AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

22 જુલાઈના મહત્વના સમાચાર : પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનની દુબઈથી ધરપકડ, પૂર્વ મેનેજર સાથે ચાલી રહ્યો છે વિવાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2024 | 7:29 AM
Share

Gujarat Live Updates : આજ 22 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

22 જુલાઈના મહત્વના સમાચાર : પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનની દુબઈથી ધરપકડ, પૂર્વ મેનેજર સાથે ચાલી રહ્યો છે વિવાદ

આજે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના ત્રણ-ત્રણ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે. તો મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.  છેલ્લા 22 કલાકમાં રાજ્યના 137 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 8 ઈંચ તો સુરતના પલસાણામાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો.  રાજ્યમાં ચાંદીપુરાએ મચાવ્યો કહેર. 32 બાળકોના શંકાસ્પદ મોત થયા છે. તો 20થી વધુ જિલ્લામાં અત્યારસુધી 84 ચાંદીપુરાના શંકાસ્પદ કેસ નોંધાયા છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકી હુમલાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. સેનાના કેમ્પ પર આતંકવાદીઓએ  ફાયરિંગ કર્યું હતું. સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન શરૂ થયુ. આજથી સંસદનું બજેટસત્ર શરૂ થશે. 12 ઓગસ્ટ સુધી 6 બિલ રજૂ કરાશે. આવતીકાલે પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે.  બાઈડન રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નહીં લડે. કહ્યું અમેરિકા અને પાર્ટીના હિતમાં નિર્ણય કર્યો. મૂળ ભારતીય કમલા હેરિસને બાઈડને સમર્થન આપ્યુ. તો હેરિસે કહ્યું ટ્રમ્પના એજન્ડાને હરાવીશું.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Jul 2024 06:28 PM (IST)

    પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનની દુબઈથી ધરપકડ, પૂર્વ મેનેજર સાથે ચાલી રહ્યો છે વિવાદ

    પીઢ પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનની દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પૂર્વ મેનેજરે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

  • 22 Jul 2024 05:13 PM (IST)

    લાલુ યાદવ સમજતા નથી અથવા બિહારના લોકોની મજાક કરે છે : ગિરિરાજ સિંહ

    બિહારને ‘સ્પેશિયલ સ્ટેટ’નો દરજ્જો આપવાના કેન્દ્ર સરકારના ઇનકાર પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, લાલુ પ્રસાદ યાદવ કાં તો સમજતા નથી અથવા બિહારના લોકો સાથે મજાક કરી રહ્યા છે. જ્યારે તેઓ કોંગ્રેસના ખોળામાં બેઠા હતા અને ‘કિંગ મેકર’ બન્યા હતા, તે સમયે પણ વિશેષ દરજ્જાનો કાયદો હતો જ. તેઓ કેમ તે સમયે બિહાર માટે વિશેષ દરજ્જો ના અપાવી શક્યા. PM નરેન્દ્ર મોદીએ બિહાર માટે 1.25 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે. 2 લાખ કરોડ રૂપિયા બિહારમાં ખર્ચ્યા છે.

  • 22 Jul 2024 04:41 PM (IST)

    સંસદમાં પ્લેકાર્ડ સ્વીકાર્ય નથી: લોકસભા સ્પીકર બિરલા

    લોકસભા સ્પીકર ઓમ બિરલાએ બીએસી બેઠકમાં પાર્ટીના નેતાઓને કહ્યું કે, તમે ગૃહમાં વિરોધ કરી શકો છો, પરંતુ પ્લેકાર્ડ સ્વીકાર્ય નથી. જો કોઈ ગૃહમાં વિરોધ પ્રદર્શનમાં પ્લેકાર્ડ બતાવશે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.

  • 22 Jul 2024 04:35 PM (IST)

    દ્વારકાના ચાચલાણા ગામે વરસાદી પાણી ભરાયાં, કલ્યાણપુરને જોડતો રસ્તો બંધ થયો

    દ્વારકાના ચાચલાણા ગામે વરસાદી પાણી ભરાયાં. કલ્યાણપુરને જોડતો રસ્તો બંધ થયો છે.  બેઠાપુલ પર પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ છે. ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે. માલઢોર અને લોકોએ અન્ય સલામત જગ્યા પર સ્થળાંતર થવું પડ્યું છે. અમુક લોકો મકાનની છત પર બેસી દિવસ પસાર કરવા મજબૂર બન્યા હોવાનું સામે આવ્યું છે. અનેક વખત રજૂઆત છતા પુલ બાબતે કોઈ યોગ્ય ઉકેલ નથી આવી રહ્યો તેવી ફરિયાદ લોકો કરી રહ્યાં છે.

  • 22 Jul 2024 03:03 PM (IST)

    બાંગ્લાદેશમાં ભડકેલી હિંસામાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ પરત ફર્યા

    બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને પરિણામે સહીસલામત વતન પરત આવી ગયા છે. CM ભૂપેન્દ્ર પટેલે બાંગ્લાદેશમાં MBBSના અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ ત્યાં સર્જાયેલી હિંસા અને અન્ય ઘટનાઓમાંથી હેમખેમ પોતાના માતા-પિતા અને પરિવાર પાસે આવી જાય તેની વ્યવસ્થાના સંકલન માટે રાજ્યના બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને તાત્કાલિક યોગ્ય સંકલન કરવા સૂચનાઓ આપી હતી.

  • 22 Jul 2024 12:32 PM (IST)

    રાજકોટ : ધોરાજીના પીપળીયામાં ભારે વરસાદથી હાલાકી

    રાજકોટ : ધોરાજીના પીપળીયામાં ભારે વરસાદથી હાલાકી સર્જાઇ છે. પીપળીયામાં અનરાધાર 6 ઇંચ વરસાદથી ગામ પાણી પાણી થયા છે. ભારે વરસાદને કારણે ગામમાં નદીઓ વહેતી થઇ છે. ઇન્દિરા નગર વિસ્તારના અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. સમગ્ર સોસાયટીમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. પીપળીયા ગામથી ઇન્દિરા નગર સોસાયટી તરફ જવાનો રસ્તો બંધ થયો છે.

  • 22 Jul 2024 11:46 AM (IST)

    વલસાડ: ધોધમાર વરસાદથી મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક

    વલસાડ: ધોધમાર વરસાદથી મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. મધુબન ડેમની સપાટી 72.25 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં વરસાદથી ડેમમાં 29 હજાર 261 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમનું રુલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડાયું છે. મધુબન ડેમના 6 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે. 14,883 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. દમણગંગા નદીના પટમાં લોકોને ન જવા તંત્રની સૂચના આપી છે.

  • 22 Jul 2024 11:45 AM (IST)

    ગીર સોમનાથ : ઉનાની મછુન્દ્રી નદીમાં આવ્યું ઘોડાપૂર

    ગીર સોમનાથ : ઉનાની મછુન્દ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મછુન્દ્રી નદીમાં સીઝનમાં બીજી વાર ઘોડાપૂર આવ્યું છે. ગીર જંગલમાં ભારે વરસાદને કારણે મછુન્દ્રી નદી ગાંડીતૂર બની છે. લોકોને નદીના પટથી દૂર રહેવા વહીવટી તંત્રએ સૂચના આપી છે.

  • 22 Jul 2024 11:43 AM (IST)

    સંસદના ચોમાસુ સત્રમાં PM મોદીનું સંબોધન

    પીએમ મોદીએ કહ્યું કે, આજે શ્રાવણનો પહેલો સોમવાર છે. આ શુભ દિવસે એક મહત્વપૂર્ણ સત્ર શરૂ થઈ રહ્યું છે. હું દેશવાસીઓને સાવનનાં પહેલા સોમવારે શુભેચ્છા પાઠવું છું. સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આજે આખા દેશની નજર તેના પર છે. સત્ર સકારાત્મક અને લોકોલક્ષી હોવું જોઈએ અને દેશવાસીઓના સપના પૂરા કરવા જોઈએ.

  • 22 Jul 2024 10:01 AM (IST)

    રાજકોટ: ગોંડલના રાણસીકી ગામના બે બાળકોના મોત

    રાજકોટ: ગોંડલના રાણસીકી ગામના બે બાળકોના મોત થયા છે. ચાંદીપુરા વાયરસના કારણે મોત થયાની શક્યતા છે. બીજા બાળકનું ઘરે જ મોત થયું હોવાનું સરપંચનું નિવેદન છે. રાણસીકી ગામના સીમ વિસ્તારમાં આ ઘટના બની છે. આરોગ્ય તંત્ર કાર્યવાહી કરે તેવી સરપંચની માંગ છે.

  • 22 Jul 2024 09:15 AM (IST)

    અમદાવાદ: ધોળકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ

    અમદાવાદ: ધોળકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડીરાત્રે પ્રચંડ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઇ. વરસાદ પડતા ખેડૂતોના પાકને નવું જીવતદાન મળશે.

  • 22 Jul 2024 08:47 AM (IST)

    છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં નોધાયો વરસાદ

    છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોધાયો છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો. સુરતના કામરેજમાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો. સુરતના પલસાણામાં પણ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. 10 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો. 9 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

  • 22 Jul 2024 08:30 AM (IST)

    હવેથી RSSના કાર્યક્રમોમાં સામેલ થઇ શકશે સરકારી કર્મચારીઓ

    RSS અને ભાજપ વચ્ચે ચાલી રહેલા મતભેદો વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય  લીધો છે. હવેથી RSSના કાર્યક્રમોમાં સરકારી કર્મચારીઓ સામેલ થઇ શકશે. કેન્દ્રની મોદી સરકારે 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવ્યો છે. હવે સરકારી કર્મચારીઓ RSSની તમામ ગતિવિધિઓમાં સામેલ થઇ શકશે. અગાઉ RSSના કાર્યક્રમોમાં સામેલ થવા બદલ કડક કાર્યવાહીની જોગવાઇ હતી.

  • 22 Jul 2024 07:40 AM (IST)

    ખેડા: શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ભરડામાં મહેમદાવાદના બાળકનું મોત

    ખતરનાક વાયરસ ચાંદીપુરા ગુજરાતમાં એક પછી એક બાળકોને ભરડામાં લઈ રહ્યો છે.  ખેડાના મહેમદાવાદના ભાવસિંગપુરામાં પણ એક બાળકના મોતની ઘટના સામે આવી છે. અહીંના ખેડૂત પરિવારના 4 વર્ષના હિતેષ ચૌહાણ નામના બાળકનું શંકાસ્પદ વાયરસથી મોત નીપજ્યું છે.

  • 22 Jul 2024 07:37 AM (IST)

    સુરતમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ

    સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અનેક વિસ્તારમાંથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ઉધનામાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. લોકોના ઘરમાં જળ સામ્રાજ્યના દ્રશ્યો સામે આવ્યા છે.તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

Published On - Jul 22,2024 7:31 AM

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">