ડાંગ જિલ્લામાં વરસી રહ્યો છે વરસાદ, સતત વરસાદથી પૂર્ણા નદીમાં ઘોડાપૂર

ડાંગ જિલ્લામાં વરસી રહ્યો છે વરસાદ, સતત વરસાદથી પૂર્ણા નદીમાં ઘોડાપૂર

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 9:38 AM

રાજ્યના મોટાભાગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે ડાંગ જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે.

રાજ્યના મોટાભાગ જિલ્લામાં વરસાદી (heavy rain) માહોલ જામ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે ડાંગ જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે મોટાભાગની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. પૂર્ણા નદીમાં પૂર આવતા વનવિભાગના ડેપોમાં રહેલા લાકડા તણાઈ ગયા હતી. ભારે વરસાદના કારણે માર્ગ મકાન, વનવિભાગ અને ખેતીવાડીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો

વડોદરામાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રીના પાણી વડસર-કોટેશ્વર ક્લ્વર્ટ ખાતેના રસ્તા પર ફરી વળ્યાં છે. જેના પગલે વહીવટી તંત્રએ કાંસા રેસિડેન્સીથી વડસર ગામ સુધીનો રસ્તો અવર-જવર માટે બંધ કર્યો છે. વિશ્વામિત્રી નદીના પાણીની સાથે જ મગરો પર તણાઈ આવતા સ્થાનિકો પર જોખમ ઉભુ થયું છે. આ વિસ્તારમાં 500થી વધુ મકાનો અને કેટલાક ઝૂંપડા આવેલા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક પર સૂચના આપીને લોકોને રસ્તાનો ઉપયોગ ન કરવા જણાવાયું છે. જેથી કોઈ દુર્ઘટના ટાળી શકાય.

g clip-path="url(#clip0_868_265)">