ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનું પ્રથમ ગુજરાત પ્રવાસ આજે શરૂ થવાથી રાજકીય ક્ષેત્રમાં ઉત્સાહનો માહોલ છે. નીતિન નબીન ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન બપોરે અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત મેળવશે. યાત્રાના સમયસર 3:30 વાગ્યે તેઓ GSC બેંક ખાતે ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે સંવાદ કરશે, જ્યારે 5:30 વાગ્યે ઇન્ફો સિટી ખાતે ઉદ્યોગકારો, CA અને એન્ટરપ્રિનિયર્સ સાથે મુલાકાત કરશે. સાંજે 7:30 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેના બાદ કેબિનેટ મંત્રીઓ સાથે નીતિન નબીનની બેઠક રહેશે.
live now
20 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : પંચમહાલમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ, મોડી રાત્રે જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું
આજે 20 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES
-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ નીતિન નબીનનો પ્રથમ ગુજરાત પ્રવાસ
-
પંચમહાલઃ સતત બીજા દિવસે કમોસમી વરસાદ
પંચમહાલઃ સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું થયુ. કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી. લગ્ન પ્રસંગોના આયોજકો પણ ચિંતિત બન્યા છે.
-
-
વાપીમાં ડ્રગ્સ ફેક્ટરી ઝડપાવાના કેસમાં મુખ્ય આરોપી સકંજામાં
ગત વર્ષે 3 ઓક્ટોબર, 2025ના રોજ ગુજરાત ATSએ વલસાડના વાપીમાં ચલા રોડ પરના બંગલામાં તેમજ દમણના બામણપૂજા સર્કલ પાસેના ફાર્મ હાઉસમાં દરોડા પાડ્યા હતા અને 6 કિલો મેફેડ્રોન અને 2,518 કિલો કેમિકલ જપ્ત કર્યું હતું. ATSએ જપ્ત કરેલા 107 કરોડના ડ્રગ્સ કેસમાં મેહુલ મુખ્ય આરોપી હતો. તે પોલીસની રેડ બાદ નેપાળ ભાગી ગયો હતો.. પરંતુ, નેપાળથી પરત વારાણસી આવતા ગુજરાત ATSએ હવે તેની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, આરોપી મેહુલ અને અન્ય ફરાર આરોપી વિવેક રાય બંને નેપાળમાં ભાડે મકાન રાખીને છુપાયા હતા, પરંતુ મેહુલ વારાણસી આવતા UP પોલીસની મદદથી ગુજરાત ATSએ તેને ઝડપી પાડ્યો.
-
અમદાવાદ: PG ચલાવતા એકમો સામે કોર્પોરેશનની લાલ આંખ
Ahmedabad શહેરમાં બિનપરવાનગીથી ચાલતા પેઇંગ ગેસ્ટ (PG) એકમો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનની ટીમે પ્રેમચંદ નગર, બોડકદેવ અને ચાંદલોડિયા વોર્ડ વિસ્તારમાં ચકાસણી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા 32 PG અને હોસ્ટેલ એકમોને સીલ કરી દીધા હતા. સત્તાવાર મંજૂરી વિના સંચાલિત થતી આ એકમો સામે કાર્યવાહી કરતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. દરમિયાન, કેટલાક રહેવાસીઓ બોડકદેવ સ્થિત AMC કચેરીએ પહોંચીને રજૂઆત પણ કરી હતી. કોર્પોરેશન દ્વારા જણાવ્યું હતું કે નિયમોનું પાલન ન કરતા એકમો સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.
-
મેઘાલય: લોકસભા સાંસદ સિંગકોનનું ફૂટબોલ રમતી વખતે અવસાન
મેઘાલયની રાજધાની શિલોંગના લોકસભા સાંસદ રિકી એન્ડ્રુ જે. સિંગકોનનું ફૂટબોલ રમતી વખતે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. ગુરુવારે સાંજે શિલોંગમાં ફૂટબોલ રમતી વખતે અચાનક પડી જવાથી સિંગકોનનું અવસાન થયું.
-
-
મધ્યપ્રદેશઃ જબલપુરના સિહોરામાં મોડીરાત્રે બબાલ
-
આજે ભારતના 5 રાજ્યોમાં વરસાદની આગાહી
દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં તીવ્ર ઠંડીથી રાહત મળવાની શરૂઆત થઈ ગઈ છે. જોકે, હવામાન વિભાગની ચેતવણીએ ફરી એકવાર ચિંતા વધારી છે. લોકોને કડકડતી શિયાળાથી રાહત મળી છે, પરંતુ કેટલાક રાજ્યોમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, જેના કારણે લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, અથવા એવું લાગે છે કે શિયાળો હજુ સંપૂર્ણપણે ગયો નથી. દરમિયાન, દિલ્હી-એનસીઆરમાં હળવા વરસાદને કારણે વધતા તાપમાન અને પ્રદૂષણના સ્તરથી રાહત મળી છે. હવામાન વિભાગે દિલ્હી સહિત દેશભરના ઘણા રાજ્યો માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
-
આજે 20 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
Published On - Feb 20,2026 7:31 AM
Tips And Tricks: તુલસીને ફરીથી લીલી બનાવશે આ સરળ ટિપ્સ
મેળવણ વગર દહીં જમાવવાની 5 રીતો, શું તમે ટ્રાય કરી છે?
સ્કીન પર લગાવાતી પેટ્રોલિયમ જેલીના અન્ય 5 ઉપયોગો પણ જાણો
દૂધ ફાટી જાય તો ગભરાશો નહીં, તેનો આ 5 રીતે કરો ઉપયોગ
Health : સારા લીવર હેલ્થ માટે કયા ફળો ખાવા જોઈએ?
મિલ્કશેક અને સ્મૂધી વચ્ચે શું તફાવત છે?