Gujarati Video : બાબા બાગેશ્વર ધામના દરબારમાં કાજલ હિન્દુસ્તાની હાજર રહેશે
સનાતનનો વિરોધ કરનારા પર પ્રહાર કરતા કાજલ હિંદુસ્તાનીએ કહ્યું કે મારી પાછળ પણ કેટલાક અસુરો પડ્યા છે. જેથી મારે પણ બાલાજીના આશીર્વાદની જરૂર છે.આ સમારોહમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી, રાજકોટ ભાજપના પ્રમુખ સહિત સંતો અને મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા
Rajkot : રાજકોટમાં(Rajkot) બાબા બાગેશ્વર ધામના કાર્યાલયની મુલાકાતે કાજલ હિંદુસ્તાની પહોંચ્યા હતા.કાજલ હિંદુસ્તાને બાબાના કાર્યક્રમનો વિરાધ કરનારા લોકોને અસુર ગણાવ્યા. સનાતનનો વિરોધ કરનારા પર પ્રહાર કરતા કાજલ હિંદુસ્તાનીએ કહ્યું કે મારી પાછળ પણ કેટલાક અસુરો પડ્યા છે. જેથી મારે પણ બાલાજીના આશીર્વાદની જરૂર છે.આ સમારોહમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી, રાજકોટ ભાજપના પ્રમુખ સહિત સંતો અને મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.
રાજકોટમાં 1 અને 2 જૂને યોજાવા જઈ રહેલા બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનો એકતરફ કોંગ્રેસ વિરોધ કરી રહી છે. તો બીજીતરફ ભાજપના નેતાઓ કાર્યક્રમને સફળ બનાવવા કામે લાગ્યા છે. આ દરમિયાન બાગેશ્વર ધામ સમિતિના કાર્યાલયની મુલાકાતે પહોંચેલા પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. રૂપાણીએ કહ્યું કે- કોંગ્રેસ પહેલેથી ધર્મ અને સંસ્કૃતિ વિરોધી છે. લઘુમતીઓના મત મેળવવા તુષ્ટિકરણ કરે છે.