18 જૂનના મહત્વના સમાચાર : અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં હવે પ્રાર્થના દરમિયાન ગીતાના પાઠ શીખાવાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2024 | 12:01 AM

Gujarat Live Updates : આજ 18 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

18 જૂનના મહત્વના સમાચાર : અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં હવે પ્રાર્થના દરમિયાન ગીતાના પાઠ શીખાવાશે

આજથી સ્કૂલ વર્ધી વાન અને રિક્ષાચાલકોએ હડતાળ શરુ કરી છે. આ તમામની વાહન પાસિંગની પ્રક્રિયા ઝડપી કરવા માગ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છમાં માંડવી પોલીસને  ચરસના 40 પેકેટ મળ્યા છે. તો પોરબંદર પાસેથી વધુ 6 પેકેટ મળ્યા છે. પાવાગઢ મંદિરના પગથિયા પર જૈન તીર્થંકરની મૂર્તિઓ પુનઃસ્થાપિત થશે. સરકારની ખાતરી છતાં જૈન સમાજમાં રોષ યથાવત છે.  આખરે સત્તાવાર રીતે પ્રિયંકા ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતરશે. રાહુલ ગાંધીના રાજીનામા બાદ વાયનાડ બેઠકથી પ્રથમ ચૂંટણી લડશે પ્રિયંકા ચૂંટણી મેદાનમાં ઉતરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ જાહેરાત કરી છે. વરસાદની સિસ્ટમ નબળી પડતા ચોમાસુ ધીમીગતિએ આગેકૂચ કરી રહ્યુ છે. ચોમાસું હજી નવસારી સુધી જ પહોંચ્યું છે. તો આગામી 7 દિવસ વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 19 Jun 2024 12:01 AM (IST)

  પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી

  પાવાગઢમાં જૈન તિર્થંકરોની મૂર્તિ હટાવવાનો મામલે તમામ પ્રતિમાઓને પુન:સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રતિમાઓના પુન:સ્થાપન માટે નિષ્ણાંત કારીગરોની મદદ લેવામાં આવી હતી. જિલ્લા ક્લેકટરે આજે મૂર્તિઓ સ્થાપિત કરવાની ખાતરી આપી હતી.

  પંચમહાલના પાવાગઢ પોલીસ મથકના PSI એમ.એલ.ગોહિલની બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ બદલીનો હુકમ આપ્યો છે. નવા PSI તરીકે રાજદીપસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. તત્કાલિન PSI એમ.એલ.ગોહિલને જાહેર હિતમાં બદલી કરી લીવ રિઝર્વમાં મુકાયા છે.

 • 18 Jun 2024 09:54 PM (IST)

  અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં હવે પ્રાર્થના દરમિયાન ગીતાના પાઠ શીખાવાશે

  અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની DEO કચેરી હસ્તગત આવતી શાળાઓ હવે પ્રાર્થના દરમિયાન ગીતાના પાઠ શીખવશે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ભગવદ ગીતામાંથી કુલ 51 જેટલા શ્લોક અલગથી તારવવામાં આવ્યા છે, કે જે સીધા વિદ્યાર્થીઓને બોધપાઠ અને જીવન ઘડતરમાં શીખ મળે એ પ્રકારના છે. આ શ્લોકો વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ શીખશે, વર્ષના અંતે 51 શ્લોક અંગેની પરીક્ષા લેવાશે. જેમાં વિદ્યાર્થીઓને 11 હજારથી લઈ 51 હજાર સુધીના ઇનામ આપવામાં આવશે.

 • 18 Jun 2024 09:29 PM (IST)

  ઈરાનમાં ભૂકંપથી તબાહી, 4ના મોત, 120 ઘાયલ

  ઈરાનમાં મંગળવારે આવેલા ભૂકંપે તબાહી મચાવી હતી. ભૂકંપના કારણે ઘણી ઇમારતો અને મકાનોને નુકસાન થયું છે. જેના કારણે ચાર લોકોના મોત થયા છે અને 120થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી છે.

 • 18 Jun 2024 08:05 PM (IST)

  રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના પડઘા, RMCમાં 35 કર્મચારીઓની આંતરીક બદલી

  રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ RMCમાં આંતરિક બદલી કરવામાં આવી છે. મ્યુ.કમિશનર ડી.પી.દેસાઈએ 35 કર્મચારીઓની બદલી કરી છે. ટાઉન પ્લાનિંગ, બાંધકામ, વોટર વર્કસ શાખા, સોલિડ વેસ્ટના કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. બાંધકામ વિભાગના 13 અને ટાઉન પ્લાનિંગ વિભાગના 12 કર્મીઓની બદલી કરવામાં આવી છે. તો વોટર વર્કસના 7 કર્મચારીની પણ બદલી કરાઇ છે.

 • 18 Jun 2024 06:37 PM (IST)

  TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મનસુખ સાગઠીયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર

  TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોર્ટ દ્વારા પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. મનસુખ સાગઠીયા દ્વારા ખોટી મિનિટ્સ બુક બનાવવા બાબતે ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 • 18 Jun 2024 06:21 PM (IST)

  પોરબંદરના દરિયાકાંઠેથી SOGના સર્ચ ઓપરેશનમાં 7 અલગ અલગ સ્થળેથી મળ્યા ચરસના પેકેટ

  પોરબંદરના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં મળેલા ચરસ પેકેટ મામલે SOGએ સર્ત ઓપરેશન હાથ ધર્યુ, જેમા 7 અલગ અલગ સ્થળેથી ચરસના પેકેટ મળ્યા છે. હાર્બર અને માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ પેકેટ મળી આવ્યા છે.  જેની બજાર કિંમત 12 લાખથી વધુની છે. પોલીસે આ મામલે દરિયાકાંઠે વસતા લોકોને અપીલ કરી છે કે શંકાસ્પદ પેકેટ જોવા મળે તો પોલીસને જાણ કરવી. હાલ દરિયાકાંઠે સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.

 • 18 Jun 2024 04:56 PM (IST)

  વડોદરા બાદ પટના અને જયપુર એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

  વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ અન્ય એરપોર્ટને પણ આવા ધમકીભર્યા મેઈલ મળી રહ્યા છે. પટનાના જય પ્રકાશ નારાયણ એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. ઈમેલની ધમકી મળ્યા બાદ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સિવાય જયપુર, મંબઈ સહિતના અનેક એરપોર્ટને પણ ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે.

 • 18 Jun 2024 04:37 PM (IST)

  આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠાના નડાબેટમાં થશે

  21મી જૂને 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બનાસકાંઠાના સરહદી ગામ નડાબેટમાં યોજાશે. BSF અને રાજ્યસરકારના સહઆયોજનમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તૈયારી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં રમત-ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને યોગ બોર્ડના અધ્યક્ષ હાજર રહ્યા હતા. રાજ્યભરમાં 312 સ્થળોએ યોગ દિવસના કાર્યક્રમો યોજાશે.

 • 18 Jun 2024 03:56 PM (IST)

  મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીની તારીખો જાહેર

  લોકસભા બાદ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની 11 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આ માટે રાજ્યમાં 12 જુલાઈએ મતદાન થશે. વિધાન પરિષદના 11 સભ્યો 27મી જુલાઈએ નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે આ બેઠકો પર 12 જુલાઈએ ચૂંટણી યોજાશે.

 • 18 Jun 2024 03:04 PM (IST)

  વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી

  વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. એરપોર્ટ ઓથોરિટીને મેઈલ દ્વારા ધમકી અપાઈ છે. ધમકી ભર્યો મેઈલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થયું છે. સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, જે પછી પોલીસ CISF દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

 • 18 Jun 2024 02:12 PM (IST)

  જૂનાગઢના વિસાવદરમાં ગરમી વચ્ચે ધોધમાર વરસાદ

  જૂનાગઢના વિસાવદરમાં ગરમી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા માર્ગો પર પાણી ફળી વળ્યા છે. વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે.

 • 18 Jun 2024 01:03 PM (IST)

  ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના કથિત વીડિયો વાયરલને લઈ મોટો ખુલાસો

  ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના કથિત વીડિયો વાયરલને લઈ મોટો ખુલાસો સામે આવ્યો છે. સાબરમતી જેલના DySP પરેશ સોલંકીનું નિવેદન છે કે લોરેન્સનો વાયરલ વીડિયો સાબરમતી જેલનો નથી. આ વીડિયો AI દ્વારા એડિટ કરેલો હોઇ શકે છે. આ વીડિયો પહેલાનો પણ હોય શકે છે. જો ભવિષ્યમાં વીડિયોની પુષ્ટિ થશે તો કાર્યવાહી કરીશું. લોરેન્સને ખાસ બેરેકમાં રાખવામાં આવ્યો છે. લોરેન્સ પર જેલતંત્ર અને ATSની દેખરેખ છે.

 • 18 Jun 2024 12:19 PM (IST)

  અમદાવાદ SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો

  અમદાવાદ : ડ્રગ્સનું દૂષણ હવે હોસ્પિટલો સુધી પહોંચ્યું છે. SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાતા ચકચાર મચી છે. સોલા સિવિલનો મેડિકલ સ્ટુડન્ટ SVPમાં આવીને ડ્રગ્સ લેતો હતો. સિક્યુરિટી સ્ટાફની પૂછપરછમાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે. SVPમાં છેલ્લા ઘણા દિવસોથી સોલા સિવિલનો મેડિકલ સ્ટુડન્ટ આવતો હતો. હાલમાં SVPના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. હવે મેડિકલ સ્ટુડન્ટ પણ ડ્રગ્સના સકંજામાં સપડાતા ગંભીર ચિંતાનો વિષય છે.

 • 18 Jun 2024 11:21 AM (IST)

  જામનગર: મોદી સ્કૂલમાં આગ લાગતા દોડધામ

  જામનગર: મોદી સ્કૂલમાં આગ લાગતા દોડધામ મચી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. વિધાર્થીઓને સ્કૂલની બહાર કાઢવામાં આવ્યા છે. 500 થી વધુ વિદ્યાર્થીઓ શાળામા હતા. આ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે.

 • 18 Jun 2024 10:20 AM (IST)

  વલસાડ: પારડી હાઈવે પર દુકાનમાં કેરીની ચોરી

  વલસાડ: છૂટક કેરીનું વેચાણ કરતી મહિલાએ પારડી હાઈવે પર દુકાનમાં ચોરી કરી છે. અજાણ્યા શખ્સોએ રાત્રે ટેમ્પોમાં કેરી ભરીને ફરાર થઇ ગયા. કેરીના ભાવ વધતા શખ્સોએ  કેરીની ચોરી કરી છે. દુકાનમાંથી 30 હજારથી વધુની કેરીની ચોરી થઇ. ચોરીની સમગ્ર ઘટના CCTVમાં  કેદ થઇ છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 • 18 Jun 2024 08:45 AM (IST)

  સુરતથી જૈન સમાજનું પ્રતિમંડળ જશે ગાંધીનગર

  સુરત: પાવાગઢ મૂર્તિ વિવાદમાં જૈન સમાજના વિરોધનો અંત આવ્યો. સુરત કલેકટર કચેરી ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શનનો અંત આવ્યો છે. સુરતથી જૈન સમાજનું પ્રતિમંડળ ગાંધીનગર જશે.  મીટિંગમાં સુઃખદ અંત આવશે તેવી આશાથી વિરોધનો અંત આવ્યો.

 • 18 Jun 2024 08:31 AM (IST)

  આજથી રાજ્યભરમાં સ્કૂલવાન ચાલકોની હડતાળ

  આજથી રાજ્યભરમાં સ્કૂલવાન ચાલકોની હડતાળ છે. સ્કૂલવર્ધી એસોસિએશને આ નિર્ણય લીધો છે. હડતાળને પગલે હજારો વાનના પૈડાં થંભી ગયા છે. સ્કૂલવાન ચાલકોની હડતાળને લઈ વાલીઓ ભારે મુશ્કેલીમાં છે. સુરતમાં વરસતા વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓને શાળાએ મુકવા આવવામાં હાલાકી પડી રહી છે. વાલીઓમાં વાન ચાલકોની હડતાળને લઈને રોષ જોવા મળી રહ્યો છે.

 • 18 Jun 2024 08:29 AM (IST)

  કચ્છ: દરિયા કાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત

  કચ્છ: દરિયા કાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. જખૌ દરિયા કિનારેથી ડ્રગ્સના 19 પેકેટ મળ્યા છે. BSFની ટીમે સર્ચ ઓપરેશન દરમિયાન 19 પેકેટ જપ્ત કર્યા છે. છેલ્લા 4 દિવસમાં BSFએ ડ્રગ્સના 50 પેકેટ કબજે કર્યા છે. BSFએ દરિયા કાંઠાના ટાપુઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

 • 18 Jun 2024 07:53 AM (IST)

  રાજકોટ: જેતપુરમાં દૂધમાં ભેળસેળ કરવાનું કૌભાંડ ઝડપાયું

  રાજકોટ: જેતપુરમાં દૂધમાં ભેળસેળ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. આરોપીઓ દૂધના ટેન્કરમાંથી દુધ ચોરીને પાણી ભેળવતા હતા.ડેરી અને ટેન્કરના માલિકોની જાણ બહાર ટેન્કરના ડ્રાઇવર આ કરતૂત કરતા હતા. રસ્તામાં અન્ય શખ્સો સાથે મળી ડ્રાઇવર કૌભાંડ ચલાવતો હતો. બે ટેન્કરોમાંથી 500 લીટર દૂધ ચોર્યાનો આરોપ છે. જૂનાગઢ રોડ પર આવેલ સોરઠ હોટલ પર કારનામાને  અંજામ આપતા હતા. ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થળ પર પહોંચી દૂધનું પરીક્ષણ કર્યુ. લોકલ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે બે ડ્રાઇવર સહિત 6 શખ્સોની અટકાયત કરી છે. પોલીસે ટેન્કર સહિત 24લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 • 18 Jun 2024 07:34 AM (IST)

  અમદાવાદ: પોલીસ કમિશનરના જાહેરનામામાં સુધારો

  અમદાવાદ: પોલીસ કમિશનરના જાહેરનામામાં સુધારો થયો છે. હાઈકોર્ટના અવલોકન બાદ સુધારો કરવામાં આવ્યો છે. હથિયાર રાખવાના પ્રતિબંધ પર જાહેરનામામાં સુધારો કરાયો છે. હવે દંડા, લાકડી, લાઠી મળશે તો કાર્યવાહી નહી કરવામાં આવે. અગાઉના જાહેરનામામાં આ તમામ વસ્તુઓ રાખવા પર પ્રતિબંધ હતો. બંદૂક, ભાલા, ખંજર સહિતની વસ્તુઓ પર મનાઈ યથાવત છે.

 • 18 Jun 2024 07:33 AM (IST)

  સુરતમાં વહેલી સવારથી જ વરસાદ

  સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પીપલોદ, ઉમરા, રાંદેર, ડુમસ, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદથી સુરતીલાલાઓમાં આનંદની લાગણી છવાઇ છે. વાવણીલાયક વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Published On - Jun 18,2024 7:32 AM

Follow Us:
પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી
પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી
જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે
જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે
ખાંભામાં વરસાદી મૌસમની મજા માણતા સિંહ પરિવારનો જુઓ વીડિયો
ખાંભામાં વરસાદી મૌસમની મજા માણતા સિંહ પરિવારનો જુઓ વીડિયો
અમદાવાદમાં 12 દિવસ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો, અનેક વિસ્તારમાં વરસાદ
અમદાવાદમાં 12 દિવસ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો, અનેક વિસ્તારમાં વરસાદ
ધડેચી ગામે NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ, વર્તુ-2 ડેમના 2 દરવાજા ખોલ્યા
ધડેચી ગામે NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ, વર્તુ-2 ડેમના 2 દરવાજા ખોલ્યા
આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
રાજ્યના 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, સૌથી વધુ નખત્રાણામાં 3.9 ઈંચ
રાજ્યના 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, સૌથી વધુ નખત્રાણામાં 3.9 ઈંચ
નેચરલ ફાર્મિંગ શું છે? શા માટે બજેટમાં આટલું મહત્વ આપાયું ?
નેચરલ ફાર્મિંગ શું છે? શા માટે બજેટમાં આટલું મહત્વ આપાયું ?
ઉપલેટામાં ધોધમાર વરસાદના પગલે શાળામાં ભરાયા પાણી
ઉપલેટામાં ધોધમાર વરસાદના પગલે શાળામાં ભરાયા પાણી
1 કરોડ ઘરોને 300 યુનિટનો થશે ફાયદો
1 કરોડ ઘરોને 300 યુનિટનો થશે ફાયદો
g clip-path="url(#clip0_868_265)">