16 નવેમ્બરના મહત્વના સમાચાર : મહારાષ્ટ્રના ચૂંટણી સંગ્રામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રચાર, દહીસરમાં ગુજરાતી ઉદ્યોગકારો સાથે ‘ચાય પે ચર્ચા’ સાથે અભિયાનનો કરાવ્યો પ્રારંભ
આજે 16 નવેમ્બરના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

PM મોદી ત્રણ દેશોના પ્રવાસે જશે. નાઈજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાની લેશે મુલાકાત. બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત G20 સમિટમાં આપશે હાજરી. સહમતિ છતાં સગીર પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવો હવે દુષ્કર્મ ગણાશે. બોમ્બે હાઈકોર્ટે આપ્યો સૌથી મહત્ત્વપૂર્ણ ચુકાદો. રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના શહેરોમાં ધરા ધ્રૂજી. ભયભીત લોકો ઘરની બહાર નીકળ્યા. પાકિસ્તાનનું લાહોર બન્યુ વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર. લાહોરનો AQI 1900ને પાર પહોંચ્યો. લગ્ન પર ત્રણ મહિના માટે પ્રતિબંધ મૂકાયો. આદિવાસી ગૌરવ દિવસે PM મોદીની બિહારને 6,640 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી. PM મોદીએ બિરસા મુંડાના સન્માનમાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું. ‘બટોંગે તો કટોંગે’ના નારા પર મહારાષ્ટ્રમાં મહાસંગ્રામ.. મહાયુતિના બે દિગ્ગજ નેતાઓના વિરોધાભાસી નિવેદન. ફડણવીસે સૂત્રને ગણાવી હકીકત, તો અજીત પવારે નોંધાવ્યો વિરોધ.
LIVE NEWS & UPDATES
-
કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો
ગીર સોમનાથના કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો. માર્કેટ યાર્ડમાં મગફળીનો ટેકાના ભાવ અનુસાર ખરીદી ન કરાતા ખેડૂતોએ હોબાળો કર્યો. યાર્ડમાં મગફળીની ગુણવત્તાના આધારે વેપારીઓએ બજાર કિંમત ન આપતા હોવાથી ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. છેલ્લા 2 દિવસથી સરકારે કોડીનારમાં ટેકાના 1356 ભાવે મગફળી ખરીદવાનું શરૂ કર્યું છે. ત્યારે આજે ખેડૂતોએ યાર્ડમાં પણ ટેકાના ભાવેજ ખરીદી શરૂ કરવાની હઠ પકડી અને હોબાળો મચાવી યાર્ડમાં જણસીની હરાજી બંધ કરાવી હતી.
-
સોમનાથમાં વેણેશ્વર ગૌશાળાને ડિમોલિશનની નોટિસ આપતા રોષ
ગીર સોમનાથમાં વેણેશ્વર ગૌશાળાને ડિમોલિશનની નોટિસ આપતા લોકોમાં રોષ ફેલાયો. ગૌશાળાની જગ્યા ખાલી કરાવવા નગરપાલિકા પહોંચતા ગૌપ્રેમીઓએ આક્રોશ વ્યક્ત કર્યો. ગીર સોમનાથમાં વર્ષો પૂર્વે સોમનાથ ટ્રસ્ટે ગૌશાળા માટે આપી હતી જમીન.વર્ષો જૂની ગૌશાળાને નગરપાલિકા ખાલી કરાવવા તજવીજ હાથ ધરતા આક્રોશ ફેલાયો. ગૌશાળામાં નિ:શુલ્ક ગૌસેવા કરાઈ રહી છે. ગાયો અને અપંગ ગાયોની અહીં સારવાર કરાઈ રહી છે. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સ્થળે પહોંચ્યા. સમગ્ર ઘટનાને લઈને લોકો વેણેશ્વર ગૌશાળા ખાતે ઘેરાવ કર્યો.
-
-
ખ્યાતિ હોસ્પિટલની બસમાં દર્દીઓને લવાતા cctv આવ્યા સામે
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડનો બોલતો પુરાવો સામે આવ્યો છે. બે દર્દીના મોતના કેસમાં દર્દીને હોસ્પિટલ લઈ જવાતા હતા એ સીસીટીવી સામે આવ્યા છે. આ વીડિયો એ વાતનો બોલતો પુરાવો છે કે કંઈ રીતે મેડિકલ કેમ્પ યોજીને દર્દીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવતા હતા. બોરીસણા ગામમાં કેમ્પ બાદ દર્દીને હોસ્પિટલ લઈ જવાયા હતા..ખ્યાતિ ફાઉન્ડેશનની બસમાં દર્દીઓ જતા હોય તે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બસમાં લઈ ગયેલા દર્દીઓમાંથી 7 લોકોને સ્ટેન્ટ મૂકી કરાઈ હતી એન્જીયોપ્લાસ્ટિ કરાતી હતી, 2 દર્દીના ઓપરેશન બાદ થયું હતું મોત જ્યારે અન્ય 5 દર્દીઓમાંથી હજુ 1ની તબિયત નાજુક છે
-
અમરેલી જિલ્લાના ખેડૂતોને DAP ખાતર આપવા માગ
- અમરેલી જિલ્લાના ખેડૂતોને DAP ખાતર આપવા માગ
- જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે કૃષિમંત્રીને લખ્યો પત્ર
- DAP ખાતરના અભાવે શિયાળુ પાકના વાવેતરમાં મુશ્કેલી
- DAP ખાતરના અભાવે ખેડૂતો ભારે ચિંતામાં: પ્રતાપ દૂધાત
- ખેડૂતોને હજુ સુધી સહાય પેકેજ પણ નથી મળ્યું: દૂધાત
- તાત્કાલિક ધોરણે જિલ્લામાં DAP ખાતર આપવાની કરી માગ
-
લીંબાસી દૂધ મંડળીના ચેરમેને નામ લીધા વગર ભાજપ નેતા સામે કાઢ્યો બળાપો
ખેડાના સહકારી ક્ષેત્રમાં અસંતોષનો ઊભરો જોવા મળ્યો છે. લીંબાસી દૂધ મંડળીના ચેરમેને નામ લીધા વગર ભાજપ નેતા સામે બળાપો કાઢ્યો છે. લીંબાસી દૂધ મંડળીના ચેરમેને બળાપો કાઢતા કહ્યું કે ભાજપના નામે તમે પશુપાલકોની ચિંતા ન કરો, તમારા જિલ્લામાં ચાલતા દારૂના વેપારની ચિંતા કરો. સાથે તેમણે કહ્યું કે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપ્યા બાદ 2020માં હરાવવાનું કામ થયું હતું.
-
-
રાજકોટ: હિરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટની બેઠક બાદ સાંસદ રામ મોકરિયાનું નિવેદન
- રાજકોટ: હિરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટની બેઠક બાદ સાંસદ રામ મોકરિયાનું નિવેદન
- ડિસેમ્બર સુધીમાં ટર્મિનલ થઈ જશે તૈયાર: રામ મોકરિયા
- “ઈન્ટરનેશનલ એરપોર્ટ પર VIP લોન્જ ખુબ નાનું”
- “બેઠક બાદ VIP લોન્જમાં ફેરફારની અપાઈ સૂચના”
- ઈમિગ્રેશન અને કસ્ટમ અંગે પણ કાર્યવાહી કરવા અપાઈ સૂચના
- હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની એડવાઈઝરી કમિટીમાં રામ મોકરિયા છે સભ્ય
-
અમદાવાદમાં NRI દીપક પટેલની હત્યા કેસનો આરોપી ઝડપાયો
અમદાવાદના બોપલ વિસ્તારમાં NRI દીપક પટેલની હત્યા કેસનો આરોપી પકડાઇ ગયો છે. આરોપી ઇન્દ્રજીત ઉર્ફે મુન્નાને પોલીસે ઝડપી લીધો છે. આ આરોપી મૃતકનો જ ધંધાકીય પાર્ટનર હોવાનું સામે આવ્યું છે. બંને વચ્ચે 16 વર્ષથી મિત્રતા હતી. મૃતક અને આરોપી બંને જમીન દલાલીના ધંધામાં પાર્ટનર પણ હતા. ત્યારે, તેમના વચ્ચે નફાની વહેંચણી બાબતે રકઝક થતી હતી. મૃતક દીપકે આરોપી પાસેથી રૂપિયા 61 લાખ પણ લીધા હોવાનો ખુલાસો થયો. ગત રોજ જ્યારે મૃતક દીપક અને આરોપી ઇન્દ્રજીત બંને કારમાં જતા હતા ત્યારે, પણ નફાની વહેંચણી બાબતે બોલાચાલી થઇ હતી અને મામલો એટલો ઉગ્ર બની ગયો કે, આરોપીએ પાઇપ વડે દીપકની હત્યા કરી નાંખી અને મૃતદેહને ફેંકીને જતો રહ્યો હતો
-
સુરત: વેસુ વિસ્તારમાંથી હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું
- સુરત: વેસુ વિસ્તારમાંથી હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું
- વેસુના સફલ ઓયોરૂમમાં ચાલતું હતું સેક્સરેકેટ
- મુંબઈથી લલનાઓ બોલાવવામાં આવતી હતી
- ગ્રાહકને વોટ્સએપ પર ફોટોગ્રાફ મોકલવામાં આવતા
- ઉમરા પોલીસે રૂપજીવીની ,ગ્રાહક અને ઓયોરૂમના માલિકની અટકાયત કરી હતી
- મુંબઈના અગતકુમાર નામના દલાલનું નામ ખુલ્યું
- ક્યુઆર કોડ મારફતે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાતા
- રૂ 15 હજાર ગ્રાહક પાસે લેવામાં આવતા હતા
- સુરતના દલાલ બ્રિજેશ અને નયન ઉર્ફે કાકાને વોન્ટેડ જાહેર કરાયા
-
25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદમાં કોલ્ડપ્લે મચાવશે ધૂમ
- કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને મહત્વના સમાચાર
- 26 જાન્યુઆરીએ પણ અમદાવાદમાં યોજાશે કોલ્ડપ્લે કોન્સર્ટ
- 25 જાન્યુઆરીનું બુકિંગ ફૂલ થઈ જતા બીજા દિવસના કોન્સર્ટની જાહેરાત
- બપોરે 12 વાગ્યે બુકિંગ શરૂ થતા માત્ર 45 મિનિટમાં જ વેચાઈ ટિકિટ
- 25 જાન્યુઆરી માટે બુકિંગ શરૂ થતા જ વેઈટિંગ લિસ્ટ ત્રણ લાખને પાર
- વેઈટિંગ લિસ્ટ લાંબુ હોવાથી આયોજકોએ નિર્ણય લેવાયો હોઈ શકે
- 26 જાન્યુઆરીના કોન્સર્ટ માટે પણ વેઈટિંગ અઢી લાખને પાર
- એક વ્યક્તિ ચાર મિનિટમાં વધુમાં વધુ ખરીદી શકે છે 4 ટિકિટ
-
ખ્યાતિ હોસ્પિટલના વધુ એક કારસ્તાન, પથરીની તપાસ માટે આવેલા દર્દીની કરી દીધી એન્જિયોપ્લાસ્ટી
ખ્યાતિ હોસ્પિટલ કાંડના એક બાદ એક ચોંકાવનારા કૌભાંડ સામે આવી રહ્યા છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડની વધુ એક પોલંપોલ સુરેન્દ્રનગરના બજાણા ગામેથી બહાર આવી છે…બજાણા ગામના ગણપતભાઈ નામના આધેડનું હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ મોત નિપજ્યું છે. આધેડ મહેસાણાના કડી તાલુકામાં વિનાયકપુરા ગામે ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ કેમ્પમાં માત્ર બોડી ચેકઅપ માટે ગયા હતા. મેડિકલ કેમ્પમાં હોસ્પિટલના સ્ટાફે હૃદયની નળી બ્લોક હોવાનું કહી બસમાં બેસાડી હોસ્પિટલમાં લઈ જઈ ઓપરેશન કરી નાખ્યાનો પરિવારે આરોપ લગાવ્યો છે. પરિવારે ઓપરેશન કરવાની ના પાડી હોવા છતાં PMJAY યોજનામાં ફોર્મ ભરી ઓપરેશન કરી નાખ્યાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે.
-
મહારાષ્ટ્રમાં મુંબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો પ્રચાર અભિયાનનો પ્રારંભ
- મહારાષ્ટ્રના ચૂંટણી રણમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો પ્રચાર
- CM ભૂપેન્દ્ર પટેલનો મુંબઇમાં ચૂંટણી પ્રચાર
- દહીસરમાં ગુજરાતી ઉદ્યોગકારો સાથે ‘ચાય પે ચર્ચા’ અભિયાનનો પ્રારંભ
- CMની સાથે હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ ઉપસ્થિત
- એક જ દિવસમાં 4 ચૂંટણી સભાને સંબોધિત કરશે મુખ્યપ્રધાન
-
બનાસકાંઠા: ભાભરમાં ગૌમૂત્ર ડેરીની કરાશે શરૂઆત
બનાસકાંઠા: ભાભરમાં ગૌમૂત્ર ડેરીની શરૂઆત કરાશે. આવતીકાલે ગૌમૂત્ર ડેરીનો શુભારંભ કરાશે. દરરોજનું 12 હજાર લીટર ગૌમૂત્ર ડેરીમાં કરાશે સંગ્રહ. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને સાંસદ પરસોત્તમ રૂપાલા પણ હાજરી આપશે. પશુપાલકો ગૌમૂત્રમાંથી મેળવી શકશે આવક.
-
અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલના કારસ્તાન અંગે વધુ એક ખુલાસો
અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલના કારસ્તાન અંગે વધુ એક ખુલાસો થયો છે. પથરીની તપાસ માટે આવેલા દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરી દીધી, બોરીસણામાં યોજાયેલ કેમ્પમાં રમીલાબેન પટેલ તપાસ માટે ગયા હતા. નળી બ્લોક હોવાનું જણાવી તેમના પતિને બોલાવવા કહ્યું. સારવાર માટે અમદાવાદ આવવું જ પડશે તેવું પતિ-પત્નીને જણાવાયું. પત્ની રમીલાબેન સાથે પતિ રમેશભાઈ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા.
-
ઠંડીને લઇને અંબાલાલ પટેલે કરી આગાહી
કૃષિ પાક અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યુ કે શિયાળુ પાક માટે વાતાવરણ યોગ્ય નથી. રવિ પાક અને જીરૂ માટે યોગ્ય વાતાવરણની જરૂરિયાત છે. રાજ્યમાં 17 નવેમ્બરથી ઠંડી પડવાની શરૂઆત થઇ શકે. 17મીથી ન્યૂનતમ તાપમાન ઘટશે, મહત્તમ તાપમાન ઘટવાની વાર છે. 23, 24 અને 25 નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટી શકે છે.
-
સુરત:કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં પડ્યું ગાબડું
સુરત:કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું. હરિયાલ નજીક કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાયા. કેનાલના અંદરના ભાગે ગાબડું પડતા સિંચાઈ વિભાગ દોડતું થયું. સિંચાઈ વિભાગ ગાબડું રીપેર કરવાની કામગીરી હાથ ધરી.
-
સુરત: હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા પેમ્પલેટ વાયરલ
સુરત: હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા પેમ્પલેટ વાયરલ થઇ રહ્યા છે. ધર્મના નામે લોકોને ગેરમાર્ગે દોરતા ક્લાસીસના પોસ્ટર વાયરલ. આરોપી સસરા સરકારી શાળામાં પ્રિન્સિપાલ છે. જેના પર કોમી એકતા જોખમાય તેવું કૃત્ય કરવાનો આરોપ છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડ્યો.
-
ઝાંસી: મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના
ઝાંસી: મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના બની છે. બાળકોના વોર્ડમાં મોડી રાત્રે લાગેલી આગથી 10 નવજાતના મોત થયા છે. NICUમાં તમામ બાળકો દાખલ હતા. મોડી રાતે શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હતી. 37 બાળકોને બારીના કાચ તોડી બચાવાયા છે. 16ની હાલત ગંભીર છે. NICUમાં કુલ 54 બાળકો દાખલ હતા. મૃતક બાળકોના પરિવારને 5 લાખની સહાયની જાહેરાત કરાઇ છે. તો ઈજાગ્રસ્તોને 50 હજારની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.
-
અમદાવાદના બોપલ ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગેલી આગમાં એકનું મોત
અમદાવાદઃ બોપલ ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાંલાગેલી આગમાં એકનું મોત થયુ છે.ગઈ કાલે રાતે 8માં માળે લાગેલી આગ 22 માં માળ સુધી પ્રસરી હતી. ફાયર બ્રિગેડની 12 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો. 23 સ્થાનિકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
-
આણંદના પણસોરા ગામે વાનરનો આતંક
આણંદના પણસોરા ગામે વાનરનો આતંક જોવા મળી રહ્યો છે. 2 દિવસમાં 10થી વધુ લોકોને બચકા ભર્યા. માર્ગ પર જતા આવતા રાહદારી પર હુમલો કરી વાનર પલાયન થઇ જતો હતો. ઘર પાસે કામ કરતી મહિલા પર વાનરે બચકા ભરતા 30 ટાંકા આવ્યા હતા. ઇજાગ્રસ્તોએ પણસોરા સરકારી હોસ્પીટલમાં સારવાર અપાઇ.
-
દેવ દેવાળીએ જ રાજ્યના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા
દેવ દેવાળીએ જ રાજ્યના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ઉત્તર ગુજરાત સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં અનુભવાયો આંચકો. પાલનપુર, અંબાજી અને પાટણ, માઉન્ટ આબુ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા. વડગામ, અમીરગઢ, દાંતા, ડીસામાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર 4.2ની તિવ્રતાનો આંચકો અનુભવાયો.
-
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. 18થી 20 નવેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં શાહ હાજરી આપશે. 18મીએ ઘાટલોડિયામાં આયોજીત સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહ 19 નવેમ્બરે સાબર ડેરીની મુલાકાત લેશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં પણ હાજર રહેશે. IPS રાજીવકુમાર, CBI ડાયરેક્ટર પ્રવીણ સુદ હાજર રહેશે.
Published On - Nov 16,2024 7:35 AM