AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

14 ઓગસ્ટના મહત્વના સમાચાર : સાયપ્રસ સ્થિત ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મ પરિમેચને લઈને ED એ સુરત સહિત દેશભરમાં પાડ્યા દરોડા

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2025 | 9:55 PM
Share

આજે 14 ઓગસ્ટને  ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

14 ઓગસ્ટના મહત્વના સમાચાર : સાયપ્રસ સ્થિત ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મ પરિમેચને લઈને ED એ સુરત સહિત દેશભરમાં પાડ્યા દરોડા

આજે 14 ઓગસ્ટને  ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Aug 2025 09:54 PM (IST)

    સાયપ્રસ સ્થિત ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મ પરિમેચને લઈને ED એ સુરત સહિત દેશભરમાં પાડ્યા દરોડા

    સાયપ્રસ સ્થિત ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મ પરિમેચને લઈને ED એ સુરત સહિત દેશભરમાં દરોડા પાડ્યા છે. મુંબઈ ED ની ટીમે 17 સ્થળોએ પાડ્યા દરોડા છે. મુંબઈ, દિલ્લી, નોઈડા, જયપુર, મદુરાઈ, કાનપુર, હૈદરાબાદ અને સુરતમાં દરોડા પાડવામાં આવ્યા. દરોડા દરમિયાન ED ને હાથ લાગ્યા મહત્વના દસ્તાવેજો. ED એ ડિજિટલ ડિવાઇસ પણ જપ્ત કર્યા. દરોડા દરમિયાન ED એ અંદાજિત 110કરોડના બેંક બેલેન્સ ધરાવતા બેંક ખાતાઓ પણ ફ્રીઝ કર્યા. પરિમેચ.કોમ એપ થકી યુઝર્સના 3000 કરોડ રૂપિયા રૂપિયા સલવાયા છે. મોટા મોટા સેલિબ્રિટીઝને હાયર કરીને માર્કેટિંગ કરવામાં આવ્યું. આ સિવાય સ્પોન્સરશિપના આધારે પણ એપનું મોટા પાયે માર્કેટિંગ કરવામાં આવ્યું.

    એડવર્ટિએઝમેન્ટ માટે પરિમેચ સ્પોર્ટ્સ અને પરિમેચ ન્યૂઝ નામની કંપની પણ શરૂ કરવામાં આવી છે. યુઝર્સના રૂપિયા હૈદરાબાદમાં એક ચોક્કસ વિસ્તારમાં કેશમાં ઉપાડવામાં આવતા હતા. ત્યારબાદ હવાલા નેટવર્કના માધ્યમથી યુકેની એક કંપનીના વર્ચ્યુઅલ્સ વોલેટમાં પહોંચતા હતા. પશ્ચિમ ભારતમાં ગરકાયદેસર બેંક એકાઉન્ટ થકી ડોમેસ્ટિક મની ટ્રાન્સફર એજન્ટ્સ મારફતે ક્રેડિટ કાર્ડના ઉપયોગથી હેરફેર થતા. 1200 જેટલા ક્રેડિટ કાર્ડ પણ તપાસ દરમિયાન મળી આવ્યા છે. ED ની તપાસમાં એ પણ સામે આવ્યું કે RBI દ્વારા રૂપિયાની હેરફેરમાં સામેલ કંપનીના લાયસન્સ પણ કેન્સલ કરવામાં આવ્યા છે

  • 14 Aug 2025 06:48 PM (IST)

    રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનો પ્રારંભ, 34 પૈકી માત્ર 4 રાઇડ્સને જ મંજૂરી

    રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનો પ્રારંભ થયો છે. રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે મેળાનો પ્રારંભ કરાવ્યો. આ વખતે મેળાનું નામ શોર્યનું સિંદૂર નામ રાખવામાં આવ્યું છે. પહેલા દિવસે જ લોકોની ભીડ મેળામાં જોવા મળી છે. રેસકોર્ષ મેળામાં હજુ યાંત્રિક રાઇડ્સ શરૂ થઇ નથી. 34 પૈકી માત્ર 4 રાઇડ્સને મંજૂરી આપવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્રારા રાઇડ્સની ચકાસણી હાથ ધરાઇ છે. રાઇડ્સ શરૂ ન થતાં લોકોમાં નિરાશા વ્યાપી જવા પામી છે.

  • 14 Aug 2025 06:18 PM (IST)

    બનાવટી વિઝા કેસમાં મહારાષ્ટ્રથી જરાત ATS એ પકડેલ આરોપીના 22 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર

    બનાવટી વિઝા કેસમાં ગુજરાત ATS દ્વારા પકડાયેલા આરોપીના 22 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પકડાયેલ આરોપી તેજસ જાધવની મહારાષ્ટ્રથી અટકાયત કરી કોર્ટમાં રજૂ કરાયો. આરોપી તેજસ દ્વારા NDPS કેસના વોન્ટેડ આરોપી ગુલામહુસેન ભગાડને ખોટા ડોક્યુમેન્ટ આધારે વિઝા અપાવી મદદગારી કર્યાનો આરોપ. ATS એ આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજુ કરી 14 દિવસના રીમાંડની કરી માંગ. કેસમાં પકડાયેલ આરોપી તેજસ સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું અને આશરો આપનાર આરોપીની પૂછપરછ માટે જરૂરી હોવાના મુદ્દા રજૂ કરી રીમાંડની કરી માંગ. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીના 22 ઓગસ્ટ સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

  • 14 Aug 2025 05:30 PM (IST)

    બિહાર SIR : સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને 65 લાખ કાઢી નાખેલા મતદારોની યાદી જાહેર કરવા કહ્યું

    સુપ્રીમ કોર્ટે, બિહાર મતદાર યાદી સુધારણા (SIR) પર સુનાવણી કરી. ડ્રાફ્ટ યાદીમાંથી 65 લાખ લોકોના નામ દૂર કરવામાં આવ્યા છે. મતદાર યાદીમાંથી કાઢી મુકાયેલા લોકોના નામ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે 65 લાખ કાઢી મુકાયેલા લોકોનો ડેટા કેમ જાહેર કરવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેમના નામ જાહેર કરો. આના પર ચૂંટણી પંચે કહ્યું કે ઠીક છે, જો તમારો આદેશ હોય, તો અમે તેમ કરીશું.

  • 14 Aug 2025 04:58 PM (IST)

    એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા 1200 ટ્રીપો સંચાલિત કરશે, બે લાખથી વધુ મુસાફરોને મળશે લાભ

    રાજ્યના નાગરિકો પવિત્ર શ્રાવણ માસમાં આવતા સાતમ, આઠમ-જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો અંદાજે બે લાખથી વધુ મુસાફરો લાભ લઇ રહ્યા છે.

    યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ચાલુ વર્ષ-2025માં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન નિગમ દ્વારા અંદાજે 1200 જેટલી એક્સ્ટ્રા ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવાં મોટા શહેરી વિસ્તારોમાં જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંચાલન કરવાનું એસ.ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ડાકોર, દ્વારકા, શામળાજી તેમજ મહત્વના જિલ્લા-તાલુકા કક્ષાના સ્થળોએ જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસો સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

  • 14 Aug 2025 02:25 PM (IST)

    જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટ્યા

    જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડના પાડેર વિસ્તારમાં વાદળ ફાટવાના સમાચાર છે. આ ઘટનામાં ઘણા લોકોના મોત થવાની આશંકા છે. વહીવટીતંત્ર તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગયું છે. આ સાથે, નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને જરૂરી બચાવ અને તબીબી વ્યવસ્થાપન વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

  • 14 Aug 2025 02:23 PM (IST)

    અમદાવાદ:નિકોલના ખોડિયાર નગરમાં સોસાયટીમાં બબાલ

    અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડિયાર નગરમાં સોસાયટીના વિવાદે ઘર્ષણનું સ્વરૂપ ધારણ કર્યું છે. માહિતી મુજબ, ત્યાં રહેતા વૃદ્ધ અને તેમના પાડોશી મહિલા તેમજ તેના પુત્ર વચ્ચે મારામારીની ઘટના ઘટી છે. મહિલાએ આરોપ લગાયા છે કે વૃદ્ધે તેણીને અને તેના પુત્રને અપશબ્દ બોલ્યા હતા, જેના જવાબમાં પુત્રે પુનઃપ્રતિસાદ આપતા વૃદ્ધ ઉશ્કેરાઈ ગયા. ઉશ્કેરાયેલા વૃદ્ધે લોખંડની સ્ટીક લઈ યુવક પર હુમલો કર્યો અને વચ્ચે પડનાર મહિલાને પણ ઇજા  પહોંચી છે. સોસાયટીના રહીશોના મતે, વૃદ્ધ વર્ષોથી આસપાસના લોકોને હેરાન કરતા આવ્યા છે. મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને નિકોલ પોલીસે તેનો આધાર લઈ તપાસ શરૂ કરી છે.

  • 14 Aug 2025 02:22 PM (IST)

    અમદાવાદ: જશોદાનગરમાં ડિમોલિશન દરમિયાન ઘર્ષણ

    અમદાવાદના જશોદાનગરમાં AMCની દબાણ હટાવની કામગીરી દરમિયાન ઘર્ષણ સર્જાતા પથ્થરમારાની ઘટના થઈ હતી. દુકાનો તોડતી ટીમનો વેપારીઓએ વિરોધ કર્યો હતો અને વિવાદ વચ્ચે એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ હતી. મહિલાને બચાવતા ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે સમગ્ર ઘટનામાં ચાર લોકો સારવાર હેઠળ છે. નારાજ વેપારીઓએ દુકાનો બંધ રાખી રેલી કાઢી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને નોટિસ આપ્યા વિના દુકાનો તોડવાના આરોપ સાથે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી.

  • 14 Aug 2025 02:21 PM (IST)

    દેવાયત ખવડને શોધવા પોલીસે અલગ અલગ 7 ટીમો બનાવી

    ગીર સોમનાથ જિલ્લામાં જાણીતા કલાકાર દેવાયત ખવડ સામે હુમલાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. અમદાવાદના એક યુવક પર હુમલો કરવા અંગે દેવાયત ખવડ પર આરોપ મુકાયો છે. ફરિયાદ મુજબ દેવાયત ખવડે અન્ય શખ્સો સાથે મળીને બુકાનો બંધાવી યુવક પર હુમલો કર્યો હતો. યુવકના કહેવાનુ છે કે બંને કારોને અથડાવીને રોકી દેવામાં આવી અને ત્યારબાદ લોખંડની પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ દેવાયત ખવડ અને અન્ય આરોપીઓને પકડવા માટે અલગ અલગ દિશાઓમાં શોધખોળ શરૂ કરી છે. તફતીષ માટે પોલીસ દ્વારા 7 જુદી જુદી ટીમો બનાવી દેવામાં આવી છે. તપાસમાં CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ટેકનિકલ સોર્સનો સહારો લેવામાં આવી રહ્યો છે.

  • 14 Aug 2025 02:19 PM (IST)

    વરસાદની રાહ જોતા ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર

    વરસાદની રાહ જોતા ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 14થી 20 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 17 ઓગસ્ટનું રાજ્યમાં વરસાદનું જોર વધશે. 17 તારીખે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે.

  • 14 Aug 2025 02:17 PM (IST)

    ગીર સોમનાથ: જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર

    ગીર સોમનાથ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરી છે. વહેલી સવારથી વાતાવરણમાં ઘેરા વાદળો છવાઈ ગયા અને કેટલાંક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો. સોમનાથ મહાદેવ મંદિર આસપાસ પણ વરસાદી ઝાપટાં વરસ્યા છે. વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આશાની ચમક દેખાઈ છે અને તેઓ મેઘરાજા મનમુકીને વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. જો કે, હજુ સુધી ખેતી માટે પૂરતો વરસાદ ન વરસતા  ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.

  • 14 Aug 2025 02:14 PM (IST)

    નર્સ નિમિષા પ્રિયાની મુક્તિ માટેની અરજી પર સુનાવણી 8 અઠવાડિયા માટે મુલતવી

    નિમિષા પ્રિયાની મુક્તિ સુનિશ્ચિત કરવા માટેની અરજી પર સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી પર સુનાવણી 8 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. અરજદારના વકીલે દલીલ કરી હતી કે ફાંસીની તાત્કાલિક કોઈ ધમકી નથી અને વાટાઘાટો ચાલી રહી છે. અગાઉ, યમન સરકારે નર્સની મૃત્યુદંડની સજા મુલતવી રાખી હતી.

  • 14 Aug 2025 02:04 PM (IST)

    અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનું વિરોધ પ્રદર્શન

    અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. NSUI દ્વારા ‘યુનિવર્સિટી બચાવો’ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. યુનિવર્સિટીના જમીન ફાળવણી, જમીન કૌભાંડ, ખંડણી કૌભાંડ સહિતના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો.મોટી સંખ્યામાં NSUIના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા.

  • 14 Aug 2025 12:52 PM (IST)

    દિલ્હીમાં ભારે વરસાદથી વૃક્ષ ધરાશાયી

    દિલ્હીમાં ભારે વરસાદથી વૃક્ષ ધરાશાયી થયુ છે. કાલકાજી વિસ્તારમાં રસ્તા પર તોતિંગ વૃક્ષ રસ્તા ધરાશાયી થયા છે. તોતિંગ વૃક્ષ બાઇકસવાર પર પડ્યું. દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત, એક ઘાયલ થયો છે. વૃક્ષ નીચે દબાઈ જતા કારનો કચ્ચરઘાણ નીકળ્યો છે.

  • 14 Aug 2025 12:17 PM (IST)

    પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ સામે વિરોધનો વંટોળ

    પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ સામે દક્ષિણ ગુજરાતમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. વિવિધ વિસ્તારોમાં people દ્વારા આ યોજનાનો પુરજોશમાં વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વાંસદામાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસે મોટી મહારેલીનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી. આ રેલીમાં નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાંથી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

  • 14 Aug 2025 10:55 AM (IST)

    રાજકોટ : ત્રંબા નજીક 37 લાખની લૂંટમાં ચોંકાવનારો ખુલાસો

    રાજકોટ : ત્રંબા નજીક 37 લાખની લૂંટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. ફરિયાદી જગદીશ ચૌહાણે જ લૂંટનું તરકટ રચ્યાનું ખૂલ્યું છે. આંગડિયા પેઢીના કર્મચારીએ રૂપિયાની જરૂર હોવાથી લૂંટનું નાટક કર્યું.

  • 14 Aug 2025 10:48 AM (IST)

    સુરત: દારૂના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા

    સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી દારૂના મોટા જથ્થા સાથે બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ કારની પાછળની લાઈટની અંદર અને બોનેટમાં દારૂ છુપાવ્યો હતો. પોલીસે કાર અને દારૂ સહિત કુલ 17 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા દારૂની કિંમત અંદાજે 7 લાખથી વધુ છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

  • 14 Aug 2025 10:28 AM (IST)

    અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં ગોળીબાર

    અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં ગોળીબાર થયો છે. પીટસ્લવેનિયાના શેરીફના ડેપ્યુટી અધિકારીઓ પર ફાયરિંગ થયુ. વોરંટ આપવા જતા શખ્સે 3 ડેપ્યુટી અધિકારી પર ફાયરિંગ કર્યુ. 2 અધિકારીને સામાન્ય ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. કાઉન્ટી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

  • 14 Aug 2025 08:35 AM (IST)

    અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ

    આર્થિક ગુના શાખા (EOW) એ મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી, તેના પતિ રાજ કુન્દ્રા અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. આ લોકો પર મુંબઈના એક ઉદ્યોગપતિ દીપક કોઠારી સાથે 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ છેતરપિંડી તેમની હવે બંધ થયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ સાથે સંબંધિત લોન-કમ-રોકાણ સોદામાં કરવામાં આવી હતી.

  • 14 Aug 2025 08:14 AM (IST)

    હવે ઉત્તરાખંડમાં ધર્માંતરણ માટે આજીવન કેદ

    ઉત્તરાખંડ કેબિનેટે ગેરકાયદેસર ધર્માંતરણ પર કડક વલણ અપનાવ્યું અને ઉત્તરાખંડ ધર્મ સ્વતંત્રતા (સુધારા) બિલ, 2025 ને મંજૂરી આપી. જે હેઠળ ગંભીર કેસોમાં આજીવન કેદ સુધીની સજા અને ભારે દંડ જેવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ બિલને મંજૂરી આપવામાં આવી.

  • 14 Aug 2025 08:13 AM (IST)

    દિલ્હી  અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

    દિલ્હી  અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નોઈડા, ગાઝિયાબાદમાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો. દિલ્લીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે્. રસ્તા પર ઘૂંટણ સુધી પાણી ભરાયા છે.

  • 14 Aug 2025 08:12 AM (IST)

    પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ દરમિયાન ગોળીબાર, 3 લોકોના મોત

    પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ દરમિયાન ગોળીબાર થયો હતો જેમાં 3 લોકોના મોત થયા હતા અને કેટલાક લોકો ઘાયલ થયા હતા.

  • 14 Aug 2025 07:38 AM (IST)

    ઉત્તરાખંડમાં ધાર્મિક સ્વતંત્રતા (સુધારા) બિલ મંજૂર

    ઉત્તરાખંડ કેબિનેટે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઉત્તરાખંડ ધાર્મિક સ્વતંત્રતા (સુધારા) બિલ, 2025 ને મંજૂરી આપી છે. આ બિલ મુજબ, ખોટી ઓળખ આપીને લગ્ન કરવા અને સોશિયલ મીડિયા મેસેજિંગ એપ અથવા કોઈપણ ઓનલાઈન માધ્યમ દ્વારા ધર્મ પરિવર્તન માટે ઉશ્કેરવા બદલ સજાની જોગવાઈ છે.

  • 14 Aug 2025 07:35 AM (IST)

    સુરતના કોસંબામાં કાપડના વેપારી પર 3થી 4 રાઉન્ડ ફાયરિંગ

    સુરતઃ કોસંબામાં પીપોદરા ગામ નજીક ફાયરિંગની ઘટના બની છે. કાપડના વેપારી પર 3થી 4 રાઉન્ડ ફાયરિંગ થયુ. બાઈક પર આવલા યુવાનો ફાયરિંગ કરી ફરાર થયા. ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ગ્રામ્ય LCB, કોસંબા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.

Published On - Aug 14,2025 7:34 AM

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">