19 ડિસેમ્બરના મહત્વના સમાચાર : વડોદરામાં અજાણ્યા વાહનની ટકકરે 3 જૈન સાધ્વી ઘાયલ, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
આજે 19 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
વડોદરામાં અજાણ્યા વાહનની ટકકરે 3 જૈન સાધ્વી ઘાયલ
વડોદરાઃ અજાણ્યા વાહાનની ટકકરે 3 જૈન સાધ્વી ઘાયલ થયા છે. નેશનલ હાઇવે 48 પર 3 જૈન સાધ્વીઓને અકસ્માત નડ્યો. લાકોદરા ગામ પાસેથી વિહાર કરતા સમયે ઘટના બની હતી. 5 જેટલા જૈન સાધ્વીઓવિહાર કરી રહ્યા હતા, તે સમયે વાહનની ટકકરે 3 જૈન સાધ્વી ઘાયલ થયા. ત્રણે જૈન સાધ્વીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.
-
વડોદરા: કુખ્યાત ગેંગસ્ટર કલ્પેશ કછિયાનું જાહેરમાં સરઘસ કાઢ્યું
વડોદરા: કુખ્યાત ગેંગસ્ટર કલ્પેશ કછિયાનું જાહેરમાં સરઘસ કાઢ્યું. મોડી રાત્રે આરોપીનું મેડિકલ કરાવ્યા બાદ સરઘસ કઢાયું. કુખ્યાત ગેંગસ્ટરનું તેના જ વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું. આરોપીને અકોટા અને નવાપુરામાં ફેરવવામાં આવ્યો. પોલીસે આરોપી કલ્પેશ કાછિયાની દમણથી ધરપકડ કરી હતી.
-
-
સુરત: VNSGU પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓને ફટકારાયો દંડ
સુરત: VNSGU પરીક્ષામાં ગેરરીતિ આચરતા 164 વિદ્યાર્થી ઝડપાયા. આ વિદ્યાર્થીઓને 2500 થી લઇને 10,000 સુધીનો દંડ ફટકારવામાં આવ્યો. ચોરી કરતા ઝડપાયા તે વિષયનું પરિણામ પણ અટકાવાયું. બોલપેન આપ લે કરવા મામલે પણ કેસ નોંધાયો. ગેરરીતિ કરતા ઝડપાયેલા વિદ્યાર્થીઓનું MPEC સમક્ષ હિયરિંગ થયું હતું
-
રાજકોટ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક
રાજકોટ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક થઇ છે. એક જ દિવસમાં ડુંગળીના ત્રણ લાખ કટ્ટાની આવક નોંધાઈ. ડુંગળીની જંગી આવક વચ્ચે ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. હરાજીમાં 20 કિલો ડુંગળીના ભાવ 100થી 481 રૂપિયા બોલાયા. માત્ર સાત દિવસમાં ડુંગળીનો ભાવ અડધો થઈ જતા ખેડૂતો નિરાશ થયા છે.
-
ભરૂચ: વાગરાના પણીયાદરા ગામ નજીક અકસ્માત, 2ના મોત
ભરૂચ: વાગરાના પણીયાદરા ગામ નજીક અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બે યુવાનોના મોત થયા છે. વહેલી સવારે ટ્રકે બાઈકને અડફેટે લીધો. બાઈક સવાર યુવાનોના ઘટનાસ્થળે કરુણ મોત થયા છે.
-
-
જમ્મુ-કાશ્મીર: કુલગામમાં સેનાનું મોટું ઓપરેશન
જમ્મુ-કાશ્મીર: કુલગામમાં સેનાએ મોટું ઓપરેશન હાથ ધર્યુ. કદર વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં બે આતંકવાદી ઠાર મરાયા છે. સર્ચ ઓપરેશન દરમિયાન 2 સૈનિકો પણ ઘાયલ થયા છે. હજુ પણ આ વિસ્તારમાં ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન યથાવત છે.
જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણમાં બે આતંકી ઠાર. વધુ 3થી પાંચ આતંકી હોવાનું અનુમાન. સર્ચ ઓપરેશન શરૂ, મુંબઈના ગેટ-વે ઓફ ઈન્ડિયા નજીક બોટ પલટી જતા 3 નૌસૈનિકો સહીત 13નાં મોત. મૃતકના પરિજનો માટે કેન્દ્ર સરકારે રૂ.2 લાખની સહાયની જાહેરાત કરી. આંબેડકર વિવાદ પર ખડગે અને શાહ આમને સામને. રાજીનામાની માગ પર શાહે કહ્યું, નહીં ગળે ખડગેની દાળ, હજુ 15 વર્ષ જુએ રાહ. ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી. કોલ્ડવેવના કારણે જમ્મુ-કાશ્મીરના ઘણા ભાગોમાં પારો માઈનસથી નીચે પહોંચ્યો. દાલ સરોવર સહિત અનેક જળાશયો પર જામ્યો બરફ. રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર. કચ્છમાં બે દિવસ શીત લહેરની આગાહી. 7.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર. તો રાજકોટમાં 9.2 ડિગ્રી નોંધાયું લઘુત્તમ તાપમાન. સુરત પૂર્વના MLA અરવિંદ રાણાના પત્ર પર મેયરે હિસાબી પત્ર લખતા ફરી ધારાસભ્યએ પત્ર લખી આપ્યો સણસણતો જવાબ. કહ્યું હિસાબી પત્રનું તમામ કામ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થયું
Published On - Dec 19,2024 8:47 AM