19 નવેમ્બરના મહત્વના સમાચાર : તહેવારો પૂર્ણ થયા બાદ પણ અમદાવાદમાં હવાનું પ્રદુષણ યથાવત્! કેટલાક વિસ્તારોમાં AQI 200ને પાર
આજે 19 નવેમ્બર ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમરેલીના અડતાળા ગામે પાણીના પ્રશ્ને બબાલ, કોંગ્રેસ અગ્રણીનો હથિયાર સાથેનો વીડિયો વાયરલ
અમરેલીના લાઠી તાલુકાના અડતાળા ગામમાં પાણીના પ્રશ્ને મારામારીની ઘટના સામે આવી છે. ગામમાં પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવા પહોંચેલા ગ્રામજનો અને કોંગ્રેસ અગ્રણી જીતુ વાળા વચ્ચે મામલો બિચક્યો હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર વિવાદ વચ્ચે કોંગ્રેસ અગ્રણી જીતુ વાળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેમના એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ધોકો જોવા મળી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, જીતુ વાળાએ ધોકા વડે તેમના પર હુમલો કર્યો હતો. ઘટનાને પગલે ગામમાં હોબાળો મચી ગયો છે. બીજી તરફ, ગ્રામજનોએ સમગ્ર મામલે પોલીસ સમક્ષ રજૂઆત કરી ન્યાયની માગ કરી છે. હવે આ ઘટનાને લઈને પોલીસ તપાસમાં શું વિગતો સામે આવે છે તેના પર સૌની નજર છે.
-
તહેવારો પૂર્ણ થયા છતાં અમદાવાદમાં હવાનું પ્રદૂષણ યથાવત્, અનેક વિસ્તારોમાં AQI 200ને પાર
અમદાવાદમાં તહેવારો પૂર્ણ થયા બાદ પણ હવાનું પ્રદૂષણ ઘટવાનું નામ લઈ રહ્યું નથી. શહેરના કેટલાક વિસ્તારોમાં હવાનો ગુણવત્તા સૂચકાંક (AQI) 200ને પાર પહોંચતા નાગરિકોના સ્વાસ્થ્ય સામે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. દિવાળીમાં ફોડવામાં આવેલા ફટાકડાનો ધુમાડો, શિયાળાની શરૂઆત અને હવામાં ભેજ સહિતનાં પરિબળોની અસર પ્રદૂષણ પર જોવા મળી રહી છે. આ ઉપરાંત શહેરમાં વધતા વાહનોની અવરજવર, ટ્રાફિક, બાંધકામની પ્રવૃત્તિઓ અને રસ્તાઓ પર ઊડતી ધૂળ પણ હવાની ગુણવત્તા બગાડવામાં કારણભૂત બની રહ્યાં છે. સતત વધી રહેલા પ્રદૂષણને કારણે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસની તકલીફ ધરાવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ત્યારે તહેવારો પૂર્ણ થયા હોવા છતાં અમદાવાદની હવા શુદ્ધ ન થતાં નાગરિકોના સ્વાસ્થ્ય અને પ્રદૂષણ નિયંત્રણના પગલાં અંગે સવાલો ઊભા થયા છે.
-
આજે 19 નવેમ્બર ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Nov 19,2026 7:54 AM
