15 જુલાઈના મહત્વના સમાચાર : અમદાવાદમાં AMCના સ્લમ ક્વાટર્સ રિ ડેવલપમેન્ટને સરકારની લીલીઝંડી, સફાઈ કર્મચારીઓને મળશે નવા ઘર
આજે 15 જુલાઈને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 15 જુલાઈને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદમાં AMCના સ્લમ ક્વાટર્સ રિ ડેવલપમેન્ટને સરકારની લીલીઝંડી, સફાઈ કર્મચારીઓને મળશે નવા ઘર
સીએમ ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. AMCના સ્લમ ક્વાટર્સ રિ ડેવલપમેન્ટ કરવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. AMC સફાઈ કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. AMC કર્મચારીઓના આવાસનુ કરાશે રિ ડેવલપમેન્ટ. AMC સ્ટેન્ડીંગ કમિટી ઠરાવને રાજ્ય સરકારે મંજૂરી આપી. રાજ્ય સરકાર દ્વારા ઠરાવને અપાઇ લીલી ઝંડી. હજારો પરિવારને મળશે નવા આવાસનો લાભ.
-
ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી મજૂરી માટે અમદાવાદ લવાયેલ 11 સગીરોનુ રેલવે પોલીસે કર્યું રેસ્ક્યુ
અમદાવાદ રેલવે સ્ટેશને RPF અને રેલવે પોલીસે, 11 સગીરોનું રેસક્યું કર્યું છે. મજૂરી માટે ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી અમદાવાદ લાવવામાં આવેલા સગીર બાળકોનું રેસ્ક્યુ કરાયુ છે. ટ્રેનમાં આવી રહેલા 11 સગીરની રેસ્ક્યુ કરવામાં આવ્યું. આસનસોલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસમાંથી 11 સગીર બાળકો રેસ્ક્યૂ. તમામ બાળકો અમદાવાદ રેલવે પોલીસને સોંપી વધુ તપાસ શરૂ કરી.
-
-
વિસાવદરની જીત ભાજપ સહન ના કરી શક્યું, મને ખરાબ ચીતરવાની રમત શરુ કરાઈઃગોપાલ ઈટાલિયા
મોરબીના ધારાસભ્ય અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના રાજીનામું આપવાનો મામલો વધુ એક વળાંક ઉપર આવ્યો છે. હવે ચેલેન્જ મામલે ગોપાલ ઈટાલિયાનો વીડિયો વાયરલ થયો છે. મોરબીના ધારાસભ્ય કાંતી અમૃતિયા રાજીનામુ આપવા પહોંચ્યા હતા ગાંધીનગર. ગોપાલ ઇટાલિયાએ એક સભામાં કહ્યું કે હું નથી બોલ્યો કે હું રાજીનામું આપીશ. હું રાજીનામું નહીં આપું એ ટીવી મીડિયા વાળાને પણ ખબર છે કે હું રાજીનામુ આપવાનું નથી બોલ્યો. મારા મોબાઈલ નબર હવે મોરબીમાં વાયરલ કર્યો છે. ભાજપના ગુંડાના સવારથી મને ફોન આવે છે કે, કેમ ના આવ્યા રાજીનામું આપવા. સતત મારા ઉપર ફોન આવે છે.હું જીતી ગયો એ વાત ભાજપનો હજમ નથી થતી. સતત મને બદનામ કરવાના ષડયંત્રો કરાય છે. મારા નામની પત્રિકા પણ વાયરલ કરી છે. મને ખરાબ ચીતરવા ષડયંત્રો ચાલુ થયા છે તેમ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું,
-
વિસાવદર-કડી પેટાચૂંટણીમાં જીતેલા ઈટાલિયા-ચાવડા બુધવારે ધારાસભ્ય પદના લેશે શપથ
ગુજરાતમાં રાજીનામાના હાઈ વૉલ્ટેજ ડ્રામા બાદ આવતીકાલે ગોપાલ ઈટાલિયા અને રાજેન્દ્ર ચાવડાની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની કચેરીમાં શપથવિધિ યોજાશે. વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલીયા આવતીકાલે શપથ લેશે. ભાજપના કડીના ધારાસભ્ય તરીકે રાજેન્દ્ર ચાવડા પણ ધારાસભ્ય પદના શપથ લેશે.
-
મોડાસાના ટીંટોઇ પોલીસના જાપ્તામાંથી કુખ્યાત બુટલેગર અને ચેઈન સ્નેચર ફરાર
મોડાસાના ટીંટોઇ પોલીસના જાપ્તામાંથી કુખ્યાત બુટલેગર અને ચેઈન સ્નેચર ફરાર થઈ ગયા છે. દઘાલીયા ગામેથી પોલીસે ઝડપેલો આરોપી ફરાર થયો છે. ટીંટોઇ સરકારી આરોગ્ય કેદ્ર ખાતે મેડિકલ ચેકઅપ કરાવવા લવાયો હતો. આરોપી પપ્પુ ચાઈનાની પોલીસે હાથકડી ખોલતાની સાથે જ કોટ કૂદી ફરાર થઈ ગયો. મોડી રાત્રે એક વાગ્યાના અરસા દરમિયાન આરોપીને હોસ્પિટલ લઈ જવાયો હતો. રાત્રીના સમયે સરકારી આરોગ્ય કેન્દ્રમાં લઈ જતા ફરાર થતા પોલીસ સામે સવાલો ઊભા થયા છે. મોડી રાત્રીના અરસા દરમિયાન આરોપીને કેમ દવાખાને લઈ જવાયો એ સવાલ. ટીંટોઇ પોલીસે નાસી છુટેલ આરોપી પપ્પુ ચાઈનાને ઝડપી લેવા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
-
-
રાજ્યના 206 જળાશયોમાં 9322.68 મિલિયન ઘન મીટર પાણી થયું સંગ્રહિત
સમગ્ર રાજ્યમાં 25થી વધુ જળાશયો 100 ટકા કે તેથી વધુ, 56 જળાશયો 70 થી 100 ટકા, 43 જળાશયો 50 થી 70 % તેમજ 42 જળાશયો 25 થી 30 ટકા અને 40 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં સરદાર સરોવર નર્મદા ડેમ સહિત 22 મોટા, 96 મધ્યમ અને 1006 નાના મળીને સમગ્રતયા 1124 જળાશયો આવેલા છે. આ જળાશયોમાંથી 206 જળાશયોમાં 9322.68 મિલિયન ઘન મીટર પાણી સંગ્રહિત થયું છે.
-
ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનની કરાઈ તાળાબંધી
ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનની તાળાબંધી કરવામાં આવી છે. ટેન્ડરના નિયમોનું પાલન ના થતું હોવાથી NSUI કાર્યકરોએ તાળાબંધી કરી હતી. કેન્ટીનમાં સફાઈનો અભાવ, ગુણવત્તાયુક્ત વસ્તુઓ ના મળતી હોવાનો NSUI ના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે. કેન્ટીનને તાળાબંધી કરનાર NSUI ના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. અગાઉ NSUI કાર્યકરે કેન્ટીનના નાસ્તાની ચકાસણી કરાવી હતી. જે સેમ્પલ ફેલ આવ્યા હતા.
-
ગીર સોમનાથના સમુદ્ર કાંઠેથી 1150 ગ્રામથી વધુ વજનનુ બિનવારસી ચરસનું પેકેટ મળી આવ્યું
ગીર સોમનાથના સમુદ્ર કાંઠા પરથી ચરસનું પેકેટ મળી આવ્યું. સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કાંઠા પરથી મળી આવ્યું. ગીર સોમનાથ SOG , LCB મરીન પોલીસ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અગાઉ પણ ગીર સોમનાથના સમુદ્ર કાંઠા પરથી મોટી માત્રામાં ચરસના પેકેટ મળી આવ્યા હતા. આજે સવારે 1150 ગ્રામથી વધુ વજનનુ એક પેકેટ મળી આવ્યું છે. પોલીસ દ્વારા FSL માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. NDPS ટીમ દ્વારા પણ તપાસનો ધમધમાટ આદર્યો છે.
-
અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું ધરતી પર સફળ ઉતરાણ, 18 દિવસ વિતાવ્યા અંતરિક્ષમાં
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે પોતાના મિશન પૂર્ણ કર્યા પછી ચાર અવકાશયાત્રીઓ સાથે પૃથ્વી પર સફળતાપૂર્વક પરત ફર્યા છે. શુભાંશુ શુક્લાએ આ મિશન દરમિયાન લગભગ 18 દિવસ અવકાશમાં વિતાવ્યા છે. આ સમય દરમિયાન તેમણે ઘણા પ્રયોગો પણ કર્યા છે. લગભગ 23 કલાકની મુસાફરી પછી, તેમનું ડ્રેગન અવકાશયાન અમેરિકાના કેલિફોર્નિયાના કિનારે સમયસર સફળતાપૂર્વક ઉતર્યું હતું.
-
આગામી 7 દિવસ માટે હવામાન વિભાગની આગાહી
આગામી 7 દિવસ માટે હવામાન વિભાગની આગાહી છે. છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 24 કલાકમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે. તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે. ગાજવીજ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 17 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.
-
રાજ્યની ત્રણ મનપાના કોન્ટ્રાક્ટરોને રાજ્ય સરકારે ફટકારી નોટિસ
બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. રાજ્યની ત્રણ મનપાના કોન્ટ્રાક્ટરોને ફટકારી નોટિસ. જામનગર, ભાવનગર, જૂનાગઢ મનપાએ કાર્યવાહી કરી. માર્ગોનું કામ નિયત સમય મર્યાદામાં પૂરૂં નહીં થતા નોટિસ આપી. નબળી ગુણવત્તાના રોડ બનાવવાને લઇ નોટિસ આપી.
-
સુરતઃ કતારગામમાં ટ્યુશન શિક્ષિકાનો આપઘાત
સુરતઃ કતારગામમાં ટ્યુશન શિક્ષિકાએ આપઘાત કર્યો છે. બ્લેકમેઈલથી કંટાળીને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. યુવકના ત્રાસથી શિક્ષિકાએ આપઘાત કર્યાનો આરોપ છે. વિકૃત યુવક 3 વર્ષથી શિક્ષિકાને ત્રાસ આપતો હોવાનો આરોપ છે. સામાજિક અગ્રણી વિજય માંગુકીયાએ CMને પત્ર લખીને રજૂઆત કરી. આરોપી સામે કડક કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી.
-
સુરત: લિંબાયતમાં 37 તપેલા ડાઈંગ મિલ સીલ કરાઈ
સુરત: લિંબાયતમાં 37 તપેલા ડાઈંગ મિલ સીલ કરાઈ. મનપા દ્વારા બેદરકાર યુનિટ સંચાલકો સામે કાર્યવાહી કરાઈ. તમામ તપેલા ડાઈંગ મિલોને નોટિસ આપી સીલ કરાઈ. ડાઈંગ મિલો દ્વારા ગેરકાયદે રીતે ડ્રેનેજ લાઈનમાં પાણી છોડાતું હતું.અગાઉ ઉધના વિસ્તારની 22 તપેલા ડાઈંગ સીલ કરાઈ હતી.
-
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 18થી 20 જુલાઈ દરમિયાન વરસાદ વિરામ લેશે. 18થી 20 જુલાઈમાં વરસાદની શક્યતા ઓછી છે. 26થી 30 જુલાઈમાં બંગાળ ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બનશે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. મહીસાગર, પંચમહાલ, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. દાહોદ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે.
-
CM ભૂપેન્દ્ર પટેલનો આજે 64મો જન્મદિવસ
CM ભૂપેન્દ્ર પટેલનો આજે 64મો જન્મદિવસ છે. PM મોદીએ મુખ્યપ્રધાનને શુભકામના પાઠવી. CMના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની મંગળ કામના વ્યક્ત કરી. CMના નેતૃત્વમાં ગુજરાત વિકાસમાં અગ્રેસર રહે તેવી PM મોદીએ કામના વ્યક્ત કરી. ટેલિફોનિક વાતચીત કરી PM મોદીએ CMને શુભેચ્છા પાઠવી.
-
ગંગાના ઘાટ પર સ્નાન કરતી વખતે 5 લોકો તણાયા
ઉત્તરાખંડ: હરિદ્વારમાં ભયાવહ દુર્ઘટના ટળી. ગંગાના ઘાટ પર સ્નાન કરતી વખતે 5 લોકો તણાયા. પાણીના પ્રચંડ પ્રવાહમાં એક જ પરિવારના 5 લોકો તણાયા. SDRFના જવાનોની સતર્કતાએ પરિવારનો જીવ ઉગાર્યો. ત્વરિત રેસ્ક્યૂ કરી જવાનોએ પરિવારનો જીવ બચાવ્યો. જવાનોની પ્રશંસનીય કામગીરી કેમેરામાં કેદ થઇ છે.
-
રાજ્યના 122 તાલુકામાં વરસાદી મહેર
રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ મહેર વરસાવી છે. કુલ 122 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી 26 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે 5 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.પાટણના સરસ્વતી તાલુકામાં સૌથી વધુ 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે.નર્મદાના ડેડિયાપાડામાં 2.68 ઇંચ વરસાદ વરસ્યો છે.તો વલસાડના કપરાડામાં 2.40 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ સુરતના ઉમરપાડામાં 2.24 ઇંચ વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત, ખેડબ્રહ્મામાં 2.2 ઇંચ અને જાંબુઘોડામાં 1.77 ઇંચ વરસાદ વરસ્યો છે.
-
અમેરિકા: ભારે વરસાદ બાદ ન્યુજર્સીમાં જળબંબાકરની સ્થિતિ
અમેરિકા: ભારે વરસાદ બાદ ન્યુજર્સીમાં જળબંબાકરની સ્થિતિ છે. અચાનક પૂરના પાણી ફરી વળતા લોકો હાલાકીમાં છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ન્યુયોર્કમાં સબવે સ્ટેશનમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ન્યુજર્સીમાં તંત્રએ ઈમરજન્સીની જાહેરાત કરી. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઇ. ન્યુયોર્કમાં બેઝમેન્ટમાં રહેતા લોકોને સ્થળાંતર માટે એલર્ટ કરાયા. નેશનલ વેધર સર્વિસ દ્વારા વોર્નિંગ જાહેર કરાઈ.
-
બનાસકાંઠાઃ લાખણી અને થરાદ તાલુકામાં મોડી રાત્રે પડ્યો વરસાદ
બનાસકાંઠાઃ લાખણી અને થરાદ તાલુકામાં મોડી રાત્રે વરસાદ પડ્યો. લાખણી અને થરાદમાં એક-એક ઇંચ વરસાદ પડ્યો. લાખણી તાલુકાના ગામ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયા. ખેતરમાં પાણી ભરાતા વાવેતર કરેલા પાકને નૂકસાનની ભીતિ છે. થરાદમાં ભાભર-મીઠા હાઈવે પર વરસાદી પાણી ભરાયું. સામાન્ય વરસાદમાં રોડ પર પાણી ભરાતા હાલાકી થઇ રહી છે.
-
વલસાડના ખતલવાડા ગામે ટોકરખાડીમાં ફીણવાળું પાણી
વલસાડના ખતલવાડા ગામે ટોકરખાડીમાં ફીણવાળું પાણી જોવા મળ્યુ. ખાડીમાં કેમિકલવાળું પાણી છોડ્યુ હોવાની આશંકા છે. અગાઉ પણ કેમિકલયુક્ત પાણીથી માછલીઓના મોત થયા હતા. વારંવાર ફીણવાળા પાણીથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
-
અમદાવાદના સરસપુરમાં નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા
અમદાવાદના સરસપુરમાં નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી. ઘરખર્ચનાં પૈસાની બાબતમાં બે ભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. અશ્વિન કુશ્વાહે મોટા ભાઈ કનૈયા કુશવાહને માથામાં બેટ માર્યું.ગંભીર ઈજાઓ થતા યુવકને સારવાર માટે ખસેડાયો. સારવાર દરમિયાન યુવકનું મોત થયું. શહેરકોટડા પોલીસ મથકે હત્યાનાં પ્રયાસની ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરી. આરોપી અશ્વિન કુશવાહની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ.
Published On - Jul 15,2025 7:32 AM