26 ઓગસ્ટના મહત્વના સમાચાર :સવારના 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 243 તાલુકામાં વરસાદ, પંચમહાલના મોરવા હડફ અને વડોદરાના પાદરામાં 12 ઈંચ વરસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2024 | 8:59 PM

Gujarat Live Updates : આજે 26 ઓગષ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

26 ઓગસ્ટના મહત્વના સમાચાર :સવારના 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 243 તાલુકામાં વરસાદ, પંચમહાલના મોરવા હડફ અને વડોદરાના પાદરામાં 12 ઈંચ વરસાદ

દેશભરમાં આજે જન્માષ્ટમીની ધુમ જોવા મળશે. મથુરાથી દેવભૂમિ દ્વારકા સુધી કૃષ્ણજન્મોત્સવને વધાવવા ભક્તોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં શિંદે સરકારે આપી યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી મળી, ચાલુ વર્ષના માર્ચ મહિનાથી અમલી બનશે.UPS ને મંજૂરી આપનારૂ પહેલુ રાજ્ય બન્યું મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રના જલગાંવમાં લખપતિ દીદીઓનું સન્માન કરવામાં આવ્યુ. મહિલાઓ સામેના અપરાધ મુદ્દે PM એ કહ્યું, મહિલાઓ પર અત્યાચાર કરનારા કોઈને પણ નહીં છોડાય. રાજ્યના 145 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. દક્ષિણથી લઇને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઇ છે. રાજ્ય સરકારે સ્થિતિની સમિક્ષા કરી. નવસારીમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યુ છે. પૂર્ણા, કાવેરી અને અંબિકા નદી ભયજનક સપાટીને પાર છે. 30 ગામોને એલર્ટ કરાયા. રાજ્યમાં હજુ છ દિવસ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. બાકીના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Aug 2024 08:41 PM (IST)

    સવારના 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 243 તાલુકામાં વરસાદ, પંચમહાલના મોરવા હડફ અને વડોદરાના પાદરામાં 12 ઈંચ વરસાદ

    ગુજરાતમાં આજે સોમવારે સવારના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 243 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વઘુ વરસાદ વડોદરાના પાદરા તાલુકામાં વરસ્યો છે. પાદરમાં સવારના 6થી રાત્રીના આઠ વાગ્યા સુધીના સમયગાળામાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો પંચમહાલના મોરવા હડફમાં પણ 12 ઈંચ જેટલો ભારે વરસાદ વરસ્યો છે. મોરવા હડફમાં સાંજના 6થી રાત્રીના આઠ વાગ્યા સુધીના બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. આણંદના બોરસદમાં સાડા અગિયાર ઈંચ વરસાદ નોંધાયો છે. બપોરના 12થી 2 વાગ્યા સુધીના સમયગાળામાં જ બોરસદમાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વડોદરામાં પણ સાડા અગિયાર ઈંચ વરસાદ વરસ્યો છે. ખેડાના નડિયાદમાં દશ, અને આણંદમાં ખંભાતમાં દશ, અને આણંદમાં પણ દશ ઈંચ વરસાદ વરસ્યો છે.

  • 26 Aug 2024 08:34 PM (IST)

    આણંદ જિલ્લામાં માર્ગ મકાન હસ્તકના 7, પંચાયત હસ્તકના 5 સહીત કુલ 12 માર્ગ બંધ કરાયા

    આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન હસ્તકના સાત તેમજ પંચાયત હસ્તકના પાંચ સહીત કુલ 12 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

  • 26 Aug 2024 08:30 PM (IST)

    ખેડા જિલ્લામાંથી પસાર થતો લીંબાસી -પરીએજ- તારાપુર રોડ કરાયો બંધ

    ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હોવાથી,  ખેડા જિલ્લામાંથી પસાર થતો લિંબાસી તારાપુર માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે.

  • 26 Aug 2024 08:26 PM (IST)

    જૂનાગઢ જિલ્લામાં મંગળવારે આંગણવાડી, આઈટીઆઈ, કોલેજો રહેશે બંધ

    જૂનાગઢ જિલ્લામાં આવતીકાલ મંગળવારે આંગણવાડી, આઈટીઆઈ, કોલેજ પણ રહેશે બંધ.

  • 26 Aug 2024 08:11 PM (IST)

    પાનમ ડેમમાંથી છોડાયું 2 લાખ ક્યુસેક પાણી, શહેરા-લુણાવાડાના 20 ગામને એલર્ટ કરાયા

    પંચમહાલના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાનમ ડેમની જળસપાટીમાં સતત  વધારો થઈ રહ્યો છે. પાનમ ડેમમાં એક લાખ 90 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમનુ રુલ લેવલ જાળવવા માટે, બે લાખ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાનમ ડેમમાંથી પાણી છોડાતા પંચમહાલના શહેરા અને મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના 18 થી 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

  • 26 Aug 2024 07:57 PM (IST)

    ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો, આટલી ટ્રેન ટુંકાવી તો આટલી કરાઈ રદ, જુઓ યાદી

    પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે:-

    રદ કરાયેલી ટ્રેનો:

    1. ટ્રેન નંબર 09400 – અમદાવાદ – 26.08.24ની આણંદ મેમુ ટ્રેન રદ રહેશે. 2. ટ્રેન નંબર 09315 – વડોદરા – અમદાવાદ 26.08.24ની મેમુ ટ્રેન રદ રહેશે. 3. ટ્રેન નંબર 09274 – અમદાવાદ – 26.08.24ની આણંદ મેમુ ટ્રેન રદ રહેશે.

    ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો:

    1. ટ્રેન નંબર 12917 અમદાવાદ – નિઝામુદ્દીન સુપરફાસ્ટ એક્સપ્રેસ 26.08.2024 ના રોજ આણંદ – ડાકોર – ગોધરા થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે. 2. ટ્રેન નં. 11465 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ 26.08.2024ના રોજ આણંદ-ડાકોર-ગોધરા થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે. 3. ટ્રેન નંબર 19309 ગાંધીધામ – ઈન્દોર શાંતિ એક્સપ્રેસ 26.08.2024 ના રોજ આણંદ – ડાકોર – ગોધરા થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે. 4. ટ્રેન નંબર 12947 અમદાવાદ – પટણા સુપરફાસ્ટ એક્સપ્રેસ 26.08.2024 ના રોજ આણંદ – ડાકોર – ગોધરા થઈને બદલાયેલા રૂટ પર દોડાવવામાં આવશે. 5. ટ્રેન નંબર 19167 અમદાવાદ – વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ 26.08.2024 ના રોજ આણંદ – ડાકોર – ગોધરા થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે. 6. ટ્રેન નંબર 04168 અમદાવાદ – આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલ 26.08.2024 ના રોજ આણંદ – ડાકોર – ગોધરા થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે. 7. ટ્રેન નંબર 19168 વારાણસી સિટી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ 26.08.2024ના રોજ ગોધરા-ડાકોર-આણંદ થઈને બદલાયેલા રૂટ પર ચલાવવામાં આવશે. 8. ટ્રેન નંબર 16337 ઓખા – એર્નાકુલમ એક્સપ્રેસ 26.08.24 ના રોજ આણંદ – ડાકોર – ગોધરા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવશે. 9. ટ્રેન નંબર 12010 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ આણંદ – ડાકોર – ગોધરા – વડોદરા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.

    ટૂંકાવેલી ટ્રેન:

    1. ટ્રેન નં. 09496 અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર તારીખ 26.08.2024 ના રોજ આણંદ સ્ટેશન પર ટર્મિનેટ કરવામાં આવશે. 2. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 26.08.2024 ના રોજ આણંદ સ્ટેશન પર ટર્મિનેટ કરવામાં આવશે. 3. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 26.08.2024 આણંદ સ્ટેશન.

  • 26 Aug 2024 07:54 PM (IST)

    હવે સાબરકાંઠાનો વારો ! તલોદમાં અઢી, પ્રાંતિજમાં પોણા બે ઈંચ વરસાદ

    વરસાદે હવે સાબરકાંઠાનો વારો કાઢ્યો હોય તેમ તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરમાં ભારે વરસાદ વરસ્યો છે. તલોદ, પ્રાંતિજ તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તલોદના વક્તાપુર, ઉજેડીયા, મહિયલ, વાવડી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે. પ્રાંતિજના વદરાડ, પલ્લાચર, બાકલપુર, બાલીસણા, પિલુદ્રા અને સવાલમાં વરસાદ પડ્યો છે. તલોદમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. પ્રાંતિજમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે હિંમતનગરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

  • 26 Aug 2024 07:45 PM (IST)

    નવસારીમાંં પૂર્ણા-અંબિકા નદીમાં પૂરના પાણી ભયજનક સપાટીની ઉપર, બીલીમોરાનો 20 ટકા વિસ્તાર પાણીમાં

    નવસારી જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે પૂર્ણા અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. પૂર્ણા નદી 25 ફૂટ પર પહોંચી છે. ભયજનક સપાટી 22 ફૂટ છે. અંબિકા નદી 35 ફૂટ પર પહોંચી જ્યારે તેની ભયજનક સપાટી 28 ફૂટ છે. કાવેરી નદીની સપાટી 19 ફૂટ, ભયજન સપાટી 19 ફૂટ છે. નવસારી શહેરના વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ભરાયા છે.  25,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. બીલીમોરા શહેરમાં અંબિકા અને પૂર્ણાના કારણે 20 ટકા જેટલો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. આશરે 30,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. ઉપરવાસમાં હજુ પણ પડી રહેલા વરસાદના કારણે જળ સપાટીમાં વધારો થવાની શક્યતાઓના પગલે તંત્ર એલર્ટ છે. નવસારી શહેરમાંથી 2,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા છે. શાળાઓ અને સામાજીક વાડીઓમાં સ્થળાંતરિત કરીને રાખવામાં આવ્યા છે.

  • 26 Aug 2024 07:29 PM (IST)

    અરવલ્લીના મોડાસા તાલુકાના કિશોરપુરા ગામના ખેતરો બેટમાં ફેરવાયા

    અરવલ્લીના મોડાસા તાલુકાના કિશોરપુરા ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરો નજીકથી પસાર થતા વોકળા અને કોતરોની પાળ તૂટતા વરસાદી પાણી ખેતરોમાં ઘુસ્યુ હતું. આશરે 100 વીઘા જમીનમાં પાણી ફરી વળતા, ખેડૂતોએ વાવેલા મગફળીના પાકને ભારે નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરો બેટમાં ફેરવાતા અન્ય ખેડૂતોને પણ મોટુ નુકશાન થયું છે.

  • 26 Aug 2024 07:27 PM (IST)

    ભરુચ નેશનલ હાઇવે ઉપર સુરત – મુંબઈ તરફની લેનમાં ટ્રાફિક જામ

    વરસાદ અને બિસમાર રસ્તાના કારણે ભરુચ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર સુરત – મુંબઈ તરફની લેનમાં 10 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. ટ્રક ચાલકો 24 કલાકથી જામમાં ફસાયા છે, જેઓ કલાકોથી સમસ્યા હળવી બનવાનો ઇંતેજાર કરી રહ્યા છે.

  • 26 Aug 2024 06:28 PM (IST)

    સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 237 તાલુકામાં વરસાદ, વડોદરાના પાદરામાં 11 ઈંચ વરસાદ

    ગુજરાતમાં આજે સોમવારે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 237 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વઘુ વરસાદ વડોદરાના પાદરા તાલુકામાં વરસ્યો છે. પાદરમાં સવારના 6થી સાંજના છ વાગ્યા સુધીના સમયગાળામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો આણંદના બોરસદમાં સાડા દશ ઈંચ વરસાદ નોંધાયો છે. બપોરના 12થી 2 વાગ્યા સુધીના સમયગાળામાં જ બોરસદમાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. વડોદરામાં પણ સાડા દશ ઈંચ વરસાદ વરસ્યો છે. ખેડાના નડિયાદમાં નવ, પંચમહાલના મોરવા હડફમાં પણ નવ ઈંચ અને આણંદમાં નવ ઈંચ વરસાદ વરસ્યો છે.

  • 26 Aug 2024 06:20 PM (IST)

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત, કેન્દ્રીય દળોની વધુ મદદ મોકલવા આપી ખાતરી

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત, કેન્દ્રીય દળોની વધુ મદદ મોકલવા ખાતરી આપી છે. ભૂપેન્દ્ર પટેલે, ગૃહપ્રધાન અમિત શાહ સાથે થયેલ વાત અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે.

  • 26 Aug 2024 06:15 PM (IST)

    સાબરકાંઠામાં હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ

    સાબરકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે. ખેડબ્રહ્માથી પસાર થતી હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે. હરણાવ નદીમાં ઘણા સમય બાદ, નવા નીર આવતા સ્થાનિકોમાં તેમજ નદીકાંઠાના લોકોમાં ખુશી વ્યાપી છે. હરણાવ નદીના પાણીને પગલે ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાની આશા સેવાઈ રહી છે.

  • 26 Aug 2024 06:13 PM (IST)

    વડોદરાની વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી

    વડોદરાની વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી છે. વિશ્વામિત્રી નદીની જળસપાટી 27 ફૂટને પાર કરી ગઇ છે. વિશ્વામિત્રી નદી પરનો કાલા ઘોડા બ્રિજ બંધ કરાયો છે. તંત્ર દ્વારા કાલા ઘોડા બ્રિજ અવરજવર માટે બંધ કર્યો છે. જો વિશ્વામિત્રી નદીની જળસપાટી 30 ફૂટ વટાવશે તો નદી પરના તમામ બ્રિજ બંધ કરવામાં આવશે. હાલ વિશ્વામિત્રી પરનાં તમામ બ્રિજ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

  • 26 Aug 2024 06:00 PM (IST)

    પંચમહાલના હાલોલના કંજરીમાં તળાવ ઓવરફ્લો થતા પાણી ગામમાં ઘુસ્યા

    પંચમહાલના હાલોલના કંજરીમાં તળાવ ઓવરફ્લો થતા પાણી ગામમાં ઘુસ્યા હતા. સતત વરસી રહેલા અતિભારે વરસાદને કારણે તળાવ ઓવરફ્લો થયું હતું. કંજરી ગામ સહિત આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્રણ જેસીબી લગાવી પાણીના નિકાલ માટે તંત્ર મથામણ કરી રહ્યું છે. પોલીસ, મામલતદાર સહિતનો કાફલો કંજરી ગામમાં પહોંચ્યો છે. સતત વરસાદ વરસે તો સ્થિતિ હજુ પણ બગડી શકે તેવી શક્યતા ગ્રામ્યજનો સેવી રહ્યાં છે.

  • 26 Aug 2024 05:54 PM (IST)

    કલોલના કલ્યાણપુરામાં દિવાલ પડતા પિતા પુત્રનુ મોત

    ગાંધીનગરના કલોલમાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે આજે વહેલી સવારે કલ્યાણપુરામાં એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલ પડતા પિતા અને બાળકનું મોત થયું છે. આ ઘટના બાદ પાલિકા તંત્ર અને સિટી મામલતદારે આસપાસના ઘરોમાં રહેતા લોકોને ઘર ખાલી કરી પાલિકાના રેન બસેરા માં રહેવા અપીલ કરી છે.

  • 26 Aug 2024 05:01 PM (IST)

    ગાંધીનગર સંત સરોવર બેરેજના 3 દરવાજા ખોલાયા

    ગાંધીનગરના સંત સરોવર બેરેજ સંપૂર્ણ ભરાતાં પાણીના વધારાના પ્રવાહ હેઠવાસ છોડવામાં આવેલ છે. હાલમાં લાકરોડા વિયરથી આશરે 3000 ક્યુસેક પાણી સંત સરોવર બરેજ તરફ છોડવામાં આવી રહેલ છે. સંત સરોવર બેરેજની સપાટી 55.20 મી. છે. અને 3 ગેટ ખુલ્લા રાખવામાં આવેલ છે, જેનાથી આશરે 4000 ક્યુસેક પાણી હેઠવાસ છોડવામાં આવી રહ્યું છે.

  • 26 Aug 2024 04:53 PM (IST)

    આવતીકાલ મંગળવારે ગુજરાતભરની તમામ પ્રાથમિક શાળાઓને બંધ રાખવા સુચના

    ગુજરાતમાં ભારે વરસાદને પગલે, આવતીકાલ મંગળવારના રોજ ગુજરાતભરની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાની સુચના આપવામાં આવી છે. ગુજરાતમાં આજે સવારના 6થી સાંજના 4 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 229 તાલુકામાં વરસાદ વરસ્યો છે. કેટલાક તાલુકામાં અતિભારે વરસાદ નોંધાયો છે.

  • 26 Aug 2024 04:48 PM (IST)

    સવારના 6થી સાંજના 4 વાગ્યા સુધીમાં રાજ્યના 229 તાલુકામાં વરસાદ, બોરસદમાં આભ ફાટ્યું, 10 કલાકમાં 10 ઈંચ વરસાદ

    ગુજરાતમાં આજે સોમવારે સવારના 6 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં 229 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વઘુ વરસાદ આણંદના બોરસદમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. બપોરના 12થી 2 વાગ્યા સુધીના સમયગાળામાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. વડોદરામાં પણ 10 ઈંચ વરસાદ વરસ્યો છે. આણંદમાં નવ ઈંચ, વડોદરાના પાદરામાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે.

  • 26 Aug 2024 04:41 PM (IST)

    ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર થયો પ્રભાવિત

    પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે:-

    • 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રનોલી સ્ટેશન સુધી ટર્મિનેટ થશે. • 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ રનોલી સ્ટેશનથી ઉપડશે. • 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રનોલી સ્ટેશનથી ઉપડશે.

  • 26 Aug 2024 04:01 PM (IST)

    વડોદરા શહેરમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા જળમગ્ન 

    વડોદરા શહેરમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા જળમગ્ન. સુભાનપુરા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. સુભાનપુરાના રામેશ્વર નગર, ઝાંસી રાણી સર્કલ પાણીમાં ગરકાવ થયા છે. આ વિસ્તારમાં કમર સુધી વરસાદી પાણી ભરાયા છે.

  • 26 Aug 2024 03:08 PM (IST)

    વિરમગામ પાસે હાઇવે પર પાણી ફરી વળ્યા, એક સાઈડનો માર્ગ બંધ કરાયો

    વિરમગામ પાસે હાઇવે પર પાણી ફરી વળ્યા છે. સોકલીથી માંડલ જતા વિરમગામ બાયપાસ પાસે વરસાદી પાણી ફરી વળ્યા છે. એક સાઇડનો રસ્તો વાહનચાલક માટે બંધ કરાયો છે. આજુબાજુના ખેતરમાં ભરાયેલ પાણી પણ રસ્તા પર આવ્યા છે.

  • 26 Aug 2024 03:06 PM (IST)

    ખેડા જિલ્લાની તમામ શાળા-કોલેજ 27 ઓગસ્ટે બંધ રાખવા આદેશ

    ભારે વરસાદને પગલે, ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા, ખેડા જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજ આવતી કાલે તા. 27/08/2024ના રોજ બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

  • 26 Aug 2024 02:35 PM (IST)

    નર્મદા: સરદાર સરોવર ડેમના 15 દરવાજા 2.85 મીટર ખોલાયા

    નર્મદા: સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉપરવાસથી 2 લાખ 45 હજાર 945 ક્યુસેક પાણીની આવક થઇ રહ્યો છે. ડેમની સપાટી 135.38 મીટર થઇ છે. ડેમના 15 દરવાજા 2.85 મીટર ખોલાયા છે. નર્મદા ડેમના ગેટમાંથી 3,44,179 ક્યુસેક પાણીની જાવક છે. નર્મદા નદીના ભરૂચ, નર્મદા, વડોદરાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે.

  • 26 Aug 2024 02:27 PM (IST)

    ગુજરાતમાં વરસેલા ભારે વરસાદ અંગે CMએ કરી સમીક્ષા

    રાજ્યમાં ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સમીક્ષા કરી. સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ સેન્ટરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. વીડિયો કોન્ફરન્સ મારફતે જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી. વર્તમાન સ્થિતિ, પૂરની સ્થિતિ સહિતની આપદાને પહોંચી વળવા સહિતના મુદ્દે ચર્ચા કરી. ભારે વરસાદવાળા જિલ્લાઓને આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચના આપી.

  • 26 Aug 2024 02:11 PM (IST)

    લદ્દાખમાં 5 નવા જિલ્લા બનાવવામાં આવશેઃ ગૃહ મંત્રાલય

    ગૃહ મંત્રાલયે લદ્દાખને લઈને મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું કે વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના નિર્માણના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે. અહીં ઝંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગને નવા જિલ્લા બનાવવામાં આવશે. દરેક શેરી અને વિસ્તારમાં શાસનને મજબૂત કરીને, અમે લોકોને તેમના ઘરઆંગણે લાભ પહોંચાડીશું.

  • 26 Aug 2024 02:08 PM (IST)

    ગાંધીનગર: દહેગામમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયું પાણી

    ગાંધીનગર: દહેગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે. 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેર પાણી પાણી થયુ છે. મલાવડા તળાવ અને ખજુરી તલાવડી વિસ્તાર જળમગ્ન થયા છે. 100થી વધુ લોકોને તંત્રએ સલામત સ્થળે ખસેડ્યા છે. નગરપાલિકાની ટીમે પોલીસ અને STવિભાગની મદદ લઇ સ્થળાંતર કરાવ્યું છે. લોકોને શહેરની મ્યુનિસિપલ હાઇસ્કુલ ખાતે આશરો અપાયો છે. બીમાર દર્દીઓ તેમજ ગર્ભવતી મહિલાઓને પણ સલામત સ્થળે ખસેડાયા છે.

  • 26 Aug 2024 01:10 PM (IST)

    વડોદરા: સાવલી તાલુકામાં ધોધમાર વરસાદ

    અમદાવાદઃ મણીનગરમાં રસ્તા પર બોટ ફરતી જોવા મળી. સોસાયટીની બહાર નીકળવા લોકોએ બોટનો સહારો લીધો. મણીનગર વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. ભૈરવનાથ રોડ પર વરસાદી પાણી ભરાયા છે. ભૈરવનાથ રોડથી ઈસનપુર જતા મુખ્ય રસ્તા પર પાણી ભરાયા છે. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ છે. સોસાયટીની બહાર નીકળવા લોકોએ બોટનો સહારો લીધો છે. મણિનગરમાં રસ્તાઓ પર બોટ ફરતી જોવા મળી.

  • 26 Aug 2024 11:35 AM (IST)

    તાપી: ધોધમાર વરસાદ થતા અનેક રસ્તા બંધ

    તાપી: ધોધમાર વરસાદ થતા અનેક રસ્તા બંધ થઇ ગયા છે.  વરસાદી માહોલ વચ્ચે ગ્રામીણ વિસ્તારના માર્ગો બંધ થયા છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારના 68 માર્ગ બંધ કરાયા છે. વ્યારાના 16, ડોલવણ તાલુકાના 14, વાલોડ તાલુકાના 12 રસ્તા બંધ કરાયા છે. સોનગઢ તાલુકાના 26 માર્ગ બંધ કરાયા છે. પંચાયત હસ્તકના માર્ગો બંધ કરવામાં આવ્યા છે. રસ્તા બંધ કરાતા વાહનચાલકોને ભારે હાલાકી થઇ રહી છે. જપ્ત કરેલા વાહનો પાણીમાં ગરકાવ થયા છે. કાર, મોપેડ, બાઇક પાણીમાં ગરકાવ થયા છે.

  • 26 Aug 2024 11:30 AM (IST)

    રાજ્યમાં સાર્વત્રિક 192 તાલુકામાં વરસાદ

    રાજ્યમાં સાર્વત્રિક 192 તાલુકામાં વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં અનેક તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. સૌથી વધુ પંચમહાલના મોરવા હડફમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. આણંદમાં સાડા 4 ઈંચ તો ગોધરામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. 24 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 63 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

  • 26 Aug 2024 09:46 AM (IST)

    સુરત: ભારે વરસાદ થતા 15 પરિવારોનું સ્થળાંતર કરાયું

    સુરત: ભારે વરસાદ થતા 15 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. તાપી નદી કાંઠે વસતા લોકોને તંત્રએ એલર્ટ કર્યા છે. અડાજણના રેવા નગરના 15 પરિવારનું સ્થળાંતર કરાયુ છે. તમામને સરકારી શાળામાં ખસેડવામાં આવ્યા છે. તાપી નદી અને ડુમસ દરિયા કિનારે ન જવા લોકોને અપીલ કરવામાં આવી છે. તાપી નદી પરના કોઝવેની સપાટી 9.90 મીટરે પહોંચી છે. ઉકાઈ ડેમની સપાટી 336.44 ફૂટ પર પહોંચી છે. ઉકાઈ ડેમમાંથી 2.47 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું છે.

  • 26 Aug 2024 09:43 AM (IST)

    મહીસાગરઃ લુણાવાડા-શામળાજી હાઈવે પર પાણી ભરાયા

    મહીસાગરઃ લુણાવાડા-શામળાજી હાઈવે પર પાણી ભરાયા છે. વડાગામ પાસે પાણી ભરાતા એકબાજુનો રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે. એકતરફનો રસ્તો બંધ થતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.

  • 26 Aug 2024 09:43 AM (IST)

    સાબરકાંઠાઃ ઉપરવાસમાં વરસાદથી હાથમતી નદીમાં નવા નીર

    સાબરકાંઠાઃ ઉપરવાસમાં વરસાદથી હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે. સિઝનમાં બીજીવાર હાથમતી નદીમાં નવા નીરની આવક થઇ છે. હાથમતી જળાશયમાં 1600 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. હાથમતી જળાશયમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશાલી  જોવા મળી રહી છે.

  • 26 Aug 2024 08:47 AM (IST)

    ગુજરાત પર વરસાદની ભયાનક આફતનો ખતરો તોળાયો

    ગુજરાત પર વરસાદની ભયાનક આફતનો ખતરો તોળાઇ રહ્યો છે. ગુજરાતમાં વરસાદના મહાઆક્રમણનું એલર્ટ છે. હવામાન વિભાગે આ સિઝનનું સૌથી ભયંકર વરસાદી એલર્ટ જાહેર કર્યું છે. આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે હશે. રાજ્યના અનેક જિલ્લામાં અતિભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી છે. ડિપ ડિપ્રેશનનો ભયંકર ખતરો ગુજરાત તરફ આવ્યો છે. ડિપ ડિપ્રેશનની અસરના કારણે અનેક જિલ્લામાં વરસાદી તાંડવનું રેડ એલર્ટ છે. બનાસકાંઠાના ડિસાથી માત્ર 250 કિમી દૂર ડિપડિપ્રેશન છે. 29 તારીખ સુધી ગુજરાત પર વરસાદનું ભયાનક આક્રમણ થઈ શકે છે.

  • 26 Aug 2024 08:40 AM (IST)

    તાપીઃ ઉકાઈ ડેમના 15 દરવાજા 10.05 ફૂટ ખોલાયા

    તાપીઃ ઉકાઈ ડેમના 15 દરવાજા 10.05 ફૂટ ખોલાયા છે. તાપી નદીમાં 2 લાખ 47 હજાર 261 ક્યુસેક પાણી છોડાયું છે. ઉકાઈ ડેમની સપાટી 336.44 ફૂટ પર પહોંચી છે. નદીકાંઠાના ગામડાઓને એલર્ટ કરાયા છે.

  • 26 Aug 2024 07:52 AM (IST)

    મોરબીઃ હળવદનાં ઢવાણા ગામે ટ્રેકટર પાણીમાં તણાયું

    મોરબીઃ હળવદનાં ઢવાણા ગામે ટ્રેકટર પાણીમાં તણાયું છે. ટ્રેક્ટર પાણીમાં તણાતા 6 લોકોની શોધખોળ યથાવત છે. ટ્રેકટરમાં 10 લોકો સવાર હતા. 4 લોકોને બચાવાયા છે, 6ની શોધખોળ ચાલુ છે. SDRF અને NDRFની પણ મદદ લેવામાં આવશે. SDRFની એક ટીમ મોરબીથી બચાવ કામગીરી માટે રવાના થઇ છે. NDRFની એક ટીમ રાજકોટથી રવાના થઈ છે. મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરીમાં જોડાઇ છે.

  • 26 Aug 2024 07:51 AM (IST)

    નવસારી જિલ્લામાં મેઘરાજા બતાવ્યું પોતાનું ભયાનકરૂપ

    નવસારી જિલ્લામાં મેઘરાજા પોતાનું ભયાનકરૂપ બતાવ્યું છે. નવસારીના ખેરગામમાં મેઘાએ તબાહી વરસાવી છે. ખેરગામમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. વાંસદા તાલુકામાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો ચીખલી અને ગણદેવીમાં 5-5 ઈંચ વરસાદ ખાબક્યો છે.નવસારી અને જલાલપોરમાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો છે.

Published On - Aug 26,2024 7:50 AM

Follow Us:
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી
કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી
ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા
ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા
રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video
રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video
જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video
જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video
હવે મેઘરાજા કરશે ખમૈયા ! ગુજરાતના આ વિસ્તારોમાં તાપમાનમાં થશે વધારો
હવે મેઘરાજા કરશે ખમૈયા ! ગુજરાતના આ વિસ્તારોમાં તાપમાનમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">