27 જુલાઈના મહત્વના સમાચાર : હજુ ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 13 જિલ્લામાં યલો એલર્ટ, પહેલી ઓગસ્ટથી ભુક્કા બોલાવશે મેઘરાજા
Gujarat Live Updates આજ 27 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

આજે 27 જુલાઈને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ભારે વરસાદને કારણે ખેડા જિલ્લામાં શાળામાં રજા જાહેર
ખેડા જિલ્લા ભાારે વરસાદને કારણે શાળામાં રજા જાહેર કરાઈ છે. સોમવારે જિલ્લાની તમામ શાળા, બાલવાટિકા અને આંગણવાડીમાં રજા જાહેર કરાઈ છે. બાળકોનુંં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. ખેડાના નડિયાદ અને મહેમદાબાદ સહિતના પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે. અને આગામી સમયમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે આ નિર્ણય લેવાયો છે.
-
વિસનગરમાં APMC રોડ પર પાણી ભરાતા પારાવાર હાલાકી
મહેસાણામાં ધોધમાર વરસાદે મુશ્કેલી સર્જી. મહેસાણાના વિસનગરમાં APMC રોડ સહિતના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. APMCની બહાર આવેલી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા. જેને કારણે મોટાપાયે નુકસાનની ભીતિ સર્જાઈ છે. અહીં પાણીના નિકાલ માટે કરોડોનો ખર્ચ કરવા છતાં હાલાકી યથાવત રહી છે. સ્થાનિક દુકાનદારોનો આક્ષેપ છે કે તેઓ 10 વર્ષથી એકની એક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અને છ મહિના પહેલાં જ નખાયેલી ગટર લાઈન નકામી નીવડી છે. પાલિકાએ કરેલો કરોડોનો ખર્ચ તો પાણીમાં ગયો જ છે. સાથે જ લોકોને પણ હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે.
-
-
ખેરાલુમાં ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ કાર
મહેસાણાના ખેરાલુમાં ધમમસતા પાણીના પ્રવાહમાં કાર લઈને પસાર થવું કારચાલકને ભારે પડ્યું. ખેરાલુ તાલુકાના લાલાવાડા ગામ નજીક કોઝવેમાં કાર તણાઈ ગઈ. જો કે સ્થાનિકો દ્વારા ભારે જહેમત બાદ કારચાલકનું રેસ્ક્યૂ કરી તેનો જીવ બચાવી લેવાયો. જો કે કોઝવે બંધ થતા લાલાવાડા,ચોટીયા ગામોનો રસ્તો બંધ થતા વાહન ચાલકો અટવાયા છે.
-
સાબરકાંઠામાં યુવાનો જોખમી સેલ્ફી લેતા જોવા મળ્યા
સાબરકાંઠામાં હાથમતી નદી પરનો પીકએપ વિયર ઓવરફ્લો થતા મોટી સંખ્યામાં યુવાનોનું ટોળુ ત્યાં પહોંચ્યુ હતુ. અહી ય જીવ જોખમમાં મુકી યુવાનો સેલ્ફી લેતા અને રિલ બનાાવતા જોવા મળ્યા હતા. કોઈપણ જાતના ડર વિના યુવાનો વિયર પર એક્ઠા થયા અને સેલ્ફી લેવાના ચક્કરમાં જોખમી પોઈન્ટ સુધી પહોંચી ગયા હતા. કોઈ રોકટોક ન હોવાથી બિનદાસ રીતે વર્તતા જોવા મળ્ય હતા. યુવાનોને અટકાવવા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ પહોંચતાની સાથે જ યુવાનો વિયર પરથી ભાગ્યા હતા.
-
બનાસકાંઠા: પાલનપુર-અમદાવાદ હાઈવે છેલ્લા 10 કલાકથી બંધ, અપાયુ ડાયવર્ઝન
બનાસકાંઠા થી પાલનપુર અમદાવાદ હાઈવે છેલ્લા 10 કલાકથી બંધ છે. પાલનપુર, આબુરોડથી અમદાવાદ જતા વાહનોને ડાયવર્ઝન અપાયુ છે. છાપીથી 15 કિમી દૂર જગાણા ચાર રસ્તા પાસે ડાયવર્ઝન અપાયુ છે. વડગામ, ખેરાલુ અને મહેસાણા થઈ અમદાવાદ જઈ શકાશે. ડાયવર્ઝન અપાતા વાહનચાલકોને 70થી 100 કિમીનો ફેરો ફરવો પડશે. મોડી રાતથી છાપી નજીક ST બસ સહિત અનેક વાહનો ફસાયેલા છે
-
-
વડોદરા: ગંભીરા બ્રિજ પાસે મહી નદીમાં જોખમી સવારી પર પ્રતિબંધ
વડોદરામાં ગંભીરા બ્રિજ પાસે મહી નદીમાં જોખમી સવરી પર tv9ના અહેવાલ બાદ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. બ્રિજ તૂટ્યા બાદ નદીમાં બોટમાં અવરજવર પર રોક લાગી હતી. કોઈ દુર્ઘટના ન બને તે માટે આણંદ કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમા આણંદના તમામ જળાશયોમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરવાનગી વગર નદીમાં બોટીંગ પ્રવૃતિ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ અહીં સ્થાનિકો નાવડીમાં બેસીને મહી નદી પાર કરતા હોવાનો અહેવાલ TV9એ પ્રસારિત કર્યો હતો. રોજિંદા અવરજવર કરનારા લોકો જીવના જોખમે હોડીમાં નદી પાર કરીને જતા હતા. પરંતુ સ્થાનિકોની સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા હોડીમાં આવન જાવન પર રોક લગાવવામાં આવી છે. ગંભીરા બ્રિજ બંધ થતાં અહીંના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. એવામાં હવે હોડી દ્વારા પણ અવરજવર પર રોક લાગતા તેમણે લાંબો ફેરો ફરવો પડશે.
-
અમદાવાદના દસક્રોઈમાં ખાબક્યો 10 ઈંચ વરસાદ
અમદાવાદના દસક્રોઈમાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ પામી છે. મેઘરાજાએ દસક્રોઇમાં દે ધનાધન ઇનિંગ રમી હોય તેવો ઘાટ ઘડાયો છે. માત્ર 8 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
ભારે વરસાદને પગલે SP રિંગરોડથી લાંભા ગામ તરફનો રસ્તો જળમગ્ન બન્યો. તો અસલાલી-હાથીજણ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા. તો હાઈવેના આસપાસના ખેતરો બેટમાં ફેરવાયા. આ તરફ લાંભા તરફ જતા માર્ગ પર બોલેરો કાર ફસાઇ. હાઇવે પર પાણી ભરાતા અનેક વાહનો ખોટવાયા. માત્ર હાઇવે પર જ નહીં, પરંતુ રસ્તા પર પાર્ક કરેલા ટ્રકો પણ પાણીમાં ગરકાવ થયા.
-
ખેડાના મહેમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
ખેડાના મહેમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. શહેરમાં ધોધમાર વરસાદથી વાત્રક નદીમાં પૂરની સ્થિતિ છે. મહેમદાબાદમાં 8 ઈચ વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારોમાં ગટરમાંથી પાણી ઉભરાાતા હાલાકી સર્જાઈ છે. ઘરની બહાર ન નીકળવા તંત્રએ લોકોને અપીલ કરી છે.
-
પાટણઃ સિદ્ધપુરના કાકોશી ગામનું તળાવ ઓવરફ્લો
પાટણઃ સિદ્ધપુરના કાકોશી ગામનું તળાવ ઓવરફ્લો થયુ છે. ભારે વરસાદને કારણે ગામમાં કમરસમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં મોટાભાગના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. વરસાદ અટક્યા બાદ પણ બજારમાં નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે. દુકાનોની અંદર પાણી ઘુસી જતા વેપારીઓને મોટાપાયે નુકસાન પહોંચ્યુ છે. કાકોશીમાં ગત રાતથી ભારે વરસાદ ખાબક્યો હતો. અહીં પરિસ્થિતિ એ છે કે આસપાસના ગામડાઓનું પાણી પણ વહીને કાકોશીમાં આવતું હોય છે. જેને કારણે. લોકોએ ભયના ઓથાર હેઠળ રાત પસાર કરી હતી. જો કે હાલ વરસાદે થોડો વિરામ લીધાં બાદ પણ. અહીંની બજારો જળમાં ગરકાવ છે.
-
બનાસકાંઠાઃ ધાનેરાના માલોત્રા ગામનું તળાવ ફાટ્યું
બનાસકાંઠાના ધાનેરાના માલોત્રા ગામનું તળાવ ભરાયુ તો ખેડૂતો ખુશખુશાાલ થઈ ગયા હતા પરંતુ આ ખુશી પળવારમાં દુ:ખમાં પલટાઈ ગઈ હતી. તળાવની દીવાલ તૂટતા તળાવનું પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. 25 હેક્ટરથી વધારે વિસ્તારમાં ફેલાયેલા તળાવની દિવલ તૂટતા લાખો લીટર પાણી રે નદીમાં વહ્યુ જેના કારણે આસપાસના તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ગામની સરકારી માધ્યમિક શાળા સહિતના વિસ્તારો જળમગ્ન થયા છે. શાળામાં પાણીના આકાશી દૃશ્યો સામે આવ્યા છે.
ગામલોકોએ મહામહેનતે તળાવની ફરતે રેતીની પાળ બાંધી હતી તળાવ ભરાતા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી હતી. ખેડૂતોને આશા હતી કે વર્ષ દરમિયાન આ તળાવમાંથી તેમને સિંચાઈ માટે પાણી મળી રહશે પરંતુ તળાવની પાળ તૂટતા ગ્રામજનોની મહેનત પાણીમાં વહી ગઈ ત્યારે ગામના ખેડૂતો સરકાર પાસે ચેકડેમ બનાવવાની માગ કરી રહ્યાં છે.
-
સાબરકાંઠાના તલોદનું વક્તાપુર તળાવ થયું ઓવરફ્લો
- સાબરકાંઠાના તલોદનું વક્તાપુર તળાવ થયું ઓવરફ્લો
- તળાવ ઓવરફ્લો થતા નજીકના ખેતરોમાં ફરી વળ્યાં પાણી
- આગોતરા રજૂઆત બાદ પણ કોઈ વ્યવસ્થા ન કરતા ખેડૂતોને નુકસાન
- ખેડૂતોએ અગાઉ જ તળાવના પાણીના નિકાલ માટે કરી હતી રજૂઆત
- તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆત છતાં કોઈ વ્યવસ્થા નહીં
- તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો આવ્યો વારો
- ઉજડિયા પંચાયતથી ક્લેકટર સુધી ખેડૂતોએ કરી હતી રજૂઆત
- 200થી 250 વિઘા ખેતી જમીનમાં ફરી વળ્યાં પાણી
- ખેતરમાં પાણી ભરાતા પાકમાં મોટાપાયે નુકસાનીની ભીતિ
-
અમદાવાદ: ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
- અમદાવાદ: ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
- વોરાના રોજા ચાર રસ્તા પર ભરાયા પાણી
- સામાન્ય વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી
- રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી
- મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયાનો આરોપ
-
સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં 155 તાલુકામાં વરસાદ, અમદાવાદના દસ્ક્રોઈમાં સવા નવ ઈંચ વરસાદ ખાબક્યો
આજે 27મી જુલાઈને રવિવારના રોજ, સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના આઠ કલાકમાં રાજ્યના 155 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં સવા નવ ઈંચ વરસાદ નોંધાયો છે. ખેડાના મહેમદાવાદમા સાડા સાત ઈંચ, નડીયાદમાં સવા સાત ઈંચ,ખેડાના માતરમાં છ ઈંચ, કઠલાલમાં પોણા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. 155 તાલુકામાંથી 54 તાલુકામાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે.
-
ખેડાના મહેમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વાત્રક નદીમાં પૂરની સ્થિતિ
ખેડા જિલ્લાના મહેમદાવાદમાં આજે સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સવારથી અત્યાર સુધીમાં સાત ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ધોધમાર વરસાદની સીધી અસર વાત્રક નદી પર જોવા મળી રહી છે. મહેમદાવાદ તાલુકો વાત્રક નદીના કિનારે આવેલો હોવાથી સામાન્ય રીતે વરસાદી પાણી નદીમાં વહી જાય છે. પરંતુ આજે ભારે વરસાદને કારણે વાત્રક નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યંત ભારે વરસાદને કારણે માત્ર નદી જ નહીં, પરંતુ શહેરમાં ઘણી જગ્યાએ ગટરોમાંથી પણ પાણી બહાર આવતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ખેડા વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
-
ગુજરાતની ઉપર ચાર વરસાદી સિસ્ટમ સક્રીય, સાત દિવસ રહેશે વરસાદી માહોલ
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે, તેના કારણે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ચાર વરસાદી સિસ્ટમને કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં ભારે વરસાદની ચેતવણી એટલે કે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવાની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
-
ધોળકાના જલાલપુર પાસે આવેલી નર્મદા કેનાલમાં પડ્યું ગાબડુ, ગામમાં પાણી ઘૂસી જવાનો ભય
અમદાવાદના ધોળકા પાસે આવેલ જલાલપુર ગામ નજીકથી પસાર થતી નર્મદા નહેરમાં ગાબડુ પડ્યું છે. કેનાલમાં ગાબડુ પડતા નર્મદાના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં છે. સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે કે, નર્મદા કેનાલના અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. નર્મદા કેનાલમાં પાણીની કેપીસીટી કરતાં વધારે પાણી છોડી દેતા, કેનાલ ઓવરફ્લો થઈ અને ઉપર થઈને છલકાઈને પાણી જાય એટલું પાણી કેનાલમાં આવી જતા નર્મદા કેનાલમાં પડ્યું ગાબડુ. પાણી ખેતરોમાં ફરી વળતા અનેક ખેતરો બેટમાં ફેરવાયા. એક બાજુ મોડી રાત્રેથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને નર્મદા કેનાલમાં ગાબડું પડતા તેના પણ પાણી જલાલપુર ગામમાં ઘૂસી જાય તેવી સ્થિતિ સર્જાઈ.
-
ખેડાના કપડવંજના રાજપુર સિહોરા પાસે વાત્રક નદીના પાણી ફરી વળતા 10 ગામનો સંપર્ક તૂટ્યો
ખેડાના કપડવંજના રાજપુર સિહોરા પાસે વાત્રક નદીના પાણી ફરી વળતા 10 ગામનો સંપર્ક તૂટ્યો છે. કપડવંજ તાલુકાના રાજપુર સિહોરા ગામ પાસે વાત્રક નદીમાં પાણીનું સ્તર વધવાને કારણે ગરનાળું સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ ગરનાળા પર પાણી ફરી વળતાં રસ્તો હાલ બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ થવાના કારણે લગભગ 10 જેટલા ગામોનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. જેમાં શિહોરા, અમિયાપુર, આંબલિયારા, તેનપૂર, અને રોઝડ જેવા ગામોનો સમાવેશ થાય છે. કપડવંજ વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને પાણીનું સ્તર ઘટતાં જ રસ્તો પુનઃ ચાલુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
-
શહેરના અનેક વિસ્તારોમાંથી પાણી ના ઓસરતા, AMCના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે દોડી આવ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
અમદાવાદ શહેર પાણીમાં ગરકાવ થતા, વરસાદ ધીમો પડતા પાણી ના ઓસરતા, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન અને વોટર કમિટીના ચેરમેન એકાએક મ્યુનિસિપલ કંટ્રોલરૂમમાં પહોચ્યા હતા. જ્યા બન્નેએ શહેરભરમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાસ માટેની સૂચનાઓ આપી હતી. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં અમદાવાદમાં પાણીનો નિકાલ અને સફાઈ અભિયાન અંગે પણ સૂચના આપવામાં આવી.
-
બનાસકાંઠા વરસાદને કારણે, પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઇવે પર 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ
બનાસકાંઠા વરસેલા ભારે વરસાદને કારણે, પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઇવે પર 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થવા પામ્યો છે. છેલ્લા દસ કલાકથી પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઇવે ટ્રાફિકજામ રહેતા છાપીના યુવાનોએ શરૂ કરી સેવા. વાહનોમાં ફસાયેલા લોકોને યુવાનો આપી રહ્યા છે પાણી. રાત્રે બે વાગ્યાથી એસ.ટી બસ અને વાહનો છાપી નજીક ટ્રાફિકમાં ફસાયા છે. છાપી હાઇવે પર કેડ સમા પાણી ભરાઈ જતા હાઇવે થયો બંધ. છેલ્લા 10 કલાકથી ટ્રાફિકજામ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
-
અમદાવાદના દાણીલીમડામાં ભરાયેલા વરસાદી પાણીમાં એક BRTS અને એક AMTS બસ અટવાઈ
અમદાવાદના દાણીલીમડામાં ભરાયેલા વરસાદી પાણીમાં એક BRTS અને એક AMTS બસ અટવાઈ જવા પામી હતી. રોડ પર પાણી ભરાયેલ હોવા છતા, BRTS અને AMTS બસ પસાર થતાસ, બંને બસો બંધ પડી જવા પામી હતી. બસની અંદર રહેલા મુસાફરોને બસની બહાર પાણીમાં ઉતરવું પડ્યું હતું. બસ અટવાતા અને પાણીનો નિકાલ ના થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
-
બાપુનગર, સરસપુર, રખિયાલ, ગોમતીપુર, સુખરામનગર, મણિનગર , ખોખરા, હાટકેશ્વર વિસ્તાર પાણીમાં
અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ લીધો વિરામ, પૂર્વના બાપુનગર, સરસપુર, રખિયાલ, ગોમતીપુર, સુખરામનગર, મણિનગર, ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી વિસ્તારમાં વરસાદી પાણી જ પાણી જોવા મળે છે. પૂરો અમદાવાદના કેટલાક વિસ્તારમાં વધુ તો કેટલાક વિસ્તારોમાં ઓછા પાણી પરંતુ પાણી ભરાયેલ છે. પૂર્વ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં તો ઘૂંટણ સમા પાણી ભરાયા છે. એસટીપી પ્લાન્ટમાં કચરો ભરાઈ જવાના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ના થઈ શક્યો હોવાનું ભાજપના બાપુનગરના ધારાસભ્યે જણાવ્યું હતું.
-
વરસાદની સ્થિતિનો તકાજો લેવા ભૂપેન્દ્ર પટેલ અચાનક પહોચ્યાં સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમ
ગુજરાતમાં વ્યાપક વરસાદની પરિસ્થિતિની જાત માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓચિંતા આજે સવારે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર, પાટણ અરવલ્લી ,અમદાવાદ , મહેસાણા ,બનાસકાંઠા સાબરકાંઠા ,અને ખેડાના જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. જિલ્લા કલેકટરો પાસેથી તેમના જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલ સ્થિતિની માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ મોડ પર રહીને, વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા અને સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહી જિલ્લાની સ્થિતિથી વાકેફ રાખવા સૂચના આપી હતી.
-
વરસાદી પાણી ભરાવા અંગે AMC વોટર કમિટીના ચેરમેનનો દાવો પોકળ ઠર્યો, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
અમદાવાદમાં વરસાદી પાણી ભરાવવા અંગે, ભાજપ શાસિત અમદાવાદ મહાનગરપાલિકાના વોટર કમિટીના ચેરમેનના દાવા પોકળ ઠર્યા છે. અમદાવાદ શહેરનો પુર્વ વિસ્તાર પાણી-પાણી થયો છે. ઘુંટણથી કમર સુધીના પાણી પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં વહી રહ્યાં છે. રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા, અમરાઇવાડી વિસ્તાર પાણી-પાણી થયો હતો. વાહનચાલકો પરેશાન થયા છે.
-
મહેસાણાના ખેરાલુ રેલવે અંડર પાસમાં ભરાયેલા પાણીમાં કાર ફસાઈ, સ્થાનિકોએ ચાલક-મુસાફરોને કાઢ્યા બહાર
મહેસાણાના ખેરાલુ રેલવે અંડર પાસમાં પાણી ભરાઇ જતાં કાર ફસાઈ ગઈ હતી. ખેરાલુમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમા વરસાદી પાણી ભરાયા હતા. રેલવે અંડર પાસમાં કાર ફસાતા સાથનિકો મદદ માટે દોડી આવ્યા હતા. કાર ચાલક અને તેમા બેઠેલા મુસાફરોને બહાર નીકાળ્યા હતા.
-
પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી
સવારથી વરસી રહેલા વરસાદને કારણે પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના પોશ ગણાતા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ધરણીધર બ્રિજ નીચ બે ફૂટ સુધીના પાણી ભરાયા છે. ધરણીધરથી પરિમલ અન્ડર બ્રિજ બાજુ જતો રસ્તો નદીમાં ફેરવાયો હોય તેવુ લાગતુ હતું. રોડની આજુબાજુની સોસાયટીઓમાં ઠેરઠેર પાણી ભરાયેલા છે. પાણી ભરવાના કારણે સ્થાનિકો ત્રસ્ત, પાણી ભરવાની સમસ્યા કાયમી હોવાની લોકો ફરિયાદ કરી રહ્યાં છે.
-
બપોરના 12 વાગ્યા સુધીમાં અમદાવાદ સહીત 9 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે, સવારે 10થી બપોરના 12 વાગ્યા સુધીના સમયગાળા માટે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. જે અનુસાર, અમદાવાદ સહિત રાજ્યના 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજૂ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
3 કલાક માટે ક્યાં જિલ્લામાં રેડ એલર્ટ ?
- અમદાવાદ
- ગાંધીનગર
- બનાસકાંઠા
- પાટણ
- મહેસાણા
- સાબરકાંઠા
- અરવલ્લી
- ખેડા
- સુરેન્દ્રનગર
ક્યાં જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
- કચ્છ
- મોરબી
- જામનગર
- રાજકોટ
- બોટાદ
- ભાવનગર
- આણંદ
- વડોદરા
- પંચમહાલ
- મહીસાગર
- દાહોદ
- છોટા ઉદેપુર
- નર્મદા
- ભરૂચ
- સુરત
- તાપી
- ડાંગ
- નવસારી
- વલસાડ
-
ભરૂચના દહેજની શિવા ફાર્મા કંપનીના રીએક્ટરમાં બ્લાસ્ટ થતા 2 કામદારોના મોત
ભરૂચ જિલ્લામાં આવેલ દહેજ સેઝ-1માં ફરી એકવાર ઔદ્યોગિક અકસ્માત સર્જાયો છે. શિવા ફાર્મા કંપનીમાં મોડી રાતે રીએક્ટરમાં બ્લાસ્ટ થતા 2 કામદારોના મોત થયા છે. રીએક્ટર નજીકમાં કામ કરી રહેલા 2 કામદારોના બ્લાસ્ટને કારણે મોત થયા છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ 1 કામદારને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયો છે. સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસે તપાસ શરૂ કરી છે.
-
અમદાવાદના સાઉથ બોપલમાં જુગાર રમનારાઓને પોલીસે ઝડપ્યા
અમદાવાદના સાઉથ બોપલમાં જુગાર રમનારાઓને પોલીસે ઝડપ્યા છે. સાઉથ બોપલ રાજવી બંગલોમાં જુગાર રમતા પાંચ લોકોને પોલીસે પકડ્યા છે. પાંચ મિત્રો જુગાર રમવા ભેગા થયા હતા. બોપલ પોલીસને બાતમીના આધારે રાજવી બંગલોના મકાન નંબર 10 માં રેડ કરી હતી. જુગાર રમતા પાંચ લોકો પાસે 1.32 લાખ રોકડ કબજે કર્યા છે.
-
ધોળકા-સરખેજ હાઇવે ઉપર ચલોડા-બદરખા તથા ભાત ગામ પાસેના હાઇવે ઉપર ઢીચણસમા પાણી
અમદાવાદ ધોળકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોળકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર વિસ્તારમાં પડી રહ્યો છે ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. વરસાદથી ધોળકા -સરખેજ હાઇવે ઉપર ચલોડા – બદરખા તથા ભાત ગામ પાસેના મેઈન હાઇવે ઉપર ઢીચણસમા પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા વાહનચાલકોએ ધક્કા મારીને બહાર કાઢવા મજબૂર બન્યા.
-
મહેસાણા શહેરમાં 4 ઇંચ વરસાદથી ભરાયા પાણી
મહેસાણા શહેરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. 4 ઇંચ વરસાદે મહેસાણાને પાણી પાણી કરી નાખ્યું છે. બસ ડેપોમાં વરસાદી પાણી ભરાયા હતા. મહેસાણાના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાત્રી દરમ્યાન મહેસાણામાં સારો વરસાદ પડ્યો હતો. સવાર સુધી વરસાદ બાદ હાલમાં ધીમી ધારે વરસાદ ચાલુ.
-
પાટણના સિદ્ધપુરનુ મામવાડા ગામ ડૂબ્યું, ટ્રેકટરથી લોકોનુ કરાયું રેસ્ક્યું
ઉતર ગુજરાતમાં પડેલા નોંધપાત્ર વરસાદની અસર પાટણ જિલ્લામાં પણ જોવા મળી છે. પાટણના સિદ્ધપુર તાલુકાનુ મામવાડા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. ગામમાં આવેલા વરસાદી પૂરને કારણે ગામલોકો તેમના ઘરોમાં ફસાયા છે. સ્થાનિક લોકોએ ટ્રેક્ટરો દ્વારા ગ્રામ્યજનોનુ રેસ્ક્યુ શરુ કર્યુ છે.
-
આજે સવારના 6 થી 8 સુધીમાં મહેમદાવાદમાં 4 ઈંચ, ભિલોડામાં અઢી ઈંચ વરસાદ
ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સવારના 6થી 8 વાગ્યા સુધીના સમયગાળામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સાબરકાંઠા જિલ્લાના ભિલોડામાં પણ અઢી ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
-
સિધ્ધપુરના કાકોશી ગામની તળાવ છલકાયું, આખા ગામમાં ફરી વળ્યું પાણી, અનેક ઘરમાં કમર સુધીના પાણી
પાટણ જિલ્લાના સિધ્ધપુરના કાકોશી ગામનું તળાવ ઓવરફ્લ થયું છે. ભારે વરસાદથી એક દિવસમાં તળાવ ઓવરફ્લો થતા ગામમાં પાણી ફરી વળ્યાં છે. તળાવ ઓવરફ્લો થતાં ગામમાં કમર સુધી પાણી ભરાયા છે. ગામના મોટા ભાગના ઘરોમાં પાણી ઘૂસ્યા છે.
-
ઉપરવાસમાં પડેલા નોંધપાત્ર વરસાદને પગલે, ઘાનેરાની રેલ નદીમાં આવ્યા નવા નીર
ઉતર ગુજરાતમાં રાત્રી દરમિયાન વરસેલા નોંધપાત્ર વરસાદને પગલે, ધાનેરાની રેલ નદીમાં વર્તમાન ચોમાસા દરમિયાન ફરી એકવાર નવા નીર વહ્યાં હતા. ચાલુ વર્ષે છઠ્ઠી વાર આવ્યા નદીમાં પાણી આવ્યું. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા હતા. રેલ નદીમાં વારંવાર પાણી આવતા જગતનો તાત ખુશ થયો છે. નદીમાં આવેલા નવા નીરથી, ભૂતળના પાણીના તળ ઉપર આવવાની આશા ખેડૂતો સેવી રહ્યાં છે. રેલ નદીના પાણીને માલોત્રાના તળાવમાં પાણી વાળવામાં આવ્યું છે.
-
અરવલ્લી જિલ્લામાં વરસાદની ધડબડાટી, મોડાસામાં સવા છ ઈંચ વરસાદ
અરવલ્લી જિલ્લામાં રાત્રી દરમિયાન સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાયો છે. મધ્યરાત્રી દરમિયાન મોડાસા, ધનસુરા, બાયડ અને માલપુરમાં વરસાદે ધડબડાટી બોલવી હતી.
અરવલ્લીમાં રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ
- મોડાસામાં સવા છ ઈંચ વરસાદ
- ધનસુરામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- બાયડમાં સવા ત્રણ ઈંચ વરસાદ
- માલપુરમાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ
- મોડાસા 158 મીમી
- ધનસુરા 89 મીમી
- બાયડ 81 મીમી
- માલપુર 63 મીમી
- મેઘરજ 12 મીમી
- ભિલોડા 12 મીમી
-
મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, કડાણામાં 4 ઈંચ વરસાદ નોંધાયો
મહીસાગર જિલ્લામાં રાત્રે સારો વરસાદ વરસ્યો છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં 4 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ગઈકાલ રાત્રિ દરમ્યાન સમગ્ર જિલ્લામા વરસાદ નોંધાયો છે.
ગઇકાલ રાત્રિ દરમ્યાન થયેલા વરસાદી આંકડા
- ખાનપુર. 38 મી.મી
- કડાણા. 91 મી.મી
- સંતરામપુર. 48 મી.મી
- લુણાવાડા. 99 મી.મી
- બાલાસિનોર. 84 મી.મી
- વીરપુર. 83 મી.મી
-
સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, તલોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો
સાબરકાંઠા જિલ્લામાં વિરામ બાદ સર્વત્ર વરસાદ નોંધાયો છે. ગત મોડી રાત્રે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તલોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. પ્રાંતિજમા પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. હિંમતનગરમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો છે. ખેડબ્રહ્મામાં બે ઈંચ વરસાદ જ્યારે વડાલીમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. ઈડરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.
છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ
- ખેડબ્રહ્મા:48 MM
- વિજયનગર:31 MM
- વડાલી:43 MM
- ઇડર:26 MM
- હિંમતનગર:58 MM
- પ્રાંતિજ:93 MM
- તલોદ:135 MM
- પોશીના:22 MM
-
સવારના 10 વાગ્યા સુધીમાં, અડધા ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો કયા કયા જિલ્લા માટે જાહેર કરાયું નાઉકાસ્ટ
ભારતીય હવામાન વિભાગે આગામી 3 કલાક માટે અડધા ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. સવારના 10 વાગ્યા સુધીના સમયગાળામાં, હવામાન વિભાગના જણાવ્યાનુસાર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે ભારે વરસાદ અને ગાજવીજ સાથે વીજળીની સંભાવના વ્યક્ત કરી છે.
કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, ગાંધીનગર, મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દ્વારકા, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર, સોમનાથ અને દીવમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે.
-
ગીર સોમનાથના કોડીનાર મિતિયાજ ગ્રામપંચાયતની કચેરી રાત્રે દોઢ કલાક ખુલ્લી રાખવાનો નિર્ણય
ગીર સોમનાથના કોડીનારના મિતિયાજ ગ્રામપંચાયતના નવા ચૂંટાયેલા સરપંચ અને પંચાયતના સભ્યોનું કહેવું છે કે ખેડૂત દિવસે નથી પહોંચી શકતા તે રાત્રિ ના સમયે પંચાયતની સેવાનો લાભ લઈ શકે છે. વિધવા સહાય વૃદ્ધાવસ્થા પેન્શન આરોગ્યલક્ષી યોજના, વહાલી દીકરી યોજના. આધારકાર્ડ, રેશનકાર્ડ. ચૂંટણીકાર્ડ જેવી યોજનાઓ સબંધિત કામગીરી થઈ શકે તે માટે પંચાયત રાત્રિના સમયે દોઢ કલાક ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં રાતના 8-30થી 10 સુધી પંચાયતની કચેરી ખુલ્લી રહેશે.
Published On - Jul 27,2025 7:27 AM