રાજકોટઃ રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે. રાજકોટ રેલવે પોલીસમાં એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્રેપ બનાવી તેને ઝડપ્યો. રાજકોટ રેલવે સ્ટેશનના તત્કાલ રેલવે ટિકિટ કાઉન્ટર બહાર લીધી હતી લાંચ. લાંચિયા હેડ કોન્સ્ટેબલને 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો.
જામનગરમાં નિવૃત પ્રોફેસર સાથે 50 લાખની છેતરપિંડી થઇ. મધ્યપ્રદેશના ઇન્દોરથી છેતરપિંડી કરનાર ટોળકીનો એક શખ્સ ઝડપાયો. શેરબજારમાં વધુ રિર્ટન આપવાની લાલચે છેતરપિંડી કરી હતી.
સાયબર ગઠીયાઓએ પ્રોફેસર પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપીઓએ જાણીતી કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી હતી.
AMCના 9 ફાયર અધિકારીઓને ટર્મીનેટ કરવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. 9 ફાયર અધિકારીને ટર્મીનેટ કરવાનો આદેશ હાઈકોર્ટે રદ કર્યો. બુધવારથી અધિકારીઓને ફરજ પર કાયમી કરવા આદેશ આપવામાં આવ્યો. તમામ 9 અધિકારીને કાયમી રાખવા આદેશ કર્યો છે.
અમદાવાદ: ચાંદખેડાની સાકાર સ્કૂલને શહેર DEOની નોટિસ મળી છે. FRC કરતા વધુ ફી ઉઘરાવાની ફરિયાદ બાદ DEOએ કાર્યવાહી કરી છે. સ્કૂલે બેના બદલે ત્રણ ટર્મની ફી વસૂલી હોવાની વાલીઓની ફરિયાદ છે. શાળાએ 30 હજાર 800ના બદલે 39 હજાર ફી ઉઘરાવ્યાનો દાવો છે. શાળા યોગ્ય જવાબ નહીં આપે તો FRCમાં રિપોર્ટ કરાશે
સુરતઃ પુણા ગામમાં દીકરી જન્મતા મહિલાને ઝેર પીવડાવી દેવાયું. બીજી દીકરીનો જન્મ થતાં પતિ અને નણંદે ઝેર પીવડાવ્યું. પતિએ મોઢું દબાવી રાખ્યું અને નણંદે ઝેર પીવડાવ્યું. ત્રણ વર્ષ પહેલા મહિલાના લગ્ન થયા હતા. પુણા પોલીસે આરોપી પતિ અને નણંદ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. ભોગ બનનારી મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ સપ્તાહના અંત સુધીમાં જાહેરાત થઈ શકે છે. રાજ્ય ચૂંટણી આયોગ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે. 23 જાન્યુઆરી મતદાન મથકોને આખરી ઓપ અપાશે. 27 જાન્યુઆરી સુધી સંવેદનશીલ, અતિ સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરાશે. ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતા છે. 21 જાન્યુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે.
આણંદ: ઉમરેઠમાં 18 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનાર ઝડપાયો છે. તારી મમ્મી બોલાવે છે તેવું કહીં આરોપી પોતાના ઘરે યુવતીને લઈ ગયો હતો. ગણતરીના કલાકોમાં જ સ્થાનિક પોલીસે આરોપીની ધરપકડ કરી.
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને ધાનેરાના ગામડાઓમાં વિરોધ શરુ થયો છે. ધાનેરાના ડેઢા અને એડાલ ગામે સુત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો. ધાનેરામાં વિભાજન મુદે લોકોમાં નારાજગી વધી છે. વાવ-થરાદમાં નહીં ભળવા મામલે લોકોએ સુત્રોચ્ચાર કર્યા. ધાનેરાના ગામડાંઓમાં પણ વિરોધના સૂર ઉઠી રહ્યા છે.
આણંદના ભાલેજમાંથી LCBએ કતલખાનું ઝડપી પાડ્યું છે. ગેરકાયદેસર ચાલતું કતલખાનું ઝડપી દસ ગૌવંશનો બચાવ કર્યો. પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડી 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા. 885 કિલો ગૌમાંસના જથ્તા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો.
રાજકોટમાં જ્યુબલી ચોક પાસે જોરદાર બબાલ થઇ. કિન્નરો અને રિક્ષા ચાલક યુવક વચ્ચે બબાલ સર્જાઇ. સામાન્ય બોલાચાલી બાદ કિન્નરો અને રિક્ષાચાલક વચ્ચે મામલો તંગ બન્યો અને રસ્તા વચ્ચે જ બંને પક્ષો વચ્ચે છૂટ્ટા હાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા. સ્થિતિ એટલી તો તંગ બની કે, બંને પક્ષો છરી અને દંડા વડે મારામારી પર ઉતરી આવ્યા. મારામારીને પગલે રસ્તા પર ટ્રાફિકજામના પણ દ્રશ્યો સર્જાયા. ઘટનાની જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી અને કાર્યવાહી હાથ ધરી.
થોડા કલાકોમાં, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. જોકે આ ટ્રમ્પનો બીજો કાર્યકાળ હશે, આ વખતે તેમનો ‘અમેરિકા ફર્સ્ટ’ એજન્ડા માત્ર અમેરિકન નીતિઓમાં મોટા ફેરફારો લાવવાનો જ નથી, પરંતુ વૈશ્વિક રાજકારણ, રાજદ્વારી, વેપાર અને પર્યાવરણ જેવા મુદ્દાઓ પર પણ ઊંડી અસર કરશે. તેમના કાર્યકાળના શરૂઆતના સંકેતો સ્પષ્ટપણે દર્શાવે છે કે અમેરિકા અને બાકીના વિશ્વને નવી વ્યૂહાત્મક દિશામાં આગળ વધવું પડશે.
આવતીકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ લેશે શપથ. વેસ્ટ લોનને બદલે કેપિટોલ રોટુન્ડામાં યોજાશે કાર્યક્રમ. સૈફ અલી ખાનનો હુમલાખોર 5 દિવસના રિમાન્ડ પર. બાંદ્રા કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલ્યો. પ્રયાગરાજમાં કુંભ મેળામાં સેક્ટર 19 અને 20માં લાગી ભીષણ આગ. ટેન્ટમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ 100થી વધુ ટેન્ટ ખાખ. ફાયર વિભાગે મેળવ્યો કાબૂ. હિમાચલમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન અમદાવાદની યુવતીનું મોત. ટેક ઓફ પોઈન્ટ વખતે જ નીચે પટકાતા 19 વર્ષીય યુવતીનો ગયો જીવ. ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર. 28 જાન્યુઆરી 11 વાગ્યા સુધી રિમાન્ડ, 16 કરોડના ખર્ચ વિશે તપાસ થશે. દ્વારકા, બેટ દ્વારકા અને ઓખામાં 8 દિવસોમાં 73 કરોડની જમીન કરાવાઈ ખાલી. તો સુરેન્દ્રનગરમાં પણ 400થી વધુ મકાનોમાંથી દબાણો દૂર કરાયા.
Published On - 7:36 am, Mon, 20 January 25