Vadodara News: ઇસ્કોન અકસ્માત કેસમાંથી વડોદરા મનપાએ લીધો બોધપાઠ, શહેરના 10 ફ્લાય ઓવર બ્રિજ પર લગાડાશે CCTV, જુઓ Video
ઇસ્કોન અકસ્માત ઘટના બાદ VMCએ બોધપાઠ લીધો છે. ફ્લાય ઓવર અને બ્રિજ પર હવે CCTV લગાવવામાં આવશે. શહેરના 10 ફ્લાય ઓવર બ્રિજ પર CCTV લગાવવાની કામગીરી હાથ ધરાશે.
ઇસ્કોન અકસ્માત કેસમાંથી વડોદરા મનપાએ બોધપાઠ લીધો. વડોદરાના ફ્લાય ઓવર અને બ્રિજ પર CCTV લગાવવામાં આવશે. શહેરના 10 ફ્લાય ઓવર બ્રિજ પર CCTV કેમેરા લગાવાશે. ફ્લાય ઓવર અને બ્રિજ પર 4થી6 CCTV લગાવવામાં આવશે. CCTV લગાવીને બ્રિજને શહેરના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવશે.
આ પણ વાંચો : વડોદરાની રાષ્ટ્રપ્રેમી સંસ્થાનું અનોખું અભિયાન, 4 લાખથી વધુ લોકોને રાષ્ટ્ર ધ્વજ ફરકાવતા શીખવ્યું
ઠેર ઠેર હાલમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેને લઈ વડોદરા મનપા પણ એક્શનમાં આવી છે. CCTV લાગવાથી બ્રિજની ત્રિજ્યાનો 200 મીટરનો વિસ્તાર કવર થશે. શહેરના અટલ બ્રિજ, પંડ્યા બ્રિજ, ફતેહગંજ બ્રિજ, પ્રતાપ નગર બ્રિજ, નવા યાર્ડ બ્રિજ, સોમા તળાવ દંતેશ્વર બ્રિજ સહિતના બ્રિજ પર CCTV કેમેરા લગાવાશે.
કયાં લાગશે CCTV?
અટલ બ્રિજ, લાલબાગ, પંડ્યા બ્રિજ, ફતેહગંજ બ્રિજ, નવા યાર્ડ બ્રિજ, પ્રતાપનગર બ્રિજ, સોમા તળાવ દંતેશ્વર બ્રિજ, હરિ નગર બ્રિજ, ફ્લાય ઓવર, વડસર બ્રિજ, છાણી ફ્લાય ઓવર, અકોટા દાંડિયા બ્રિજ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
