20 ઓગસ્ટ 2023ના મહત્વના સમાચાર : દેવગઢબારીઆના કાપડી વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 12:02 AM

Gujarat Live Updates : આજ 20 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

20 ઓગસ્ટ 2023ના મહત્વના સમાચાર : દેવગઢબારીઆના કાપડી વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

આજે 20 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 20 Aug 2023 11:57 PM (IST)

  Gujarat News Live : દસાડા-હાંસલપુર-બેચરાજી હાઇવે પર અકસ્માતમાં 2 ના મોત

  દસાડા હાંસલપુર બેચરાજી હાઈવે પર બાઈક અને ટ્ર્ક વચ્ચે થયેલા અકસ્માતમાં 2ના મોત થયા છે. દસાડા-હાંસલપુર -બેચરાજી હાઇવે પર ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર બેના મોત થયા છે. એકનુ ઘટનાસ્થળે અને એકનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. મૃતદેહ પીએમ માટે વિરમગામ ની સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. અમદાવાદ ગ્રામ્યની માંડલ પોલીસે તપાસ હાથ ધરી છે.

 • 20 Aug 2023 11:51 PM (IST)

  Gujarat News Live : દેવગઢબારીઆના કાપડી વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

  દેવગઢબારીઆના કાપડી વિસ્તારમાં ગૌવંશને બચાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કરાયો હોવાનુ સામે આવ્યું છે. પથ્થરમારામાં એક એએસઆઇને ગંભીર ઇજા પહોંચી છે. સાથોસાથ પોલીસના વાહનોને પણ ભારે નુકસાન થયુ છે. બનાવની જાણ થતા જ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.

 • 20 Aug 2023 11:42 PM (IST)

  Gujarat News Live : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો-આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર

  જમ્મુ-કાશ્મીરના પુલવામાના લારો-પરીગામ વિસ્તારમાં આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું. પોલીસ અને સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે.

 • 20 Aug 2023 11:18 PM (IST)

  Gujarat News Live : IND vs IRE ટીમ ઈન્ડિયા સામે આયર્લેન્ડ ફરી હાર્યુ, 33 રને જીત સાથે સિરીઝ જીતી

  જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે આયર્લેન્ડ સામેની T20 શ્રેણી પર કબજો જમાવ્યો છે. આયર્લેન્ડના માલાહાઈડમાં 20 ઓગસ્ટ, રવિવારના રોજ રમાયેલી શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને 33 રને હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ઋતુરાજ ગાયકવાડની અડધી સદીના આધારે 185 રન બનાવ્યા હતા, ત્યારબાદ પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિ બિશ્નોઈએ આયરલેન્ડને 152 રને અટકાવી દીધુ હતું.

 • 20 Aug 2023 11:06 PM (IST)

  Gujarat News Live : પોરબંદરના જાવર ગામે 15 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર, એકનુ મોત

  પોરબંદરના જાવર ગામે 15 થી 20 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થવા પામી છે. એક જાણીતી કંપનીમાં જમવાથી ફૂડ પોઈઝનિંગ થયુ હોવાનુ વાત સામે આવી છે. ફૂડ પોઈઝનિંગને કારણે 32 વર્ષના એક યુવાનનું મોત થયું છે. અસરગ્રસ્તોને સારવાર માટે સરકારી ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ચાર લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયુ છે.

 • 20 Aug 2023 10:34 PM (IST)

  Gujarat News Live : મુંબઈ નજીકના વસઈની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ

  મુંબઈ નજીક આવેલા વસઈના કમાન વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. રવિવારના કારણે ફેક્ટરી બંધ હતી, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી. મળતી માહિતી મુજબ આગ રાત્રે 8 વાગ્યાની આસપાસ લાગી હતી. ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે આગ લાગવાનું કારણ પણ સ્પષ્ટ થયું નથી.

 • 20 Aug 2023 09:47 PM (IST)

  Gujarat News Live : રાહુલ ગાંધીને કોઈ ગંભીરતાથી લેતું નથી - ગજેન્દ્ર સિંહ શેખાવત

  કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ચીન વિશેના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું છે કે દેશ, તેમની પાર્ટીના લોકો અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાહુલ ગાંધીની વાતને ગંભીરતાથી લેતા નથી. જો કોઈએ તેમની વાતને ગંભીરતાથી લીધી હોત તો તેઓ તેમની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોત.

 • 20 Aug 2023 08:16 PM (IST)

  Gujarat News Live : ગુજરાતમાં આજે સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં 94 તાલુકામાં વરસાદ

  છેલ્લા ઘણા દિવસના વિરામ બાદ, મેધરાજાએ આજે ગુજરાતના 94 તાલુકામાં મહેર વરસાવી છે. આજે રવિવારના સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના બાર કલાકમાં, 94 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરના બોડેલીમાં 17 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. કુલ 16 તાલુકામાં 9 મિલિમીટરથી વધુ વરસાદ વરસ્યો હતો.

 • 20 Aug 2023 07:53 PM (IST)

  Gujarat News Live : બેન્કો અને નાણાકીય સંસ્થાઓ માટે ગુજરાત ભારતમાં મોસ્ટ ફેવરેટ ઇન્વેસ્ટમેંટ ડેસ્ટીનેશન : RBI Bulletin

  દેશની બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ ફરી એકવાર ભારતમાં મોસ્ટ ફેવરેટ ઇન્વેસ્ટમેંટ ડેસ્ટીનેશન તરીકેની ઓળખ ધરાવતાં ગુજરાતમાં રોકાણ કરાયેલા વિકાસ પ્રોજેક્ટ્સમાં તેમનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ હાલમાં બહાર પાડેલ તેના ઓગસ્ટ મહીનાના બુલેટિનમાં જણાવ્યું છે કે વર્ષ 2022-23 માં, દેશમાં સૌથી વધુ 82 વિકાસ પ્રોજેક્ટ્સને બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ફંડ પૂરું પાડવામાં આવ્યું છે. આ કેટેગરીમાં 48 પ્રોજેક્ટ્સની સાથે મહારાષ્ટ્ર બીજા સ્થાને અને 45 પ્રોજેક્ટ્સની સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે.

 • 20 Aug 2023 06:34 PM (IST)

  Gujarat News Live : ઉત્તરાખંડના ઉતરકાશીમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી, 7ના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલ

  ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી હતી. બસમાં 33 શ્રદ્ધાળુઓ હતા. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે, 20 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બચાવ અને રાહત ટીમ દ્વારા અન્યને શોધવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.

 • 20 Aug 2023 06:26 PM (IST)

  Gujarat News Live : ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે - NCP વડા શરદ પવાર

  પુણેમાં એનસીપી પ્રમુખ શરદ પવારે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં અનેક પ્રશ્નો અને સમસ્યાઓ છે. સરકાર આ તરફ ધ્યાન આપી રહી નથી. કેન્દ્ર સરકારના અનેક નિર્ણયો ખેડૂત વિરોધી છે. ડુંગળી પર નિકાસ ડ્યુટી વધારવાનો નિર્ણય ખોટો છે. તેનાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે. ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહી છે.

 • 20 Aug 2023 06:12 PM (IST)

  Gujarat News Live : ધારાસભ્ય કાંધલ જાડેજાને સેશન્સ કોર્ટે આપી રાહત

  વર્ષ 2009 ના પોરબંદરના હત્યા કેસમાં રાજકોટ જેલમાં જેલવાસ ભોગવતા હતા, તે દરમિયાન નાસી છૂટવાના કેસમાં ધારાસભ્ય કાંધલ જાડેજાને દોઢ વર્ષની સજા થઈ હતી. આ કેસમાં કાંધલ જાડેજાને સેશન્સ કોર્ટે 6 માસની સજા માફી આપવામાં આવી છે. આથી કાંધલ જાડેજાને હવે જેલમાં નહી રહેવું પડે. દોઢ વર્ષની સજામાં, કાંધલ જાડેજાએ અગાઉ એક વર્ષ સુધી જેલવાસ ભોગવ્યા બાદ 6 માસની સજા માફી માંગી હતી. આ કેસમાં રાહત મળતા હવે ધારાસભ્ય કાંધલને જેલમાં નહિ રહેવું પડે.

 • 20 Aug 2023 06:06 PM (IST)

  Ahmedabad : મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં વોટર કુલર શોભાના ગાંઠિયા સમાન

  Ahmedabad : કોર્પોરેટર (Corporator) દ્વારા પ્રજાલક્ષી કામો માટે સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ આ જ ગ્રાન્ટ વપરાયા પછી તે વસ્તુ કે વ્યવસ્થાનો લાભ લોકો સુધી પહોંચ્યો છે કે કેમ તે જોવાની દરકાર કોર્પોરેશનના અધિકારીઓ લેતા નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં પણ આ જ પ્રકારની હાલત જોવા મળી છે.

  વોટર કુલર નવા છે અને ધૂળ ખાઈ રહ્યા છે તે તેની સ્થિતિ પરથી જ સ્પષ્ટ થઈ રહ્યું છે, પરંતુ ચોકાવનારી બાબત એ છે કે વર્ષ 2021-22ની ગ્રાન્ટમાંથી સ્થાનિક કુબેરનગરના કોર્પોરેટર નકુલસિંહ તોમર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી હતી જેમાંથી બે વોટર કુલર લેવામાં આવ્યા, તેમ છતાં 2021ના ખરીદાયેલા વોટર કુલરમાં હજુ સુધી નળ લગાવવામાં જ આવ્યા નથી કે પછી કુલરનું પેકિંગ પણ દૂર કરવામાં આવ્યું નથી. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એટલે કે કોર્પોરેશન સંચાલિત શાળાના દ્રશ્યો ખરેખર ચોકાવનારા છે.
 • 20 Aug 2023 05:14 PM (IST)

  ચંદ્રયાન-3 ક્યારે ચંદ્ર પર ઉતરશે? ઈસરોએ જણાવ્યો સમય

  ભારતનું ચંદ્રયાન-3 મિશન ચંદ્રની સપાટી પર ઉતરવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન મિશન 14 જુલાઈએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આ મૂન મિશન દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી કોઈ સ્પેસ એજન્સીએ આ કારનામું કર્યું નથી. આપણું ચંદ્રયાન-3 મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે કે તરત જ ભારત આવું કરનાર પ્રથમ દેશ બનીને ઈતિહાસ રચશે.

 • 20 Aug 2023 05:10 PM (IST)

  આંધ્ર પ્રદેશના પડેરુમાં બસ ઊંડી ખીણમાં પડતાં 2નાં મોત, 30 ઘાયલ

  આંધ્રપ્રદેશના અલુરી સીતામરાજુ જિલ્લાના પડેરુ વિસ્તારમાં પહાડ ઘાટ રોડ પર મુસાફરોથી ભરેલી એક RTC બસે નિયંત્રણ ગુમાવ્યું અને લગભગ 100 ફૂટ ઊંડી ખીણમાં પડી. બસમાં સવાર બે લોકોના મોત થયાનું કહેવાય છે, જ્યારે 30 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 10 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. બચાવ કાર્ય ચાલુ છે. બસ છોડવરમથી પડેરુ જઈ રહી હતી.

 • 20 Aug 2023 05:02 PM (IST)

  જામનગર: ધુન ધોરાજી ગામમાં છેડતીની આશંકાએ પ્રૌઢની ધોલાઇ

  • ખેતર વિસ્તારમાં ખેતીકામ કરતી યુવતીની પ્રૌઢે છેડતી કરી હોવાનો આક્ષેપ
  • યુવતીના પરિવારજનોએ પ્રૌઢને માર્યો માર
  • વીડિયોમાં પ્રૌઢ મારી ભૂલ થઇ ગઇ હોવાનું રટણ કરી રહ્યો છે
  • ધુન ધોરાજી જેવા ગામમાં પ્રૌઢની હરકતથી સરપંચ સહિતના લોકોએ તપાસ શરૂ કરી
 • 20 Aug 2023 04:25 PM (IST)

  નર્મદા ડેમની જળસપાટી 123 મીટર પર પહોંચી, મહત્તમ સપાટીથી 6 મીટર દૂર

  નર્મદા ડેમની જળ સપાટી 132 મીટર પર પહોંચી છે. ડેમ મહત્તમ સપાટીથી 6 મીટર દુર છે. હાલમાં સરદાર સરોવરમાં પાણીનો જથ્થો 77.81 ટકા જેટલો રવિવારે બપોર બાદ નોંધાયો હતો. નર્મદા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. ગત મધરાત્રી દરમિયાન પાણીની આવક 1 લાખ ક્યુસેક કરતા વધુ થઈ રહી હતી. જે દિવસે એંકદરે 80 હજાર ક્યુસેકની આસપાસ રહી હતી. જોકે બપોરે 12 કલાકે આવક ફરીથી 1 લાખ ક્યુસેક કરતા વધારે નોંધાઈ હતી. ઉપરવાસમાં વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો. નદીમાં 44 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.

  ડેમમાં પાણીની આવક થવાને લઈ વીજ ઉત્પાદન શરુ થઈ ચુક્યુ છે. નર્મદા ડેમ પર આવેલ RBPH ના 6 ટર્બાઈન અને CHPH 3 ટર્બાઈન શરુ કરવામાં આવ્યા છે. આમ ડેમમાં પાણીની આવક થતા વીજ ઉત્પાદન 9 થવા લાગ્યુ છે. નર્મદા ડેમની સપાટી હવે 80 ટકાએ પહોંચવા તરફ આગળ વધી રહી છે. ડેમમાં જળ જથ્થાને લઈ મોટી રાહત છે.

 • 20 Aug 2023 04:03 PM (IST)

  4000 થી વધુ કાવડીયાત્રી દ્વારા ગાંધીનગર નજીકના પવિત્ર અમરનાથ ધામમાં જલાભિષેક

  શિવ આરાધના મહાપર્વ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગંગાજલ લઈને 55 કિલોમીટરની પદયાત્રા માં જોડાયા ગંગાજળ ભરેલ 800 થી વધુ કળશ સાથે એક સરખા ભગવા વસ્ત્રો અંગિકાર કરેલ કાવિડયાઓને નિહાળવાનો આ અનોખો અવસર અમદાવાદમાં સર્જાયો છે. ખુલ્લા પગે ચાલીને આવેલ કાવડીયાઓ દ્વારા ગાંધીનગર નજીકના પવિત્ર અમરનાથ ધામમાં આવેલા અદ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ પર જલાભિષેક.

 • 20 Aug 2023 03:00 PM (IST)

  રશિયાનું મૂન મિશન લુના-25 થયું ક્રેશ, ચંદ્રની સપાટી સાથે અથડાયા પછી સંપર્ક તૂટી ગયો

  રશિયાનું ચંદ્ર મિશન લુના-25 નિષ્ફળ ગયું છે. અહેવાલો અનુસાર, લુના-25 તેના માર્ગથી ભટક્યા બાદ ચંદ્રની સપાટી સાથે અથડાયુ હતું. જે બાદ તેનો સ્પેસ સ્ટેશન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

 • 20 Aug 2023 02:06 PM (IST)

  વડોદરાના મંજુસર GIDCમાં આવેલ નીઓ સિલ નામની કંપનીમાં લાગી ભીષણ આગ

  વડોદરાના મંજુસર GIDCમાં આવેલ નીઓ સિલ નામની કંપનીમાં લાગી ભીષણ આગ, ચારથી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી છે.

 • 20 Aug 2023 12:54 PM (IST)

  વડોદરા: SSG હોસ્પિટલના રેન બસેરા બની રહ્યા છે અસામાજીક તત્વોનો અડ્ડો

  • રેનબસેરામાં લુખ્ખા તત્વો દર્દીઓ અને દર્દીઓના સગા સંબંધીઓ પાસે કરે છે ઉઘરાણા
  • જે દર્દીઓ નાણાં ના આપે તેઓની સાથે કરવામાં આવે છે મારામારી
  • રેનબસેરામાં દર્દીના સંબંધી સાથે મારામારીનો વીડિયો થયો વાયરલ
  • 200 રૂપિયા માંગ્યા બાદ નહીં આપતાં છુટ્ટા હાથની મારામારી કરી
 • 20 Aug 2023 12:40 PM (IST)

  તાપી: મહુવા વાલોડના ધારાસભ્ય મોહન ઢોડિયાના બળાપા બાદ કાર્યવાહી

  • બુહારી ગામના તળાવમાં ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવા અંગે કાર્યવાહી નહિ કરતા બળાપો કાઢ્યો હતો
  • વાલોડ પોલીસ મથકે અજાણ્યા પાંચથી છ ઈસમોના ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
  • તળાવ ફરતે બનાવેલ કમ્પાઉન્ડના મેઈન ગેટનું તાળું તોડી ગેટને નુકશાન કરી કમ્પાઉન્ડની અંદર ગેરકાયદે પ્રવેશ કરી કાયદો અને વ્યવસ્થા ડહોળાઈ તેવું કૃત્ય કરવા બાબતનો ગુનો દાખલ થયો
  • અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો
  • વાલોડ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી
 • 20 Aug 2023 11:45 AM (IST)

  રાહુલ ગાંધી માત્ર દેશને બદનામ કરવા માંગે છેઃ ધર્મેન્દ્ર પ્રધાન

  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે રાહુલ ગાંધીનો ચીન સાથે શું સંબંધ છે? તે બધા જાણે છે. તેઓએ મગરના આંસુ વહાવ્યા. રાહુલ ગાંધી માત્ર દેશને બદનામ કરવા માંગે છે.

 • 20 Aug 2023 11:21 AM (IST)

  ગાંધીનગર: પંચાયત સેવાના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી પ્રક્રિયા

  • બદલી પ્રથમવાર ઓનલાઇન-ફેસલેસ-પેપરલેસ અને ટ્રાન્સપરન્ટ બની
  • 1179 કર્મચારીઓની ઇન્‍ટર ડીસ્ટ્રીક્ટ ટ્રાન્સફર્સને મુખ્યમંત્રીની મંજૂરીની મહોર
  • પંચાયત સંવર્ગની વિવિધ 22 કેડરને મળશે લાભ
  • આંતર જિલ્લા બદલીથી ખાલી પડનારી જગ્યાઓનું સંતુલન જાળવવા પંચાયત વિભાગનું સુદ્રઢ આયોજન
  • 15 ઓક્ટોબર 2023 સુધીમાં તલાટી કમ મંત્રીની 3437 - જુનિયર ક્લાર્કની 1181 અને ગ્રામસેવકની 81 જગ્યાઓ પર ફાઇનલ લીસ્ટમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોની નિમણૂંક કરાશે
 • 20 Aug 2023 11:13 AM (IST)

  મુંબઈ એરપોર્ટ પરથી 6 કિલો સોનું ઝડપાયું

  કસ્ટમ્સ વિભાગે (કસ્ટમ્સ) મુંબઈ એરપોર્ટ પર 5 મુસાફરોની તપાસ કરીને 6 કિલો સોનું જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા સોનાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 3.20 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

 • 20 Aug 2023 10:36 AM (IST)

  સાઠંબામાં 3 વર્ષની માસુમ પર 68 વર્ષના ફુવાએ દુષ્કર્મ આચર્યુ, બાળકીની સ્થિતિ ગંભીર

  અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા વિસ્તારમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. બાળકીના 68 વર્ષીય ફુવાએ જ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. સાઠંબા પોલીસે આરોપી વૃદ્ધ ફુવા સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. બાળકીને ઈજા પહોંચી હોવાને લઈ તેને બાયડ સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઈજાઓ ગંભીર જણાતા બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

 • 20 Aug 2023 10:13 AM (IST)

  ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી ચંદન ચોરીનો પર્દાફાશ, કામરેજમાં 35 લાખનું ચંદન જપ્ત

  1. ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી ચંદન ચોરીનો પર્દાફાશ
  2. કામરેજના ‘વીરપ્પન’ વિમલ મહેતાને ત્યાંથી 35 લાખનું ચંદન જપ્ત
  3. નેત્રંગની ફોરેસ્ટ વિભાગની ટીમે વિમલ મહેતાના ઘરે પાડી રેડ
  4. કામરેજ અને ભરૂચ જિલ્લાના રૂંધા ગામેથી મળ્યો ચંદનનો જથ્થો
  5. આરોપી ખેડૂતો પાસેથી ઓછા ભાવે ચંદનની ખરીદી કરતો હતો
  6. વિમલ મહેતા ચંદનચોરો સાથે સંપર્ક વધારી કરતો હતો વેપાર
 • 20 Aug 2023 10:07 AM (IST)

  વરસાદના વિરામ બાદ ફરી અમદાવાદના વાતાવરણમાં પલટો, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ

  Ahmedabad Rain : અમદાવાદમાં વરસાદના વિરામ બાદ ફરી એક વાર શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે. તેમજ શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે બફારાનો માહોલ જોવા મળ્યો છે. શહેરમાં કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. વસ્ત્રાલ સાથે ઓઢવ સહિત પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો વડોદરામાં વરસાદના 10 દિવસના વિરામ બાદ ડભોઈ શહેર અને તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જ્યારે મહુડી, ભાગોળ, નવાપુરા, કડિયાવારમાં વરસાદ વરસ્યો છે. રેલવે સ્ટેશન, સિનોર ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે.

 • 20 Aug 2023 09:49 AM (IST)

  સુરતના ઉધનાની 17 વર્ષીય કિશોરીનું ડેન્ગ્યૂથી મોત, સિવિલ હોસ્પિટલમાં 31 લોકોએ લીધી સારવાર

  Surat : રાજ્યમાં વરસાદે લીધા વિરામ બાદ રાજ્યભરમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે. જ્યાં સુરતમાં પણ રોગચાળો જોવા મળ્યો છે. સુરતના ઉધનામાં 17 વર્ષીય કિશોરીને ડેન્ગ્યૂ ભરખી ગયો. કિશોરીનું સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે. કિશોરીને બે-ત્રણ દિવસથી હતી તાવની અસર હતી. જેના પગલે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

 • 20 Aug 2023 09:18 AM (IST)

  Himachal Pradesh Flood: હિમાચલમાં હવામાનનો કહેર, 5 દિવસમાં 78ના મોત, આગામી 72 કલાક વધુ મુશ્કેલ

  Himachal : હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 78 લોકોના મોત થયા છે. તે જ સમયે, હવામાન વિભાગે હજુ પણ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 21, 22 અને 23 ઓગસ્ટે ફરીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં હજુ પણ ઓછામાં ઓછા 3 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. હાલ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે ઓપરેશન ચલાવી રહી છે.

 • 20 Aug 2023 08:59 AM (IST)

  લદ્દાખના લોકોએ કહ્યું કે ચીનની સેના અહીં ઘૂસી ગઈ છેઃ રાહુલ ગાંધી

  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે લદ્દાખના લોકો કહી રહ્યા છે કે ચીનની સેના અહીં ઘૂસી ગઈ છે. લદ્દાખમાં મોંઘવારી તેની ટોચ પર છે.

 • 20 Aug 2023 08:28 AM (IST)

  ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશની મુલાકાત લેશે

  ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. શાહ શિવરાજ સરકારનું રિપોર્ટ કાર્ડ બહાર પાડશે. તેઓ ગ્વાલિયરમાં ભાજપ વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લેશે.

 • 20 Aug 2023 08:15 AM (IST)

  આજે રાજીવ ગાંધીની જન્મજયંતિ, સોનિયા ગાંધી વીર ભૂમિ પહોંચ્યા

  આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ છે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ દિલ્હીમાં 'વીર ભૂમિ' જઈને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

 • 20 Aug 2023 07:04 AM (IST)

  પાકિસ્તાનમાં મોટો અકસ્માત, કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહેલી બસમાં લાગી આગ, 35ના મોત

  પાકિસ્તાનમાં એક મોટો અકસ્માત થયો છે. કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહેલી પેસેન્જર બસમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 35 લોકોના મોત થયા છે જ્યારે સાત લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માત રવિવારે વહેલી સવારે પિંડી ભટ્ટિયા પાસે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા. પોલીસે આ ઘટના અંગે માહિતી આપી છે.

 • 20 Aug 2023 06:19 AM (IST)

  હિમાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ

  હિમાચલ પ્રદેશમાં 21, 22 અને 23 ઓગસ્ટે ફરી એકવાર ભારે વરસાદ અને અચાનક પૂર માટે ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને, સ્થાનિક વહીવટીતંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.

Published On - Aug 20,2023 6:18 AM

Follow Us:
જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત
જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત
રાજ્યના હવામાન વિભાગે આ ત્રણ જિલ્લામાં આપ્યુ વરસાદનું રેડ એલર્ટ
રાજ્યના હવામાન વિભાગે આ ત્રણ જિલ્લામાં આપ્યુ વરસાદનું રેડ એલર્ટ
1 ઈંચ વરસાદમાં રાજકોટના રસ્તાઓ થયા પાણી-પાણી, અનેક વાહનો ફસાયા-Video
1 ઈંચ વરસાદમાં રાજકોટના રસ્તાઓ થયા પાણી-પાણી, અનેક વાહનો ફસાયા-Video
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ-Video
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ-Video
જામનગરના મૂળિયા ગામે ભારે વરસાદમાં પૂલ તૂટ્યો, ફસાયા બાળકો
જામનગરના મૂળિયા ગામે ભારે વરસાદમાં પૂલ તૂટ્યો, ફસાયા બાળકો
અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ, ખેડબ્રહ્મામાં 1 ઈંચ નોંધાયો, જુઓ
અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ, ખેડબ્રહ્મામાં 1 ઈંચ નોંધાયો, જુઓ
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો,કેટલાક જિલ્લામાં યલો એલર
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો,કેટલાક જિલ્લામાં યલો એલર
નવસારીથી ચોમાસુ આગળ વધ્યુ,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદ
નવસારીથી ચોમાસુ આગળ વધ્યુ,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદ
વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
કુવૈતથી કોચી પહોંચી ગુજરાતી યુવકે વીડિયોકોલથી દર્શાવ્યા આપવીતીના દૃશ્ય
કુવૈતથી કોચી પહોંચી ગુજરાતી યુવકે વીડિયોકોલથી દર્શાવ્યા આપવીતીના દૃશ્ય
g clip-path="url(#clip0_868_265)">