MI vs GG Highlights WPL 2023 : મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 55 રનથી જીતી મેચ, પ્લેઓફ માટે ક્વોલિફાઈ થનાર પ્રથમ ટીમ બની મુંબઈની ટીમ
Mumbai Indians vs Gujarat Giants Highlights Gujarati : આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટસની ટીમ વચ્ચે વુમન્સ પ્રીમિયર લીગની 12મી મેચ રમાશે. આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે.
વુમન્સ પ્રીમિયર લીગની 12 મેચ આજે મુંબઈ અને ગુજરાત વચ્ચે રમાઈ હતી. પ્રથમ મેચમાં મુંબઈ સામે હાર્યા બાદ આજે ગુજરાતની ટીમ રેકોર્ડની બરાબરી કરવા ઉતરી હતી. ગુજરાત જાયન્ટસની કેપ્ટન સ્નેહ રાણાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાત જાયન્સની ટીમ 9 વિકેટ ગુમાવી 107 રન બનાવી શકી હતી.આજે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે WPLમાં સતત પાંચમી જીત મેળવી છે. સતત 5મી જીત સાથે મુંબઈની ટીમ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે છે. આ સાથે જ તે વુમન્સ પ્રીમિયર લીગની પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની છે.
આવી હતી બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન—- હેલી મેથ્યુઝ, યાસ્તિકા ભાટિયા (WK), નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (C), ધારા ગુજ્જર, એમેલિયા કેર, ઇસી વોંગ, અમનજોત કૌર, હુમૈરા કાઝી, જીંતિમાની કલિતા, સાયકા ઇશાક
ગુજરાત જાયન્ટસની પ્લેઈંગ ઈલેવન —સભીનેની મેઘના, સોફિયા ડંકલી, હરલીન દેઓલ, એશલે ગાર્ડનર, દયાલન હેમલતા, અન્નાબેલ સધરલેન્ડ, સુષ્મા વર્મા(WK), કિમ ગાર્થ, તનુજા કંવર, સ્નેહ રાણા(C), માનસી જોશી
LIVE NEWS & UPDATES
-
MI vs GG Live score : પ્લેઓફ માટે કવોલિફાઈ થનાર પ્રથમ ટીમ બની મુંબઈ ઈન્ડિયન્સની ટીમ
સતત 5મી જીત સાથે મુંબઈની ટીમ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે છે. આ સાથે જ તે વુમન્સ પ્રીમિયર લીગની પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની છે.
-
MI vs GG Live score : મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 55 રનથી જીતી મેચ
મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા 163 રનના ટાર્ગેટ સામે ગુજરાત જાયન્ટસની ટીમ 9 વિકેટના નુકશાન સાથે 107 રન બનાવી શકી હતી. મુંબઈની ટીમે 55 રનથી મેચ જીતી હતી. આ સાથે આ ટીમે સતત પાંચમી જીત મેળવી છે.
-
-
MI vs GG Live score : ગુજરાતની નવમી વિકેટ પડી
ગુજરાતની નવમી વિકેટ પડી, તનુજા 0 રન બનાવી કેચ આઉટ થઈ
-
MI vs GG Live score : ગુજરાતની આઠમી વિકેટ પડી
ગુજરાતની આઠમી વિકેટ પડી, ગાર્થ 8 રન બનાવી કેચ આઉટ થઈ
-
MI vs GG Live score : 16 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 93/7
ગુજરાતને જીતવા માટે 24 બોલમાં 70 રનની જરુર
-
-
MI vs GG Live score : ગુજરાતની છઠ્ઠી વિકેટ પડી
ગુજરાતની છઠ્ઠી વિકેટ પડી, હેમલતા 6 રન બનાવી કેચ આઉટ થઈ. ગુજરાતની ટીમને જીતવા માટે 52 બોલમાં 106 રનની જરુર.
-
MI vs GG Live score : ગુજરાતની પાંચમી વિકેટ પડી
ગુજરાતની પાંચમી વિકેટ પડી, ગાર્ડનર 8 રન બનાવી કેચ આઉટ થઈ. ગુજરાતની ટીમને જીતવા માટે 65 બોલમાં 115 રનની જરુર. 9.1 ઓવરમાં ગુજરાતનો સ્કોર 48/5
-
MI vs GG Live score : ગુજરાતની ચોથી વિકેટ પડી
ગુજરાતની ચોથી વિકેટ પડી, હરલીન 22 રન બનાવી આઉટ થઈ. ગુજરાતની ટીમને જીતવા માટે 66 બોલમાં 115 રનની જરુર.
-
MI vs GG Live score : ગુજરાતની ત્રીજી વિકેટ પડી
ગુજરાતની બીજી વિકેટ પડી, મેઘના 16 રન બનાવી કેચ આઉટ થઈ. 6 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 35/3
-
MI vs GG Live score : ગુજરાતની બીજી વિકેટ પડી
ગુજરાતની બીજી વિકેટ પડી, મેઘના 16 રન બનાવી કેચ આઉટ થઈ. ગુજરાતને જીત માટે 88 બોલમાં 129 રનની જરુર
-
MI vs GG Live score : 5 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 29/1
આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. હરલીન દેઓલ 16 રન અને મેઘના 12 રન સાથે રમી રહી છે.
-
MI vs GG Live score : સોફિયા ડંકલી 0 રન બનાવી આઉટ
બીજી ઈનિંગની પ્રથમ બોલ પર પડી ગુજરાતની પ્રથમ વિકેટ, નેટ સાયવર-બ્રન્ટે લીધી વિકેટ
-
MI vs GG Live score : 20 ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 162 /8
મુંબઈ તરફથી કેપ્ટન હરમતપ્રીત કૌરે સૌથી વધારે 51 રન ફટકાર્યા. જ્યારે યાસ્તિકા ભાટિયાએ 44 રન, હેલી મેથ્યુઝ 0 રન, નેટ સાયવર-બ્રન્ટે 36 રન, એમેલિયા કેરે 19 રન, ઇસી વોંગએ 0 રન, હુમૈરા કાઝીએ 2 રન, ધારા ગુજ્જરે 1 રન, જીંતિમાની કલિતાએ 2 રન બનાવ્યા હતા.
-
MI vs GG Live score : મુંબઈની છઠ્ઠી વિકેટ પડી
આ ઓવરમાં એક સિક્સ અને વિકેટ જોવા મળી. કેપ્ટન હરમતપ્રીત કૌરે આ સિક્સ ફટકારી. 19 ઓવર બાદ મુંબઈનો સ્કોર 151/5
-
MI vs GG Live score : મુંબઈની પાંચમી વિકેટ પડી
Issy Wong 0 રન બનાવી આઉટ, 18 ઓવર બાદ મુંબઈનો સ્કોર 137/5
-
MI vs GG Live score : મુંબઈની ચોથી વિકેટ પડી
એમેલિયા કેર 19 રન બનાવી આઉટ, 17 ઓવર બાદ મુંબઈનો સ્કોર 135/4
-
MI vs GG Live score : 16 ઓવર બાદ મુંબઈનો સ્કોર 124/3
કેપ્ટન હરમનપ્રીત કૌરે આ ઓવરમાં પણ બે ચોગ્ગા ફટકાર્યા.કેપ્ટન હરમનપ્રીત કૌર 24 રન અને કેર 14 રન સાથે ક્રિસ પર રમી રહી છે. 16 ઓવર બાદ મુંબઈનો સ્કોર 124/3
-
MI vs GG Live score : 15 ઓવર બાદ મુંબઈનો સ્કોર 112/3
કેપ્ટન હરમનપ્રીત કૌરે આ ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા. કેપ્ટન હરમનપ્રીત કૌર 14 રન અને કેર 12 રન સાથે ક્રિસ પર રમી રહી છે. 15 ઓવર બાદ મુંબઈનો સ્કોર 112/3
-
MI vs GG Live score : 14 ઓવર બાદ મુંબઈનો સ્કોર 101/3
કેપ્ટન હરમનપ્રીત કૌર 4 રન અને કેર 11 રન સાથે ક્રિસ પર રમી રહી છે. 14 ઓવર બાદ મુંબઈનો સ્કોર 101/3
-
MI vs GG Live score : 13 ઓવર બાદ મુંબઈનો સ્કોર 93/3
કેપ્ટન હરમનપ્રીત કૌર 2 રન અને કેર 5 રન સાથે ક્રિસ પર રમી રહી છે. 13 ઓવર બાદ મુંબઈનો સ્કોર 93/3
-
MI vs GG Live score : મુંબઈની ત્રીજી વિકેટ પડી
કેપ્ટન સ્નેહ રાણાની ઓવરમાં મુંબઈની ત્રીજી વિકેટ પડી, યાસ્તિકા ભાટિયા 44 રન બનાવી રન આઉટ થઈ. 12.2 ઓવરમાં મુંબઈનો સ્કોર 88/3
-
MI vs GG Live score : 11 ઓવર બાદ મુંબઈનો સ્કોર 75/2
નેટ સાયવર-બ્રન્ટે 11મી ઓવરમાં એક ચોગ્ગો અને સિક્સ ફટકારી હતી. યાસ્તિકા ભાટિયા 38 રન રમી રહી છે. નેટ સાયવર-બ્રન્ટ 36 રન બનાવી આઉટ થઈ.
-
MI vs GG Live score : 10 ઓવર બાદ મુંબઈનો સ્કોર 64/1
આ ઓવરમાં એક છગ્ગો જોવા મળ્યો. યાસ્તિકા ભાટિયા 37 રન અને નેટ સાયવર-બ્રન્ટ 26 રન પર રમી રહી છે.
-
MI vs GG Live score : 9 ઓવર બાદ મુંબઈનો સ્કોર 54/1
યાસ્તિકા ભાટિયા અને નેટ સાયવર-બ્રન્ટે મુંબઈની ઈનિંગ સંભાળી. યાસ્તિકા ભાટિયા 29 રન અને નેટ સાયવર-બ્રન્ટ 24 રન પર રમી રહી છે.
-
MI vs GG Live score : 7 ઓવર બાદ મુંબઈનો સ્કોર 46/1
આ ઓવરમાં પણ યાસ્તિકા ભાટિયાની બેટથી 1 ચોગ્ગો જોવા મળ્યો. યાસ્તિકા ભાટિયા 26 રન અને નેટ સાયવર-બ્રન્ટ 20 રન પર રમી રહી છે.
-
MI vs GG Live score : 6 ઓવર બાદ મુંબઈનો સ્કોર 40/1
કનુજાની ઓવરમાં યાસ્તિકા ભાટિયાની બેટથી 2 ચોગ્ગા જોવા મળ્યો. યાસ્તિકા ભાટિયા 21 રન અને નેટ સાયવર-બ્રન્ટ 19 રન પર રમી રહી છે.
-
MI vs GG Live score : 5 ઓવર બાદ મુંબઈનો સ્કોર 31/1
ગાર્ડનરની ઓવરમાં યાસ્તિકા ભાતિયા અને નેટ સાયવર-બ્રન્ટની બેટથી 1-1 ચોગ્ગો જોવા મળ્યો. યાસ્તિકા ભાતિયા 12 રન અને નેટ સાયવર-બ્રન્ટ 19 રન પર રમી રહી છે.
-
MI vs GG Live score : 4 ઓવર બાદ મુંબઈનો સ્કોર 20/1
ગાર્થની ઓવરમાં પણ Nat Sciver-Bruntએ 2 ચોગ્ગા ફટકાર્યા છે. ચોથી ઓવરમાં 9 રન બન્યા.
-
MI vs GG Live score : 3 ઓવર બાદ મુંબઈનો સ્કોર 10/1
સ્નેહ રાણાની ઓવરમાં બીજી બોલ પર Nat Sciver-Bruntએ ચોગ્ગો ફટકાર્યો. ત્રીજી ઓવરમાં 7 રન બન્યા.
-
MI vs GG Live score : હેલી મેથ્યુઝ 0 રન બનાવી આઉટ
પ્રથમ ઓવરમાં જ મુંબઈની હેલી મેથ્યુઝ 0 રન બનાવી આઉટ થઈ છે. 1 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 1/1.
-
MI vs GG Live score : ગુજરાત-મુંબઈ વચ્ચેની મેચ શરુ
મુંબઈ તરફથી હેલી મેથ્યુઝ, યાસ્તિકા ભાટિયા ઓપનર તરીકે ઉતર્યા છે. ગુજરાત તરફથી અશ્લે ગાર્ડનર પ્રથમ ઓવર નાંખી રહી છે.
-
MI vs GG Live score : બંનેે ટીમની પ્લેઈંગ ઈલેવન
મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન—- હેલી મેથ્યુઝ, યાસ્તિકા ભાટિયા (WK), નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (C), ધારા ગુજ્જર, એમેલિયા કેર, ઇસી વોંગ, અમનજોત કૌર, હુમૈરા કાઝી, જીંતિમાની કલિતા, સાયકા ઇશાક
The Playing XIs are in!
What do you make of the two sides?
Follow the match ▶️ https://t.co/Hr0F1X2Ctw#TATAWPL | #MIvGG pic.twitter.com/wzRQuhuqJZ
— Women’s Premier League (WPL) (@wplt20) March 14, 2023
ગુજરાત જાયન્ટસની પ્લેઈંગ ઈલેવન —સભીનેની મેઘના, સોફિયા ડંકલી, હરલીન દેઓલ, એશલે ગાર્ડનર, દયાલન હેમલતા, અન્નાબેલ સધરલેન્ડ, સુષ્મા વર્મા(WK), કિમ ગાર્થ, તનુજા કંવર, સ્નેહ રાણા(C), માનસી જોશી
-
MI vs GG Live score : ગુજરાત જાયન્ટસની ટીમે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
🚨 Toss Update 🚨@GujaratGiants win the toss and elect to field first against @mipaltan.
Follow the match ▶️ https://t.co/Hr0F1X3aj4#TATAWPL | #MIvGG pic.twitter.com/bbYmkzgsyV
— Women’s Premier League (WPL) (@wplt20) March 14, 2023
ગુજરાત જાયન્ટસની કેપ્ટન સ્નેહ રાણાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. ગુજરાટની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યારે મુંબઈની ટીમે કોઈ ફેરફાર કર્યો નથી.
-
MI vs GG Live score : મુંબઈ ઈન્ડિયન્સ સંભવિત પ્લેઈંગ ઈલેવન
મુંબઈ ઈન્ડિયન્સ સંભવિત પ્લેઈંગ ઈલેવન- યાસ્તિકા ભાટિયા (wk), હેલી મેથ્યુઝ, નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (c), એમેલિયા કેર, પૂજા વસ્ત્રાકર, ઈસી વોંગ, અમનજોત કૌર, હુમૈરા કાઝી, જીંતિમાની કલિતા, સાયકા ઈશાક
-
MI vs GG Live score :ગુજરાત જાયન્ટ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ગુજરાત જાયન્ટ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન – મેઘના, સોફિયા ડંકલી, હરલીન દેઓલ, એશલે ગાર્ડનર, એનાબેલ સધરલેન્ડ, સુષ્મા વર્મા (wk), દયાલન હેમલતા, સ્નેહ રાણા (c), કિમ ગાર્થ, માનસી જોશી, તનુજા કંવર
-
MI vs GG Live score : પ્રથમ ટક્કરમાં મુંબઈની શાનદાન જીત થઈ હતી
Hello from the Brabourne Stadium, CCI 👋🏻
The @mipaltan take on @GujaratGiants in Match 1️⃣2️⃣ of the #TATAWPL!
Follow the match ▶️ https://t.co/Hr0F1X3aj4
Which side will come out on 🔝 tonight 🤔 #MIvGG pic.twitter.com/SlX3BWtplL
— Women’s Premier League (WPL) (@wplt20) March 14, 2023
વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચ મુંબઈ અને ગુજરાત વચ્ચે 4 માર્ચના રોજ રમાઈ હતી. જેમાં મુંબઈનો 143 રનથી શાનદાર વિજય થયો હતો. આ મેચમાં કેપ્ટન હરમતપ્રીત કૌર પ્લેયર ઓફ ધ મેચ બની હતી. આજે ગુજરાતની ટીમ મુંબઈ સામે પોતાનો રેકોર્ડ બરાબર કરવાનો પ્રયાસ કરશે.
-
MI vs GG Live score : પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે ગુજરાતની ટીમ
ગુજરાત જાયન્ટ્સે તેમની પ્રથમ 4 મેચમાં માત્ર એક જ ગેમ જીતી છે અને તેઓ ટેબલમાં છેલ્લેથી બીજા સ્થાને છે. આજે તેઓ પોતાની બીજી જીત મેળવવા પ્રયાસ કરશે.
-
MI vs GG Live score : પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે મુંબઈની ટીમ
મુંબઈ ઈન્ડિયન્સ તેમની તમામ પ્રથમ ચાર મેચ જીતીને ટેબલમાં ટોચના સ્થાને પોતાની લીડનો આનંદ માણી રહી છે. આજે ગુજરાત જાયન્ટ્સ સામે તે પોતાની સતત 5મી જીત મેળવવા પ્રયાસ કરશે.
-
MI vs GG Live score : આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્સ વચ્ચે મુકાબલો
આજે વુમન્સ પ્રીમિયર લીગની 12મી મેચ આજે ગુજરાત અને મુંબઈ વચ્ચે રમાશે. ચોથા સ્થાને રહેલી ગુજરાત જાયન્ટ્સે અત્યાર સુધી તેમની ચાર મેચમાં માત્ર એક જ જીત મેળવી છે. સિઝનના ઓપનર મેચમાં એકબીજાનો સામનો કર્યા પછી, ગુજરાત જાયન્ટ્સ આજે મંગળવારે સાંજે મુંબઈ ઈન્ડિયન્સની જીતની ગતિને રોકવાની આશા રાખશે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હમણા સુધી એક પણ મેચ હારી નથી. આજેની મેચ 7.30 કલાકે શરુ થશે, જેનો ટોસ 7 વાગ્યે થશે.
Published On - Mar 14,2023 6:24 PM