19 માર્ચના મહત્વના સમાચાર : સાબરમતીમાં 15 વર્ષ પહેલા ગોળીબાર કરી ડબલ મર્ડર કરનાર 2 આરોપી રાજસ્થાન-મધ્યપ્રદેશથી ઝડપાયા
આજે 19 માર્ચને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 19 માર્ચને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સાબરમતીમાં 15 વર્ષ પહેલા ગોળીબાર કરી ડબલ મર્ડર કરનાર 2 આરોપી રાજસ્થાન-મધ્યપ્રદેશથી ઝડપાયા
અમદાવાદના સાબરમતીમાં 15 વર્ષ પહેલા પ્રબોધ રાવલ બ્રિજ પાસે જાહેરમાં ફાયરીંગ કરીને ડબલ મર્ડર કરનાર 2 આરોપીને પોલીસે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પકડી પાડ્યા છે. 2009 માં પ્રબોધ રાવલ બ્રિજ પાસે ધોળા દિવસે ગોળીબાર કરીને આરોપીઓએ બે જણાની સરેઆમ હત્યા કરી હતી. હત્યા બાદ બન્ને ફરાર હતા. પોલીસે રાજસ્થાનના ધોલપુર અને મધ્યપ્રદેશના મુરેનાથી આરોપીને વેશપલટો કરીને પકડી પાડ્યા છે.
-
પ્રોપર્ટી કાર્ડમાં નોંધ પડાવવા લાંચ લેતા મેન્ટેનન્સ સર્વેયર પકડાયો
અમદાવાદના નવા વાડજ નજીકના ભીમજીપુરામાં આવેલ જિલ્લા મોજણી સેવા સદનમાં એસીબીએ મેન્ટેનન્સ સર્વેયરને લાંચ લેતા ઝડપા પાડ્યો છે. મેન્ટેનન્સ સર્વેયર વશરામ ચૌધરીએ, ત્રણ પ્રોપર્ટી કાર્ડમાં નોંધ પડાવવા 7500 રૂપિયાની લાંચ માંગી હતી. જે લેતા ઝડપાઈ ગયો હતો.
-
-
શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને દૂર કરાયા
પંજાબ પોલીસે પંજાબ-હરિયાણા શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી વિવિધ માંગણીઓ માટે ધરણા પર બેઠેલા ખેડૂતોને દૂર કર્યા છે. પંજાબ પોલીસ દ્વારા શંભુ અને ખાનૌરી સરહદ પરથી ખેડૂતોને દૂર કરવામાં આવી રહ્યા છે અને બસોમાં બેસાડી, બેસાડીને તેમની અટકાયત કરવામાં આવી રહી છે.
-
અમદાવાદના પ્રહલાદનગરનો વેપારી હનીટ્રેપમાં ફસાયો, 10 લાખ આપ્યા બાદ બ્લેકમેલ કરી 73 લાખ પડાવ્યા
અમદાવાદના પ્રહલાદનગરનો વેપારી હનીટ્રેપમાં ફસાયો છે. મુંબઈમાં બારમાં મળેલી યુવતીએ, અમદાવાદના વેપારી સાથે મિત્રતા કેળવી હતી. સલુનનાં ધંધામાં મદદનાં નામે 10 લાખ રૂપિયા વેપારી પાસેથી મેળવ્યા હતા. યુવતીએ વેપારીને આપઘાત અને પોલીસ કેસની ધમકીઓ આપીને, બળજબરીથી પૈસા પડાવવાનું શરૂ કર્યું. આ યુવતીએ વેપારીને તેની સાથે લગ્ન કરવા દબાણ કર્યું વેપારીની મરજી વિરૂદ્ધ મંદિરમાં ફૂલહાર કર્યા જેનો વીડિયો મોકલીને વેપારીને બ્લેકમેલ કરીને 73 લાખ રૂપિયા પડાવ્યા. સમાધાનનાં નામે મળવા બોલાવી મોટી રકમ માંગી હતી. અંતે વેપારીએ સાબરમતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં જ્યોતિ લાંબા નામની યુવતી સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
અમદાવાદના શહેરકોટડામાં અસામાજીક તત્વોના વીજ જોડાણ કાપી ગેરકાયદે મકાન તોડી પડાયા
અમદાવાદમાં અસામાજિક તત્વો વિરૂધ્ધ શહેરકોટડા પોલીસની કાર્યવાહી કરવામાં આવી છે. અયુબ ઉર્ફે પતલી કુરેશી અને સોએબ કુરેશી સામે કાર્યવાહી કરાઈ છે. બન્ને આરોપીઓ શરીર અને મિલ્કત સંબંધી ગુનામાં સામેલ છે. બન્નેનાં ઘરમાં ગેરકાયદે વીજજોડાણ હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત સરકારી જમીન પર મકાન બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જી.એમ.કંપાઉન્ડનાં છાપરા સરસપુર ખાતેનાં મકાનોમાં કાર્યવાહી હાથ ધરાઈ છે. વીજજોડાણ કપાવી ગેરકાયદેસર મકાનો તોડી પડાયા છે. અન્ય એક અરબાજ ઘાંચી નામનાં આરોપી સામે પણ કાર્યવાહી કરાઈ છે. ઘરમાં ગેરકાયદે વીજજોડાણ કાપી વીજચોરીની ફરિયાદ નોંધાઈ છે.
-
-
ગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલવાની સમયમર્યાદા લંબાવાઇ, હવે 15 એપ્રિલ, 2025 સુધી મોકલી શકાશે સૂચનો
કોમન સિવિલ કોડ સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી છે. સૂચનો-મંતવ્યો મોકલવાની આખરી તારીખ 24 માર્ચ 2025 હતી, જે હવે તારીખ 15 એપ્રિલ 2025 કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં કોમન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓની વ્યક્તિગત દિવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમિક્ષા કરાશે. આ મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે.
-
DGPના આદેશ બાદ, ગુજરાત પોલીસે 7612 અસામાજીક તત્વોની યાદી બનાવી કાર્યવાહી કરાઈ શરું
પોલીસે રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. રાજ્ય પોલીસ વડાએ આદેશ આપ્યા બાદ, ગુજરાત પોલીસે 7612 આરોપીઓની યાદી તૈયાર કરી છે. જેમાં 3264 બુટલેગરો, 516 જુગારીઓ, 2149 શરીર સબંધી ગુનેગારો, 958 મિલકત સબંધી ગુનેગારો, 179 માઇનિંગ અને 545 અન્ય અસાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીનું લિસ્ટ તૈયાર કરાયું છે. અમદાવાદના 25, ગાંધીનગરના 6, વડોદરાના 2, સુરતના 7, મોરબીના 12 સહિત 59 લોકો સામે પાસા કરવામાં આવ્યા છે. 10 આરોપીઓને હદપાર કરવામાં આવ્યા છે. 724 લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. 16 ગેરકાયદેસર મકાનોમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે. 81 વીજ ચોરી કરતા કનેક્શન દૂર કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં આશરે 100 પાસા, 120 હદપારી, 265 અટકાયતી પગલાં, 200 જેટલા ડિમોલેશન અને 225 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરશે.
-
સુરત: પોલીસે સમીર માંડવાની મિલકત પર ફેરવ્યું બુલડોઝર
સુરત: ગુનેગારો સામે લાલગેટ પોલીસે કાર્યવાહી કરી. પોલીસે સમીર માંડવાની મિલકત પર બુલડોઝર ફેરવ્યું છે. સમીર સામે મારામારી, ખૂનનો પ્રયાસ, ખંડણીના ગુના નોંધાયેલા છે. આરોપીએ સરકારી જમીન પર કબજો કર્યો હતો. સરકારી જગ્યા પર પતરાનો ડોમ ઉભો કર્યો હતો. પોલીસ અને પાલિકાની ટીમે ગેરકાયદે દબાણ હટાવ્યું. DGPના આદેશ બાદ રાજ્યની પોલીસ એક્શનમાં છે.
-
સુરત: ક્રેનનો ભાગ તૂટી પડતા દબાયા 2 કામદારો
સુરત: ક્રેનનો ભાગ તૂટી પડતા 2 કામદારો દબાયા છે. એક કામદારનું મોત થયુ છે, અન્ય કામદાર ઇજાગ્રસ્ત થયો છે. ઉધના વિસ્તારના ખરવરનગરમાં દુર્ઘટના બની. ક્રેન ચાલકની બેદરકારીથી દુર્ઘટના બન્યાનો આક્ષેપ છે. ઇજાગ્રસ્ત કામદારને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ઉધના પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
-
સુરતમાં રોગચાળાને કારણે બે માસૂમના મોત
સુરતમાં રોગચાળાને કારણે બે માસૂમના મોત થયા છે. રત્નકલાકારના ત્રણ મહિનાના પુત્રનું ઝાડા-ઉલ્ટી બાદ મોત થયુ. તાવ-શરદી આવતા પાંડેસરાની બાળકીને સ્મીમેરમાં દાખલ કરાઈ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 8 મહિનાની બાળકીનું મોત થયુ. બે બાળકના મોત બાદ આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થઈ છે.
-
અમદાવાદ : 28 PIની આંતરિક બદલી કરવામાં આવી
અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખાઓના આતંક બાદ પગલાં લેવાયા. શહેરના 28 PIની આંતરિક બદલી કરવામાં આવી. રામોલના PI એસ.બી. ચૌધરીની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી. લીવ રિઝર્વમાં રહેલા 4 PIને પોસ્ટિંગ અપાયા. પૂર્વ વિસ્તારના મોટા ભાગના PIની બદલી કરાઇ. લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હતા.
-
ભાવનગર: છાત્રાલયના પ્રમુખ પર છરીથી જીવલેણ હુમલો
ભાવનગર: છાત્રાલયના પ્રમુખ પર છરીથી જીવલેણ હુમલો થયો છે. દશનામ ગૌસ્વામી સમાજના છાત્રાલયમાં વોટ્સએપ ગ્રુપની બબાલમાં પ્રમુખ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. મહેન્દ્રગીરી ગૌસ્વામી નામના યુવકે અપશબ્દો બોલી હુમલો કરી દીધો હતો. હુમલાનો સમગ્ર ઘટનાક્રમ CCTVમાં કેદ થયો છે. છાત્રાલયના ઈજાગ્રસ્ત પ્રમુખને સારવાર માટે ખસેડાયા છે. હુમલાને અંજામ આપ્યા બાદ હુમલાખોર ફરાર થયો.
-
ટ્યુશનના શિક્ષકે 11 વર્ષીય બાળકી સાથે કર્યા અડપલા
વડોદરા: વધુ એક લંપટ શિક્ષકની કરતૂત સામે આવી છે. તરસાલીના પરમેશ્વર કોમ્પલેક્સમાં આવેલા ટ્યુશનના શિક્ષકે 11 વર્ષીય બાળકી સાથે ઓછું હોમવર્ક આપવાના બહાને બાળકીના માતા-પિતાએ અડપલા કર્યાની ફરિયાદ નોંધાઇ છે. મકરપુરા પોલીસે આરોપી નીતિન ચૌહાણને ઝડપ્યો છે.
-
સુરત: ઓલપાડ-સાયણ રોડ પક સ્કૂલ બસ અને બાઈક વચ્ચે અકસ્માત
સુરત: ઓલપાડ-સાયણ રોડ પક સ્કૂલ બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સામેથી આવતી સ્કૂલ બસમાં બાઈકચાલક ઘૂસી જતા અકસ્માત સર્જાયો. બાઈકચાલકે બેફામ બાઈક હંકારતા ઘટના બની. અકસ્માતની ઘટનાના CCTV વાયરલ થયા છે.
-
દ્વારકા: અસામાજિક તત્વો સામે જિલ્લા પોલીસનો એક્શન પ્લાન તૈયાર
દ્વારકા: અસામાજિક તત્વો સામે જિલ્લા પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે મેગા ડ્રાઈવ શરૂ કરી. પોલીસની મેગા ડ્રાઈવ દરમિયાન 30 જેટલા વાહનો ડિટેઈન કરાયા. અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાશે. 150 રીઢા ગુનેગારોનો સમાવેશ થશે. શક્તિનગરના રીઢા ગુનેગારને તડીપાર કરવાની કાર્યવાહી કરાઈ. દરિયાકાંઠા વિસ્તારના ભાગોમાં પોલીસ દ્વારા બોટ અને વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યુ. મેગા ડ્રાઈવ દરમિયાન SP, DySP, સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
-
રાજકોટઃ ફૂડ વિભાગના ચેકિંગમાં અખાદ્ય ચીજોનો જથ્થો જપ્ત
રાજકોટઃ ફૂડ વિભાગના ચેકિંગમાં અખાદ્ય ચીજોનો જથ્થો જપ્ત કરાયો છે. શહેરના માયાણી ચોક આવેલા પટેલ ડાઇનિંગ હોલમાં ચેકીંગ હાથ ધરતા વાસી શાકભાજીનો 3 કિલો જથ્થો મળ્યો. વાસી ચટણી અને સોસ, મેયોનીઝ, બ્રેડ પાઉ સહિતનો 8 કિલો અખાદ્ય જથ્થો મળ્યો. અલગ અલગ 12 સ્થળોએથી પનીરના નમૂના પણ લીધા.
-
અમદાવાદઃ નાના ચિલોડામાં બોગસ હોસ્પિટલનો પર્દાફાશ
અમદાવાદના નાના ચિલોડામાં બોગસ હોસ્પિટલ ચલાવવાનું કૌભાંડ સામે આવ્યુ છે. AMCની તપાસમાં ખુલ્યું કે સંજય પટેલે નકલી સર્ટિફિકેટ વડે હોસ્પિટલ ચલાવી હતી. ખોટા દસ્તાવેજ બનાવી વીમા કંપનીઓને છેતરાયા હતા. પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
-
ભૂજ-રાજકોટ ડેઇલી સ્પેશિયલ ટ્રેનનો 21 માર્ચથી થશે પ્રારંભ
કચ્છ : ભૂજ રાજકોટ ટ્રેનની વર્ષો જૂની માંગણી સંતોષાઇ. ભુજ-રાજકોટ ડેઇલી સ્પેશિયલ ટ્રેનનો 21 માર્ચથી પ્રારંભ થશે. ટ્રેન દરરોજ સવારે ભૂજથી 6.5૦ કલાકે ઉપડીને ૧.૩૫ કલાકે રાજકોટ પહોંચશે. રિટર્ન રાજકોટથી બપોરે 2:30 વાગ્યે ઉપડીને રાત્રે 9:40 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન ને ભુજ-રાજકોટનું અંતર 7 કલાકમાં કાપશે. હાલ પૂરતી આ ટ્રેનને 3 મહિના માટે દોડાવામાં આવશે.
-
9 મહિના અને 13 દિવસ પછી સુનિતા વિલિયમ્સ ધરતી પર પરત ફરી
9 મહિના સુધી અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પાછી ફરી છે. સ્પેસએક્સે સુનિતાને લાવવા માટે ક્રૂ-10 મિશન શરૂ કર્યું. સુનિતા વિલિયમ્સ બુધવારે સવારે લગભગ 3:30 વાગ્યે, ભારતીય સમય મુજબ પરત ફર્યા. આ અવકાશયાન અમેરિકાના ફ્લોરિડા કિનારા નજીક ઉતર્યું. હવે અવકાશયાત્રીઓને એક પછી એક અવકાશયાનમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે.
Splashdown succesful. SpaceX Crew-9, back on earth. After being stranded for nine months at the International Space Station (ISS), NASA’s Boeing Starliner astronauts Sunita Williams and Barry Wilmore are back on Earth.
(Source – NASA TV via Reuters)
#SunitaWilliams… pic.twitter.com/xYa9EBmph9
— Tv9 Gujarati (@tv9gujarati) March 19, 2025
Published On - Mar 19,2025 7:13 AM





