22 જાન્યુઆરીના મહત્વના સમાચાર : રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગુજરાત રામનામથી ગુંજ્યુ
આજ 22 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

અયોધ્યામાં બની રહેલા નવા મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. અયોધ્યામાં મહાનુભાવના આગમન શરૂ થઈ ગયુ છે. આવો સંયોગ 500 વર્ષ પછી બની રહ્યો છે જ્યારે રામલલ્લા મંદિરમાં બિરાજશે. દેશની અનેક મોટી હસ્તીઓની સાથે PM મોદી પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે. ગઈરાતથી જ બોલિવૂડ જગત, રમતગમત અને રાજકારણ ક્ષેત્રના અનેક જાણીતા લોકો અયોધ્યા પહોંચવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોની સરકારી કચેરીઓમાં આજે અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા સમયે અનેક કેન્દ્રીય મંત્રીઓ અલગ-અલગ મંદિરોમાં હાજર રહેશે.
રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા પર છે. આ યાત્રા હાલમાં આસામ પહોંચી છે. ભારત ગયા અઠવાડિયે મ્યાનમારથી મિઝોરમ ભાગી ગયેલા 276 સૈનિકોને પરત મોકલશે. આ પ્રક્રિયા આજથી શરૂ થશે… દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…
LIVE NEWS & UPDATES
-
સોમનાથ શ્રીરામ મંદિર ખાતે વિશેષ અન્નકૂટ ધરાવાયો
અયોધ્યા નુતન શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સોમનાથ શ્રીરામ મંદિર ખાતે મધ્યાહ્ન આરતી સમયે વિશેષ અન્નકૂટ દર્શન શૃંગારનુ આયોજન કરવામા આવેલ, તેમજ ખાસ નાસિક બેન્ડ દ્વારા આરતી યોજવામાં આવેલ જેમા ભક્તો શ્રીરામ ભક્તિ મા ભાવવિભોર અને ધન્ય બન્યા
-
સારંગપુર ખાતે હનુમાનજીને 56 ભોગનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો
કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે 56 ભોગનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો. અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા પાવન પર્વ નિમિત્તે હુમાન દાદાને 56 ભોગનો અન્નકૂટ ધરાયો છે. વહેલી સવારે કષ્ટભંજન દાદાને રામ જન્મ ભૂમિ અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠા નિમિતે દિવ્ય શણગાર કરાયો છે. દાદાના દિવ્ય અને ભવ્ય અન્નકુટ દર્શન કરી ભક્તોએ ધાન્યતા અનુભવી છે.
-
-
નડિયાદ શહેર બન્યું રામમય, 500 કિલો રંગનો ઉપયોગ કરી બનાવાઈ વિરાટ રંગોળી
સાક્ષર નગરી નડિયાદ શહેર રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામમય બન્યું છે. નડિયાદમાં સોનીવાડમાં અયોધ્યા મંદિરની ભવ્ય રંગોળી બનાવવામાં આવી છે. 24 કલાકની મહેનતથી તૈયાર કરવામાં આવી રંગોળી. અયોધ્યામાં ભગવાન રામ પ્રવેશતા હોય તેવી રંગોળી બનાવવામાં આવી. રંગોળી બનાવવા માટે 500 કિલો જુદા જુદા કલરનો ઉપયોગ કરવામાં બનાવવામાં આવી છે રંગોળી.
-
રાજુલાના ડોળીયા રેલવે ટ્રેક ઉપર ટ્રેનની હડફેટે આવી સિંહણ
અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક સાવજો માટે ઘાતક બની રહ્યો છે. ગઈ મોડી રાતે વધુ એક અકસ્માત સર્જાયો હતો. રાજુલાના ડોળીયા રેલવે ટ્રેક ઉપર મહુવા-સુરત ટ્રેનની હડફેટે સિંહણ આવી ચડતા ઇજાગ્રસ્ત થઈ છે. વનવિભાગ દ્વારા ઈજાગ્રસ્ત સિંહણનુ રેસ્ક્યુ કરી સારવાર માટે લઈ જવામાં આવી છે.
-
લાલકૃષ્ણ અડવાણી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર નહી રહે
લાલકૃષ્ણ અડવાણી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા માટે અયોધ્યા જવાના નથી. ભારે ઠંડીના કારણે તેઓ અયોધ્યા જઈ રહ્યા નથી.
-
-
હરણી હોનારતમાં બોટ બનાવનાર પુનાની કંપનીના અધિકારીને વડોદરા પોલીસનું તેડું
હરણી લેક ઝોન દુર્ઘટના મામલે પોલીસ સઘન તપાસ હાથ ધરી છે. હોનારતનો ભોગ બનેલ બોટ બનાવનાર પુનાની કંપનીને પોલીસનું તેડું મોકલાયું છે. કંપની પાસેથી બોટના ફિટનેસ સહિતની માહિતી પોલીસ મેળવશે. પુનાની કંપનીના અધિકારીને પોલીસે પૂછપરછ માટે વડોદરા બોલાવ્યા છે. બોટ ક્યારે બની ? કેટલા વર્ષ જૂની છે ? ફિટનેસ સર્ટિ કોણે આપ્યું તે દિશામાં તપાસ હાથ ધરાશે. બોટ ઉપયોગ લાયક હતી કે કેમ ? બોટમાં પાણી ભરાવવાનું શું કારણ હોઈ શકે ? બોટની ક્ષમતા 14 મુસાફરોની હતી પરંતુ વજનની ક્ષમતા કેટલી ? વગેરે મુદ્દે કરાશે તપાસ.
-
આવો છે પીએમ મોદીનો આજનો અયોધ્યા કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10.25 વાગ્યે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે અયોધ્યા એરપોર્ટ પહોંચશે. તેઓ સવારે 10.55 કલાકે શ્રી રામ જન્મભૂમિ પહોંચશે. બપોરે 12:05 થી 12:55 સુધી પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેશે. બપોરે 12:55 કલાકે પૂજા સ્થળથી પ્રસ્થાન કરીને, બપોરે 1 કલાકે જાહેર સમારોહના સ્થળે પહોંચશે. અયોધ્યામાં જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. બપોરે 2:10 કલાકે કુબેર ટીલાની મુલાકાત લેશે.
-
ધોની-સચિન સહિત 17 ક્રિકેટરો રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં થશે સામેલ !
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આજે બપોરે 12.20 કલાકે શરૂ થશે. પરંતુ આ પહેલા જ દેશભરમાંથી રામ ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. આમાં ઘણા એવા ક્રિકેટર પણ છે, જેઓ અયોધ્યા પહોંચી ગયા છે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદ અને અનિલ કુંબલે અયોધ્યા પહોંચી ગયા છે. દિગ્ગજ સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર સહિત 17 થી વધુ ખેલાડીઓ આવવાની ગણતરી છે.
-
હિન્દુ સંસ્કૃતિ એ ભાજપની અંગત મિલકત નથીઃ આનંદ શર્મા
કોંગ્રેસ દ્વારા રામ મંદિર ‘પ્રાણ પ્રતિષ્ઠા’ માટેના આમંત્રણને નકારવા પર, કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે, ભગવાન રામ 1980માં અસ્તિત્વમાં આવેલા કોઈપણ રાજકીય પક્ષ અથવા 1925માં અસ્તિત્વમાં આવેલા કોઈપણ સંગઠન સાથે સંબંધિત નથી. કોંગ્રેસ કે રાહુલ ગાંધી બંનેને ભાજપના પુરાવાની જરૂર નથી કે તેઓ કોણ છે. હિન્દુ સંસ્કૃતિ તેમની (ભાજપ) અંગત મિલકત નથી.
-
અયોધ્યામાં 13 હજાર સુરક્ષા કર્મચારી, 10 હજાર કેમેરા સાથે સુરક્ષા
યાત્રાધામ અયોધ્યામાં દરેક સ્થાને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અયોધ્યામાં માત્ર 13 હજાર સુરક્ષા કર્મચારીઓ જ તહેનાત નથી, એન્ટી-ડ્રોન ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સાથે 10,000 CCTV કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. રામ લલ્લા મંદિરની નજીક નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સનો કેમ્પ પણ બનાવવામાં આવ્યો છે.
Published On - Jan 22,2024 6:38 AM





