AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: H3N2 વાયરસથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી જરૂરી, રાજકોટ AIIMSના ડાયરેક્ટર સી.ડી.એસ.કટોચનું મહત્વનું નિવેદન

દર્દીઓ 3-4 સપ્તાહ સુધી શરદી-ઉધરસની બીમારીઓથી પીડાઇ રહ્યા છે. આવા સંજોગોમાં ફરી  કોવિડ ગાઇડ લાઇનની નિયમોનું પાલન અને સાવચેતી જ તમને વાયરસના બમણા એટેકથી બચાવી શકશે. 

Rajkot: H3N2 વાયરસથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી જરૂરી, રાજકોટ AIIMSના ડાયરેક્ટર સી.ડી.એસ.કટોચનું મહત્વનું નિવેદન
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2023 | 8:38 PM
Share

રાજ્યના નાગરિકો ત્રણ વર્ષ બાદ માંડ સામાન્ય જીવન જીવતા થયા હતા, ત્યાં કોરોના બાદ હવે H3N2 વાયરસથી થોડા થોડા દિવસના અંતરે બે વૃદ્ધના મોત થતા આ વાયરસે લોકોની ચિંતા વધારી છે. તેની વચ્ચે રાજકોટ AIMSના ડાયરેક્ટર સી.ડી.એસ.કટોચે મહત્વનું નિવેદન આપ્યું હતું કે આ વાયરસ પણ અન્ય વાયરસની જેમ સામાન્ય વાયરસ જ છે. લોકોએ ડરવાની કોઈ જરૂર નથી. કોરોના સમયે જેવી રીતે સાવચેતી રાખવામાં આવતી હતી તેવી જ સાવચેતી લોકોએ રાખવી પડશે, પરંતુ વાયરસથી ડરવાની જરૂર નથી.

H3N2 વાયરસથી રાજ્યમાં 2 મોત

H3N2 વાયરસને કારણે 4 દિવસ પહેલા સુરત અને વડોદરામાં આ વાયરસના કારણે ચાર દિવસ પહેલા સુરતમાં કોરોનાથી એક વૃદ્ધાનું મોત થયું હતું તેમજ વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં 58 વર્ષીય વૃદ્ધાનું H3N2 વાયરસને કારણે મોત નિપજ્યું છે આ વાયરસને લઇને ચિંતા વધી છે.

હજુ તો ચાર દિવસ પહેલા સુરતમાં કોરોનાથી એક વૃદ્ધાનું મોત થતાં સૌ કોઈ હચમચી ગયા હતા તો બીજી તરફ H3N2 વાયરસે પણ અજગરી ભરડો લેવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં H3N2 વાયરસને કારણે પ્રથમ મોત થતાં સ્થિતિ ચિંતાજનક બની છે. વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં 58 વર્ષીય વૃદ્ધાનું H3N2 વાયરસને કારણે મોત નિપજ્યું છે. શહેરની SSG હોસ્પિટલમાં વૃદ્ધાની સારવાર ચાલી રહી હતી તે વૃદ્ધા હાઈપરટેન્શનના દર્દી હતા અને વેન્ટિલેટર પર હતા.

H1N1 એટલે કે સ્વાઇન ફ્લૂથી મ્યુટેટ થયેલા H3N2 વાયરસથી દેશમાં આ ત્રીજું મોત થયું છે. તો બીજી તરફ  ગુજરાતમાં કોરોનાના કેસો પણ વધી રહ્યા છે. તો બીજી તરફ H3N2 ફ્લૂને કારણે ગુજરાતની દરેક હોસ્પિટલમાં દર્દીઓનો જાણે કે રાફડો ફાટ્યો છે.  દર્દીઓ 3-4 સપ્તાહ સુધી શરદી-ઉધરસની બીમારીઓથી પીડાઇ રહ્યા છે. આવા સંજોગોમાં ફરી  કોવિડ ગાઇડ લાઇનની નિયમોનું પાલન અને સાવચેતી જ તમને વાયરસના બમણા એટેકથી બચાવી શકશે.

રાજ્યનું તંત્ર નવા વાયરસ સામે સજજ

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યની જનતાને જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની પ્રજાએ H3N2 ફ્લુથી ગભરાવવાની નહીં, પરંતુ તકેદારી રાખવાની જરૂર છે.

તેમજ તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના સીઝનલ ફ્લૂને વિગતવાર દૈનિક ધોરણે GERMIS Portalના માધ્યમથી મોનીટરીંગ કરાય છે તેમજ તમામ પ્રકારની દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ છે. સીઝન ફ્લુના લક્ષણો ધરાવતા દર્દીઓને મહત્તમ પ્રવાહી ખોરાકનો ઉપયોગ કરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, માસ્ક પહેરવા, તકેદારી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.

જ્યારે પણ ફ્લૂના લક્ષણો જણાય ત્યારે

  1. માઇલ્ડ લક્ષણોમાં ડૉક્ટરના પ્રિસ્કીપશન અને પરામર્શના આધારે દવા મેળવવી
  2. મોડરેટ અને સીવયર પ્રકારના લક્ષણો જણાય ત્યારે ડૉક્ટરની સલાહ મુજબ સારવાર લઇએ
  3. સીઝન ફ્લુના લક્ષણો ધરાવતા દર્દીઓને મહત્તમ પ્રવાહી ખોરાકનો ઉપયોગ કરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, માસ્ક પહેરવા, તકેદારી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.
  4. શરદી, ખાંસી, તાવ ના લક્ષણો જણાય એટલે ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવી

Follow Us
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
કેસરના રસીયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે ઓછી ખાવા મળશે કેરી- Video
કેસરના રસીયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે ઓછી ખાવા મળશે કેરી- Video
ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા
ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા પાટીદાર નેતાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા પાટીદાર નેતાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
સુરત-રાજકોટને લઈને બેઠક પૂર્ણ, વડોદરાને લઈને ચર્ચા શરૂ
સુરત-રાજકોટને લઈને બેઠક પૂર્ણ, વડોદરાને લઈને ચર્ચા શરૂ
સેવ-ખમણી ખાધા પછી 60થી વધુ લોકોની તબિયત લથડી
સેવ-ખમણી ખાધા પછી 60થી વધુ લોકોની તબિયત લથડી
24 કલાકમાં 2 વખત પક્ષ પલટો ! ભાજપથી કોંગ્રેસ ફરી પાછા ભાજપમાં જોડાયા
24 કલાકમાં 2 વખત પક્ષ પલટો ! ભાજપથી કોંગ્રેસ ફરી પાછા ભાજપમાં જોડાયા
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">