14 ઓક્ટોબરના મહત્વના સમાચાર : આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં વરસાદની શક્યતા
આજ 14 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 14 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં વરસાદની શક્યતા
નવરાત્રી પૂરી થઈ ગઈ અને હવે દિવાળી આવી રહી છે, છતાં ગુજરાતમાં ફરી વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે આગામી 24 કલાકમાં સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશર બનશે. જેના કારણે 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની વકી છે તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. જોકે આવતીકાલ પછી સિસ્ટમ નબળી પડતા વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાઈ શકે છે.
-
ક્વોરી એસોસિએશનની હડતાળ યથાવત, ગાંધીનગર ખાતે મળેલી બેઠક રહી નિષ્ફળ
- ક્વોરી એસોસિએશનની હડતાળ યથાવત
- ગાંધીનગર ખાતે મળેલી બેઠક રહી નિષ્ફળ
- કમિશનર સાથેની બેઠકમાં કોઈ નિરાકરણ ન આવ્યું
- ક્વોરી એસોસિએશન 12 દિવસથી હડતાળ પર છે
- એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સના મુદ્દા પર સહમતી ના થઈ : ક્વોરી એસોસિએશન
-
-
દ્વારકાના ખંભાળિયામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
દ્વારકાના ખંભાળિયામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. ધોધમાર વરસાદથી ખંભાળીયાની ઘી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીમાં ઘોડાપૂરને પગલે ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ઠપ થયો છે. તો બીજી તરફ રાજકોટના જેતપુર પંથકમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સામા કાંઠા વિસ્તાર, દેસાઈ વાડી, જૂનાગઢ રોડ, તીન બત્તી ચોક, સ્ટેન્ડ ચોક, ધોરાજી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. પાછોતરા વરસાદે જેતપુરના ખેડૂતોની ચિંતા વધારી છે. કપાસ, મગફળી, સોયાબીનના પાકને નુકસાનની ભીતિ છે.
-
ડીસામાં આંગડિયા પેઢીનો કર્મી લૂંટાયો, 80 લાખની લૂંટ ચલાવી બે શખ્સો ફરાર
- બનાસકાંઠાના ડીસામાં આંગડિયા પેઢીના કર્મી સાથે 80 લાખની લૂંટ
- લાલચાલી ત્રણ રસ્તા પાસે રિવોલ્વર બતાવી લૂંટ કરી
- આંગડિયાનો કર્મચારી મોપેડ પર પૈસા લઈને જતો હતો
- બે શખ્સો રિવોલ્વર બતાવી લૂંટ કરી ફરાર થઇ ગયા
- ડીસા પોલીસ, LCB અને SOGએ તપાસ હાથ ધરી
-
ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
શિવસેના UBT પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડી છે. તેમને રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને હૃદયમાં દુખાવાની ફરિયાદ છે, જેના માટે તપાસ કરવામાં આવી રહી છે. ઉદ્ધવ ઠાકરેની આજ સવારથી રિલાયન્સ હોસ્પિટલમાં હૃદયની ધમનીઓમાં બ્લોકેજની તપાસ કરવામાં આવી રહી છે. ઉદ્ધવની એન્જિયોગ્રાફી થવાની શક્યતા છે. ઉદ્ધવ ઠાકરેએ અગાઉ પણ એન્જિયોપ્લાસ્ટી કરાવી છે.
-
-
સુરેન્દ્રનગરમાં પીવાના પાણીના મુદ્દે ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં મૂળુભાઈ બેરા સામે હોબાળો
સુરેન્દ્રનગરમાં વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો છે. સુરેન્દ્રનગરના ટાઉનહોલ ખાતે પ્રવાસન મંત્રી મુળુ બેરાનુ પ્રવચન ચાલુ હતુ તે દરમ્યાન લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સુરેન્દ્રનગર ગામમાં પીવાનું પાણી નથી મળી રહ્યું તેમજ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ત્યારે વિકાસ સપ્તાહના તાયફા કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો હતો. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ રજૂઆત યોગ્ય રીતે સાંભળવામાં આવતી ના હોવાનો આક્ષેપ કરાયો છે. સ્થાનિક આગેવાન અમૃત મકવાણાને પોલીસે કાર્યકમ દરમ્યાન બહાર કાઢ્યા હતા. વિકાસ સપ્તાહના કાર્યકમમાં આશાવર્કર બહેનો, ITI અને ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓને બોલાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. હોબાળાની સાથે જ ગુજરાત સરકારના વિકાસ સપ્તાહના ચાલુ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓએ ચાલતી પકડતા ટાઉનહોલમાં જવાના તમામ દરવાજાઓ બંધ કરવામાં આવ્યા હતા.
-
બહરાઈચમાં લોકો લાકડીઓ, તલવારો લઈને ઉતર્યા રસ્તા પર, દુકાનો અને વાહનો સળગાવ્યા
બહરાઈચમાં મૂર્તિ વિસર્જન દરમિયાન ગોળીબારમાં રામ ગોપાલના મોત બાદ સ્થિતિ વણસી હતી. સોમવારે ઉશ્કેરાયેલા ટોળાએ એક તરફ રામ ગોપાલના અંતિમ સંસ્કાર અટકાવ્યા હતા તો બીજી તરફ હાઇવે પર એક વાહનને આગ ચાંપી દીધી હતી. જોકે પોલીસ લોકોને શાંત પાડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ લોકો હજુ પણ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ પર અડગ છે.
#WATCH | Bahraich, Uttar Pradesh: Police conduct route march after clashes erupted during Durga idol immersion in Mahasi Maharajganj. pic.twitter.com/2xVfmAyx7G
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 14, 2024
-
વડોદરામાં દારુ પિવા 20 રુપિયા ના આપતા પત્ની પર છરીથી હુમલો કરી ગળાફાંસો ખાઈ લીધો
વડોદરામાં દારુ પિવાના પૈસા ના આપનાર પત્નીને પતિએ છરીના ઘા મારીને ગળાફાંસો ખાઈ લીધો છે. વડોદરાના વારસિયામાં રહેતા એક પરિવારમાં દારુ પિવાના રૂપિયા બાબતે માથાકુટ થઈ હતી. પત્નીએ દારૂ પીવાના 20 રૂપિયા ના આપતા, પતિએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ત્યાર બાદ પતિએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ પત્નીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વારસિયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
-
મગર ખેંચી ગયેલ મહિલાની લાશ વિશ્વામિત્રી નદીમાંથી મળી
વડોદરા ફાયર વિભાગ દ્વારા વિશ્વામિત્રી નદીમાંથી મહિલાની લાશ બહાર કાઢવામાં આવી છે. મહિલાને મગર ખેંચી ગયો હોવાની હાલ માહિતી સામે આવી છે. આજે વહેલી સવારે મગર પાસે મહિલાનો દેહ દેખાતા સ્થાનિકો લોકોએ ફાયર વિભાગને જાણ કરતા, સમગ્ર મામલો સામે આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા મહિલાનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપી દીધો છે. પોલીસ આ મહિલાના મોત અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે.
-
ડીસામાં આંગડિયા કર્મી લૂંટાયો, રિવોલ્વર બતાવી 80 લાખ લૂંટી લીધા
બનાસકાંઠાના ડીસામાં આંગડિયા કર્મી સાથે અંદાજિત 80 લાખની લૂંટની ઘટના ઘટી છે. ડીસાના લાલચાલી ત્રણ રસ્તા પાસે આંગડીયા કર્મીને રિવોલ્વર બતાવી લૂંટ કરવામાં આવી છે. આંગડિયા કર્મચારી એકટીવા પર પૈસા લઈને જતો હતો તે સમયેબે શખ્સોએ તેને આંતરીને રિવોલ્વર બતાવી લૂંટી ફરાર થયા હતા. સમગ્ર ઘટનાને લઇ ડીસા પોલીસે તપાસ હાથ ધરી છે. ડીસા ઉત્તર દક્ષિણ એલસીબી અને એસ.ઓ.જી.એ ઘટનાને લઇ તપાસ હાથ ધરી છે.
-
ગેરકાયદે દેહ વ્યાપારને લઈને સુરતમાં મોડી રાત્રે એન્ટી હ્યુમન ટ્રાફિંકીગ યુનીટના દરોડા 11 મહિલાઓને મુક્ત કરાવી
સુરતમાં ગેરકાયદે દેહવ્યપાર ચાલતો હોવાની બાતમી બાદ, એન્ટી હ્યુમન ટ્રાફિંકીગ યુનીટ દરોડા પાડીને 11 મહિલાઓને મુક્ત કરાવી છે. ગેરકાયદે દેહ વ્યાપાર ચલાવતા આરોપી અશરફ ઇકબાલ મલિકને પોલીસે ઝડપી પાડ્યો છે. અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. દરોડા દરમિયાન ત્રણ ગ્રાહકોને પણ પોલીસે ઝડપી પડ્યા છે. આરોપી પાસેથી પોલીસે રોકડા, 5 મોબાઈલ ફોન સહીત કુલ રૂપિયા 80,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ પોલીસે ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટ મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
પાલનપુરમાં ડેન્ગ્યુનો રોગચાળો બેકાબુ
બનાસકાંઠાના પાલનપુરમાં ડેન્ગ્યુનો રોગચાળો બેકાબુ બન્યો હોય તેવુ સામે આવ્યું છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 28 દર્દી પોઝિટિવ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુના 60 થી વધુ કેસ ખાનગી અને સરકારી દવાખાના આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોની ઉત્પત્તિ અટકાવવાના પ્રયાસ કરાઈ રહ્યો છે પરંતુ તેમા નિષ્ફળતા સાંપડી છે. સરકારી કરતા ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના અનેક કેસ છે. બે ઋતુની સિઝનમાં લોકોમાં બીમારીના પ્રમાણમાં થઈ રહ્યો છે વધારો.
-
દિલ્હીમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
બોમ્બની ધમકી મળ્યા બાદ દિલ્હીમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટ મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહી હતી. એવું કહેવામાં આવ્યું છે કે સુરક્ષા કારણોસર ફ્લાઈટને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી.
-
વડોદરા ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓના મોબાઈલમાંથી મળ્યા અશ્લીલ વીડિયો
વડોદરા ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓના મોબાઈલમાંથી મોટી સંખ્યામાં અશ્લીલ વીડિયો મળી આવ્યા છે. કેટલોક ડેટા ડિલીટ કર્યાની આશંકા સાથે પોલીસે પાંચેયના મોબાઈલને વૈજ્ઞાનિક તપાસ માટે FSLમાં મોકલ્યા છે. સમગ્ર મામલે યુપી પોલીસને પણ જાણ કરાઇ છે. બે મુખ્ય આરોપીઓના DNA મેચ થયા હોવાનો પ્રાથમિક રિપોર્ટ મળ્યો છે. 16મી ઓક્ટોબરના રોજ કોર્ટમાં ચાર્જશીટ મૂકવા જિલ્લા પોલીસે કવાયત હાથ ધરી છે. આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં આજે પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે.
-
અંકલેશ્વરમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં પોલીસે આવકાર ડ્રગ્સના 3 ડિરેક્ટરની કરી ધરપકડ
ભરૂચના અંકલેશ્વરમાંથી રૂ.5 હજાર કરોડની કિંમતના ઝડપાયેલા ડ્રગ્સ મામલે, પોલીસે આવકાર ડ્રગ કંપનીના 3 ડિરેક્ટરોની ધરપકડ કરી છે. આવકાર ડ્રગ્સના ડિરેક્ટર અશ્વિન રામાણી, બ્રિજેશ કોથીયા, વિજય ભેસાણીયાની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 518 કિલો કોકેઇન ઝડપ્યુ હતું.
-
અમદાવાદના ઓઢવમાં અસામાજીક તત્વો બેફામ, ચાણક્યપુરીની જેમ તલવારો સાથે સોસાયટીમાં કરી તોડફોડ
ગુજરાતમાં પોપાબાઈનુ રાજ ચાલતુ હોય તેમ અસામાજીક તત્વોને દાદાની સરકારનો કોઈ ડર લાગતો જ નથી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તારનો એક ભાગ ગણાતા ચાણક્યપુરીમાં કેટલાક દિવસો અગાઉ જે રીતે અસામાજીક તત્વોએ ખુલ્લેઆમ તલવારો સાથે ફ્લેટમાં તોડફોડ મચાવી હતી તેવી જ રીતે હવે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો છે. નિકોલ ઓઢવ રોડ ઉપર આવેલ હર હર ગંગે ફ્લેટમાં અસામાજિક તત્વોએ તલવાર અને લાકડી, દંડા સહિતના તીક્ષ્ણ હથિયાર વડે ફ્લેટમાં ઘુસીને આતંક મચાવ્યો. અસામાજિક તત્વોએ સોસાયટીમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હોવાની ફરિયાદ કરાઈ છે. સ્થાનિકોએ નિકોલ પોલીસ નિષ્ક્રિય રહી હોવાનો અને ચાર કલાક પોલીસ સ્ટેશને બેઠા છતા ફરિયાદ ના લીધી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.
-
હિઝબુલ્લાએ ઇઝરાયેલના આર્મી બેઝ પર કર્યો હુમલો, 4 સૈનિકના મોત
ગઈ કાલે, હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠન દ્વારા શરૂ કરાયેલ એક UAV એ આર્મી બેઝ પર હુમલો કર્યો, ઇઝરાયેલ સંરક્ષણ દળોએ આ અંગે ટ્વિટ પણ કર્યું છે. આ ઘટનામાં આઈડીએફના ચાર જવાનો શહીદ થયા હતા. આઈડીએફ શોકગ્રસ્ત પરિવારોના દુઃખમાં સહભાગી છે અને તેમની સાથે રહેશે.
Israel Defense Forces tweets, “Yesterday, a UAV launched by the Hezbollah terrorist organization hit an army base. 4 IDF soldiers were killed in the incident. The IDF shares in the grief of the bereaved families and will continue to accompany them. We ask to refrain from… pic.twitter.com/bfpdQ1BL7w
— ANI (@ANI) October 13, 2024
Published On - Oct 14,2024 6:22 AM