20 જાન્યુઆરીના મહત્વના સમાચાર : રૂપિયા 212 કરોડ 87 લાખનાના સાયબર ફ્રોડ કેસમાં ચારની ધરપકડ
આજે 20 જાન્યુઆરીને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 20 જાન્યુઆરીને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
રૂપિયા 212 કરોડ 87 લાખનાના સાયબર ફ્રોડ કેસમાં ચારની ધરપકડ
સુરત સાયબર ક્રાઇમ સેલે, રૂપિયા 212 કરોડ 87 લાખનાના સાયબર ફ્રોડ કેસમાં ચારની ધરપકડ કરી છે. અંકિત પરી ગોરધન પરી ગોસ્વામી , ચેતન પ્રફુલભાઈ લીંબાણી, બિપિન અશોક સાવલિયા , અજય ગોરધનભાઈ ગૌસ્વામીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 154 બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 212 કરોડ અને 87 લાખના આર્થિક વ્યવહારો મળી આવ્યા. જે બેંક એકાઉન્ટ પર NCCRP પોર્ટલ પર 410 સાયબર ક્રાઇમ ની ફરિયાદ કરાઈ હતી. જેમાં 40.54 કરોડ નું સાયબર ફ્રોડ. અગાઉ અમરોલીમાંથી સમગ્ર રેકેટ ઝડપાયું હતું. પ્રવીણ ઝીલું ધાધલની ધરપકડ કરાઈ હતી. ત્રણ મોબાઈલ,12 ડેબિટ કાર્ડ,19 પાસબુક,132 ચેકબુક,11 સીમકાર્ડ,7 રબર સ્ટેમ્પ,1 સ્વાઇપ મશીન, 35 QR કોડ કબ્જે કરવામાં આવ્યા છે.
-
રાજસ્થાનમાં જોધપુરના અરના ઝરણા પાસે ગુજરાત પાસિંગ બસ-ટ્રક વચ્ચે અકસ્માત, 2ના મોત, 20 ઘાયલ
રાજસ્થાનના જોધપુર નજીક અરણા ઝરણા નજીક ગુજરાત પાસિગ બસ અને ટ્ર્ક વચ્ચે થયેલા અકસ્માતમાં 2ના મોત થયા છે. 20ને ઈજા પહોચી છે. ઈજાગ્રસ્તોને મથુરદાસ માથુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
-
-
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના સરા ગામે બાળક પાસે દફતરમાં દેશી દારૂની કરાવાતી હતી હેરાફેરી
મુળી તાલુકાના સરા ગામે લોકોએ જનતા રેડ કરી બાળક પાસે દફતરમાં દેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી. સરા ગામે દેશી દારૂનું દુષણ હોઇ લોકોએ વોચ રાખી હતી. બુટલેગરએ નવો કિમીયો અજમાવી બાળક પાસે દફતરમાં દારૂની કરાવી હેરાફેરી. લોકોનો આક્ષેપ કે દેશી દારૂ ઝડપી હોમગાર્ડને સોપવા છતા બુટલેગર મહિલા દારૂ પરત લઈ ગયેલ. લોકોએ બાળક પાસેથી દેશી દારૂ ઝડપી વીડિયો વાયરલ કર્યો. લોકો ગામમાં દેશી દારૂ નું દુષણ બંધ ના થાય ત્યાં સુધી ઉપવાસ બેઠા.
-
માંડવીમાં પાણીની ટાંકી ધરાશાયી થયાના કલાકો બાદ તંત્રની કાર્યવાહી, નાયબ કાર્યપાલક ઈજનેર અને કાર્યપાલક ઈજનેર સસ્પેન્ડ કરાયા
માંડવીમાં પાણીની ટાંકી ધરાશાયી થતા તંત્ર એક્શનમાં આવ્યું છે. જો કે ઘટનાના કલાકો બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. સંબંધિત નાયબ કાર્યપાલક ઈજનેર અને કાર્યપાલક ઈજનેરને તાત્કાલિક અસરથી ફરજ પરથી દૂર (Suspend) કરવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટર એજન્સીના તમામ પ્રકારના ચુકવણાં પર તાત્કાલિક રોક લગાવી દેવામાં આવી છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC) માર્સ પ્લાનિંગ એન્ડ ઈજનેરીંગ અને ઈજારદાર એજન્સીઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. જવાબદાર વ્યક્તિઓ અને એજન્સીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ગતિમાં છે.
હાલમાં ઘટનાસ્થળ પર ગેરી (GERI) અને તકેદારી શાખા (Vigilance) ની ટીમો દ્વારા નમૂનાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. મટીરીયલ ક્વોલિટી અને બાંધકામની ખામી અંગે ઊંડાણપૂર્વક ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. “ભ્રષ્ટાચાર કે બેદરકારી સાંખી લેવામાં નહીં આવે, જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે.” તેવો સંદેશ તંત્રે આપ્યો છે.
-
ગીર સોમનાથના તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધરા ધ્રુજી, ભૂકંપના હળવા આંચકા અનુભવાયા
ગીર સોમનાથના તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધરા ધ્રુજી ઉઠી હતી. તાલાલાના ગ્રામ્ય પંથકના ધાવા, બોરવાવ, આંકોલવાડી, સુરવા સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિકટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 1.8 મેગ્નિટ્યુડની નોંધાઈ છે. તાલાલાથી 4 km દૂર નોર્થ ઇસ્ટ નોર્થ કેન્દ્ર બિંદુ નોંધાયું છે.
-
-
ધોળકા સરોડા રોડ પર ગમખ્વાર અકસ્માત, ધોળકા નગરપાલિકાના મહિલા કાઉન્સિલરના પતિનુ મોત
ધોળકા સરોડા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધોળકા સરોડા રોડપર ચંડીસર ગામ નજીક રોડપર અકસ્માત થતાં એક યુવકનું ઘટનાસ્થળે મોત થયું છે. અકસ્માતમાં ધોળકા નગર પાલિકાના ભાજપ કાઉન્સિલર હેતલબેન સોલંકી (ઠાકોર) ના પતિ ખોડીદાસ સોલંકી (ઠાકોર) નું ઘટના સ્થળે મોત થયું છે. એક્ટિવા લઈ જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો છે. અકસ્માતમાં અજાણ્યા વાહનનું ટાયર એક્ટીવા ચાલકના માથાના ભાગે ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર મોત થયું છે. ધોળકા રુરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી.
-
ગંભીરા પાસે મહીસાગર નદી પર બંધાઈ રહેલા બ્રિજ બાંધકામમાં બેદરકારી, કોલમ પર સેન્ટિગ કામ કરનાર શ્રમિક નીચે પટકાયો
ગંભીરા પાસે મહીસાગર નદી પર બની રહેલા નવા બ્રિજ નિર્માણમાં ગંભીર બેદરકારી સામે આવી છે. કોલમ પર સેન્ટિગ કામ દરમિયાન સર્જાયો અકસ્માત. 10 ફૂટ ઊંચાઈથી પટકાતાં શ્રમિક યુવકને ગંભીર ઈજા પહોચી છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે વડોદરા ખસેડાયો છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ વિના કરાઈ હતું છે કામ. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી આવી સામે. ઘટનામાં બિહારના જુલફર ખાન નામના શ્રમિક યુવાનને પહોંચી ગંભીર ઇજાઓ.
-
અમદાવાદમાં સોના ચાંદીનો ભાવ ઓલટાઈમ હાઈ, જાણો આજનો ભાવ
અમદાવાદમાં સોના ચાંદીનો ભાવ ફરી ઓલ ટાઈમ હાઈ થયો છે. સોના ચાંદીનો ભાવ આસામને પહોંચી ગયો છે. 10 ગ્રામ સોના ભાવ 1.52 લાખને પાર પહોંચ્યો છે. જ્યારે એક કિલો ચાંદીના ભાવ 20 હજારના વધારા સાથે 3.25 લાખ પાર પહોંચ્યો છે.
-
અમરેલી શહેરમાં શ્વાનનો આતંક, એક દિવસમાં 45 લોકોને ભર્યા બચકા
અમરેલી શહેરમાં શ્વાનનો આતંકથી હાહાકાર, એક દિવસમાં 45 લોકોને બચકા ભર્યા. અમરેલી શહેરમાં અલગ અલગ શ્વાન દ્વારા લોકોને બચકા ભર્યાની ઘટના સામે આવી છે. જેમાં 10 બાળકો 4 મહિલા સહિત 45 લોકોનો સમાવેશ થાય છે. શહેરમાં ગજેરાપરા, શાકમાર્કેટ, નગનાથ મંદિર પાસે, માણેકપરા, સંકુલ રોડ સહિતના વિસ્તારમાં છવાયો એક સાથે 45 જેટલા લોકોને શ્વાનએ બચકા ભરી લેતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. મોડી રાત સુધી અમરેલી સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના કેસ સારવાર માટે આવી રહ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં તમામ દર્દીઓને યોગ્ય ઝડપથી સારવાર માટે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
-
ભચાઉ શહેરમાં વિવિધ વિસ્તારોમાં કાચા દબાણો દુર કરાયા
ભચાઉ શહેરમાં વિવિધ વિસ્તારોમાં કાચા દબાણો દુર કરાયા. ભચાઉ શહેરમાં જાહેર સ્થળો પર લારી ગલ્લાના દબાણો હટાવાયા. કસ્ટમ ચાર રસ્તા, નવા બસ સ્ટેશન સહીત વિસ્તારોમાં કાર્યવાહી કરાઇ. મામલતદાર અને નગર પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી. જ્યારે અમુક દુકાનો પરથી રાંધણ ગેસના બાટલા પણ કબજે કરવામાં આવ્યા.
-
ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો
ગીર સોમનાથના તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધરા ધ્રુજી. ધાવા બોરવાવ આંકોલવાડી સુરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. 1.8 ની તીવ્રતા નોંધવામાં આવી. તાલાલાથી 4 km દૂર નોર્થ ઇસ્ટ નોર્થ કેન્દ્ર બિંદુ નોંધાયું.
-
રાજ્યમાં આગામી 7 દિવસ બેવડી ઋતુની અસર રહેશે
રાજ્યમાં આગામી 7 દિવસ બેવડી ઋતુની અસર રહેશે. હવામાન વિભાગે મોટી આગાહી કરી. સવારે ઠંડી અને બપોરે ગરમી પરેશાન કરશે. ઉત્તરથી પશ્ચિમના પવનો ફૂંકાતા બેવડી ઋતુ અનુભવાશે. પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનો અહેસાસ થશે. લઘુત્તમ તાપમાન ઘટીને 14થી 15 ડિગ્રી થવાની શક્યતા છે.
-
કરોડોના બિટકોઇન હેરાફેરી કેસમાં EDની મોટી કાર્યવાહી
કરોડોના બિટકોઇન હેરાફેરી કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી. શૈલેષ ભટ્ટ અને નલિન કોટડીયાના પરિવારજનોની EDએ ધરપકડ કરી. 240 કરોડથી વધુના બિટકોઇન અને ક્રિપ્ટો કરન્સીની હેરાફેરી મામલે ધરપકડ કરાઈ. શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ અને નલિન કોટડીયાના સબંધી સંજય કોટડીયાની ધરપકડ કરાઇ. બંનેની તપાસ કરવા EDએ 10 દિવસના રિમાન્ડની માંગ કરી. EDની વિશેષ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં.
-
ગાંધીનગર: પિંડારડા ગામે કોંગો ફીવર અંગે ગાયોનો રિપોર્ટ સામે આવ્યો
ગાંધીનગરના પિંડારડા ગામમાં કોંગો ફીવર અંગે તપાસ દરમિયાન પાંચ ગાયોના રિપોર્ટ નેગેટિવ આવ્યા, જેના કારણે તંત્રને રાહત મળી. ઈતરડીના રિપોર્ટ પણ નેગેટિવ આવતા હાશકારો અનુભવાયા. 26 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેનો નમૂના લેવામાં આવ્યો, પરંતુ તમામ રિપોર્ટ નેગેટિવ આવતા પૂછપરછ ઉભી થઈ કે યુવકને ચેપ ક્યાંથી લાગ્યો. હાલ યુવકની તબિયત સ્થિર છે અને તંત્ર દ્વારા કોંગો ફીવર અંગે તાપસ ચાલુ છે.
-
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા EWS રાજકીય અનામતની માગ થઈ તેજ
ગાંધીનગર સર્કિટ હાઉસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા EWS (અર્બન વર્ધિત આવક વર્ગ) માટે રાજકીય અનામતની માંગને લઈને બેઠક યોજાઈ. પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મણ અને સવર્ણ સમુદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યા જેમાં દિનેશ બાંભણીયા, ધાર્મિક માલવીયા, મનોજ પનારા, વરુણ પટેલ, અલ્પેશ કથેરીયા અને રમજુભા જાડેજા સામેલ હતા. બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10% EWS અનામત માટે પ્રસ્તાવ રાખવામાં આવ્યો અને આ માટે ચિંતન શિબિરનું આયોજન પણ કરવાનો નિર્ણય લીધો.
-
અમદાવાદ: બે મોટી શાળાઓને FRC મધ્ય ઝોનની નોટિસ
અમદાવાદ: બે મોટી શાળાઓને FRC મધ્ય ઝોનની નોટિસ. સત્વ વિકાસ અને ઉદગમ સ્કૂલને FRCએ નોટિસ ફટકારી. FRCની મંજૂરી વગર પ્રિ-પ્રાઈમરીની ફી વસૂલાઈ હોવાથી કાર્યવાહી કરવામાં આવી. એક જ ટ્રસ્ટ હેઠળ ચાલતી પ્રિ-પ્રાઈમરીની ફી મંજૂર કરાઈ ન હતી. ફી મંજૂર કરાવ્યા વિના કેમ વસૂલાઈ તે અંગે જવાબ રજૂ કરવા આદેશ અપાયા.
-
સુરત: તંત્રની તવાઈ છતાં ભેળસેરીયા વેપારીઓ બેફામ
સુરત: તંત્રની તવાઈ છતાં ભેળસેરીયા વેપારીઓ બેફામ બન્યા છે. ગોળ, ઘી, દહીં સહિતના નમૂનાઓ ફેલ થતાં ખળભળાટ મચ્યો છે. 6 જેટલા એકમોના નમૂના સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે. ગોળમાં કલર નાખવામાં આવતો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. દહીંમાં ફેટની માત્રા ઓછી હોવાનું સામે આવ્યું. ઘીમાં વનસ્પતિ તેલની ભેળસેળ કરાઈ હોવાનું અનુમાન છે. ફૂડ વિભાગ દ્વારા ભેળસેળિયા વેપારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે.
-
ભાવનગર: મહુવામાં બગદાણાના પૂર્વ સરપંચ પર હુમલા મામલે રાજકીય ગતિવિધિ તેજ
ભાવનગરના મહુવા તાલુકાના બગદાણા ગામના પૂર્વ સરપંચ પર થયેલા હુમલાના મામલે રાજકીય અને વહીવટી ગતિવિધિઓ તેજ બની છે. હુમલાનો ભોગ બનેલા પૂર્વ સરપંચ નવનીત બાલધીયા આજે રેન્જ આઈજી કચેરીએ પહોંચીને સમગ્ર ઘટનાને લઈ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે આ મામલે આરોપી જયરાજ આહીર વિરુદ્ધ SIT સમક્ષ કુલ 15 પુરાવા રજૂ કર્યાનો દાવો કર્યો છે. સાથે જ જો આરોપીઓ સામે યોગ્ય અને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
-
મોરબીઃ ટ્રાફિક પોલીસ જવાનની વિવાદીત શિખામણ
મોરબીઃ ટ્રાફિક પોલીસ જવાનની વિવાદીત શિખામણ સામે આવી છે. પોલીસ ન હોય ત્યારે નિયમભંગ કરી લેવાની શિખામણ આપી. પોલીસ ન હોય ત્યારે ચોરી કરી લેવાની સલાહ આપી. નિયમ ભંગ કરતા વાહન ચાલક સાથેનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં વિવાદીત સલાહ આપતા પોલીસકર્મી નજરે પડ્યો. વીડિયો વાયરલ થતા પોલીસ જવાન સામે સવાલ ઉભા થયા. tv9 વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.
-
અમરેલી: નાનીધારી ગામમાં મોડી રાત્રે ઘરમાં ઘૂસ્યો દીપડો
અમરેલી: નાનીધારી ગામમાં મોડી રાત્રે ઘરમાં દીપડો ઘૂસ્યો. દીપડો ઘરમાં ઘૂસતા મચ્યો અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પરિવારે સતર્કતા દાખવતા દરવાજો બંધ કરી દીપડાને ઘરમાં પૂર્યો. સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. દીપડાને પકડવા મેગા ઑપરેશન હાથ ધરાયું. દોઢ કલાકની જહેમત બાદ આખરે દીપડાનું રેસ્ક્યૂ કરાયું. દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો.
-
મહીસાગર: ₹123 કરોડના નળ સે જળ કૌભાંડ કેસમાં 4 કર્મચારીઓની ધરપકડ
મહીસાગર: ₹123 કરોડના નળ સે જળ કૌભાંડ કેસમાં CID ક્રાઈમ બ્રાન્ચને મળી વધુ એક સફળતા મળી. વાસ્મોની મહીસાગર કચેરીએ કામ કરતાં 4 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. 4 કર્મચારી પાસે 4 અલગ-અલગ તાલુકાઓનો ચાર્જ હતો. સોશિયલ કર્મચારી તરીકે ફરજ નિભાવતા હતા. સરપંચો પાસેથી કોરા લેટરપેડ લઈ ફંડની માગણી, ખોટી સહી કર્યાનો આરોપ છે. સમગ્ર કૌભાંડ મામલે અત્યાર સુધીમાં 22 લોકોની ધરપકડ થઇ છે.
-
રાજકોટ: વોકડામાં ડૂબી જતા પિતા પુત્રના મોત
રાજકોટ: વોકડામાં ડૂબી જતા પિતા પુત્રના મોત થયા છે. પડધરીના ખોખરી ગામના 6 વર્ષના પુત્ર અને 27 વર્ષીય પિતાનું મોત થયુ, ગત 16મીએથી બંને પિતા પુત્ર ગુમ હતા. તપાસ દરમિયાન વોકડામાંથી મૃતદેહ મળી આવ્યા. પડધરી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરાઇ. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા.
-
ED એ 3 રાજ્યોમાં 21 સ્થળોએ દરોડા પાડ્યા
સબરીમાલા મંદિર સોનાની ચોરીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કેરળમાં 21 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં પાડવામાં આવ્યા હતા.
-
બનાસકાંઠા: એકલવ્ય મોડેલ સ્કૂલમાં 35 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
બનાસકાંઠાના જગાણા ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાંથી એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. શાળાની 35 વિદ્યાર્થિનીઓ ફૂડ પોઇઝનિંગનો ભોગ બની છે. સાંજના ભોજન બાદ વિદ્યાર્થિનીઓ ઝાડા-ઉટલી થતાં તમામ વિદ્યાર્થિનીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. શરૂઆતમાં 10 વિદ્યાર્થીનીઓને ઉલટી અને જાડાની અસર જોવા મળી, પરંતુ થોડા જ સમયમાં વધુ બાળકોને અસર થતાં આ સંખ્યા વધીને 35 સુધી પહોંચી. હાલ વિદ્યાર્થિઓની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. પરંતુ શાળાની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
-
UAEના રાષ્ટ્રપતિની ભારત યાત્રા દરમિયાન ઐતિહાસિક કરાર
UAEના રાષ્ટ્રપતિની ભારત યાત્રા દરમિયાન ઐતિહાસિક કરાર થયા. ત્રણ કલાકની યાત્રા દરમિયાન અનેક મહત્વના કરાર પર મહોર વાગી, બન્ને દેશો વચ્ચે ન્યૂક્લિયર એનર્જી સેક્ટરમાં ભાગીદારી પર સંમતિ થઇ. UAE ભારતમાં ડેટા સેન્ટરમાં રોકાણ કરશે. બન્ને દેશ સાથે મળીને સુપરકમ્યૂટિંગ ક્લસ્ટર સ્થાપિત કરશે. દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા અબૂ ધાબીમાં ‘હાઉસ ઑફ ઈન્ડિયા’ સ્થપાશ. આતંકવાદ, AI, સંરક્ષણ ક્ષેત્રે બન્ને દેશો વચ્ચે ચર્ચા થઇ.
-
અમદાવાદ: વટવાનાં વાંદરવટ તળાવમાં મેગા ડિમોલિશન
અમદાવાદ: વટવાનાં વાંદરવટ તળાવમાં મેગા ડિમોલિશન હાથ ધરાયુ. ફિરદોસ મસ્જિદ સહિત બે ધાર્મિક સ્થળોને બાદ કાર્યવાહી કરી. 400 કાચા-પાકા મકાનો તોડાશે. 12 હિટાચી અને 4 JCB મશીનો સાથે કાર્યવાહી. 4 તબક્કામાં ડિમોલિશનની કામગીરી થશે. 6 પોલીસ સ્ટેશનના 500 જેટલા પોલીસકર્મીઓનો પહેરો છે. 300 જેટલા AMCના અધિકારીઓને કામગીરીમાં જોડાયા.
-
ચિલી: જંગલમાં ભીષણ આગમાં 19નાં મોત
ચિલી: જંગલમાં ભીષણ આગમાં 19નાં મોત થયા છે. દાવાનળને કારણે ચિલી સરકારે કટોકટી જાહેર કરી. 50હજારથી વધુ લોકોનું સ્થળાંતર. નુબલ અને બાયોબિઓ પ્રદેશોમાં 2 દિવસથી દાવાનળ ભભુકી રહ્યો છે. 4હજાર ફાયરફાઇટર્સનો આગ પર કાબુ મેળવવા પ્રયાસ છે.
-
મિશિગનમાં 100 થી વધુ વાહનો વચ્ચે અકસ્માત
મિશિગનમાં 100 થી વધુ વાહનો વચ્ચે થયેલા અકસ્માતનો ડ્રોન ફૂટેજ સામે આવ્યો છે. આ ખતરનાક અકસ્માત શિયાળાના હવામાનમાં થયો હતો, જેના પરિણામે આ વિસ્તારમાં અસંખ્ય લોકો ઘાયલ થયા હતા.
-
જુહુ રોડ પર અક્ષય કુમારની એસ્કોર્ટ કાર અને બીજી ઓટો-રિક્ષા વચ્ચે ટક્કર થઈ, જેમાં બે લોકો ઘાયલ
મુંબઈના જુહુ વિસ્તારમાં બે કાર અને ઓટો-રિક્ષા વચ્ચે ટક્કર થતાં બે લોકો ઘાયલ થયા. આ અકસ્માતમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની એસ્કોર્ટ કાર પણ સામેલ હતી. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
Mumbai | Two people got injured following a collision between two cars and an auto rickshaw in the Juhu area. Bollywood actor Akshay Kumar’s escort car was involved in the accident. The injured have been taken to a nearby hospital for treatment: Mumbai Police
— ANI (@ANI) January 19, 2026
-
ભાજપે પ્રદેશ કારોબારી જાહેર કરી
ભાજપે પ્રદેશ કારોબારી જાહેર કરી. 79 સભ્યોની પ્રદેશ કારોબારી જાહેર. 26 વિશેષ આમંત્રીત સભ્યોની જાહેરાત કરાઈ. ભાજપ ના સીનીયર આગેવાનોને વિશેષ આમંત્રિતમાં સ્થાન અપાયું.
Published On - Jan 20,2026 7:31 AM