Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025ની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2025 | 10:57 PM

આજે 22  માર્ચને  શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

IPL 2025ની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું
IPL 2025 KKR vs RCB

આજે 22  માર્ચને  શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Mar 2025 10:52 PM (IST)

    RCBએ KKRને 7 વિકેટથી હરાવ્યું

    IPL 2025ની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટથી હરાવ્યું, લિયામ લિવિંગસ્ટને બાઉન્ડ્રી ફટકારી ટીમને જીત અપાવી.

  • 22 Mar 2025 10:41 PM (IST)

    પાટીદાર 34 રન બનાવી આઉટ

    RCB કેપ્ટન રજત પાટીદાર આક્રમક 34 રન બનાવી થયો આઉટ, વૈભવ અરોરાએ લીધી વિકેટ

  • 22 Mar 2025 10:28 PM (IST)

    કોહલીની ફિફ્ટી

    વિરાટ કોહલીની દમદાર ફિફ્ટી, જોરદાર બાઉન્ડ્રી મારી ફિફ્ટી પૂરી કરી, 30 બોલમાં ફટકારી આક્રમક અર્ધસદી

  • 22 Mar 2025 10:22 PM (IST)

    RCBને બીજો ઝટકો

    RCBને બીજો ઝટકો, દેવદત્ત પડિકલ 10 રન બનાવી થયો આઉટ, સુનિલ નારાયણે લીધી વિકેટ

  • 22 Mar 2025 10:09 PM (IST)

    સોલ્ટ ફિફ્ટી ફટકારી આઉટ

    RCBને પહેલો ઝટકો, ફિલ સોલ્ટ આક્રમક ફિફ્ટી ફટકારી થયો આઉટ, વરુણ ચક્રવર્તીએ લીધી વિકેટ

  • 22 Mar 2025 10:06 PM (IST)

    ફિલ સોલ્ટની ફિફ્ટી

    ફિલ સોલ્ટની આક્રમક ફિફ્ટી, 26 બોલમાં ફટકારી અર્ધસદી, 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા

  • 22 Mar 2025 09:58 PM (IST)

    પાવરપ્લે બાદ RCB 80-0

    પાવરપ્લે બાદ RCB નો સ્કોર 80, સોલ્ટ-વિરાટની આક્રમક બેટિંગ

  • 22 Mar 2025 09:47 PM (IST)

    RCB નો સ્કોર 50ને પાર

    IPL 2025: કોહલી-સોલ્ટની આક્રમક બેટિંગ, RCB નો સ્કોર 50ને પાર

  • 22 Mar 2025 09:15 PM (IST)

    RCB ને જીતવા 175 નો ટાર્ગેટ

    કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 174/8, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને જીતવા 175 રનનો ટાર્ગેટ

  • 22 Mar 2025 09:12 PM (IST)

    કોલકાતાને આઠમો ઝટકો

    કોલકાતાને આઠમો ઝટકો, હર્ષિત રાણા 5 રન બનાવી થયો આઉટ

  • 22 Mar 2025 09:07 PM (IST)

    ઘુવંશી 30 રન બનાવી આઉટ

    કોલકાતાને સાતમો ઝટકો, રઘુવંશી 30 રન બનાવી થયો આઉટ, યશ દયાલે લીધી વિકેટ

  • 22 Mar 2025 08:51 PM (IST)

    કોલકાતાને છઠ્ઠો ઝટકો

    કોલકાતાને છઠ્ઠો ઝટકો, સુયશ શર્માએ આન્દ્રે રસેલને કર્યો ક્લીન બોલ્ડ, રસેલે પહેલા બોલે બાઉન્ડ્રી ફટકારી, બીજા બોલ પર ક્લીન બોલ્ડ

  • 22 Mar 2025 08:47 PM (IST)

    કૃણાલ પંડ્યાએ રિંકુ સિંહને કર્યો ક્લીન બોલ્ડ

    કોલકાતા નાઈટ રાઈડર્સને પાંચમો ઝટકો, કૃણાલ પંડ્યાએ રિંકુ સિંહને કર્યો ક્લીન બોલ્ડ, કૃણાલ પંડ્યાની ત્રીજી વિકેટ

  • 22 Mar 2025 08:37 PM (IST)

    વેંકટેશ અય્યર સસ્તામાં આઉટ

    કોલકાતાને ચોથો ઝટકો, વેંકટેશ અય્યર સસ્તામાં આઉટ, કૃણાલ પંડ્યાએ લીધી વિકેટ, કૃણાલ પંડ્યાએ વેંકટેશ અય્યરને ક્લીન બોલ્ડ કર્યો

  • 22 Mar 2025 08:29 PM (IST)

    KKRને બે ઓવરમાં બે મોટા ઝટકા

    કોલકાતાને બે ઓવરમાં બે મોટા ઝટકા, રહાણે અને નારાયણ આઉટ, નારાયણ 6 રન માટે ફિફ્ટી ચૂકી ગયો

  • 22 Mar 2025 08:25 PM (IST)

    નારાયણ રન બનાવી આઉટ

    10 ઓવર બાદ KKR 107/2, નારાયણ 44 રન બનાવી થયો આઉટ, રસિક સલામ દારે લીધી વિકેટ

  • 22 Mar 2025 08:16 PM (IST)

    રહાણેની આક્રમક ફિફ્ટી

    કેપ્ટન અજિંક્ય રહાણેની 25 બોલમાં આક્રમક ફિફ્ટી, અજિંક્ય રહાણેએ જોરદાર સિક્સર ફટકારી ફિફ્ટી પૂર્ણ કરી, KKRની મજબૂત બેટિંગ

  • 22 Mar 2025 08:00 PM (IST)

    6 ઓવર બાદ KKRનો સ્કોર 60/1 

    પાવરપ્લેમાં KKRની પાવરફૂલ બેટિંગ, સ્કોર 50 ને પાર, રહાણે-નારાયણની આક્રમક બેટિંગ, 6 ઓવર બાદ KKRનો સ્કોર 60/1

  • 22 Mar 2025 07:51 PM (IST)

    રહાણેની શાનદાર બે સિક્સર

    કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ પોતાના અનુભવ અને ક્લાસનું પ્રદર્શન કરતા શાનદાર બે સિક્સર ફટકાર્યા હતા.

  • 22 Mar 2025 07:35 PM (IST)

    ડી કોક ચાર રન બનાવી આઉટ

    કોલકાતાને પહેલો ઝટકો, ડી કોક ચાર રન બનાવી થયો આઉટ

  • 22 Mar 2025 07:12 PM (IST)

    KKR અને RCB 35મી વખત આમને-સામને

    IPL 2025 ની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે છે. IPL ના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે બંને ટીમો શરૂઆતની મેચમાં આમને-સામને છે. એકંદરે, KKR અને RCB IPLમાં 35મી વખત આમને-સામને છે.

  • 22 Mar 2025 07:03 PM (IST)

    વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના જૂના સાહિત્યએ સર્જ્યો વિવાદ

    સ્વામિનારાયણ સંપ્રદાયનું વધુ એક સાહિત્ય વિવાદનું કારણ બન્યું છે. આ વખતે ગોપાળાનંદ સ્વામીની વાર્તાના પુસ્તકમાં કરાયેલા ઉલ્લેખે સનાતનીઓને છંછેડ્યા છે. પુસ્તકમાં ભક્તને ટાંકતા ગોપાળાનંદ સ્વામીએ લખ્યું છે કે, દ્વારકામાં હવે ભગવાન છે જ નહીં, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જવું જોઇએ. પુસ્તકમાં દાવો છે કે વડતાલમાં જ ભક્તોના તમામ મનોરથ પૂર્ણ થશે. પુસ્તકમાં વિવાદીત લખાણ સામે આવતા દ્વારકાના ગુગળી બ્રાહ્મણોમાં રોષ ફાટ્યો છે.

    બીજી તરફ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. શંકરાચાર્યનો દાવો છે કે પાછલા ચાર પાંચ વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય સનાતન પર હુમલા કરી રહ્યું છે અને આ સિલસિલો યથાવત છે, તેઓએ સલાહ આપી કે, હિંદુ સંપ્રદાયો અંદરો અંદર જ લડશે તો વિધર્મીઓનો સામનો કેવી રીતે કરીશું.

  • 22 Mar 2025 06:58 PM (IST)

    DGGI ઓફશોર ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પર મોટી કાર્યવાહી

    • DGGI ઓફશોર ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પર મોટી કાર્યવાહી
    • કરચોરી રોકવા માટે DGGIની સૌથી મોટી કાર્યવાહી
    • 357 ગેરકાયદે ઓફશોર ઓનલાઈન ગેમિંગ કંપનીઓની વેબસાઈટ અને URL બ્લોક
    • કાર્યવાહી દરમિયાન DGGIએ 2400 બેંક ખાતા સીઝ કર્યા
    • 2400 જેટલા બેંક ખાતામાં 126 કરોડ રૂપિયા પણ ફ્રીઝ કર્યા
    • ઓનલાઈન મની ગેમિંગ એપમાં સ્થાનિક અને વિદેશી ઓપરેટરોનો સમાવેશ
    • GST હેઠળ ફરજિયાત નોંધણી છતાં નિયમ વિરુદ્ધ ચાલતી હતી ગેમિંગ એપ
    • 700 જેટલી મની ગેમિંગ, સટ્ટાબાજીમાં સામેલ કંપનીઓ સામે તપાસ
  • 22 Mar 2025 06:11 PM (IST)

    રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતો વીડિયો વાયરલ

    રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. રાજ્યમાં એક બાદ એક બુટલેગરો સામે કાર્યવાહી થઇ રહી છે…જો કે અહીં તો મહિલા જાહેરમાં જ દારૂ વેચી રહી છે. દેશી દારૂની પોટલીઓ વેચાઇ રહી છે અને તે પણ કોઇ રોકટોક વગર માત્ર દારૂનું વેચાણ જ નથી થઇ રહ્યું. જો કે અહીં તો દારૂડિયાઓ પણ બેફામ થયા છે. દારૂ પી ભાન ભૂલેલો ઈસમનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો રાજકોટના હુડકો ચોકડી નજીકનો છે. હુડકો ચોકડી નજીક ખુલ્લેઆમ થઈ રહ્યું છે દેશી દારૂનું વેચાણ. સોશ્યલ મીડિયામાં દારૂડિયા અને દારૂ વેચાણના વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે. સવાલ એ છે કે શું દારૂબંધીનો ભંગ કરતા આરોપીઓ સામે શું પોલીસ કોઇ કાર્યવાહી કરશે.

  • 22 Mar 2025 06:09 PM (IST)

    અમદાવાદ પોલીસે 150 અસામાજિક તત્વોની યાદી બનાવી

    ગુજરાતમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામો પર તંત્રની કડક કાર્યવાહી યથાવત છે અને રાજ્યભરમાંથી અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં રોજે રોજ આ કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદમાં પોલીસે 150 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી છે જેમાં સરખેજ, વેજલપુર, વાસણા, એલિસબ્રિજ, આનંદનગર સહિતના વિસ્તારોના ગુનેગારોનો સમાવેશ થાય છે…જ્યારે કે ઉત્તર ગુજરાતના પાટણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગુંડાતત્વોના ગેરકાયદે દબાણો અને કેબીનોને તોડી પડાઈ. સાથે જ ભરૂચના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગમાં અસામાજિક તત્વોના ઘરે કોમ્બિંગ હાથ ધરાયું અને 2 ગેરકાયદે દબાણોને તોડી પડાયા. તો પોરબંદરમાં પણ પોલીસ અસામાજિક તત્વો વિરુદ્ધ એક્શન મોડમાં જોવા મળી. લગભગ 71 જેટલાં લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરાઈ. 10 લોકોના ગેરકાયદે વીજ કનેક્શન કટ કરવામાં આવ્યા. તો કુલ 13 લાખથી વધુનો દંડ પણ ફટકારાયો.

  • 22 Mar 2025 04:49 PM (IST)

    દેવભૂમિદ્વારકાઃ જગત મંદિર નજીક આખલાનો આતંક

    • દેવભૂમિદ્વારકાઃ જગત મંદિર નજીક આખલાનો આતંક
    • આખલાના આતંકનો વીડિયો થયો વાયરલ
    • આખલા યુદ્ધને પગલે સ્થાનિકોમાં સર્જાઇ દોડધામ
    • દ્વારકામાં રખડતા ઢોરના ત્રાસથી રહીશો પરેશાન
    • આખલાના ત્રાસ સામે કાર્યવાહી ન કરાતા રોષ
    • ઢોરની સમસ્યાનો ઠોસ ઉકેલ લાવવા લોકોની માંગ
  • 22 Mar 2025 04:48 PM (IST)

    અમદાવાદઃ કુખ્યાત આરોપીની ગેરકાયદે મિલકત પર જુહાપુરામાં ડિમોલિશનની કાર્યવાહી

    • અમદાવાદઃ કુખ્યાત આરોપીની ગેરકાયદે મિલકત પર જુહાપુરામાં ડિમોલિશનની કાર્યવાહી
    • નામચીન આરોપી મોહમ્મદ મુશીર કુરેશીની ગેરકાયદે મિલકત તોડી પાડવામાં આવી
    • ‘મુશીરની હવેલી’ તરીકે ઓળખાતી ગેરકાયદે મિલકત પર ફર્યુ બુલડોઝર
    • અંદાજે ૪ વિઘામાં બનાવ્યો હતો આલીશાન બંગલો
    • સ્વીમિંગ પુલ, બાળકો માટે રમતના સાધનો સહિતની હતી સુવિધા
    • બંગલાની જગ્યા માલિકીની છે પણ ત્યાં મંજૂરી વગર બાંધકામ કરવામાં આવતા ડિમોલિશન કરાયું
    • મોહમ્મદ મુશીર પર જુગાર, આર્મ્સ એક્ટ સહિતના અનેક ગુના નોંધાયેલા
    • વેજલપુરમાં ખંડણી, જમીન, મકાન કે દુકાન પડાવી લેવા સહિતની ગુનાહિત પ્રવૃત્તિમાં પણ સંડોવણી
    • મોહમ્મદ મુશીરના અન્ય સાગરીતો પર પણ થશે કાર્યવાહી
  • 22 Mar 2025 04:47 PM (IST)

    USના વર્જિનિયામાં ગુજરાતી પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

    • USના વર્જિનિયામાં ગુજરાતી પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા
    • મૂળ મહેસાણાના કનોડાના વતની પટેલ પરિવારની એકોમેક કાઉન્ટીમાં હત્યા
    • અશ્વેત ઈસમે સ્ટોરમાં ઘુસી માથામાં ગોળી મારી હત્યાને આપ્યો અંજામ
    • 56 વર્ષીય પિતા પ્રદિપ પટેલનું ઘટનાસ્થળે જ મોત
    • 24 વર્ષીય પુત્રી ઉર્વી પટેલનું 36 કલાકની સારવાર બાદ મોત
    • US પોલીસે ગોળીબાર કરનાર ઈસમની કરી ધરપકડ
  • 22 Mar 2025 04:47 PM (IST)

    અમદાવાદ: કચરાની ગાડીએ લીધો બાળકનો જીવ

    • અમદાવાદ: કચરાની ગાડીએ લીધો બાળકનો જીવ
    • કચરાની ગાડીએ 2 વર્ષના બાળકને કચડ્યું
    • જશોદાનગરના મેલડી માતા મંદિર પાસેની ઘટના
    • બાળકના મોતથી પરિજનોમાં શોકનો માહોલ
  • 22 Mar 2025 04:47 PM (IST)

    છોટાઉદેપુરઃ આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી

    • છોટાઉદેપુરઃ આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી
    • એક્સપાઈરી દવાઓ જાહેરમાં રઝળતી નજરે પડી
    • બોડેલીના તાડકાછલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો વીડિયો વાયરલ
    • પી.એમ રૂમના પાસે દવાનો જથ્થો રઝળતો જોવા મળ્યો
    • જાગૃત નાગરિકે સોશિયલ મીડિયા પર વીડિયો કર્યો વાયરલ
  • 22 Mar 2025 04:46 PM (IST)

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદન પર રાજનીતિ

    • પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદન પર રાજનીતિ
    • વિજય રૂપાણીના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર
    • ગાંધીના ગુજરાતમાં ગૂંડાઓનું રાજ સર્જાયું છેઃ હેમાંગ રાવલ
    • “ગૂંડાઓ તલવારબાજી કરીને ખાખીને પડકારી રહ્યા છે”
    • “રૂપાણીના શાસનમાં જ ગૂંડા એક્ટ બનાવાયો હતો”
    • “ગૂંડા એક્ટનો આજેપણ રાજ્યમાં અમલ નથી થઇ શક્યો”
  • 22 Mar 2025 04:46 PM (IST)

    અમરેલીઃ અસામાજિક તત્વો સામે પોલીસની ઝુંબેશ

    • અમરેલીઃ અસામાજિક તત્વો સામે પોલીસની ઝુંબેશ
    • અસામાજિક તત્વોએ કરેલા દબાણો પર ફરી વળ્યું બુલડોઝર
    • પોલીસ બુલડોઝર ફેરવે તે પહેલા ગુનાખોરો થયા સીધાદોર
    • પોલીસની કાર્યવાહી પહેલા જ અસામાજિક તત્વોએ સ્વૈચ્છિક દબાણ દૂર કર્યું
    • ઓમનગર વિસ્તારમાં મકાન બનાવી કર્યું હતું દબાણ
    • પોલીસના બંદોબસ્ત વચ્ચે મકાન ઉપર ફર્યું બુલડોઝર
    • આરોપી વિરૂદ્ધ ખંડણી સહિતના 29 ગુના નોંધાયેલા
  • 22 Mar 2025 04:45 PM (IST)

    પાઠ્યપુસ્તકોના ભાવ ઘટાડી વાલીઓને રાહત આપવા કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલની માંગ

    નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થિઓને પાઠ્ય પુસ્તકોના ભાવમાં રાહત આપવામાં આવે. આ માગ કરી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે.

    • પાઠ્યપુસ્તકોના ભાવ ઘટાડી વાલીઓને રાહત આપવા કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલની માંગ
    • પાઠય પુસ્તક મંડળની નફો રળવાની નીતિ પર કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલના આક્ષેપ
    • રાજ્ય સરકારની આંખે પટ્ટી બાંધી પાઠ્યપુસ્તક મંડળ મોંઘા ભાવે પુસ્તકો વેચીને નફો રળે છે
    • ખૂટતા ઓરડા, શિક્ષકોની ઘટની અસર વિધાર્થીના રિઝલ્ટમાં દેખાય નહી તે માટે વિવિધ વિષયોમાં સરકારે ચેપ્ટર ઘટાડ્યા
    • જુના પુસ્તકોમાં પેજ વધારે, નવામાં પેજ ઓછા છતાં ભાવ સરખો રાખીને નફો કમાવવાનું કૌભાંડ?
    • 107 ના બદલે 53.50 રૂપિયે પાઠયપુસ્તક મંડળે પેપર ખરીદ્યા પણ ભાવ ના ઘટાડ્યો
    • કાગળ અડધા ભાવે ખરીદ્યા પછી પુસ્તકોની કિંમતમાં ૫૦% રાહત મળવી જોઈએ
    • ચાલુ વર્ષે 53.50 રૂપિયાના ભાવે પેપર ખરીદતા સરકારને 275 કરોડનો સીધો ફાયદો થયો
    • 2024માં 30 ટકા કોર્ષ તેમજ પેજ ઓછા થયા છતાં પુસ્તકનો ભાવ ના ઘટ્યો
    • પાઠયપુસ્તક મંડળ વિધાર્થીઓનો ફાયદો લઈને લૂંટ ચલાવી રહી છે
  • 22 Mar 2025 04:44 PM (IST)

    આણંદઃ BOBના લોકરમાંથી દાગીના ચોનાર આરોપી હાજર થયો

    • આણંદઃ BOBના લોકરમાંથી દાગીના ગુમ થવાનો કેસ
    • આરોપી 6 મહિના બાદ જાતે જ પોલીસ સમક્ષ હાજર થયો
    • આરોપી પટાવાળા હાલ 7 દિવસના રિમાન્ડ પર
    • 60 તોલા સોનું અને 10 લાખની રોકડ થઈ હતી ગુમ
    • બેંકના પટાવાળા વિપુલ કેસરિયા પર ચોરીનો આરોપ
    • આગોતરા જમીન માટે કોર્ટના ચક્કર બાદ આરોપીએ કર્યું સરેન્ડર
  • 22 Mar 2025 02:26 PM (IST)

    ભરૂચના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગના અસામાજીક તત્વો પર કાર્યવાહી

    ભરૂચના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગના અસામાજીક તત્વો પર કાર્યવાહી કરવામાં આવી. અસામાજીક તત્વોના ઘરે કોમ્બિંગ હાથ ધરાયુ. 1 ઇસમને તડીપાર કરાયો, 2ના ગેરકાયદેસર દબાણો તોડી પડાયા. 10 આરોપીઓના વીજ જોડાણ કાપી 1.2 લાખનો દંડ ફટકાર્યો. કુલ 37 લોકો ઉપર પોલીસ કાર્યવાહી કરાઈ.

  • 22 Mar 2025 02:13 PM (IST)

    સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી યથાવત્

    સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી યથાવત્ જોવા મળી રહી છે. કુખ્યાત સજ્જુના ભાઈના સામે પણ તવાઈ બોલાવાઈ. આરીફ કોઠારીના જુગારધામ પર બુલડોઝર ચાલ્યુ. આરીફ સામે 22 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જુગાર, રાયોટિંગ મારામારી સહિતના ગુના નોંધાયેલા છે. સજજુને લાજપોર જેલની બહારથી ભગાડવામાં પણ આરીફનો હાથ હતો.રાંદેર પોલીસ અને SMCની ટીમ દ્વારા ડિમોલિશન કરાયું.

  • 22 Mar 2025 01:44 PM (IST)

    પંચમહાલઃ પ્રાંત અધિકારીને ધમકી આપનાર આરોપીઓની ધરપકડ

    પંચમહાલઃ પ્રાંત અધિકારીને ધમકી આપનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગેરકાયદે રીતે લાકડા લઈ જતા લોકોએ પ્રાંત અધિકારીની ગાડીને ઘેરી હતી. પ્રાંત અધિકારી અને સાથેના કર્મચારીઓને મોતની ધમકી આપી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ગાડીને પ્રાંત કચેરીની બદલે અન્ય જગ્યા પર લઈ જતો વીડિયો પણ સામે આવ્યો. પોલીસે આરોપીઓની ધકપકડ કરી વધુ તપાસ હાથ ધરી.

  • 22 Mar 2025 01:22 PM (IST)

    અમદાવાદઃ ત્રણ આરોપીઓના ઘરે ગેરકાયદે વીજ જોડાણ કપાયું

    અમદાવાદઃ શહેર કોટડામાં કુખ્યાત આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણ આરોપીઓના ઘરે ગેરકાયદે વીજ જોડાણ કપાયું. અયુબ હુસૈન ઉર્ફે પતલી, સોએબ હુસૈન ઉર્ફે કોયલ તેમજ અરબાઝ સલીમ ઘાંચીના ઘરેથી ગેરકાયદે વીજ જોડાણ કાપવામાં આવ્યું. ટોરેન્ટના અધિકારીઓને સાથે રાખી ગેરકાયદે વીજ જોડાણ દૂર કરવામાં આવ્યું. આરોપીઓ સામે વીજ ચોરી અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી.

  • 22 Mar 2025 12:37 PM (IST)

    મહારાષ્ટ્ર: નાસિકમાં ધોળા દિવસે જાહેરમાં જ યુવતીનું અપહરણ

    મહારાષ્ટ્ર: નાસિકમાં ધોળા દિવસે જાહેરમાં જ યુવતીનું અપહરણ કર્યુ. પતિએ જ મિત્રોની મદદથી પત્નીનું અપહરણ કર્યું. અપહરણનો સમગ્ર ઘટનાક્રમ CCTVમાં કેદ થયો છે. નારાજ પત્ની ઘર છોડીને જતી રહી હતી. યુવતી તેની માતા સાથે હતી ત્યારે અપહરણ કરાયું. યુવકે સાસુને માર માર્યો અને પત્નીનું અપહરણ કર્યું. પોલીસે યુવતીને મુક્ત કરાવી પતિની ધરપકડ કરી.

  • 22 Mar 2025 12:05 PM (IST)

    વડોદરાઃ SRP ગ્રુપ 9ના સ્ટોરમાં લાગી આગ

    વડોદરાઃ SRP ગ્રુપ 9ના સ્ટોરમાં આગ લાગી છે. આગ લાગતા સ્ટોરનો સામાન બળીને ખાખ થઇ છે. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. SRPની ટીમ પણ આગ પર કાબૂ મેળવવામાં જોતરાઈ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઇ.

  • 22 Mar 2025 11:57 AM (IST)

    વડોદરાઃ ACમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા આધેડનું મોત

    વડોદરાઃ ACમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા આધેડનું મોત થયુ. સયાજીપુરામાં આવેલી વિનાયક રેસિડેન્સીમાં દુર્ઘટના બની. પાંચમા માળે મકાનમાં આગ લાગ્યા બાદ આધેડ ભડથું થયા. હાલોલમાં ખાનગી કંપનીમાં નોકરી કરતાં આધેતનું મોત થયુ. મૃતક બીમાર હોવાથી છેલ્લા બે માસથી ઘરે જ રહેતા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો.

  • 22 Mar 2025 10:46 AM (IST)

    પંચમહાલ: ટ્રેનમાં ફેરી કરતા ફેરિયાઓની દાદાગીરી

    પંચમહાલ: ટ્રેનમાં ફેરી કરતા ફેરિયાઓની દાદાગીરી સામે આવી છે.  સીટ પર બેસવા બાબતે 4 ફેરિયાઓએ મુસાફર પર હુમલો કર્યો. આણંદ-વડોદરા વચ્ચે સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનની ઘટના છે. જનરલ કોચમાં બેસવા બાબતે વડાપાઉં વેચનારા અને મુસાફર વચ્ચે માથાકૂટ થઈ. અન્ય ફેરિયાઓએને બોલાવી મુસાફર પર  હુમલો કર્યો.

  • 22 Mar 2025 08:21 AM (IST)

    જામનગરઃ રખડતા ઢોરને કારણે યુવકનો ગયો જીવ

    જામનગરઃ રખડતા ઢોરને કારણે યુવકનો જીવ ગયો. રસ્તા વચ્ચે ગાય આવી જતાં અકસ્માત થયો. ગોકુલનગર રડાર રોડ પાસે દુર્ઘટના બની. સ્કૂટરની વચ્ચે ઢોર આવી જતાં યુવક ફંગોળાયો.  જામનગર કોળી સમાજના પ્રમુખના પુત્રનું કરુણ મોત થયુ છે.

  • 22 Mar 2025 07:21 AM (IST)

    13 વર્ષીય સગીરાએ કાર હંકારી અકસ્માત કર્યો

    અમદાવાદનાં કુબેરનગર વિસ્તારમાં 13 વર્ષીય સગીરાએ કાર હંકારી અકસ્માત કર્યો જેમાં સ્કુટર ચાલક નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. અકસ્માત બાદ સગીરા અને તેનો પરિવાર ફરાર છે. ટ્રાફિક પોલીસે પણ સમગ્ર મામલે સગીરાના માતા પિતા વિરુદ્ધ એમ. વી એક્ટ 199 મુજબની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માત બાદ ગાડી ટ્રાફિક પોલીસ કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે.

  • 22 Mar 2025 07:20 AM (IST)

    દેવભૂમિ દ્વારકા: ખંભાળિયાનાં 16 વર્ષીય સગીરની હત્યાનો કેસ

    દેવભૂમિ દ્વારકા: ખંભાળિયાનાં 16 વર્ષીય સગીરની હત્યાના કેસમા ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી ઝડપ્યો. રાજસ્થાનના જેસલમેરથી હત્યારો મિત્ર ઝડપાયો છે. આરોપીએ મોજ શોખ માટે મિત્રની સોનાની ચેન લૂંટી હતી. મિત્રનું ગળું કાપી હત્યા કરી મૃતદેહને ખાડામાં ફેંકી દીધો હતો. પોલીસે આરોપીને ઝડપીને વધુ તપાસ શરૂ કરી.

Published On - Mar 22,2025 7:16 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">