IND vs SA ICC T20 WC Final Live: દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત T20 વર્લ્ડ કપ 2024માં ‘ચેમ્પિયન’

| Updated on: Jun 29, 2024 | 11:41 PM

India vs South Africa ICC T20 world Cup 2024 Final Live Match Score: શું ટીમ ઈન્ડિયાની 13 વર્ષની ICC ટાઈટલ જીતવાની રાહનો અંત આવશે? શું સાઉથ આફ્રિકા તેના પરથી ચોકર્સના ડાઘને ભૂંસી શકશે? આ એવા પ્રશ્નો છે જેના જવાબો બાર્બાડોસમાં મળી શકે છે.

IND vs SA ICC T20 WC Final Live: દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત T20 વર્લ્ડ કપ 2024માં 'ચેમ્પિયન'
IND vs SA

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ બાર્બાડોસના મેદાન પર રમાઈ રહી છે. આ મેચની સૌથી સારી વાત એ છે કે ટાઈટલ માટેનો જંગ બે ટીમો વચ્ચે છે, જેમાંથી કોઈ પણ ટુર્નામેન્ટના સેમીફાઈનલ સ્ટેજ સુધી હારી નથી. દક્ષિણ આફ્રિકાએ સેમીફાઈનલમાં અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે, જ્યારે ટીમ ઈન્ડિયાએ ટુર્નામેન્ટની બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Jun 2024 11:31 PM (IST)

    ભારત T20 વર્લ્ડ કપ ‘ચેમ્પિયન’

    દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત T20 વર્લ્ડ કપ 2024માં ‘ચેમ્પિયન’

  • 29 Jun 2024 11:25 PM (IST)

    સૂર્યાનો શાનદાર કેચ

    સૂર્યાનો શાનદાર કેચ, હાર્દિકે મિલરને કર્યો આઉટ, ભારત જીતની નજીક

  • 29 Jun 2024 11:21 PM (IST)

    6 બોલમાં 16 રનની જરૂર

    દક્ષિણ આફ્રિકાને મેચ જીતવા 6 બોલમાં 16 રનની જરૂર

  • 29 Jun 2024 11:14 PM (IST)

    બૂમરાહે જેન્સેનને કર્યો ક્લીન બોલ્ડ

    જસપ્રીત બૂમરાહે માર્કો જેન્સેનને કર્યો ક્લીન બોલ્ડ, આફ્રિકાને જીતવા 14 બોલમાં 21 રનની જરૂર

  • 29 Jun 2024 11:05 PM (IST)

    ક્લાસેન આઉટ

    હાર્દિક પંડયાએ ક્લાસેનને કર્યો આઉટ, આફ્રિકાને જીતવા 23 બોલમાં 26 રનની જરૂર

  • 29 Jun 2024 11:00 PM (IST)

    ક્લાસેનની દમદાર ફિફ્ટી

    ક્લાસેને 24 બોલમાં ફિફ્ટી ફટકારી મેચમાં નવી ટર્નિંગ પોઈન્ટ લઈ આવ્યો, ભારતની મુશ્કેલી વધી

  • 29 Jun 2024 10:58 PM (IST)

    ક્લાસેનની ક્લાસિક બેટિંગ

    ક્લાસેનની ક્લાસિક બેટિંગ, અક્ષર પટેલની એક ઓવરમાં 24 રન ફટકાર્યા

  • 29 Jun 2024 10:46 PM (IST)

    ડી કોક 39 રન બનાવી આઉટ

    દક્ષિણ આફ્રિકાને ચોથો ઝટકો, ડી કોક 39 રન બનાવી થયો આઉટ, અર્શદીપ સિંહે લીધી વિકેટ

  • 29 Jun 2024 10:44 PM (IST)

    આફ્રિકાના 100 રન પૂર્ણ

    દક્ષિણ આફ્રિકાના 100 રન પૂર્ણ, ડી કોક-ક્લાસેનની મજબૂત બેટિંગ, ક્લાસેને ફટકારી જોરદાર સિક્સર

  • 29 Jun 2024 10:28 PM (IST)

    અક્ષર પટેલે લીધી મહત્વપૂર્ણ વિકેટ

    અક્ષર પટેલે ભારતને ત્રીજી સફળતા અપાવી, ટ્રિસ્ટન સ્ટબ્સને કર્યો ક્લીન બોલ્ડ, આફ્રિકા 70/3

  • 29 Jun 2024 10:19 PM (IST)

    પાવરપ્લે બાદ આફ્રિકા 42/2

    પાવરપ્લે બાદ દક્ષિણ આફ્રિકાનો સ્કોર 42/2, ક્વિન્ટન ડી કોક અને ટ્રિસ્ટન સ્ટબ્સ ક્રિઝ પર

  • 29 Jun 2024 10:03 PM (IST)

    અર્શદીપ સિંહે માર્કરામને કર્યો આઉટ

    ટીમ ઈન્ડિયાને બીજી સફળતા, અર્શદીપ સિંહે આફ્રિકાના કેપ્ટન એઈડન માર્કરામને 4 રન પર કર્યો આઉટ

  • 29 Jun 2024 09:58 PM (IST)

    બુમરાહે કર્યો ક્લીન બોલ્ડ

    ટીમ ઈન્ડિયાને જસપ્રીત બુમરાહે અપાવી પહેલી સફળતા, આફ્રિકાનો ઓપનર રીઝા હેન્ડ્રીક્સ માત્ર 4 રન બનાવી થયો

  • 29 Jun 2024 09:39 PM (IST)

    ભારત 176/7

    ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને જીતવા 177 રનનો આપ્યો ટાર્ગેટ, વિરાટ કોહલીની દમદાર ફિફ્ટી

  • 29 Jun 2024 09:37 PM (IST)

    શિવમ દુબે 27 રન બનાવી થયો આઉટ 

    શિવમ દુબે 27 રન બનાવી થયો આઉટ, 16 બોલમાં 27 રન ફટકાર્યા

  • 29 Jun 2024 09:32 PM (IST)

    વિરાટ કોહલી 76 રન બનાવી આઉટ

    વિરાટ કોહલી 76 રન બનાવી થયો આઉટ, ભારત વર્લ્ડ કપ ફાઈનલમાં મોટા સ્કોર તરફ

  • 29 Jun 2024 09:20 PM (IST)

    વિરાટ કોહલીની ફિફ્ટી

    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં વિરાટ કોહલીની યાદગાર ફિફ્ટી, 48 બોલમાં 50 રન બનાવ્યા, ફિફ્ટી ફટકાર્યા બાદ કોહલીએ ફટકારી શાનદાર સિક્સર

  • 29 Jun 2024 09:05 PM (IST)

    અક્ષર પટેલ રનઆઉટ

    ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો, અક્ષર પટેલ રનઆઉટ, અક્ષર પટેલ 47 રન બનાવી થયો આઉટ

  • 29 Jun 2024 08:44 PM (IST)

    10 ઓવર બાદ ભારત 75/3

    10 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 75/3, વિરાટ કોહલી-અક્ષર પટેલની મજબૂત બેટિંગ

  • 29 Jun 2024 08:38 PM (IST)

    અક્ષર પટેલની દમદાર બેટિંગ

    અક્ષર પટેલની દમદાર બેટિંગ, આફ્રિકા સામે શરૂ કરી ફટકાબાજી, કેશવ મહારાજને ફટકારી જોરદાર બાઉન્ડ્રી

  • 29 Jun 2024 08:22 PM (IST)

    વિકેટો પાડવાનો સિલસિલો યથાવત

    ટીમ ઈન્ડિયાની વિકેટો પાડવાનો સિલસિલો યથાવત, ભારતને ત્રીજો ઝટકો, સૂર્યકુમાર યાદવ 3 પર આઉટ, કાગીસો રબાડાએ લીધી બીજી વિકેટ

  • 29 Jun 2024 08:11 PM (IST)

    રિષભ પંત 0 પર આઉટ

    ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો, કેપ્ટન રોહિત શર્મા બાદ રિષભ પંત 0 પર આઉટ, કેશવ મહારાજે લીધી બીજી વિકેટ

  • 29 Jun 2024 08:08 PM (IST)

    ભારતને પહેલો ઝટકો

    ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો, કેપ્ટન રોહિત શર્મા 9 રન બનાવી થયો આઉટ, કેશવ મહારાજે લીધી વિકેટ

  • 29 Jun 2024 08:05 PM (IST)

    કોહલીની ત્રણ બાઉન્ડ્રી

    ભારતની દમદાર શરૂઆત, વિરાટ કોહલીએ પહેલી જ ઓવરમાં ત્રણ બાઉન્ડ્રી ફટકારી

  • 29 Jun 2024 07:41 PM (IST)

    ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11

    રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ

  • 29 Jun 2024 07:39 PM (IST)

    દક્ષિણ આફ્રિકા પ્લેઈંગ 11

    ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, એઈડન માર્કરામ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિચ નોર્ટજે, તબરેઝ શમ્સી

  • 29 Jun 2024 07:35 PM (IST)

    ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી

    દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, રોહિત શર્માએ ટીમમાં કોઈ ફેરફાર ન કર્યો

  • 29 Jun 2024 07:11 PM (IST)

    ટીમ ઈન્ડિયાએ વોર્મઅપ શરૂ કર્યું

    T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે ભારતીય ટીમ બાર્બાડોસના સ્ટેડિયમમાં પહોંચી ગઈ છે. મેદાન પર તડકો છે અને કેપ્ટન રોહિત શર્મા સહિત આખી ટીમે વોર્મ-અપ શરૂ કરી દીધું છે.

  • 29 Jun 2024 06:52 PM (IST)

    ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થશે ફેરફાર?

    ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સુપર-8થી સેમીફાઈનલ સુધીના સફરમાં રમાયેલી 4 મેચમાં ટીમની પ્લેઈંગ ઈલેવનને બદલી નથી. મતલબ કે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે તેના 3 નિષ્ણાત સ્પિનરો અને 2 પેસરો સાથે મેદાનમાં જોવા મળ્યો હતો. પરંતુ, ફાઈનલનો સ્ટેજ મોટો છે અને પિચ પણ નવી છે. આ બધાને ધ્યાનમાં રાખીને, ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર થશે કે નહીં તે જોવું રહ્યું.

  • 29 Jun 2024 06:07 PM (IST)

    મેચ પહેલા સારા સમાચાર

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઈનલ મેચમાં હવે માત્ર 2.30 કલાક બાકી છે. આ પહેલા દિનેશ કાર્તિકે સારા સમાચાર આપ્યા છે. તેણે એક વીડિયો શેર કરીને કહ્યું કે વરસાદ બંધ થઈ ગયો છે અને હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ છે. બાર્બાડોસમાં પણ તડકો છે. આ મેચને કવર કરી રહેલા એક સ્પોર્ટ્સ જર્નાલિસ્ટે કહ્યું કે સ્થાનિક લોકો સ્ટેડિયમમાં આવવા લાગ્યા છે.

  • 29 Jun 2024 05:50 PM (IST)

    ભારતનો હાથ ઉપર

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 26 T20 મેચ રમાઈ છે. આમાં ભારત 14 વખત જીત્યું છે જ્યારે દક્ષિણ આફ્રિકા 11 વખત જીત્યું છે. જ્યારે T20 વર્લ્ડ કપમાં ભારતે 6માંથી 4 વખત જીત મેળવી છે જ્યારે દક્ષિણ આફ્રિકાએ 2 વખત જીત મેળવી છે. બંને ટીમો વચ્ચે એક વખત વર્લ્ડ કપ નોકઆઉટ મેચ રમાઈ ચુકી છે. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2014ની સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું.

  • 29 Jun 2024 05:28 PM (IST)

    કોની રાહ પૂરી થશે?

    ભારત કે સાઉથ આફ્રિકા... T20 વર્લ્ડ કપ જીતવાની કોની રાહ પૂરી થશે? 2007માં પ્રથમ વખત ચેમ્પિયન બન્યા બાદથી ભારત આની રાહ જોઈ રહ્યું છે. જ્યારે દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત ટાઈટલ જીતવા માટે જોઈ રહ્યું છે.

  • 29 Jun 2024 05:11 PM (IST)

    ભારત vs દક્ષિણ આફ્રિકા

    શું ટીમ ઈન્ડિયાની 13 વર્ષની ICC ટાઈટલ જીતવાની રાહનો અંત આવશે? શું સાઉથ આફ્રિકા તેના પરથી ચોકર્સના ડાઘને ભૂંસી શકશે? આ એવા પ્રશ્નો છે જેના જવાબો બાર્બાડોસમાં મળી શકે છે. આજે ભારત અને આફ્રિકા વચ્ચે ફાઇનલ જંગ જામશે.

Published On - Jun 29,2024 5:08 PM

Follow Us:
શેલામાં ભુવો પડ્યા બાદ ગેસલાઈન ઠપ્પ થઈ જતા ભોજન વિના ટળવળ્યા સ્થાનિકો
શેલામાં ભુવો પડ્યા બાદ ગેસલાઈન ઠપ્પ થઈ જતા ભોજન વિના ટળવળ્યા સ્થાનિકો
વંથલીનો ઓઝત વિયર ડેમ થયો ઓવરફ્લો, ઉપરવાસમાં ભારે વરસાદ
વંથલીનો ઓઝત વિયર ડેમ થયો ઓવરફ્લો, ઉપરવાસમાં ભારે વરસાદ
અંગ્રેજોએ બનાવેલા કાયદા આજથી રદ્દ, નવા કાયદા પર બોલ્યા અમિત શાહ-video
અંગ્રેજોએ બનાવેલા કાયદા આજથી રદ્દ, નવા કાયદા પર બોલ્યા અમિત શાહ-video
જસાધર ગામે કૂવામાં ખાબકેલી સિંહણનું શિકાર સાથે દિલધડક રેસક્યુ- Video
જસાધર ગામે કૂવામાં ખાબકેલી સિંહણનું શિકાર સાથે દિલધડક રેસક્યુ- Video
સાબરકાંઠામાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો, ઈડરમાં 2 ઈંચ નોંધાયો
સાબરકાંઠામાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો, ઈડરમાં 2 ઈંચ નોંધાયો
જૂનાગઢના માણાવદરમાં ભારે વરસાદને કારણે દામોદર કુંડ ઓવરફ્લો, જુઓ-Video
જૂનાગઢના માણાવદરમાં ભારે વરસાદને કારણે દામોદર કુંડ ઓવરફ્લો, જુઓ-Video
ગુજરાતવાસીઓ સાવધાન ! આગામી ત્રણ કલાક રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતવાસીઓ સાવધાન ! આગામી ત્રણ કલાક રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી
અરવલ્લીમાં વરસાદી માહોલ, ધનસુરામાં 2.5, મેઘરજમાં 2 ઈંચ ખાબક્યો, જુઓ
અરવલ્લીમાં વરસાદી માહોલ, ધનસુરામાં 2.5, મેઘરજમાં 2 ઈંચ ખાબક્યો, જુઓ
બોપલ SP રિંગ રોડ પર થાર-ફોર્ચ્યુનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત
બોપલ SP રિંગ રોડ પર થાર-ફોર્ચ્યુનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત
ગિરનાર પર્વત ઉપર સાત ઈંચ વરસાદના પગલે જૂનાગઢમાં ભરાયા પાણી
ગિરનાર પર્વત ઉપર સાત ઈંચ વરસાદના પગલે જૂનાગઢમાં ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">