26 મેના મોટા સમાચાર : છત્તીસગઢના બરગાંવ નજીક સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 12:03 AM

આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

26 મેના મોટા સમાચાર : છત્તીસગઢના બરગાંવ નજીક સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ
gujarat latest live news and samachar today 26th May 2023

આજે 26 મેને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ આજે ગુજરાત બોર્ડનું ધોરણ-10નું આજે પરિણામ જાહેર થશે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 May 2023 10:30 PM (IST)

    Gujarat news Live : લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલના નજીકના સાથી ગેંગસ્ટર આશિષ શર્માની કરાઈ ધરપકડ

    દેશના કુખ્યાંત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના નજીકના ગેંગસ્ટર આશિષ શર્માની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આશિષ શર્માએ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે અનમોલ બિશ્નોઈ હાલમાં કેલિફોર્નિયામાં ગોલ્ડી બ્રાર સાથે રહે છે.

  • 26 May 2023 06:39 PM (IST)

    Gujarat news Live : અમદાવાદ શહેરના વાતાવરણમાં આવ્યો પલટો, કેટલાક વિસ્તારોમાં પડયો વરસાદ

    અમદાવાદ શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ રહ્યાં બાદ, સાંજે શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે, આજે સવારથી જ આકાશ વાદળછાયું રહેવાને કારણ અસહ્ય ગરમીમાંથી શહેરીજનોને રાહત મળી હતી. આગામી તારીખ 28 અને 29 મે ના રોજ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

  • 26 May 2023 06:12 PM (IST)

    Gujarat news Live : જાપાનમાં ભૂકંપનો આંચકા, રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા

    જાપાનના ટોકિયોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી છે. નિષ્ણાતોના મતે ભૂકંપનું કેન્દ્ર ટોક્યોથી 107 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વમાં જણાવવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે જાપાનમાં ભૂકંપના આંચકાની ઊંડાઈ 65 કિલોમીટર જણાવવામાં આવી રહી છે.

  • 26 May 2023 04:42 PM (IST)

    Gujarat news Live : હાઈકોર્ટ ઈદગાહ અને કૃષ્ણ જન્મભૂમિ વિવાદના તમામ મામલાની સુનાવણી કરશે, કાર્યવાહી માટે ન્યાયમિત્રની નિમણૂંક

    અલ્હાબાદ હાઈકોર્ટ હવે શાહી ઈદગાહ અને કૃષ્ણ જન્મભૂમિ વિવાદના તમામ કેસની સુનાવણી કરશે. જસ્ટિસ અરવિંદ કુમાર મિશ્રાએ ભગવાન કૃષ્ણ વિરાજમાનની અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો છે. કોર્ટે તમામ સાત કેસની ફાઈલો નીચલી કોર્ટમાંથી મંગાવી છે. આ સાથે કેસોનું પ્રતિનિધિત્વ કરવા માટે એડિશનલ એડવોકેટ જનરલ મનીષ ગોયલને એમિકસ ક્યુરી (ન્યાયમિત્ર ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

  • 26 May 2023 04:13 PM (IST)

    Gujarat news Live : ઈમરાનખાને સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- વિદેશ જવાનો કોઈ પ્લાન નથી

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને શાહબાઝ સરકાર વચ્ચે વિવાદ વધી રહ્યો છે. જ્યારે ઈમરાનને દેશ છોડતા અટકાવવામાં આવ્યો ત્યારે તેણે સત્તાધારી ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે, તેનો વિદેશ જવાનો કોઈ ઈરાદો નથી. ઈમરાનખાને કહ્યું કે વિદેશમાં તેની ન તો કોઈ પ્રોપર્ટી છે કે ન તો કોઈ બિઝનેસ.

  • 26 May 2023 03:42 PM (IST)

    The Diary of West Bengal: બંગાળમાં વધુ એક ફિલ્મ પર વિવાદ

    એક તરફ જ્યાં ધ કેરલા સ્ટોરીનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો, તે દરમિયાન હવે વધુ એક ફિલ્મ વિવાદોમાં ફસાયેલી જોવા મળી રહી છે. ‘ધ ડાયરી ઓફ વેસ્ટ બેંગાલ’નું ટ્રેલર સતત ચર્ચામાં છે. આ ટ્રેલરને લઈને લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતએ છે કે પશ્ચિમ બંગાળ પોલીસે ફિલ્મના નિર્દેશકને નોટિસ ફટકારી છે. નિર્દેશક પર આરોપ છે કે, તેણે પોતાની ફિલ્મ દ્વારા બંગાળની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો.

  • 26 May 2023 03:18 PM (IST)

    પંચમહાલના ચલાલીમાં અનોખો પરંતુ જોખમી વરઘોડો નીકળ્યો, વરરાજા બુલડોઝર પર થયા સવાર

    પંચમહાલના (Panchmahal) કાલોલ પાસે આવેલા ચલાલી ગામે એક અનોખો પરંતુ જોખમી વરઘોડો નીકળ્યો હતો. જેમાં વરરાજા ઘોડા પર સવાર થઈને નહીં પણ બુલડોઝર (Bulldozer) પર સવાર થઈને આવ્યા હતા. સામાન્ય રીતે બગી કે ઘોડા પર જ વરઘોડો નીકળતો હોય છે, પરંતુ ચલાલી ગામે પોતાનો વટ પાડવા માટે બુલડોઝર મશીન પર જોખમી રીતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

    આ વરઘોડામાં પગ જાતે જ થરકવા લાગે તેવો ડીજેનો તાલ આંખો અંજાવી દે તેવી રોશની તો આકર્ષણનું કેન્દ્ર હતી જ, સાથે-સાથે મુખ્ય આકર્ષણ બે મોટા-મોટા જેસીબી મશીન હતા. જેના પર વરરાજા સહિત તેમના સગાસંબંધીઓ જોખમી રીતે સવાર થયા હતા. મશીનને એટલી ઊંચાઈ પર લઈ જવાયા હતા કે અકસ્માત સર્જાવાની શક્યતા હતી. મોટી સંખ્યામાં લોકો હાજર હોવાથી કોઈ દુર્ઘટના સર્જાવાની પણ શક્યતા હતી. તેમ છતાં વરરાજા અને તેના પરિવારે બીજાના જીવ જોખમમાં મૂકીને પણ વરઘોડો કાઢ્યો હતો.

  • 26 May 2023 02:46 PM (IST)

    Gujarat news Live: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે હૈદરાબાદ જશે, તેલંગાણાના CM કેસીઆર સાથે કરશે મુલાકાત

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે હૈદરાબાદ જશે. કેજરીવાલ રાજ્યસભામાં વટહુકમને રોકવા માટે સમર્થન મેળવવા માટે તેલંગાણાના મુખ્યપ્રધાન અને બીઆરએસ વડા કેસીઆરને મળશે.

  • 26 May 2023 02:21 PM (IST)

    Monsoon Breaking : ગુજરાતમાં ચોમાસુ સામાન્ય અથવા સામાન્યથી ઓછુ રહેશે, હવામાન વિભાગે કર્યુ પૂર્વાનુમાન

    હવામાન વિભાગે વર્ષ 2023ના ચોમાસાને લઇને પૂર્વાનુમાન કર્યુ છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સામાન્ય અથવા સામાન્યથી ઓછુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ભારતમાં ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન છે. જેથી મધ્ય ભારતમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ઓડીસા મહારાષ્ટ્રમાં સામાન્ય ચોમાસુ રહેવાની સંભાવના છે.

  • 26 May 2023 01:57 PM (IST)

    Gujarat news Live: રાહુલ ગાંધીને પાસપોર્ટ માટે કોર્ટમાંથી 3 વર્ષ માટે NOC મળી

    કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નવા પાસપોર્ટ માટે NOC મળી ગયું છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે રાહુલને 3 વર્ષ માટે એનઓસી આપી છે.

  • 26 May 2023 01:55 PM (IST)

    પાટણના સિદ્ધપુરમાં પાઇપલાઇનમાંથી મૃતદેહના અવશેષો મળ્યા બાદ હવે નવી પાઇપલાઇન નાખી આપવા સ્થાનિકોની માગ

    પાટણના (Patan) સિદ્ધપુરમાં પીવાના પાણીની પાઈપલાઈનમાંથી (pipeline)  મૃતદેહના (dead body) અવશેષો મળ્યા બાદ હવે નવી પાણીની પાઇપલાઇન નાખવા માગ ઉઠી છે. ઉપલી શેરી, લાલ ડોશીની પોળ સહિતના વિસ્તારમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇન નવી નાખવા અને ટાંકી બનાવવા માટે સ્થાનિકો માગ કરી રહ્યા છે.

    સિદ્ધપુરમાં 16 મેના રોજ પ્રથમવાર પીવાના પાણીની પાઈપલાઈનમાંથી શંકાસ્પદ મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. પાઈપ લાઈનમાંથી મૃત યુવતીના અવશેષો મળવાના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં પાણીની પાઇપ લાઇનમાંથી મળી આવેલ અવશેષો ગુમ થયેલ યુવતીના જ હોવાનુ સામે આવ્યું છે. તેમજ ગુમ થયેલ યુવતીના માતા પિતાના DNA અને મળી આવેલ અવશેષોના DNA મેચ થયા છે.

  • 26 May 2023 01:18 PM (IST)

    દર્દીઓના ભોજનમાં શ્વાન દ્વારા મોઢું મારવાના કેસમાં કાર્યવાહી, ભોજન પહોંચાડનાર કોન્ટ્રાક્ટર એજન્સીનો કર્મચારી સસ્પેન્ડ

    વડોદરામાં (Vadodara) દર્દીઓના ભોજનમાં રખડતા શ્વાન (Stray dog) દ્વારા મોઢું મારવાના વાયરલ વીડિયોના (Viral video) કેસમાં હવે સયાજી હોસ્પિટલના (Sayaji Hospital) સત્તાધીશોએ કાર્યવાહી કરી છે. હોસ્પિટલ અધિક્ષકે તપાસ સમિતિના રિપોર્ટ બાદ હોસ્પિટલમાં ભોજન પહોંચાડનાર કોન્ટ્રાક્ટર એજન્સીના કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

    મહત્વપૂર્ણ છે કે સયાજી હોસ્પિટલના સર્જીકલ બિલ્ડિંગમાં દર્દીઓના ભોજનમાં શ્વાન મોઢું નાખતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. સમગ્ર ઘટના સપાટી પર આવતા સયાજી હોસ્પિટલના અધિક્ષક ડો. રંજન ઐયરએ કરી હતી તપાસ સમિતિની રચના કરી હતી. સાથે જ કોન્ટ્રાકટર ડી.જી. નાકરાણીને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. જોકે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે હોસ્પિટલમાં રખડતું શ્વાન કેવી રીતે ઘુસ્યું. કેમ સિક્યોરિટીના ધ્યાને આ ક્ષતિ ન આવી. શું હોસ્પિટલ સત્તાધીશો સુરક્ષામાં ખામી મુદ્દે કાર્યવાહી કરશે.

  • 26 May 2023 01:03 PM (IST)

    ModiAt9: અર્થતંત્રથી લઈને નોકરી-શિક્ષણ અને મોંઘવારી… મોદી સરકારના 9 વર્ષમાં શું બદલાયું?

    “અચ્છે દિન આને વાલે હૈ…” 2014ની લોકસભાની ચૂંટણીમાં જ્યારે આ નારા લાગ્યા ત્યારે કોંગ્રેસ સરકારથી નારાજ લોકોને એક આશા દેખાઈ. આશા છે કે મોદી સરકાર આવ્યા બાદ ખરેખર તેમના સારા દિવસોની આ અપેક્ષા સાથે 17 કરોડથી વધુ લોકોએ ભાજપને મત આપ્યો. ભાજપે 282 બેઠકો જીતી હતી. આ પહેલીવાર હતું જ્યારે બિન-કોંગ્રેસી પક્ષને બહુમતી મળી હોય. 26 મે 2014 ના રોજ, નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા.

    પાંચ વર્ષ પછી જ્યારે 2019માં લોકસભાની ચૂંટણી આવી ત્યારે એવું લાગી રહ્યું હતું કે ભાજપ 2014ના કરિશ્માનું પુનરાવર્તન કરી શકશે નહીં. પણ થયું ઊલટું. તે વખતે 23 કરોડથી વધુ લોકોએ ભાજપને વોટ આપ્યા છે. 2019માં ભાજપે 303 સીટો જીતી હતી. નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બન્યા.

  • 26 May 2023 12:28 PM (IST)

    Gujarat news Live: નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવવામાં આવી

    નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવવામાં આવી છે.

  • 26 May 2023 11:48 AM (IST)

    સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને તબીબી આધાર પર વચગાળાના જામીન આપ્યા

    સુપ્રીમ કોર્ટે આખરે સત્યેન્દ્ર જૈનને તબીબી આધાર પર વચગાળાના જામીન આપ્યા છે. જણાવવું રહ્યું કે સત્યેન્દ્ર જૈન તાજેતરમાંજ બાથરૂમમાં પડી ગયા હતા જેમા તેમને કરોડરજ્જુમાં ઈજા પહોંચી હતી.
    
    
  • 26 May 2023 10:53 AM (IST)

    ધોમ-ધખતા ઉનાળા વચ્ચે પણ સોમનાથ મંદિરમાં યાત્રાળુને થાય છે શીતળતાનો અનુભવ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (Narendra Modi) અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ પર્યાવરણની માવજત કરવાની સાથે મંદિરમાં ઠંડક પણ પ્રસરાવી રહ્યું છે. સોમનાથ (Somnath) ટ્રસ્ટની કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ દ્વારા મંદિરનું તાપમાન બહારના તાપમાનથી 6 થી 7° ઠંડુ રહે છે. વાતાવરણમાં દૂષિત વાયુ છોડનાર AC નહિ પરંતુ વિજ્ઞાનના નિયમોના ઉત્તમ ઉપયોગથી કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ ઠંડક કરે છે. જેના કારણે કાળઝાળ ગરમીમાં શીતળતા આપતા સોમનાથ મંદિરમાંથી બહાર નીકળવાની ઈચ્છા નથી થતી.

  • 26 May 2023 10:52 AM (IST)

    Income Tax: 2000ની નોટ પર ઈન્કમ ટેક્સની નજર, નોટ બદલવા કે જમા કરાવતા પહેલા જાણી લો આ મહત્વની વાત

    જો તમે પણ 2000ની નોટ બદલવા માટે બેંક જઈ રહ્યા છો તો સાવધાન થઈ જાઓ. આવકવેરાની (Income Tax) નજર હવે તમારી 2000ની નોટ પર છે. આવકવેરા વિભાગ 2000ની દરેક નોટ પર નજર રાખી રહ્યું છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આવકવેરા તમારી નોટો પર કેવી રીતે નજર રાખી રહ્યું છે. જણાવી દઈએ કે, બેંક ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને 2000ની દરેક નોટ વિશે જાણકારી આપી રહ્યું છે જે બદલાઈ રહી છે. કાળા નાણાં પર અંકુશ માટે સરકારે 2000ની નોટોનું ચલણ બંધ કરી દીધું છે. બેંકોએ પણ 23 મેથી ચલણમાંથી બહાર આવેલી આ નોટો પાછી માંગવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં બેંકોએ જે નોટ બદલાવી છે તેની માહિતી આઈટી વિભાગને આપી રહી છે.

  • 26 May 2023 10:52 AM (IST)

    વડોદરામાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર માટે તૈયારીઓ પૂરજોશમાં, સુરક્ષામાં 500થી વધુ પોલીસકર્મીઓ ખડેપગે રહેશે

    બાબા બાગેશ્વરથી (Baba Bageshwar) જાણીતા બાગેશ્વરધામના પીઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) ગુજરાતમાં છે. ગઇકાલે વટવામાં દેવકીનંદન મહારાજના એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પછી તેઓ સુરત જવા રવાના થયા હતા. વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે 3 જૂનના રોજ દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. ત્યારે સુરક્ષાને લઈને વડોદરા પોલીસ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ.

    વડોદરા એડિશનલ પોલીસ કમિશ્નર, DCP સહિતના ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમની રૂપરેખા તથા કાર્યક્રમ સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ. સાથે સાથે આયોજન સમિતિના સદસ્યો સાથે ચર્ચા પણ કરી. મહત્વનું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને Y કાટેગરીની સિક્યુરિટી આપવામા આવી છે. કાર્યક્રમ સ્થળ પર સુરક્ષામાં 500થી વધુ પોલીસકર્મીઓ તહેનાત રહેશે.

  • 26 May 2023 09:08 AM (IST)

    ગુજરાતઃ જયશંકર વડોદરા પહોંચ્યા, વિદેશ મંત્રી 2 દિવસના નર્મદા પ્રવાસ પર

    વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતના વડોદરા પહોંચ્યા છે. તેઓ 2 દિવસ માટે નર્મદાના પ્રવાસે છે.

  • 26 May 2023 09:07 AM (IST)

    મુંબઈ એરપોર્ટ પર રાતથી 300થી વધુ મુસાફરો અટવાયા

    મુંબઈ એરપોર્ટ પર રાતથી 300થી વધુ મુસાફરો અટવાયા છે. ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે. આ પ્લેન રાત્રે 11.30 કલાકે મુંબઈથી વિયેતનામ જવાનું હતું. મુસાફરોને એકવાર ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા અને પછી ઉતર્યા હતા. એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો ચાલુ છે.

  • 26 May 2023 08:25 AM (IST)

    સુરતમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઇને સઘન સુરક્ષા વ્યવસ્થા

    Surat : સુરતમાં(Surat) બાબા બાગેશ્વર(Baba Bageshwar)  ધામ સરકારના આજથી બે દિવસના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.લિંબાયત વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડમાં આજે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે. આ સમારોહ માટે વિશાળ મંચ, ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં બે લાખથી વધુ લોકો જોડાય તેવો આયોજકોનો દાવો છે. સાંજે બાબાનો દિવ્ય દરબાર શરૂ થશે.

    સુરતના બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં સુરક્ષાનો લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં 400થી વધુ પોલીસ જવાનો અને 700 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત અંદાજે બે લાખ ભક્તોના આગમનને લઈ TRB સહિત ટ્રાફિક પોલીસનો પણ ખાસ બંદોબસ્ત જોડાશે.

  • 26 May 2023 08:24 AM (IST)

    5G બાદ મોદી સરકારનું 6G Vision તૈયાર, આ કંપની સાથે ચાલી રહી છે વાતચીત

    5G પછી, છઠ્ઠી જનરેશન અથવા 6G એ નેક્સ્ટ જનરેશન ટેલિકોમ નેટવર્ક છે જે 5G ટેક્નોલોજી પર બનાવવામાં આવશે, જે નવી કોમ્યુનિકેશન એપ્લિકેશન્સને વધારવા અને ચલાવવા માટે 5Gની સરખામણીમાં લગભગ 100 ગણી ફાસ્ટ સાથે વધુ રિલાયબલ, અલ્ટ્રા-લો લેટન્સી અને અસરકારક ઉકેલ પ્રદાન કરશે. આ અદ્યતન તકનીકો વપરાશકર્તા અનુભવને વધુ સુધારશે જે અર્થતંત્ર અને જીવનને બદલી નાખશે. આમાં ઈન્ટેલિજન્ટ નેટવર્ક મેનેજમેન્ટ અને કંટ્રોલ અને ઈન્ટીગ્રેટેડ વાયરલેસ સેન્સિંગ અને કોમ્યુનિકેશન સામેલ હશે.

  • 26 May 2023 08:24 AM (IST)

    Gujarat માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંબાજી ખાતે કરાશે, 10,000 વૃક્ષો વવાશે

    Gandhinagar: ગુજરાતના(Gujarat)પ્રવકતા મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું કે, 5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની(World Environment Day) રાજ્ય કક્ષાની ઉજવણી ‘વન કવચ’ થીમ પર અંબાજી(Ambaji) ખાતે કરાશે. કાર્યક્રમ દરમિયાન 10,000 જેટલા વૃક્ષો વવાશે અને ડ્રોન દ્વારા બીજની વાવણી સંદર્ભે પણ ખાસ કાર્યક્રમ યોજશે. મંત્રી પટેલે ઉમેર્યું કે, આ ઉજવણીમાં અમદાવાદ, આણંદ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ભરૂચ, ભાવનગર, મોરબી, વલસાડ અને સુરત એમ 11 જિલ્લાઓમાં MISTHI કાર્યક્રમ હેઠળ મેન્ગ્રુવનું વાવેતર કરવામાં આવશે.

  • 26 May 2023 08:23 AM (IST)

    હાર્દિક પંડ્યા કે રોહિત શર્મા? IPL Final માં કોણ ટકરાશે, આજે થશે ફેંસલો

    IPL Final માં પહોંચવા માટે આજે 26 મે, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જબરદસ્ત ટક્કર થશે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થનારી આ ટક્કર ફાઈનલમાં પહોંચવા માટે છે. ક્વોલિફાયર-1 માં જીત મેળવીને સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સે ફાઈનલમાં સીધી એન્ટ્રી કરી હતી. ચેન્નાઈ સામે હારનારી ગુજરાત ટાઈટન્સ ટીમ હવે શુક્રવારે ક્વોલિફાયર-2 માં મુંબઈ સામે ઉતરી રહી છે. મુંબઈએ એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હાર આપી હતી. હવે ગુજરાત પોતાની બીજી સિઝનમાં સળંગ બીજી વાર ફાઈનલમાં પહોંચવા માટેનો ઈરાદો રાખશે.

  • 26 May 2023 07:42 AM (IST)

    Surat માં આજથી બે દિવસ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ

    Surat : સુરતમાં(Surat) બાબા બાગેશ્વર(Baba Bageshwar)  ધામ સરકારના આજથી બે દિવસના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.લિંબાયત વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડમાં આજે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે. આ સમારોહ માટે વિશાળ મંચ, ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં બે લાખથી વધુ લોકો જોડાય તેવો આયોજકોનો દાવો છે. સાંજે બાબાનો દિવ્ય દરબાર શરૂ થશે.

  • 26 May 2023 07:42 AM (IST)

    હવે 500ની નોટને લઈને મોટા સમાચાર, RBI 2000ના નોટથી કરી રહી છે આ રીતે રિપ્લેસ

    2000ની નોટોનું ચલણ બંધ થયા બાદ ભારતીય રિઝર્વ બેંક તરફથી નવો ઓર્ડર આવ્યો છે. 2000ની નોટ બદલવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રિન્ટિંગ પ્રેસને અઠવાડિયાના 7 દિવસ દિવસના 24 કલાક કામ કરવા માટે કહ્યું છે. તમને જણાવી દઈએ કે, 23 મેથી 2000ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં લોકો મોટી માત્રામાં 2000 લઈને બેંકોમાં પહોંચી રહ્યા છે.

    અડધો દિવસ પણ પૂરો થતો નથી કે બેંકોમાં 500ની નોટોની અછત સર્જાઈ છે. હવે તેને સપ્લાય કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રિન્ટિંગ પ્રેસને 24 કલાક નોટો છાપવા માટે કહ્યું છે.

    અઠવાડિયામાં સાતેય દિવસ કામ કરવું પડશે

    જ્યારથી 2000ની નોટોનું ચલણ બંધ થયું છે ત્યારથી દરેક જગ્યાએ અરાજકતાનો માહોલ છે. નોટ બદલવાના કારણે બેંકોમાં રોકડની અછત જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ભારતીય રિઝર્વ બેંકે ચારેય નોટો છાપનાર પ્રિન્ટિંગ પ્રેસને નોટોનો પુરવઠો પૂરો કરવા માટે દિવસ-રાત કામ કરવા જણાવ્યું છે. જેથી લોકોને પુરતી 500ની નોટ મળી શકે.  આ સમયે બજારમાં લગભગ 24 હજાર કરોડ એટલે કે 3 લાખ કરોડ 2000ની નોટો છે. જેને ચલણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

  • 26 May 2023 06:53 AM (IST)

    Sudarshan Shakti 2023: ભારતીય સેનાએ પશ્ચિમી સરહદો પર કર્યો ‘સુદર્શન શક્તિ’ યુદ્ધ અભ્યાસ

    Rajasthan, Punjab: ભારતીય સેનાના સપ્ત શક્તિ કમાન્ડે 22-25 મે દરમિયાન રાજસ્થાન અને પંજાબની પશ્ચિમી સરહદો પર ‘સુદર્શન શક્તિ 2023’ યુદ્ધ અભ્યાસ હાથ ધરી હતી. ‘સુદર્શન શક્તિ 2023’ ને નેટવર્ક-કેન્દ્રિત વાતાવરણમાં ઓપરેશનલ પ્લાન ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી. આ દરમિયાન કોમ્બેટ પાવર, કોમ્બેટ સપોર્ટ અને લોજિસ્ટિક સપોર્ટનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

  • 26 May 2023 06:52 AM (IST)

    પૂજાથી લઈને પીએમ મોદીના ભાષણ સુધી, જાણો નવી સંસદના ઉદ્ઘાટનનો કાર્યક્રમ

    Parliament Building Event: દેશને રવિવાર, 28 મેના રોજ નવી સંસદ ભવન મળશે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) કરશે. ઉદ્ઘાટન સમારોહને ભવ્ય બનાવવા માટે કેન્દ્ર સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. નવા સંસદ ભવનનો ઉદ્ઘાટન કાર્યક્રમ બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો સવારે 7.30 થી 9.30 સુધી ચાલશે. એટલે કે લગભગ બે કલાક. ઉદ્ઘાટન કાર્યક્રમનો બીજો તબક્કો બપોરે 12 વાગ્યાથી 2.30 વાગ્યા સુધી એટલે કે લગભગ અઢી કલાક ચાલશે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

  • 26 May 2023 06:51 AM (IST)

    Gujarat Weather Forecast : આજે ગુજરાતમાં ગરમીનો પારો 3-4 ડિગ્રી પારો ગગડશે

    હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 48% રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે.

  • 26 May 2023 06:40 AM (IST)

    Gujarat સરકાર આગામી 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરશે

    ગુજરાતના(Gujarat) મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ભરતી પ્રક્રિયા (Recruitment) માટેના ભરતી કેલેન્ડર સંદર્ભના નિર્ણયમાં પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, નવું 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે સૈદ્ધાતિંક મંજૂરી આપવામાં આવી છે. અગાઉ વર્ષ 2014માં પ્રસિધ્ધ થયેલ ભરતી કેલેન્ડર ડિસેમ્બર-2023મા પૂર્ણ થતું હોવાથી આગામી વર્ષ 2024 થી 2033 માટે વહીવટી વિભાગોમાં જગ્યાઓ ભરવા માટેના ભરતી કેલેન્ડર તૈયાર કરવાની સૈદ્ધાતિંક મંજૂરી અપાઇ છે.

Published On - May 26,2023 6:40 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">