Rajkot : ઉપલેટાના તણસવામાં 5 બાળકને ભરખી ગયો કોલેરા, લલિત વસોયાએ તંત્રને લીધુ આડે હાથે- જુઓ Video

Rajkot : ઉપલેટાના તણસવામાં 5 બાળકને ભરખી ગયો કોલેરા, લલિત વસોયાએ તંત્રને લીધુ આડે હાથે- જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2024 | 3:56 PM

ઉપલેટાના તણસવા ગામે કોલેરાથી અત્યાર સુધીમાં 5 બાળકોના મોત થયા છે. આરોગ્ય વિભાગની કામગીરી પર પૂર્વ MLA લલિત વસોયાએ અનેક સવાલો ઉઠાવ્યા છે.

રાજ્યમાં બેવડી ઋતુના પગલે ઠેર – ઠેર રોગચાળો વકર્યો છે. ઉપલેટાના તણસવા ગામે કોલેરાથી અત્યાર સુધીમાં 5 બાળકોના મોત થયા છે. આ અગાઉ 4 બાળકોના મોત કોલેરાથી થયા હતા. ત્યારે ફરી કોલેરાગ્રસ્ત બાળકનું જામનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. કારખાનામાં મજૂરી કામ માટે આવેલા શ્રમિકોના આ બાળકો હતા. આ ઘટનાને લેઈને લલિત વસોયાએ પણ ઘણા આક્ષેપ કર્યા છે. તેમને આક્ષેપ કરતા કહ્યુ છે કે તંત્ર શુદ્ધ પીવાનું પાણી પુરુ પાડી શકતુ નથી એટલે દોષનો ટોપલો કારખાનાના માથે નાંખે છે.

પૂર્વ MLA લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલો

રાજકોટના તણસવા ગામે કોલેરાથી 5 બાળકોના મોતનો મુદ્દા પર ધોરાજીના પૂર્વ MLA લલિત વસોયાએ આરોગ્ય વિભાગ પર સવાલ ઉઠાવ્યા છે. “અગાઉ કોલેરાના કારણે શ્રમિકોના 4 બાળકોના મોત થયા હતા. “ફરી એક બાળકનું જામનગર સિવિલમાં સારવાર હેઠળ મોત થયુ છે. જેના પગલે લલિત વસોયાએ તંત્રની કામગીરી માત્ર કાગળ પર જ હોવાનો દાવો કર્યો છે.

તંત્ર લોકોને શુદ્ધ પાણી નથી આપી શકતું અને તેની જગ્યા કારખાના સીલ કરીને ધન્યતા અનુભવે છે. આરોગ્ય વિભાગ અને જવાબદાર અધિકારીઓ બેદરકાર છે. 2020માં શરૂ થયેલી પાણીની યોજના તંત્રએ બંધ કરી હોવાનું પણ જણાવ્યુ છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">