જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં કરાયા દાખલ-Video
મળતી માહિતી મુજબ ગણશ વિસર્જન બાદ પંડાલમા સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન તમામ લોકો એ બટાટાનું શાક અને ભાત ખાધો હતો. જે બાદ અચાનક તમામ લોકોની તબીય બગડી હતી
જામનગરના હાપામાં આવેલ એલગ્ન સોસાયટીમાં એક સાથે 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થયાનો મામલો સામે આવ્યો છે. જેમાં 30 જેટલા બાળકો સહિત 100થી વધુ લોકોને તેની અસર થઈ છે. આ તમામે તમામ લોકોને હાલ જામનગરની જી.જી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોસ્પિટલ ખીચોખીચ થઇ ગયુ છે. તબીબી સ્ટાફ પણ તાત્કાલિક દોડતો થઇ ગયો.
100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ
મળતી માહિતી મુજબ સોસાયટીમાં ગણેશજી બેસાડ્યા છે. આ દરમિયાન પંડાલમા સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન તમામ લોકો એ બટાટાનું શાક અને ભાત ખાધો હતો. જે બાદ અચાનક તમામ લોકોની તબીય બગડી હતી. ઝાડા અને ઉલ્ટી સાથે લોકોની તબિયત ખરાબ થતા તાત્કિલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
સોસાયટીમાં લીધુ હતુ સમુહ ભોજન
બટેટાના શાક સાથે ભાત ખાધા બાદ તમામ લોકોની તબિયત બગડી હતી. જે બાદ તમામને જી.જી. હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે આ દરમિયાન આખી હોસ્પિટલ અસરગ્રસ્તોથી ઉભરાય ગઈ હતી. ત્યારે તબીબોએ તાત્કાલિક સારવાર શરુ કરી છે. આ ઘટનાની જાણ બાદ આરોગ્ય વિભાગે પણ તપાસ હાથ ધરી છે.