14 માર્ચના મોટા સમાચાર: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પોલીસ સમક્ષ આત્મસમર્પણ નહીં કરે – ફવાદ ચૌધરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2023 | 11:58 PM

Gujarat Live Updates : આજ 14 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

14 માર્ચના મોટા સમાચાર: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પોલીસ સમક્ષ આત્મસમર્પણ નહીં કરે – ફવાદ ચૌધરી

ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. ગુજરાત વિધાનસભાનુ અંદાજપત્ર સત્ર પણ ચાલી રહ્યુ છે. તો બીજી તરફ સંસદના બજેટસત્ર પણ યોજાઈ રહ્યું છે. આ સંજોગોમાં ગુજરાત સહીત દેશ અને દુનિયામાં ઘણા સમાચારના અપડેટ્સ આવી રહ્યા છે. ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Mar 2023 11:49 PM (IST)

    Gujarat News Live: Ahmedabad: ધોરણ 10ના ગુજરાતીના પ્રશ્નપત્રમાં કવિઓના નામમાં છબરડો

    આજે ધોરણ-10ની પ્રથમ પરીક્ષા પૂર્ણ થઈ હતી. પ્રથમ પરીક્ષા માતૃભાષાની હતી. જેમાં ગુજરાતીના પેપરમાં મોટી ભૂલ સામે આવી હતી. પેપર તૈયાર કરનારાઓએ બરકત વિરાણી જેઓ બેફામના ઉપનામ સાથે ખૂબ પ્રખ્યાત છે, તેમનું મુકતક કવિ રઈશ મણિયારના નામે રજૂ કર્યું હતું.

    આ છબરડાને પગલે વિદ્યાર્થીઓ પણ પેપર લખતા મૂંઝાઈ ગયા હતા. તેમજ આ પ્રશ્નપત્ર આખો દિવસ ચર્ચાનો વિષય બન્યું હતું. ગુજરાતીના પ્રશ્નપત્રમાં પૂછવામાં આવ્યું હતું કે મુક્તક એટલે શું? સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી… માં રઈશ મણિયાર શું કહેવા માંગે છે?

  • 14 Mar 2023 11:42 PM (IST)

    Gujarat News Live : રાજ્યમાં નગર પાલિકાના ચીફ ઓફિસરોની બદલીના તેમજ નગર પાલિકામાં ચીફ ઓફિસર્સની નિમણૂકના ઓર્ડર આપવામાં આવ્યા

    રાજ્યમાં નગર પાલિકાના ચીફ ઓફિસરોની બદલીના તેમજ નગર પાલિકામાં ચીફ ઓફિસર્સની નિમણૂકના ઓર્ડર આપવામાં આવ્યા

  • 14 Mar 2023 11:40 PM (IST)

    Gujarat News Live: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પોલીસ સમક્ષ આત્મસમર્પણ નહીં કરે - ફવાદ ચૌધરી

    પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીએ દાવો કર્યો છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પોલીસ સમક્ષ આત્મસમર્પણ નહીં કરે. તેમણે કહ્યું કે ઈમરાન ખાન કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરી શકે છે.

  • 14 Mar 2023 10:51 PM (IST)

    Gujarat News Live: રશિયાની મોટી કાર્યવાહી, Black seaમાં અમેરિકન ડ્રોનને તોડી પાડ્યું

    રશિયા તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી છે. રશિયાએ Black Seaમાં અમેરિકી ડ્રોનને તોડી પાડ્યુ છે. અમેરિકી સેના તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ રશિયા જેટ અમેરિકી ડ્રોન સાથે ટકરાયુ અને તેને તોડી પાડ્યુ.

  • 14 Mar 2023 10:43 PM (IST)

    Gujarat News Live: ઈમરાન ખાનની બહેને કહ્યું- ટીયર ગેસના શેલ ફેંકાયા, અમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે

    લાહોરમાં ઈમરાન ખાનની ધરપકડ કરવા પહોંચેલી પોલીસ અને ઈમરાન ખાનના સમર્થકો વચ્ચેની અથડામણ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી ચુકી છે. ઈમરાન ખાનની બહેન અલીમાએ જણાવ્યું કે પોલીસે તેમના ઘર પર ગોળીબાર કર્યો અને ટીયર ગેસના શેલ ફેંક્યા. તેમણે કહ્યું કે ઘરમાં હાજર લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.

  • 14 Mar 2023 10:21 PM (IST)

    Gujarat News Live: લાહોરમાં ફરી પોલીસ અને ઈમરાન ખાનના સમર્થકો વચ્ચે અથડામણ, ઘણા લોકો ઘાયલ

    પોલીસ અને ઈમરાન ખાનના સમર્થકો વચ્ચે લાહોરમાં ઘણી જગ્યાએ અથડામણ થઈ છે. આ ઘટનામાં ઘણા પોલીસ અધિકારીઓ અને પીટીઆઈ સમર્થકો ઘાયલ થયા છે. પોલીસે ખાનના ઘર પર ટીયર ગેસના શેલ છોડ્યા, જ્યારે તેમના સમર્થકો પર લાઠીચાર્જ કર્યો. પોલીસે કહ્યું કે તેઓએ ટીયર ગેસ છોડ્યો કારણ કે સમર્થકોએ અધિકારીઓ પર ઈંટો વડે હુમલો કર્યો હતો.

  • 14 Mar 2023 09:42 PM (IST)

    Gujarat News Live: પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું- ઈમરાનની આજે જ ધરપકડ કરવામાં આવશે

    લાહોરઃ ઈમરાન ખાનની ધરપકડને લઈને પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના સમર્થકો લાહોરમાં ઈમરાનના ઘરની બહાર પોલીસ સાથે ઘર્ષણ ચાલુ રાખે છે. આ સાથે દેશના ઘણા મોટા શહેરોમાં પ્રદર્શન પણ થઈ રહ્યા છે. ઈમરાન ખાને વીડિયો જાહેર કરીને લોકોને બહાર આવવા કહ્યું. ત્યારબાદ ઈસ્લામાબાદ, પેશાવર, કરાચી, ફૈસલાબાદ અને ક્વેટા સહિત ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન પણ શરૂ થયા. તે જ સમયે, પોલીસ લાહોરમાં સમયાંતરે ટીયર ગેસના શેલ છોડી રહી છે. પીટીઆઈના કાર્યકરોએ ઈમરાનના નિવાસસ્થાન તેમજ કેનાલ રોડ તરફ જતા રસ્તાને ઘેરી લીધો છે.

  • 14 Mar 2023 09:37 PM (IST)

    Gujarat Live News: Metaમાં ફરીથી છટણીઃ 10,000 કર્મચારીઓને કાઢી મૂકવાની જાહેરાત

    ફેસબુકની પેરેન્ટ કંપની મેટા વધુ 10,000 કર્મચારીઓની છટણી કરી રહી છે. આ સાથે ખર્ચમાં ઘટાડો કરતી વખતે 5000 ખાલી જગ્યાઓ પર કોઈ નિમણૂક થશે નહીં. કંપનીએ મંગળવારે કહ્યું કે તે તેની ટીમનું કદ ઘટાડશે અને એપ્રિલના અંતમાં તેના ટેક્નોલોજી જૂથમાં વધુ લોકોને છૂટા કરશે.

  • 14 Mar 2023 09:35 PM (IST)

    Gujarat News Live: મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આપ્યો 163 રનનો ટાર્ગેટ, એશલે ગાર્ડનરે ગુજરાત માટે લીધી 3 વિકેટ

    ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની ટીમે ધમાકેદાર બેટિંગ કરી હતી. 20 ઓવર બાદ મુંબઈનો સ્કોર 162/8 હતો. ગુજરાત જાયન્ટ્સને 163 રનનો ટાર્ગેટ મળ્યો છે.મુંબઈ તરફથી કેપ્ટન હરમતપ્રીત કૌરે સૌથી વધારે 51 રન ફટકાર્યા હતા. જ્યારે યાસ્તિકા ભાટિયાએ 44 રન, હેલી મેથ્યુઝ 0 રન, નેટ સાયવર-બ્રન્ટે 36 રન, એમેલિયા કેરે 19 રન, ઇસી વોંગએ 0 રન, હુમૈરા કાઝીએ 2 રન, ધારા ગુજ્જરે 1 રન, જીંતિમાની કલિતાએ 2 રન બનાવ્યા હતા. એશલે ગાર્ડનરે ગુજરાત માટે સૌથી વધારે 3 વિકેટ લીધી હતી.

  • 14 Mar 2023 09:00 PM (IST)

    Gujarat News Live: Rajkot: H3N2 વાયરસથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી જરૂરી

    રાજ્યના નાગરિકો ત્રણ વર્ષ બાદ માંડ સામાન્ય જીવન જીવતા થયા હતા, ત્યાં કોરોના બાદ હવે H3N2 વાયરસથી થોડા થોડા દિવસના અંતરે બે વૃદ્ધના મોત થતા આ વાયરસે લોકોની ચિંતા વધારી છે. તેની વચ્ચે રાજકોટ AIMSના ડાયરેક્ટર સી.ડી.એસ.કટોચે મહત્વનું નિવેદન આપ્યું હતું કે આ વાયરસ પણ અન્ય વાયરસની જેમ સામાન્ય વાયરસ જ છે. લોકોએ ડરવાની કોઈ જરૂર નથી. કોરોના સમયે જેવી રીતે સાવચેતી રાખવામાં આવતી હતી તેવી જ સાવચેતી લોકોએ રાખવી પડશે, પરંતુ વાયરસથી ડરવાની જરૂર નથી.

  • 14 Mar 2023 08:30 PM (IST)

    Gujarat News Live: દેશના વડાપ્રધાન ભણેલા-ગણેલા તો હોવા જોઈએ: કેજરીવાલ

    દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમના બે સાથીદારોને જેલમાં ધકેલી દેવા અને નોટબંધી માટે પર કટાક્ષ કરતાં મંગળવારે કહ્યું કે દેશના વડાપ્રધાન માટે શિક્ષિત હોવું જરૂરી છે કારણ કે ઓછા ભણેલા વડાપ્રધાનને કોઈ પણ મૂર્ખ બનાવી શકે છે. ભોપાલમાં ભેલના દશેરા મેદાન ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનને સંબોધતા કેજરીવાલે કહ્યું કે મારા બે શાનદાર મંત્રીઓની ધરપકડ કરવામાં આવી. એક સતેન્દ્ર જૈન છે જેમણે દિલ્હીની વીજળી મફત કરી, સારવાર, દવાઓ મફત કરી અને મોહલ્લા ક્લિનિક બનાવ્યા. વડાપ્રધાને તેમને જેલમાં ધકેલી દીધા.

  • 14 Mar 2023 07:58 PM (IST)

    Gujarat News Live: રાજ્યમાં કોરોનાના 58 કેસ નોંધાયા

    રાજ્યમાં સતત ફરીથી કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. આજે રાજ્યમાં કોરોનાના 58 કેસ નોંધાયા છે. જે ગઈકાલની તુલનામાં વધારે છે. હાલમાં રાજ્યમાં 250થી વધુ કોરોનાના એક્ટિવ કેસ છે.

  • 14 Mar 2023 07:11 PM (IST)

    Gujarat News Live: ચીને ત્રણ વર્ષ પછી વિદેશી પ્રવાસીઓ પરનો પ્રતિબંધ હટાવ્યો, આવતીકાલથી મળશે વિઝા

    ચીન ત્રણ વર્ષ પછી વિદેશી પ્રવાસીઓ માટે પોતાની સરહદો ખોલવા જઈ રહ્યું છે. ચીનના પ્રવાસે જઈ રહેલા લોકોને બુધવારથી વિઝા આપવામાં આવશે. કોવિડ -19 રોગચાળાના પ્રતિબંધોને કારણે, વિઝા ઈસ્યુ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

  • 14 Mar 2023 06:55 PM (IST)

    Gujarat News Live: રાજકોટના કોટેચા ચોક ખાતે ટ્રાફિક વિભાગની ડ્રાઈવ

    રાજકોટના કોટેચા ચોક ખાતે ટ્રાફિક વિભાગની ડ્રાઈવ, છેલ્લા 15 દિવસથી સતત અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી રહી છે.

  • 14 Mar 2023 06:41 PM (IST)

    Gujarat News Live: Gujarati Video: વાદળછાયા વાતાવરણ વચ્ચે સાપુતારામાં હળવો વરસાદ

    રાજયભરના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ડાંગ જિલ્લામાં આવેલા ગીરિ મથક સાપુતારામાં ફાગણ મહિનામાં કમોસમી વરસાદ થયો હતો. તેમજ સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ડાંગ જિલ્લામાં મોટા ભાગે ખેડૂતો બાગાયતી પાકની ખેતી કરે છે. મોટા ભાગે ડાંગમાં ખેડૂતો સ્ટ્રોબેરી, ડુંગળી અને વિવિધ શાકભાજીની ખેતી કરે છે ત્યારે કમોસમી માવઠું થતા ખેડૂતો ચિંતામાં સરી પડ્યા છે.

  • 14 Mar 2023 06:23 PM (IST)

    Gujarat News Live: વાપી GIDCમાં આવેલી વ્રજ કેમિકલ કંપનીમાં લાગી આગ, 5થી વધુ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી

    વાપી GIDCમાં આવેલી વ્રજ કેમિકલ કંપનીમાં આગની ઘટના બની છે. ફાયર ફાઈટરને જાણ થતાં જ 5થી વધુ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી.

  • 14 Mar 2023 06:11 PM (IST)

    Gujarat News Live: 16 અને 17 માર્ચે રાજ્યમાં પડી શકે છે વધુ વરસાદ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

    આગામી 5 દિવસ કમોસમી વરસાદની હવામાન આગાહી કરી છે. રાજ્યભરમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગુજરાત રીજીયનમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 અને 17 માર્ચે વધુ વરસાદ રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 અને 17 માર્ચે વરસાદ રહેશે. આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે ગીર સોમનાથ, દાહોદમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

  • 14 Mar 2023 05:41 PM (IST)

    Gujarat News Live: Gandhinagar: સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે 2 વર્ષમાં દીપડાના હુમલામાં 27 માનવ મૃત્યુ, સિંહના હુમલામાં 7 માનવ મૃત્યુ થયા

    ગુજરાત રાજ્યમાં ગીરનું જંગલ, અમરેલી , ધારીનો વિસ્તાર એશિયાટિક લાયન માટે જાણીતો છે તેમજ અન્ય વન્ય પશુઓ પણ અહીં નિર્ભિક રીતે ફરે છે. જોકે વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું હતું કે છેલ્લા બે વર્ષમાં સિંહ દ્વારા માનવો ઉપર કરવામાં આવેલા હુમલામાં છેલ્લા બે વર્ષમાં 7 માનવમૃત્યુ થયા હતા. તેમજ 40 માનવીઓને ઈજા થઈ હતી તો દીપડાએ કરેલા હુમલામાં છેલ્લા બે વર્ષમાં 27 માનવ મૃત્યુ થયેલા છે. તેમજ 189 લોકોને ઈજા થઈ હતી.

  • 14 Mar 2023 05:17 PM (IST)

    Gujarat News Live: ઈમરાન ખાનની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ, પોલીસ પહોંચી જમાન પાર્ક

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે. ઈમરાન ખાનની ધરપકડ કરવા માટે મોટી સંખ્યામાં પોલીસ જમાન પાર્ક પહોંચી ગઈ છે.

  • 14 Mar 2023 04:31 PM (IST)

    Gujarat News Live: અઝીમ પ્રેમજી સંસદમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા

    વિપ્રોના સ્થાપક અધ્યક્ષ અઝીમ પ્રેમજી મંગળવારે ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા. અઝીમ પ્રેમજીની આ મુલાકાત સંસદમાં થઈ હતી અને બંને વચ્ચે એક કલાક સુધી મુલાકાત ચાલી હતી.

  • 14 Mar 2023 04:21 PM (IST)

    વિધાનસભા બહાર સુરક્ષામાં જોવા મળી મોટી ચૂક, રાજ્યનો સૌથી સંવેદનશીલ વિસ્તાર છતા લાપરવાહી!

    ગાંધીનગરમાં વિધાનસભામાં હાલમાં સત્ર ચાલી રહ્યુ છે. સત્ર દરમિયાન વિધાનસભામાં ધારાસભ્યો અને મુલાકાતીઓ આવતા હોય છે. જો કે સત્ર દરમિયાન ગાંધીનગરમાં સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. વિધાનસભાના પ્રવેશ દ્વાર પર રાખવામાં આવેલી લગેજ સ્કેનર વાન બંધ સ્થિતિમાં જોવા મળી છે. TV9 ગુજરાતીની મુલાકાત દરમિયાન પ્રવેશ કરનારા મુલાકાતીઓના સામાન સુરક્ષાકર્મીઓ મેન્યુઅલી તપાસી રહ્યા હોવાનું જોવા મળ્યુ.

  • 14 Mar 2023 04:07 PM (IST)

    Gujarat News Live: નર્મદાના કેવડિયામાં આવ્યો ભૂકંપ, બપોરે 3.40 કલાકે અનુંભવાયા આંચકા

    ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી છે. નર્મદા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કેવડિયાથી 5 કિલોમીટર દૂર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 3.40 મિનિટે ભૂકંપનો અનુભવ થયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 3.1 હોવાની માહિતી છે.

  • 14 Mar 2023 03:41 PM (IST)

    Rajkot: લોકમેળા સમિતિમાંથી કલેકટરના હસ્તે મનોદિવ્યાંગ બાળકોની વિવિધ સંસ્થાઓને રૂ.15 લાખની વસ્તુઓ અર્પણ કરાઈ

    રાજકોટના જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મનોદિવ્યાંગ બાળકો પ્રત્યે સંવેદનશીલ અભિગમ બતાવી લોકમેળા સમિતિમાંથી 8 અલગ અલગ સંસ્થાઓા મનોદિવ્યાંગ બાળકો અને સંસ્થાઓની જરૂરિયાત મુજબ વિવિધ ચીજો અર્પણ કરી હતી .કલેક્ટરે મનોદિવ્યાંગ બાળકો અને સંસ્થાઓની જરૂરિયાત મુજબ ટીવી, કોમ્પ્યુટર, વોશિંગ મશીન, હોમ થિયેટર, 50 વ્હીલચેર સહિતની વસ્તુઓ અર્પણ કરી હતી.

  • 14 Mar 2023 02:40 PM (IST)

    અંબાજીમાં પ્રસાદના વિવાદનો આવ્યો અંત, મોહનથાળના પ્રસાદનું વિતરણ ચાલુ રહેશે

    અંબાજીમાં પ્રસાદ વિવાદનો આખરે સરકારની મધ્યસ્થી બાદ અંત આવ્યો છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું વિતરણ ચાલુ રાખવામાં આવ્યુ છે. સરકારના પ્રવકત્તા ઋષિકેશ પટેલે કહ્યુ કે, મોહનથાળની સાથેસાથે ચિકીનો પણ પ્રસાદ ઉપલબ્ધ રહેશે. લોકોની માંગને ધ્યાને લઈને સરકારે મધ્યસ્થી કરી હતી.

  • 14 Mar 2023 02:04 PM (IST)

    Gujarat News Live : જૂની પેન્શન સ્કીમને લઈને મહારાષ્ટ્રમાં હડતાળ શરૂ

    મહારાષ્ટ્રમાં જૂની પેન્શન યોજનાની માંગને લઈને મહારાષ્ટ્રના 17 લાખથી વધુ સરકારી કર્મચારીઓની આજથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ શરૂ થઈ ગઈ છે. આ હડતાળમાં રાજ્યભરના તમામ કર્મચારી સંગઠનો ભાગ લઈ રહ્યા છે. જેના કારણે સરકારી કામકાજને અસર થવાની સંભાવના છે. જ્યારે સરકાર જૂની પેન્શન યોજના મુદ્દે નમવાના મૂડમાં નથી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે 14 માર્ચે હડતાળ પર જઈ રહેલા કર્મચારીઓ સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.

  • 14 Mar 2023 12:44 PM (IST)

    Gujarat News Live : વિધાનસભાની સુરક્ષામાં છીંડા, પ્રવેશ દ્વાર પરનુ લગેજ સ્કેનર બંધ

    ગુજરાત વિધાનસભામાં પ્રવેશદ્રાર પર લગાવેલ લગેજ સ્કેનર બંધ હાલતમાં હોવાથી ધારાસભ્યો અને અન્ય મહાનુભવની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ચાલુ છે. વિધાનસભાની કામગીરી માટે અધિકારીઓ પણ આવી રહ્યાં છે. લગેજ સ્કેનર બંધ હોવાથી લોકોનો સામાન ચેક કર્યા વિના પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તમામ ધારાસભ્યોને આ જ પ્રવેશ દ્વારથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ત્યારે આ પ્રકારની સુરક્ષામાં મોટી ચૂક એ સૌથી સંવેદનશીલ વિષય બને તો નવાઈ નહી.

  • 14 Mar 2023 12:13 PM (IST)

    Gujarat News Live : બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્યોએ મોહનથાળને પ્રસાદરૂપે આપવાના ઠરાવનો કર્યો વિરોધ

    બનાસકાંઠા જિલ્લા પંચાયતની ખાસ સાધારણ સભામાં અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ આપવાના કરેલા ઠરાવનો ભાજપના સભ્યે જ કર્યો વિરોધ. બનાસકાંઠા જિલ્લા પંચાયતની ખાસ સાધારણ સભા યોજાઈ હતી. જેમાં અંબાજી મંદિરે મોહનથાળનો જ પ્રસાદ ભક્તોને આપવો જોઈએ તેવો ઠરાવ રજૂ કર્યો હતો. આ ઠરાવનો ભાજપના સભ્યોએ વિરોધ કરતા કહ્યું કે, મોહનથાળનો પ્રસાદ આપવાનો ઠરાવ બહુમતીએ પસાર નહી થાય. ભાજપના સદસ્યોએ વિરોધ કરતા મોહનથાળ પ્રસાદરૂપે આપવાનો ઠરાવ પસાર ના થઈ શક્યો.

  • 14 Mar 2023 12:05 PM (IST)

    Gujarat News Live : પ્રાર્થના મુદ્દે વેરાવળની ABPSS સ્કૂલમાં સર્જાયો વિવાદ

    વેરાવળની ABPSS સ્કૂલના વિદ્યાર્થીઓને બિનહિન્દુ પ્રાર્થના બોલાવવામાં તેમજ શીખવાડવામાં આવતા હિન્દુ સંગઠન રોષે ભરાયુ હતુ. વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઇ કુહાડાની આગેવાનીમાં હિન્દુ સેવાસમાજના આગેવાનો સ્કૂલે પહોચ્યા હતા. જ્યા સ્કૂલના પ્રિન્સિપાલને રુબરુ મળીને પ્રાર્થના અંગે રજૂઆત કરાઈ છે. પ્રિન્સિપાલ દ્રારા આ મુદે તપાસ હાથ ધરવામાં આવશે તેમ જણાવીને બિનહિન્દુ પ્રાર્થના નહીં શીખવાડવાની બાંહેધરી આપી હતી.

  • 14 Mar 2023 12:04 PM (IST)

    Gujarat News Live : પાવાગઢમાં હવે ભક્તો નહી વઘેરી શકે નાળિયેર, માતાજીને આખુ નાળિયેર જ ધરાવીને, ઘરે લઈ જવા આદેશ

    Pavagadh: અંબાજી બાદ હવે શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચે તેવો નિર્ણય કરાયો છે. મંદિરમાં છોલેલું નાળિયેર લાવવા પર પ્રતિબંધ મુકાયો છે. છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ભાવિક ભક્તે પોતાના ઘરે લઈ જવાનું પાવાગઢ મંદિર ટ્રસ્ટે જણાવ્યું છે. સ્વચ્છતા જાળવવાના ભાગરૂપે આ નિર્ણય કરાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પાવાગઢમાં જો વેપારીઓ પણ છોલેલું નાળિયેર વેચશે તો તેમને દંડ ફટકારવાની જાહેરાત કરાઈ છે. આ નિર્ણયનો અમલ આજથી જ કરવાની પણ જાહેરાત કરાઈ છે.

  • 14 Mar 2023 10:04 AM (IST)

    Gujarat News Live : ભોપાલ ગેસ દુર્ઘટનામાં હજારો લોકો મરી ગયા, 7844 કરોડના વળતર પર આજે SCનો મોટો નિર્ણય

    Bhopal Gas Tragedy: 1984માં સર્જાયેલ ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો માટે યુસીસીની અનુગામી કંપનીઓ પાસેથી રૂ. 7844 કરોડના વધારાના વળતરની માંગ કરતી ક્યુરેટિવ પિટિશન પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે.

  • 14 Mar 2023 08:37 AM (IST)

    Gujarat News Live : ઊંઝા APMCમાં જીરાના ભાવમાં આગ ઝરતી તેજી

    ઊંઝા APMC માં હોળી ધુળેટીની રજાઓ બાદ જીરાના નવા માલની આવક શરૂ થઈ છે. જીરાના નવા પાકની આવક શરૂ થતા જ ભાવમાં આગ ઝરતી તેજી વર્તાઈ છે. ઊંઝા એપીએમસીમાં નવા જીરુના પાકનો ભાવ 5400 થી 6400 બોલાઈ રહ્યો છે. જાણકારોનું કહેવુ છે કે, માવઠા અને ઓછા ઉત્પાદનને લઈ જીરૂના ભાવમાં તેજી આવી છે.

  • 14 Mar 2023 08:06 AM (IST)

    Gujarat News Live : પેપર લીક કેસમાં અધિકારી, બે પરીક્ષાર્થી સહિત 9 લોકો કસ્ટડીમાં

    Telangana: તેલંગાણા સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન (TPSSC)ની પરીક્ષાના પેપર લીક થવાના સંબંધમાં સોમવારે હૈદરાબાદમાં નવ લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે અટકાયત કરાયેલા લોકોમાં TSPSCના એક સહાયક વિભાગ અધિકારી અને પરીક્ષાના બે ઉમેદવારોનો સમાવેશ થાય છે. TSPSC એ શનિવારે શંકાસ્પદ હેકિંગને કારણે 12 માર્ચે નિર્ધારિત ટાઉન પ્લાનિંગ બિલ્ડીંગ નિરીક્ષકની પોસ્ટ માટે લેખિત પરીક્ષા મુલતવી રાખી હતી અને બેગમ બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

  • 14 Mar 2023 07:44 AM (IST)

    Gujarat News Live : કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર કાલવીનું બ્રેઈન સ્ટ્રોકથી નિધન

    Karni sena : કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર કાલવીનું (Lokendra Kalvi) બ્રેઈન સ્ટ્રોકથી નિધન થયું છે. તે ફિલ્મ પદ્માવતનો વિરોધ કરવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર કાલવીનું બ્રેઈન સ્ટ્રોકથી નિધન થયું છે. તે ફિલ્મ પદ્માવતનો વિરોધ કરવાને કારણે ચર્ચામાં આવ્યો હતો.

  • 14 Mar 2023 07:41 AM (IST)

    Gujarat News Live : સુરતના વરાછામાં મિત્રે જ કરી મિત્રની હત્યા

    Surat murder : સુરતના વરાછાના કમલપાર્ક વિસ્તારમાં એક યુવકની હત્યા થઈ છે. મૃતક રાહુલ આ વિસ્તારનો કુખ્યાત હતો. રાહુલની હત્યા તેના જ મિત્ર કલ્પેશે કરી હોવાની વિગતો સામે આવી છે. બનાવની પ્રાથમિક માહિતી અનુસાર, રાહુલ તેના મિત્ર કલ્પેશને મળવા તેના ઘરે ગયો હતો. જ્યા રાહુલને છરી મારીને કલ્પેશ ફરાર થઈ ગયો છે. કલ્પેશની પત્નિને પણ ઈજા પહોચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.

  • 14 Mar 2023 06:35 AM (IST)

    Gujarat News Live : ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

    GSEB Board Exam 2023 : આજથી ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જેમાં રાજ્યભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા છે. ધોરણ 10 બોર્ડમાં કુલ 9,56,753 જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896, સંસ્કૃત પ્રથમાના 644, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના 4,305, વ્યવસાયલક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્કૃત માધ્યમના 736 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે.

Published On - Mar 14,2023 6:33 AM

Follow Us:
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">