ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળના હુડકો સોસાયટી વિસ્તારમાં SMC દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન ટેન્કરમાં ભરીને કરવામાં આવતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. ટેન્કરમાં છુપાવી રાખવામાં આવેલી 400થી પણ વધુ પેટી વિદેશી દારૂ SMCની ટીમે ઝડપીને જપ્ત કરી છે. આ ઉપરાંત દારૂના ગેરકાયદેસર જથ્થા સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓને પણ કબ્જે લઈ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
19 નવેમ્બરના મહત્વના સમાચાર : કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે VCEને કોઈ પૈસા આપવા નહીંઃ વિકાસ કમિશનર
આજે 19 નવેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 19 નવેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે VCEને કોઈ પૈસા આપવા નહીંઃ વિકાસ કમિશનર
કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે VCE દ્વારા પૈસા લેવાતા હોવાની ફરિયાદો ઉદભવ્યા બાદ, રાજ્ય સરકાર સ્પષ્ટતા કરી છે કે, કોઈપણ ખેડૂતે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે VCEને એક પૈસો પણ આપવાનો નથી. તમામ VCEને ફોર્મ દિઠ રૂપિયા 12 સરકાર દ્વારા આપવામાં આવે છે. જો કોઈ VCE ફોર્મ ભરવાના રૂપિયા ખેડૂત પાસેથી માગશે તો સરકાર કડક પગલાં ભરશે. કલેક્ટરને સરકારે સૂચના આપી છે. આ પ્રકારની ગેરરીતિ કરનારા સામે કાર્યવાહી કરે કોઈ એક એજન્સી સામે નહી પરંતુ કર્મચારી સામે કડક પગલાં ભરવા સુચના આપી છે.
-
ધારાસભ્ય ચૈતર વસાવા તો ટુકડે ટુકડે ગેંગનો સભ્ય, આદીવાસીઓને ભરમાવે છેઃ સાંસદ ધવલ પટેલ
વલસાડના સાંસદ ધવલ પટેલે, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે, નવસારીમાં ખાલી ખુરશીઓ જોઈને ચૈતર વસાવા બોખલાઈ ગયા હતા. હું 2 લાખ 10 હજારની લીડથી જીત્યો છું, ચૈતર 80 હજાર મતથી હારેલા છે. ચૈતર વસાવાને ‘ટુકડે-ટુકડે ગેંગ’ના સભ્ય ગણાવતા સાંસદ ધવલ પટેલે કહ્યું કે, ગુજરાતના આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આદિવાસી યુવાનો રાષ્ટ્રવાદ અને પીએમ મોદીની સાથે છે, ચૈતર વસાવા તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની હાલત દિલ્હીવાળી થશે તેમ ધવલ પટેલે કહ્યું હતું.
-
-
રાજકોટની ઓમ રેસ્ટોરન્ટમાં GSTના દરોડામાં વિદેશી દારુની 4 બોટલ મળી
રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ નજીક ઓમ રેસ્ટોરન્ટમાં GST વિભાગે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઓમ રેસ્ટોરન્ટમાંથી વિદેશી દારૂની 4 બોટલ મળી આવી હતી. જીએસટી વિભાગની તપાસ દરમિયાન દારૂની બોટલ મળતા પોલીસને જાણ કરાઈ હતી. ૪ જેટલી વિદેશી દારૂની બોટલ મળી આવતા પોલીસે પ્રોહિબીશનનો ગુનો નોંધ્યો હતો. જો કે, વલ્લભ તારપરા નામના રેસ્ટોરન્ટના માલિક સામે ગુનો નોંધાયો છે. એવુ પણ સામે આવ્યું છે કે, રેસ્ટોરન્ટ માલિક દ્રારા જીએસટી વિભાગના કર્મચારીને માર મારવામાં આવ્યો હતો.
-
વડોદરા સેન્ટ્રલ જેલના કર્મચારીએ અમદાવાદ SOGના નામે ખંડણી માંગી, 2ની ધરપકડ
માંજલપુર પોલીસે બે લોકોની કરી ધરપકડ કરી છે, તેમાં એક વડોદરા સેન્ટ્રલ જેલના પોલીસ કર્મીનો સમાવેશ થાય છે. યાજ્ઞિકના સાથી અરફાન પઠાણની પણ ધરપકડ કરવામાં આવી છે. દુબઇ રિટર્ન યુવક અને તેની મહિલા મિત્ર વડોદરા આવ્યા હતા. મકરપુરા પાસે ઇનોવા કારમાં યુવક અને તેની મિત્ર આવી હતી. 3 લોકોએ અન્ય કારમાં આવી યુવકને આંતરી લેવાયો હતો. ધમકી આપી અમદાવાદ સીટીએમ લઇ જવામાં આવ્યો હતો. મેડમ તને મારશે કહી 50 લાખની ખંડણી માંગી હતી. ગભરાઈ ગયેલા યુવકના ભાઈ પાસેથી રૂપિયા 4.50 લાખ લઇ છોડ્યો હતો. ભરૂચના અફાન કાનીએ ફરિયાદ નોંધાવી હતી. સેન્ટ્રલ જેલના હવલદાર સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
-
ગુજરાતના તમામ ખેડૂતોને માર્ચ 2026 સુધીમાં સિંચાઈ માટે દિવસે વીજળી મળશેઃ CM ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, જાહેરાત કરતા કહ્યું કે, આગામી માર્ચ, 2026 સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળતી થઈ જશે. આજે પી.એમ.કિસાન સન્માન નિધિ કાર્યક્રમ વેળાએ ખેડૂતોને સંબોધતા, મુખ્યમંત્રીએ કહ્યું કે, હાલ 98 ટકા કરતાં વધુ ખેડૂતોને દિવસે વીજળી મળે છે, તે આંક 100 ટકાએ પહોંચાડાશે.
-
-
અલ ફલાહ યુનિવર્સિટીમાંથી 10 લોકો ગુમ, ફોન પણ સ્વિચ ઓફ
સૂત્રોના અહેવાલ મુજબ ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં કામ કરતા અને અભ્યાસ કરતા 10 થી વધુ લોકો ગુમ છે. ગુમ થયેલા વ્યક્તિઓમાંથી ત્રણ કાશ્મીરી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ફરીદાબાદ પોલીસ દ્વારા યુનિવર્સિટીમાં દરોડા પાડવામાં આવ્યા બાદ, 10 લોકો ગુમ મળી આવ્યા હતા. તેમના ફોન બંધ છે. તપાસ એજન્સીઓ તેમને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
-
ફલાહ યુનિવર્સિટીના સ્થાપકને 13 દિવસના ED રિમાન્ડ પર મોકલવામાં આવ્યા
દિલ્હીની સાકેત કોર્ટે અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપક જવાદ અહેમદ સિદ્દીકીને 13 દિવસના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ રિમાન્ડ પર મોકલ્યા છે. તેઓ 1 ડિસેમ્બર સુધી કસ્ટડીમાં રહેશે.
-
રાજકોટ: જૂની અદાવતમાં જાહેરમાં મારામારી
રાજકોટ: શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જૂની અદાવતમાં જાહેરમાં મારામારી થઇ.ભગવતી પરા વિસ્તારમાં 7 થી 8 શખ્સે ઘાતક હથિયાર સાથે રિક્ષાચાલક પર હુમલો કર્યો. રિક્ષામાં તોડફોડ કરી, સ્થાનિકોમાં ભયનો માહોલ છે. મારામારીમાં રિક્ષા ચાલક ગંભીર ઈજાગ્રસ્ત થયો. સમગ્ર મામલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.
-
અમરેલી: ખાંભા ગીરમાં શાળાની કરાઈ તાળાબંધી
અમરેલી: ખાંભા ગીરમાં શાળાની તાળાબંધી કરાઈ. બોરાળા ગામમાં ગ્રામજનોએ પ્રાથમિક શાળાની તાળાબંધી કરી. આચાર્યની બદલી અને સ્ટાફની અછત અંગે ગામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓનાં ભણતર પર અસરનો વાલીઓનો આક્ષેપ છે. આચાર્યની બદલી કરવાની માંગ છતાં કાર્યવાહી નહીં કરાતા રોષ ફેલાયો છે. લેખિત બાંહેધરી નહીં મળે ત્યાં સુધી તાળા નહીં ખોલવાની ચીમકી ઉચ્ચારી.
-
અમદાવાદઃ રિંગ રોડ પરથી ચાઈનીઝ દોરીનો મોટો ઝથ્થો ઝડપાયો
અમદાવાદઃ ઉત્તરાયણ પહેલા પોલીસની મોટી કાર્યવાહી. રિંગ રોડ પરથી ચાઈનીઝ દોરીનો મોટો ઝથ્થો ઝડપાયો. રિંગ રોડના ટ્રાવેલ્સના મેદાનમાંથી ચાઈનીઝ દોરી ઝડપાઈ છે. 8.16 લાખની કિંમતના ચાઈનીઝ દોરીના 2,040 ટેલર મળ્યા. ચાઈનીઝ દોરીના જથ્થા સાથે યુવકની ધરપકડ કરવામાં આવી છે. ચાઈનીઝ દોરી મોકલનારો સુરતનો શખ્સ ફરાર. રામોલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
-
વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં બેના મોત
વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં બેના મોત થયા છે. હાઇવે રિપેર કરતા બે મજૂરના કારની અડફેટે મોત થયા, ત્રણનો બચાવ થયો. વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલી કારે મજૂરોને અડફેટે લીધા. પાદરા સરસવણી ગામ પાસે અકસ્માત થયો. પાદરા પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી.
-
બનાસકાંઠા: જંગલ વિસ્તારમાંથી ઝડપાઈ શિકારી ટોળકી
બનાસકાંઠામાં ઇલબાલગઢ ફોરેસ્ટ રેન્જમાં 10 શિકારીઓ હથિયારો સાથે ઝડપાયા છે. શિકારી ટોળકી બંદૂક લઈને શિકાર કરવા જંગલમાં નિકળી હતી અને નીલ ગાયનો શિકાર કર્યા બાદ આગળના શિકાર માટે જઈ રહી હતી. વન વિભાગની ટીમે 10 શખ્સોને ઝડપી લીધા, જ્યારે 4 ફરાર થઈ ગયા. આરોપીઓમાંથી 5 બંદૂકોમાંથી 4 બિનલાયસન્સ ધરાવતા હતા. વન વિભાગ અને પોલીસએ ગુનો નોંધ્યો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
માઉન્ટ આબુ: ગુલબી ઠંડીની શરૂઆતમાં પારો ગગડ્યો
માઉન્ટ આબુમાં શિયાળાની શરૂઆત સાથે પારો ગગડ્યો છે. શૂન્ય ડિગ્રી તાપમાનમાં બગીચા અને વાહનો પર બરફ જામી ગયો, જ્યારે ઠંડીનો આનંદ માણવા આવ્યા પ્રવાસીઓ ચા અને કોફીની ચૂસકી લઈને ઠંડીની મજા લેતા જોવા મળ્યા. આવનારા દિવસોમાં આબુમાં વધુ ઠંડી પડવાની શક્યતા છે.
-
વડોદરા: ડોર-ટૂ-ડોર ટેમ્પો ચાલકે નશામાં સર્જ્યો અક્સમાત
વડોદરામાં નશામાં ધૂત ડોર-ટૂ-ડોર ટેમ્પો ચાલકે હરણી–વારસિયા રીંગ રોડ પર બેફામ ઝડપે ટેમ્પો દોડાવતા અકસ્માત સર્જાયો. ચાલકે અન્ય ટેમ્પોને અડફેટે લેતા બે રાહદારીઓને ઈજા પહોંચી હતી. ઘટનાની બાદ ટેમ્પો ચાલકની દાદાગીરી પણ સામે આવી, જેના કારણે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. રાહદારીઓએ ટેમ્પો ચાલકને પકડી તેને મેથીપાક ચખાડતા તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપી વાયરલ થયો છે.
-
રાજકોટ: ગ્રીનલેન્ડ ચોકડી પાસેનાં ખેતલા આપા મંદિરમાં દરોડા
રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા ખેતલા આપા મંદિરમાં પોલીસે દરોડા પાડ્યા ત્યારે ચોંકાવનારી બાબત બહાર આવી. મંદિરમાંથી કુલ 52 જીવતા સાપો મળી આવ્યા હતા. આ મામલે મંદિરના મહંત મનુ મણીરામ દુધરેજીયાની ધરપકડ કરવામાં આવી છે. મહંત દર્શનાર્થીઓને સાપોના દર્શન કરાવતો હતો, જ્યારે સોશિયલ મીડિયામાં પણ મંદિરને “નાગનું ઘર” ગણાવી અનેક વીડિયો મૂકવામાં આવ્યા હતા. સ્થળપરિસ્થિતિ અને વીડિયો પરથી શંકા ઉઠતા આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ મંદિરમા 100થી વધુ સાપ રાખવામાં આવતા હતાં, એવો દાવો પણ થયો છે.
-
ગીર સોમનાથ: ટેન્કરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
-
અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ભારત લવાઇ રહ્યો છે
ભારતીય સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી. અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ભારત લવાઇ રહ્યો છે. સવારે 10 કલાકે અનમોલ બિશ્નોઇ દિલ્લી એરપોર્ટ પહોંચશે. અનમોલ બિશ્નોઈને એરપોર્ટથી સીધા કોર્ટમાં રજૂ કરાશે. અનમોલ બિશ્નોઈ અનેક હાઈ-પ્રોફાઈલ કેસોમાં વોન્ટેડ છે. અનમોલ બિશ્નોઈ સામે અનેક રાજ્યમાં ગંભીર ગુના દાખલ છે. સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં અનમોલ બિશ્નોઈનું નામ સંડોવાયેલું છે.
-
ગાંધીનગરઃ CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
ગાંધીનગરઃ CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી. CMની અધ્યક્ષતામાં સવારે 10 વાગે કેબિનેટ બેઠક મળશે. ટેકાના ભાવે મગફળી ખરીદી, કૃષિ રાહત પેકેજની સમીક્ષા કરાશે. ગૃહપ્રધાન અમિત શાહના આગામી કાર્યક્રમોની પણ સમીક્ષા થશે. એકતા યાત્રા અને સરકારની આગામી ચિંતન શિબિર સંદર્ભે સમીક્ષા થશે. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અને નીતિગત વિષયો પર ચર્ચા થશે.
-
જાપાનઃ ઓઇટા શહેરમાં ભીષણ આગ
જાપાનઃ ઓઇટા શહેરમાં ભીષણ આગ લાગી. આગમાં અત્યાર સુધી 170 ઇમારતો ખાખ થઇ. ફાયર વિભાગ દ્વારા 175 લોકોને રેસ્ક્યૂ કરાયા. પાછલા 12 કલાકથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો થઇ રહ્યા છે.
-
દિલ્લી બ્લાસ્ટનું સામે આવ્યું બાંગ્લાદેશ કનેક્શન
દિલ્લી બ્લાસ્ટનું સામે આવ્યું બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યુ છે. પ્રતિબંધિત સંગઠન ABTના સભ્યની ધરપકડ. અંસારૂલ્લાહ બાંગ્લા ટીમના સભ્ય ઇખ્તિયારની ધરપકડ. ABTના સભ્ય ઇખ્તિયાર પર વિસ્ફોટ સપ્લાયનો આરોપ છે. સુરક્ષા એજન્સીઓએ ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર ફોકસ વધાર્યું. માલદા અને મુર્શિદાબાદ જિલ્લામાં કટ્ટરપંથી સક્રિય હોવાની આશંકા છે.
Published On - Nov 19,2025 7:33 AM