AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ થઈ જાહેર, 26 એપ્રિલના રોજ યોજાશે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં કાઉન્ટડાઉન શરૂ થયું છે. મતદાન માટે 26 એપ્રિલ, 2026, રવિવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.

Breaking News : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ થઈ જાહેર, 26 એપ્રિલના રોજ યોજાશે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામ
| Updated on: Apr 01, 2026 | 6:02 PM
Share

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સ દ્વારા રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 263 તાલુકા પંચાયતો માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા તાત્કાલિક અસરથી અમલમાં આવી ગઈ છે.

ચૂંટણીના કાર્યક્રમ મુજબ, ચૂંટણીનું જાહેરનામું 6 એપ્રિલે પ્રસિદ્ધ થશે, જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 13 એપ્રિલે કરવામાં આવશે અને ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ રહેશે. મતદાન 26 એપ્રિલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. જો જરૂરી બને તો 27 એપ્રિલે ફરી મતદાન થશે. મતગણતરી 28 એપ્રિલે હાથ ધરાશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલે પૂર્ણ થશે.

આ ચૂંટણીમાં કુલ 393 સ્થાનિક સંસ્થાઓ માટે મતદાન યોજાશે. તેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 263 તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. જોકે, ગાંધીનગર અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી હાલ યોજાશે નહીં. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ઓક્ટોબર 2026માં યોજાશે, જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી હાલ મોકૂફ રાખવામાં આવી છે. OBC અનામત માટે નવા નિયમો લાગુ કર્યા બાદ અને નવી મહાનગરપાલિકાઓની રચના પછી યોજાતી આ પ્રથમ મોટી ચૂંટણી હોવાથી તેને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

મતદારોની વાત કરીએ તો, નવી મતદાર યાદી અનુસાર રાજ્યમાં કુલ 4,18,91,000 મતદારો નોંધાયેલા છે. તેમાં 2,16,70,000 પુરુષ, 2,02,72,000 સ્ત્રી અને 965 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી માટે કુલ 7,241 મતદાર મંડળો અને 9,992 બેઠકો નક્કી કરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં એક વોર્ડમાં ચાર બેઠકો રહેશે. મતદાન EVM મશીન દ્વારા કરવામાં આવશે, જેમાં શહેરી વિસ્તારોમાં મલ્ટી-ચોઇસ EVM અને તાલુકા-જિલ્લા પંચાયતમાં સિંગલ-ચોઇસ EVMનો ઉપયોગ થશે.

મતદાન વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દરેક મતદાન મથકે 1,200 મતદારોની મર્યાદા રાખવામાં આવશે. અંદાજે 11,000 મતદાન મથકોને સંવેદનશીલ અને 3,300 જેટલાને અતિ સંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા છે. ચૂંટણીને સુચારૂ રીતે પૂર્ણ કરવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 996 રિટર્નિંગ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે.

ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષોમાં ગતિવિધિઓ તેજ બની ગઈ છે. કેટલાક પક્ષોએ ઉમેદવારોની પસંદગી શરૂ કરી છે, જ્યારે કેટલાક પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર પણ કરી દીધા છે. હવે મતદારો કોને પસંદ કરે છે તે 28 એપ્રિલે મતગણતરીના દિવસે સ્પષ્ટ થશે.

આ વચ્ચે આજ થી પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. ભાજપના નિરીક્ષકો જિલ્લાપંચાયત અને મહાનગરપાલિકાઓમાં જઈને સંભવિત ઉમેદવારો અંગે મતદાનકારો અને કાર્યકરો પાસેથી સેન્સ લેવાની કામગીરી હાથ ધરશે. આ પ્રક્રિયા આગામી ચાર દિવસ સુધી ચાલુ રહેશે.

સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્રણ સંભવિત ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ આ પેનલ પાર્લમેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે, જ્યાંથી મળેલા રિપોર્ટના આધારે પ્રદેશ સમિતિ અંતિમ ઉમેદવારોની પસંદગી માટે મંજૂરી આપશે. આ સમગ્ર પ્રક્રિયાને કારણે રાજ્યમાં રાજકીય ઉત્સુકતા અને ચર્ચાનો માહોલ વધુ ગાઢ બન્યો છે.

ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું, AAP-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">