  • 27 Jun 2024 12:35 PM (IST)

    રાજકોટમાં લિફ્ટ બાળકી પર તૂટીને પડતા મોત

    રાજકોટ:  પંચાયત ચોકના હેવલોક એપાર્ટમેન્ટમાં બાળકી પર લિફ્ટ તૂટી બાળકી તેનું મોત થયુ છે. મેરીના કાર્કી નામની 3 વર્ષની બાળકીનું લિફ્ટ પડતા મોત થયુ છે. પાર્કિંગમાં લિફ્ટનો દરવાજો ખુલો હોવાથી બાળકી અંદર જતા લિફ્ટ માથે પડી હતી. બાળકીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

  • 27 Jun 2024 12:21 PM (IST)

    પેપર લીકના ગુનેગારોને સજા અપાવવા સરકાર પ્રતિબદ્ધ- રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ

    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમના સંબોધનમાં પેપર લીકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, 'સરકાર પેપર લીકની ઘટનાઓની નિષ્પક્ષ તપાસ કરવા અને દોષિતોને કડક સજા આપવા માટે પ્રતિબદ્ધ છે. અગાઉ પણ ઘણા રાજ્યોમાં પેપર લીકની ઘટનાઓ બની છે. પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને આ મુદ્દે દેશવ્યાપી નક્કર પગલાં લેવાની જરૂર છે.

  • 27 Jun 2024 11:36 AM (IST)

    મારી સરકાર અર્થવ્યવસ્થાના ત્રણેય સ્તંભોને સમાન મહત્વ આપી રહી છે-રાષ્ટ્રપતિ મુર્મૂ

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, મારી સરકાર અર્થવ્યવસ્થાના ત્રણેય સ્તંભો - ઉત્પાદન, સેવાઓ અને કૃષિને સમાન મહત્વ આપી રહી છે. PLI યોજનાઓ અને વ્યવસાય કરવાની સરળતા મોટા પાયે રોકાણ અને રોજગારની તકો વધારી રહી છે. પરંપરાગત ક્ષેત્રોની સાથે, સૂર્યોદય ક્ષેત્રોને પણ મિશન મોડ પર પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

  • 27 Jun 2024 11:18 AM (IST)

    રાષ્ટ્રપતિએ ચૂંટણી આયોગનો આભાર વ્યક્ત કર્યો

    રાષ્ટ્રપતિએ જણાવ્યુ કે આ ચૂંટણીમાં મહિલાઓએ વધુ મતદાન કર્યુ છે.  તેમણે દેશમાં સફળ ચૂંટણી યોજવા બદલ ચૂંટણી પંચને અભિનંદન પાઠવ્યા હતા અને દેશવાસીઓ વતી ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સરકાર ભારતને વિશ્વને ત્રીજા નંબરની ઇકોનોમી બનાવવા માટે લાગેલી છે. વિશ્વના વિકાસમાં ભારતનો 15 ટકા હિસ્સો છે. આજે ભારત દરેક ક્ષેત્રે તેજ ગતિથી આગળ વધી રહ્યુ છે. તેમણે જણાવ્યુ કે આગામી દિવસોમાં મારી સરકાર બજેટ રજૂ કરવા જઇ રહ્યુ છે.

  • 27 Jun 2024 11:09 AM (IST)

    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનું સંસદ ભવનમાં અભિભાષણ

    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનું સંસદ ભવનમાં અભિભાષણ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિએ 18મી લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યોને અભિનંદન આપીને સંબોધનની શરૂઆત કરી હતી. રાષ્ટ્રપતિએ નવા ચૂંટાયેલા સ્પીકર ઓમ બિરલાને પણ અભિનંદન પાઠવ્યા હતા અને ચૂંટણી સુરક્ષિત રીતે યોજવા બદલ ચૂંટણી પંચનો આભાર માન્યો હતો. તેમણે કહ્યુ કે, લોકસભા 2024ની ચૂંટણીની વિશ્વભરમાં ચર્ચા છે. લોકોએ ત્રીજી વાર આ સરકાર પર ભરોસો કર્યો છે. દેશના લોકોને સરકાર પર  પૂર્ણ વિશ્વાસ છે.

  • 27 Jun 2024 10:30 AM (IST)

    સાંજ સુધીમાં મેઘરાજા કરી શકે છે તોફાની બેટિંગ

    સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓ સાવધાન થઈ જજો. આજે મેઘરાજા  સાંજ સુધીમાં તોફાની બેટિંગ બોલાવી શકે છે. મેઘરાજા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ઓળઘોળ વરસી શકે છે. કેટલાય તાલુકાને મેઘરાજા જળતરબોળ કરી શકે છે. દરિયાકાંઠાના જિલ્લામાં પણ જોરદાર વરસાદી માહોલ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.

  • 27 Jun 2024 10:28 AM (IST)

    સુરત: સામાન્ય સભામાં કોર્પોરેટરોના એકબીજા પર તોડપાણીના આક્ષેપો

    સુરત: સામાન્ય સભામાં કોર્પોરેટરોના એકબીજા પર તોડપાણીના આક્ષેપો થયા છે. કનુ ગેડિયાએ કહ્યુ વિપક્ષ નેતાએ ગેરકાયદે બાંધકામના 11 લાખ માંગ્યા હતા. ગેડિયાના આરોપ સામે વિપક્ષે કહ્યું કે પુરાવા હોય તો કેસ કરો. સુરત મનપાની સામાન્ય સભામાં આરોપો બાદ હોબાળો મચ્યો છે. સિલીંગની કામગીરીથી શરૂ થયેલી રજૂઆત બાદ સામાન્ય સભામાં હોબાળો થયો હતો.

  • 27 Jun 2024 10:27 AM (IST)

    અમદાવાદઃ બેફામ ડમ્પર ચાલકે RPF જવાનને લીધો અડફેટે

    અમદાવાદઃ બેફામ ડમ્પર ચાલકે RPF જવાનને અડફેટે લીધો છે. કાંકરીયા અનુપમ બ્રિજ નજીક અકસ્માત સર્જાયો છે. ડમ્પરની અડફેટે આવતા RPF જવાન ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. ડમ્પર નીચે આવી જતા કર્મચારીનો ડાબો પગ કપાયો.

  • 27 Jun 2024 08:53 AM (IST)

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક મધ્યમ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના ખેડૂતો પર મેઘરાજા મહેરબાન થયા છે. મોરબીના ટંકારામાં સૌથી વધુ પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જામનગરમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જામનગરમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. કોડીનાર અને ગોંડલમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. દાંતા, જેતપુર, જૂનાગઢ, કાલાવાડમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના પણ અમુક તાલુકામાં વરસાદ વરસ્યો છે.

  • 27 Jun 2024 08:40 AM (IST)

    અમદાવાદમાં આજે ફૂંકાઇ શકે છે ભારે પવન

    અમદાવાદમાં વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી છે. અમદાવાદમાં આજે ભારે પવન ફૂંકાઇ શકે છે. ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી છે.

  • 27 Jun 2024 08:11 AM (IST)

    SA vs AFG: સાઉથ આફ્રિકાની ફાઇનલમાં પહોંચી

    દક્ષિણ આફ્રિકાએ સેમીફાઈનલમાં અફઘાનિસ્તાનની આશા તોડી છે, પ્રથમ વખત ફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો.

  • 27 Jun 2024 07:22 AM (IST)

    જામનગરઃ કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

    જામનગરઃ કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખરેડી, નપાણીયા ખીજડિયા, પીપર, નાના વડાલામાં વરસાદ ખાબક્યો છે. કાલાવડના ખરેડી ગામમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે ખરેડી ગામ બેટમાં ફેરવાયું છે. ખરેડી ગામમાં ગોઠણ સમાં પાણી ભરાતા ભારે હાલાકી પડી રહી છે. ભારે વરસાદને પગલે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે.

  • 27 Jun 2024 07:22 AM (IST)

    પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી

    પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. મોડી રાત્રે તબિયત લથડતા દિલ્લીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. AIIMSમાં યુરોલોજી વિભાગની દેખરેખમાં સારવાર હેઠળ અડવાણીને વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 96 વર્ષિય લાલકૃષ્ણ અડવાણીની તબિયત સ્થિર છે.

  • 27 Jun 2024 07:21 AM (IST)

    અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1ના રસ્તા પર ભૂવા

    અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1ના રસ્તા પર ભૂવો પડ્યો છે. મેટ્રો ટ્રેન શરૂ થાય તે પેહલા રસ્તા પર  ભૂવા પડ્યા છે. ગાંધીનગર સેકટર-1 મેટ્રો સ્ટેશન નીચે રસ્તા પર તીરાડો પડી છે. એક બાજુનું ડિવાઈડર બેસી જતા અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. રોડના નિર્માણ બાદ રોડ વચ્ચે તીરાડ જોવા મળી છે.

Published On - Jun 27,2024 7:19 AM

Follow Us:
GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો
GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો
મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ
મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ
પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લીધું, યુવકનું મોત, જુઓ
પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લીધું, યુવકનું મોત, જુઓ
ઉપલેટાના તણસવામાં કોલેરા 5 બાળકને ભરખી ગયો
ઉપલેટાના તણસવામાં કોલેરા 5 બાળકને ભરખી ગયો
રાજકોટના હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી
રાજકોટના હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી
કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો
કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો
ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વ્યક્તિ ઝડપાયો
ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વ્યક્તિ ઝડપાયો
શું વારંવાર તમારા ફોનમાં સ્ટોરેજ ફુલ થઈ જાય છે? તો ફોલો કરો આ ટ્રિક
શું વારંવાર તમારા ફોનમાં સ્ટોરેજ ફુલ થઈ જાય છે? તો ફોલો કરો આ ટ્રિક
ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો
ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો
જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો- Video
જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો- Video
g clip-path="url(#clip0_868_265)">