Weather News : ગુજરાતમાં 16 માર્ચ સુધી કમોસમી વરસાદ વરસશે, 17 જિલ્લામાં માવઠું થવાની હવામાન વિભાગની આગાહી

Weather Update : હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. 16 માર્ચ સુધી હવામાન વિભાગે રાજ્યમાં માવઠું થવાની આગાહી કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 3:52 PM

ગુજરાતમાં એક તરફ ઉનાળાની શરુઆત થઇ ગઇ છે. બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદ જવાનું નામ નથી લઈ રહ્યો. હજુ તો ખેડૂતો માવઠાંના મારમાંથી ઉભર્યા પણ નથી, ત્યાં ફરી હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. 16 માર્ચ સુધી હવામાન વિભાગે રાજ્યમાં માવઠું થવાની આગાહી કરી છે અને 17 જિલ્લામાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણ પલટાશે. તો 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. રાજ્યના હવામાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પલટો આવવાની પણ સંભાવના દર્શાવાઈ છે. રાજ્યના અમુક ભાગોમાં માવઠાની વકી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 13થી 15 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે.

જાણો કયા કયા વિસ્તારોમાં થશે વરસાદ

14 માર્ચે નર્મદા, તાપી, અમરેલી, રાજકોટ અને કચ્છમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે માવઠું થશે. 15 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે માવઠું થશે. જ્યારે 16 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખેડૂતો પાક ઉતારવાના કામે લાગ્યા

રાજ્યમાં હાલમાં રવિ પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો રવિ પાકની લણણીમાં લાગી ગયા છે. આ સ્થિતિમાં માવઠુ થવાથી ખેડૂતોને નુકસાન થઈ શકે છે. જેને જોતા ખેડૂતોને શાકભાજી અને બાગાયતી પાક ઉતારી લેવાની અને ખેત પેદાશો તેમજ ઘાસચારાને સલામત સ્થળે ખસેડી લેવાની સૂચના આપવામાં આવી છે.

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">