17 ઓગસ્ટના મહત્વના સમાચાર : પોલીસકર્મી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરશે તો પગલા લેવાશે, DGP વિકાસ સહાયએ જાહેર કર્યો પરિપત્ર

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 12:34 AM

Gujarat Live Updates : આજ 17 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

17 ઓગસ્ટના મહત્વના સમાચાર : પોલીસકર્મી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરશે તો પગલા લેવાશે, DGP વિકાસ સહાયએ જાહેર કર્યો પરિપત્ર

આજે 17 ઓગસ્ટને ગુરૂવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Aug 2023 10:52 PM (IST)

    અમદાવાદ મણીનગરમાં વિધર્મી યુવક યુવતીની છેડતી કરતો હોવાનો આક્ષેપ, સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

    અમદાવાદમાં મણીનગરમાં વિધર્મી યુવક યુવતીની છેડતી કરતો હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. છેલ્લા 3 મહિનાથી વિધર્મી યુવતીને છેડતી કરતો હોવાનો આક્ષેપ કરાયો છે. મણીનગર પોલીસે આ બાબતે વધુ તપાસ શરૂ કરી

  • 17 Aug 2023 10:51 PM (IST)

    હિમાચલમાં વરસાદને લઈ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 74 થયો

    હિમાચલ પ્રદેશના શિમલામાં શિવ મંદિરના કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. ચંબા જિલ્લામાં વધુ બે લોકોના મોત બાદ રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 74 થઈ ગઈ છે. શિમલામાં જ ત્રણ સ્થળો, સમર હિલ સ્થિત શિવ મંદિર અને ફાગલી અને કૃષ્ણા નગર પર ભૂસ્ખલનને કારણે 21 લોકોના મોત થયા છે. મંદિરના કાટમાળ નીચે હજુ પણ આઠ લોકો દટાયા હોવાની આશંકા છે.

  • 17 Aug 2023 10:15 PM (IST)

    પોલીસકર્મી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરશે તો પગલા લેવાશે – DGP

    ગુજરાત પોલીસ માટે સોશિયલ મીડિયા આચારસંહિતા જાહેર કરવામાં આવી છે. આ માટે ડીજીપી વિકાસ સહાયએ પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે પોલીસકર્મી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરશે તો તેમની સામે પગલા લેવામાં આવશે. પોલીસકર્મી યુનિફોર્મમાં રીલ બનાવશે તો પણ તેની સામે કાર્યવાહી કરાશે.

  • 17 Aug 2023 09:19 PM (IST)

    ભાવનગરમાં પાલીતાણા રોહીશાળ જૈન તીર્થ સ્થળે નશામાં યુવકોએ સર્જ્યો અકસ્માત, દર્શાનાર્થીને લીધો અડફેટે

    પાલીતાણા રોહીશાળ જૈન તીર્થ સ્થળે નશામાં યુવકોએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના બની છે. નશામાં ધૂત બાઈકચાલકોએ દર્શાનાર્થીને અડફેટે લીધો. ઈજાગ્રસ્ત દર્શનાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માત સર્જનાર પાસેથી 70થી વધુ દેશી દારૂની થેલી મળી આવી છે. નોનવેજ સહિતનો સામાન પણ મળી આવ્યો હતો. અકસ્માત બાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  • 17 Aug 2023 07:40 PM (IST)

    1 સપ્ટેમ્બરથી રાજયમાં અનાજ વિતરણ કરાશે બંધ

    1 સપ્ટેમ્બરથી રેશનના દુકાન ધારકો અનાજ વિતરણ બંધ કરશે. રાજ્યની 17 હજાર રેશનિંગ દુકાન ધારકો અનાજ વિતરણ નહીં કરે. સરકાર પડતર પ્રશ્નોનો નિકાલ નહીં લાવતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. ચૂંટણી પહેલા કરેલા વાયદા પર કોઈ કામ ન થતા એસો.ને આ નિર્ણય લીધો છે. માગ નહીં સંતોષાય ત્યાં સુધી અનાજ વિતરણ બંધની ચીમકી આપી છે.

  • 17 Aug 2023 07:19 PM (IST)

    ભરૂચ AAP નેતાનો રૂપિયા આપતો વીડિયો વાયરલ

    ભરૂચમા AAP નેતા મનહર પરમારનો રૂપિયા આપતો વીડિયો વાયરલ થયો છે. આરોપીને બચાવવા માટે ફરિયાદીને લાલચ આપી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કબુતરબાજી કૌભાંડમાં ફરિયાદ ન કરવા માટે 2 લાખ આપ્યાનો આરોપ છે. મનહર પરમાર ભરૂચ વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

  • 17 Aug 2023 07:10 PM (IST)

    કચ્છના જખૌના પીંગલેશ્વર નજીક 10 ચરસના પેકેટ મળી આવ્યા

    કચ્છના જખૌનામાં પીંગલેશ્વર નજીક 10 ચરસના પેકેટ મળી આવ્યા હતા. સ્ટેટ IB,NIU અને પોલીસ દ્વારા પીન્ગલેશ્વર નજીક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન એક શંકાસ્પદ સેલ પણ મળી આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ સેલ અંગે તપાસ કરશે. જખૌ નજીકથી બે દિવસમાં 50થી વધુ ચરસના પેકેટ જપ્ત કરાયા છે.

  • 17 Aug 2023 06:47 PM (IST)

    ભાવનગર શહેર અને ગ્રામ્યમાં રખડતા ઢોરનો ત્રાસ, 24 કલાકમાં 2 વ્યક્તિના મોત

    ભાવનગરમાં રખડતા ઢોરના ત્રાસથી બે જિંદગીનો અંત આવ્યો છે. 24 કલાકમાં ઢોરની અડફેટે મોતની બે ઘટનાઓ સામે આવી છે. સિહોરના આબલા ગામે ઢોરની અડફેટે આવેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું તો બીજી તરફ ભાવનગર શહેરમાં ટોપથ્રી રોડ પર ઢોરની અડફેટે ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું. ભાવનગર શહેર અને જિલ્લામાં 24 કલાકમાં ઢોરના ત્રાસથી 2 વ્યક્તિના મોત નીપજ્યા છે.

  • 17 Aug 2023 06:37 PM (IST)

    બનાસકાંઠાના પાલનપુરમાં પતિએ પત્નીને કુહાડીના ઘા મારી ઉતારી મોતને ઘાટ

    બનાસકાંઠાના પાલનપુરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે. પાલનપુરના ગઢ ગામે પતિએ પત્નીને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી છે. માત્ર સામાન્ય ઝઘડામાં પતિએ ખેતરમાં સુઈ રહેલી પત્નીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હતી.

  • 17 Aug 2023 06:10 PM (IST)

    ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા પ્રદેશ પ્રભારી, મુકુલ વાસનિકને સોંપાઈ જવાબદારી

    ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રભારી મળ્યા છે. મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપાઈ છે, મહત્વનુ છે કે વિધાનસભામાં હાર બાદ રઘુ શર્માએ રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી પહેલા મુકુલ વાસનિકને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

  • 17 Aug 2023 06:03 PM (IST)

    ઈન્ડિગોના પાયલોટનું ટેક ઓફ પહેલા મોત

    ઈન્ડિગોના પાયલોટનું ટેકઓફ પહેલા મોત થયું હતું. ટેક ઓફ કરતા પહેલા પાયલોટ બોર્ડિંગ ગેટ પર બેહોશ થઈ ગયો અને પછી તેનું મોત નીપજ્યું. 

  • 17 Aug 2023 06:02 PM (IST)

    ઉત્તરાખંડમાં રામ ઝુલા બ્રિજ પર ટુ-વ્હીલર વાહનોની અવરજવર પર પ્રતિબંધ

    નરેન્દ્રનગર સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારે વરસાદને કારણે ગંગા ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જે આ ગંગા નદીના વહેણને કારણે યાત્રાધામ શહેર ઋષિકેશમાં પ્રખ્યાત રામ ઝુલા બ્રિજનો પુલ તૂટી પડતાં પૌરી પોલીસ પ્રશાસને લોકો અને દ્વિચક્રી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે.

  • 17 Aug 2023 05:04 PM (IST)

    Gujarat News Live : મલેશિયામાં લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ, 10 લોકોના મોત

    મલેશિયામાં લેન્ડિંગ દરમિયાન એક પ્લેન રોડ પર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. મલેશિયાના સેન્ટ્રલ સેલાન્ગોર રાજ્યમાં ગુરુવારે એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં આઠ લોકો અને બે બાઇક સવારોના મોત થયા હતા, AFPના અહેવાલ અનુસાર, સ્થાનિક પોલીસ વડાએ જણાવ્યું હતું કે પ્લેન ક્રેશમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે.

  • 17 Aug 2023 05:02 PM (IST)

    Gujarat News Live : શેરબજારમાં બે દિવસની તેજી પર રોક, સેન્સેક્સ 388 પોઈન્ટ તૂટ્યો

    છેલ્લા બે ટ્રેડિંગ સત્રોથી સ્થાનિક શેરબજારોમાં આવેલી તેજી ગુરુવારે અટકી ગઈ હતી અને BSE સેન્સેક્સ લગભગ 388 પોઈન્ટના ઘટાડા સાથે સમાપ્ત થયો હતો. નબળા વૈશ્વિક વલણ વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ITC અને HDFC બેન્કના શેરની વેચવાલીની અસર હેઠળ બજાર નીચે આવ્યુ હતું. સેન્સેક્સ 388.40 પોઈન્ટ્સ અથવા 0.59 ટકાના ઘટાડા સાથે 65,151.02 પોઈન્ટ પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન તે 493.32 પોઈન્ટ પર આવી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 99.75 પોઈન્ટ એટલે કે 0.51 ટકાના ઘટાડા સાથે 19,365.25 પર બંધ થયો હતો.

  • 17 Aug 2023 04:15 PM (IST)

    Gujarat News Live : કપરાડાના 4 ગામના રહિશોનો દાદરા નગર હવેલી કે સેલવાસમાં જોડાવવાનો ઈન્કાર

    વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના 4 જેટલા ગામોને દાદરા નગર હવેલીમાં સમાવેશ કરવાની ચર્ચાને લઈ 4 ગામના લોકોએ આજરોજ વલસાડ ખાતે રેલી યોજી વલસાડ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો…અગાઉ પણ કપરાડા તાલુકાના ગામોને સેલવાસમાં સમાવેશ કરવાની ચર્ચાને લઈ વિરોધનો સુર ઉઠ્યો હતો ત્યારે 4 ગામોને સેલવાસમાં જોડવાની ચર્ચા ફરી ઉઠતા લોકોમાં આક્રોશ જોવા મળી રહયો છે.

  • 17 Aug 2023 04:02 PM (IST)

    અમદાવાદ: પ્રજ્ઞેશ પટેલ કેસમાં દલીલો પૂર્ણ, હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો

    • ઇસ્કોન બ્રિજ પર અકસ્માતનો કેસ
    • આરોપી પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી
    • બપોરે 3 કલાકે ગ્રામ્ય કોર્ટમાં હાથ ધરાઈ હતી સુનાવણી
    • કેન્સરની સારવાર કરાવવા માટે આરોપી પ્રજ્ઞેશ પટેલે કરી હતી જામીન અરજી
    • અગાઉ કોર્ટે પ્રજ્ઞેશ પટેલના મેડિકલ રિપોર્ટ માટે કર્યો હતો આદેશ
  • 17 Aug 2023 02:47 PM (IST)

    નૂહ હિંસા: બિટ્ટુ બજરંગીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

    નૂહ હિંસા કેસમાં ધરપકડ કરાયેલા બિટ્ટુ બજરંગીને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે કેટલીક તલવારો મળી આવી છે.

  • 17 Aug 2023 02:45 PM (IST)

    સાબરકાંઠા: ઊર્જાકાંડ મામલે અરવલ્લી, સાબરકાંઠાના 11 વીજકર્મીઓ સામે કાર્યવાહી

    સાબરકાંઠામા ફરજ બજાવતા 9 વીજકર્મીઓને ફરજ મુક્ત કરાયા અરવલ્લીમાં ફરજ બજાવતા 2 વીજકર્મીઓને પણ ફરજ મુક્ત કરાયા સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસ બાદ સંડોવણી સામે આવતા ફરજ મુક્ત કરાયા UGVCL હિંમતનગર ડિવિઝનએ કરી કાર્યવાહી

    ફરજ મુક્ત કરાયેલા કર્મચારી

    • 1.નિશાબેન પ્રકાશભાઈ પટેલ
    • 2.જલ્પાબેન બિપિનચંદ્ર પટેલ
    • 3.ઉપાસના બેન ખાનાભાઈ સુતરિયા
    • 4.નિલબેન નારણદાસ પરમાર
    • 5.પ્રકાશ ભાઈ મગનભાઈ વણકર
    • 6.અલતાબ ઉમરફારૂક લોઢા
    • 7.મનીષ ધનજીભાઈ પારગી
    • 8.રોહિત મુળજીભાઈ મકવાણા
    • 9.અસીમ યુનુસભાઈ લોઢા
    • 10.ઝાલાબેન મનહરભાઈ ચૌધરી
    • 11.નીલમ બેન કલ્પેશભાઈ પ્રજાપતિ
  • 17 Aug 2023 01:54 PM (IST)

    રાહુલ ગાંધી લેહ પહોંચ્યા, કોંગ્રેસ નેતા લદ્દાખના 2 દિવસના પ્રવાસે

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લેહ પહોંચી ગયા છે. તેઓ લદ્દાખના 2 દિવસના પ્રવાસે છે.

  • 17 Aug 2023 01:26 PM (IST)

    ISROની મોટી સફળતા, ચંદ્રયાન-3ના પ્રોપલ્શનથી વિક્રમ લેન્ડર થયું અલગ

    ISROની મોટી સફળતા, ચંદ્રયાન-3ના પ્રોપલ્શનથી વિક્રમ લેન્ડર થયું અલગ

  • 17 Aug 2023 01:20 PM (IST)

    જૂનાગઢ: માધવપુર દરિયામાં હોડી ડૂબી જતા બેના મોત

    1. જૂનાગઢ: માધવપુર દરિયામાં હોડી ડૂબી જતા બેના મોત
    2. માંગરોળ બંદરની હોડીની માધવપુર નજીક જળ સમાધી
    3. હોડીના પાખીયામાં ઝાડ ફસાતા લીધી જળ સમાધી
    4. માછીમારી કરતા સમયે બની ઘટના
  • 17 Aug 2023 12:03 PM (IST)

    જામનગર: ‘મારી માટી મેરો દેશ’ કાર્યક્રમમાં MLA રિવાબા અને મેયર બીનાબેન વચ્ચે રકઝક

    1. જામનગર: મારી માટી મેરો દેશ કાર્યક્રમમાં MLA રિવાબા અને મેયર બીનાબેન વચ્ચે રકઝક
    2. તમે મેયર સાથે વાત કરો છો..તમે અહીંથી ચાલ્યા જાવ-મેયર
    3. અમુક લોકોને ભાન નથી પડતી અને સ્માર્ટ બનવા જાય છે-MLA રિવાબા
    4. કઈ બાબતે શાબ્દિક ટપાટપી થઈ તે સામે આવ્યુ નથી
    5. સાંસદ પૂનમબેનએ કરી દરમિયાનગીરી
    6. રિવાબાએ સાંસદ પર પણ ગુસ્સો ઠાલવ્યો
    7. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ
  • 17 Aug 2023 11:40 AM (IST)

    અમદાવાદ ગ્રામ્ય SOGએ ડ્ર્ગ્સનો જથ્થો પકડી પાડ્યો

    1. અમદાવાદ ગ્રામ્ય SOGએ ડ્ર્ગ્સનો જથ્થો પકડી પાડ્યો
    2. માંડલ ગામમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડાયો
    3. 6 લાખની કિંમતનો 59.090 ગ્રામનું MD ડ્રગ્સ પકડી પાડ્યુ
    4. રિક્ષામાં ડ્રગ્સનો જથ્થો રાખી વેચાણ કરતા મુન્નવર સાલારની કરી ધરપકડ
  • 17 Aug 2023 11:35 AM (IST)

    સુરત: અમરોલીમાં BRTS બસે સર્જ્યો અકસ્માત, બાઈક ચાલકને લીધો અડફેટે

    1. સુરત: અમરોલીમાં BRTS બસે સર્જ્યો અકસ્માત
    2. BRTS બસે બાઈક ચાલકને લીધો અડફેટે
    3. બાઈક ચાલકને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયો
    4. ગઈકાલે સીમાડા વિસ્તારમાં બસે અકસ્માત સર્જ્યો હતો
  • 17 Aug 2023 10:58 AM (IST)

    Gandhinagar: એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂની હેરાફેરી, દારુની 156 બોટલ મળી આવી

    Gandhinagar : આમ તો એમ્બ્યુલન્સ (Ambulance) દર્દીઓને ઈમરજન્સીમાં હોસ્પિટલે લઈ જવા માટે હોય છે, પરંતુ એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે દારૂની (liquor) હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે.  ગાંધીનગરના ચિલોડા-હિંમતનગર હાઈવે પર એમ્બ્યુલન્સમાં તપાસ કરતા દર્દી તો ના મળ્યા, પરંતુ વિદેશી દારૂની 156 બોટલ મળી આવી હતી. પોલીસે 68 હજારની કિંમતનો વિદેશી દારૂ અને એમ્બ્યુલન્સ મળી રૂપિયા 4.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે એમ્બ્યુલન્સના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સવાલ એ છે દારૂબંધીના દાવા સતત પોકળ સાબિત થઈ રહ્યા છે.

  • 17 Aug 2023 10:21 AM (IST)

    જામનગર: જી.જી. હોસ્પીટલમાં ફરી રેગીંગનો મામલો સામે આવ્યો

    1. જામનગર: જી.જી. હોસ્પીટલ ફરી રેગીંગનો મામલો સામે આવ્યો
    2. સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોકટરે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કરી ફરીયાદ
    3. સીનીયર તબીબો દ્રારા માનસિક ત્રાસ, આપવો, મારવો, જાહેરમાં અપમાનિત કરવા જેવી વાતનો ફરીયાદમાં ઉલ્લેખ
    4. પૈસા ભરાવવા, નાની-મોટી વાત પર ટોકવાનુ, તેના કેસ પેપરને ફાટી નાખી ત્રાસ આપતા હોવાની ફરીયાદ કરી
    5. એમ.પી. શાહ મેડીકલ કોલેજમાં સર્જરી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કરી ફરીયાાદ
    6. ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા તબીબી ડો. પ્રતિક પરમાર સામે ફરીયાદ કરી
    7. દિલ્હી એન્ટી રેગીંગ કમિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરીયાદ કરી
  • 17 Aug 2023 10:17 AM (IST)

    ચૂંટણી પંચ સહિત તમામ એજન્સીઓનો થઈ રહ્યો છે દુરુપયોગ: સંજય રાઉત

    સંજય રાઉતે કહ્યું છે કે ચૂંટણી પંચ સહિત તમામ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. શરદ પવારે કહ્યું કે ED નક્કી કરે છે કે કોણ કઈ પાર્ટીમાં જશે અને કોણ મંત્રી બનશે.

  • 17 Aug 2023 10:16 AM (IST)

    હિંદુ પક્ષે જ્ઞાનવાપી વિવાદને વાતચીત દ્વારા ઉકેલવાનો મુક્યો પ્રસ્તાવ

    હિંદુ પક્ષે જ્ઞાનવાપી અંગે ચાલી રહેલા કાયદાકીય વિવાદને પરસ્પર વાતચીત દ્વારા ઉકેલવાની ઓફર કરી છે. મળતી માહિતી મુજબ અંજુમન મસ્જિદ એરેન્જમેન્ટ કમિટીએ આ પ્રસ્તાવ પર વિચાર કરવા સહમતિ દર્શાવી છે.

  • 17 Aug 2023 10:09 AM (IST)

    અમદાવાદ ઝોનમાં બનશે પ્રથમ ફોર લેન રેલવે ટ્રેક, કેન્દ્ર સરકારે સામખિયાળી-ગાંધીધામ ફોરલેન રેલવે ટ્રેકને આપી મંજૂરી

    Ahmedabad : કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય (Ministry of Railways) દ્વારા દેશના સાત ટ્રેક ડબલિંગ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના સામખિયાળીથી ગાંધીધામના ટ્રેકનો પણ સમાવેશ થાય છે. આગામી સમયે 1571 કરોડના ખર્ચે 55 કિલોમીટરનો ચાર માર્ગીય રેલવે ટ્રેક તૈયાર કરાશે. જે ગુજરાતમાં અમદાવાદ ઝોનનો પ્રથમ ચાર માર્ગીય રેલવે ટ્રેક હશે.

  • 17 Aug 2023 09:56 AM (IST)

    Ahmedabad : પવિત્ર શ્રાવણ માસની થઇ શરૂઆત, ચકુડિયા મહાદેવ મંદિરમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા ઉમટ્યા ભક્તો

    Ahmedabad : પવિત્ર શ્રાવણ માસની થઇ શરૂઆત, ચકુડિયા મહાદેવ મંદિરમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા ઉમટ્યા ભક્તો

  • 17 Aug 2023 09:04 AM (IST)

    પંજાબઃ સતલજ નદીમાં પાણીનો પ્રવાહ ઝડપી બન્યો, અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ

    પંજાબમાં સતલજ નદીમાં પાણીના વધુ પ્રવાહને કારણે શ્રી આનંદપુર સાહિબના ઘણા ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. 17 અને 18 તારીખ સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

  • 17 Aug 2023 08:41 AM (IST)

    ભરૂચમાં જર્જરિત ઇમારત ધરાશાયી, પરિવાર દબાયો, એકનું મોત,

    ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં વહેલી સવારે જર્જરિત ઇમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો હતો. સ્થાનિકોએ પાલિકા ફાયરબ્રિગેડની મદદથી પરિવારજનોને બહાર કાઢ્યા હતા. જે પૈકી એકનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડીંગ જર્જરિત હોવાનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે.

  • 17 Aug 2023 07:57 AM (IST)

    વડોદરાના ગોત્રીમાં પાન પાર્લર પર SOGના દરોડા

    Vadodara : રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ છે. છતા દારુ અને અન્ય નશાકારક પદાર્થો મળી આવે છે. પરંતુ હદ તો થાય છે જ્યારે આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલિક પીણાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાય છે. વડોદરાના SOGએ ગોત્રીના પાન પાર્લર પર બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જ્યાંથી નશો કરવામાં વપરાતી આયુર્વેદિક સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

  • 17 Aug 2023 07:04 AM (IST)

    Vadodara: ક્ષત્રિય સમાજના લોકોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહીની માગ

    Vadodara : ગામેઠા ગામે બે સમુદાય વચ્ચે થયેલી અથડામણને લઇ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા. અને યોગ્ય તપાસની રજૂઆત કરી હતી. ક્ષત્રિય સમાજનો આક્ષેપ છે કે તેમના ગામમાં એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવામાં આવી છે.

    બહારથી આવતા લુખ્ખા તત્વો ગામની શાંતિ ડહોળતા હોવાનો પણ આરોપ છે. એટલું જ નહીં ગામના તમામ લોકો હળીમળીને રહેતા હોવાનો પણ સ્થાનિકો દાવો કરી રહ્યાં છે તો આ સાથે જ SPએ જણાવ્યુ કે છેલ્લા 25 વર્ષમાં ગામેઠા ગામમાં નથી નોંધાઇ એટ્રોસિટીની ફરિયાદ પરંતુ છેલ્લા 24 કલાકમાં 2 એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત SPએ કહ્યુ કે જે શખ્સો ગામમાં અશાંતિ ફેલાવી રહ્યાં છે તેના પર નજર રાખવામાં આવી રહી છે.

  • 17 Aug 2023 06:52 AM (IST)

    બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

    સુપ્રીમ કોર્ટમાં આજે બિલકિસ બાનો સાથે જોડાયેલી સુનાવણી થશે. આ અરજી બિલકિસ બાનોના દોષિતોની મુક્તિને પડકારવા માટે દાખલ કરવામાં આવી છે.

  • 17 Aug 2023 06:18 AM (IST)

    જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપ

    નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સવારે 3.49 વાગ્યે 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Published On - Aug 17,2023 6:17 AM

Follow Us:
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
g clip-path="url(#clip0_868_265)">