AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 જુલાઈના મહત્વના સમાચાર : રાજકોટ, જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2025 | 9:39 PM
Share

આજે 12 જુલાઈને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

12 જુલાઈના મહત્વના સમાચાર : રાજકોટ, જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

આજે 12 જુલાઈને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Jul 2025 06:33 PM (IST)

    જસદણમાં વરસાદની શરૂઆત

    • રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
    • જસદણ ,આટકોટ,ગરણી,જંગવડ સહિત વિસ્તારમાં વરસાદ
    • જસદણ ના નવા બસ સ્ટેન્ડ ચિતલીયા રોડ વિસ્તારમાં પાણી ભરાયા
    • થોડા વરસાદે જસદણ શહેરના મુખ્ય માર્ગો પર ભરાયા પાણી
    • વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી
  • 12 Jul 2025 06:31 PM (IST)

    યુ.કે ના વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે ઠગાઈ..

    • અમદાવાદમાં UK ના વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે ઠગાઈ..
    • 37.50 લાખ રૂપિયા મેળવી કામ ન કરી આચરી ઠગાઈ..
    • ત્રાગડની કે.કે ઓવરસીઝના નિસર્ગ ત્રિવેદી અને દિશા પંચોલી સામે ફરિયાદ..
    • સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ..
  • 12 Jul 2025 06:31 PM (IST)

    વ્યારા નગરમાં આંતક મચાવનાર કપિરાજ ને પાંજરે પુરવામાં આવ્યા…

    • ત્રણ જેટલા કપિરાજ ને રેસ્કયુ કરી પાંજરે પુરવામાં આવ્યા…
    • વનવિભાગ અને એનિમલ ટીમના સભ્યો દ્વારા મહામહેનતે પાંજરે પૂરવામાં આવ્યા…
    • શહેરના સ્ટેશન રોડ વિસ્તાર માંથી કપિરાજ ને પાંજરે પૂરવામાં આવતા રાહત….
    • કપિરાજ ના પાંજરે પુરાતા લાઇવ વિડિઓ આવ્યા સામે.
    • છેલ્લા એક અઠવાડિયા થી નાગરિકોને હેરાન કરતા કપિરાજ આખરે પાંજરે પુરાયા…
  • 12 Jul 2025 06:30 PM (IST)

    હિમાચલમાં વિનાશ..હજુ પણ ભારે

    હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં પાંડોહ ડેમ નજીક ભૂસ્ખલન થયું. જેના પગલે ચંદીગઢ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંને બાજુથી બંધ. અહીં સેંકડો વાહનો ફસાયેલા છે. હવામાન વિભાગે 17 જુલાઈ સુધી ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ અને 13 જુલાઈએ ઓરેન્જ એલર્ટ જારી કર્યું.

  • 12 Jul 2025 05:13 PM (IST)

    સચિનમાં જવેલર્સની દુકાનમાં લૂંટ વિથ મર્ડર મામલો.

    • સચિનમાં લૂંટ બાદ ભાગી રહેલો એક આરોપીને સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો.
    • સચિન પોલીસે પકડાયેલા એક આરોપીને સાથે રાખી ઘટનાનું રીકંસ્ટ્રશન કર્યું.
    • આરોપી દિપક પાસવાનને સાથે રાખી રીકંસ્ટ્રશન કર્યું
    • લૂંટ વિથ હત્યાની ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તેને લઈને પોલીસે રીકંસ્ટ્રશન કર્યું
  • 12 Jul 2025 05:12 PM (IST)

    ચીને બતાવી લશ્કરી તાકાત પરમાણુ મિસાઇલનું કર્યું પ્રદર્શન

    ચીને વિશ્વને પોતાની લશ્કરી તાકાત બતાવી…ચીને DF-5B નામની લાંબા અંતરની મિસાઇલ રજૂ કરી છે, જે અનેક પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ…આ મિસાઇલ 12 હજાર કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે, જેનો અર્થ એ છે કે જો તેને બેઇજિંગથી લોન્ચ કરવામાં આવે તો તે ન્યૂ યોર્ક પહોંચી શકે છે…DF-5B એક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે.

  • 12 Jul 2025 03:58 PM (IST)

    આણંદ રેલવે સ્ટેશન સામે આવેલ સુપર માર્કેટને ખાલી કરવા આણંદ મનપાની નોટિસ

    • આણંદ શહેરના મુખ્ય બજારમાં 350 થી વધુ દુકાનો ખાલી કરવા તંત્રએ આપી નોટિસ
    • થોડા સમય પૂર્વ સુપર માર્કેટનો સ્લેબ તૂટી પડ્યો હતો
    • શહેર ના મુખ્ય રેલ્વે સ્ટેશન સામે મનપાની માલિકીની દુકાનોના લીઝ ધારકોને નોટિસ મળતા ચકચાર
    • ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું
    • જાહેર જનતાની સુરક્ષા માટે કલમ 264 (1) મુજબ હાથ ધરી કાર્યવાહી
    • 7 દિવસમાં ભાડુઆતી દુકાનદારોને જગ્યા ખાલી કરવાનો નોટિસમાં ઉલ્લેખ
    • બાંધકામ જૂનું હોવાથી મનપાએ જાહેર જનતાની જાન માલને નુકશાન થી બચાવવા નિર્ણય લીધો હોવાનો નોટિસમાં ઉલ્લેખ
    • જો કોઈ ભાડુઆતી દુકાનદાર દુકાન ખાલી નહિ કરે અને કોઈ દુર્ઘટના ઘટશે તો દુકાનનો કબ્જેદાર ઘટનાનો જવાબદાર રહેશેનો પણ નોટિસમાં કરાયો ઉલ્લેખ…
  • 12 Jul 2025 03:57 PM (IST)

    પાક વળતરના નવા પેકેજનો કોંગ્રેસ વિરોધ કરશે ..

    • પાક વીમામાં ખેડૂતો સાથે દગાબાજીના આક્ષેપ સાથે સુરેન્દ્રનગરમાં સોમવારે દેખાવો
    • ઓક્ટોબર 2024 માં અતિવૃષ્ટિના રાહત પેકેજમાં ખેડૂતો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ
    • ગતવર્ષે 20 જિલ્લાના માત્ર 50 ટકા ખેડૂતોને જ સહાય ચૂકવાઈ હતી
    • રજૂઆતો બાદ માત્ર 6 જિલ્લાઓનો સમાવેશ કરી 14 જિલ્લાઓને અન્યાય કરાયો હોવાના આક્ષેપ
    • પાક વળતરમાં ભેદભાવ અંગે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીનું નિવેદન
    • ભાજપ સરકારે ભેદભાવ રાખી હજુ પણ વળતર ચુકવ્યુ નથી: નૌશાદ સોલંકી
    • સરકારે જાહેર કરેલ કૃષિનું નવું પકેજ જાહેરાત છેતરપિંડી સમાન
    • નવા ઠરાવમાં અનેક પાકને જાહેરાતના પેકેજથી દુર કરાયા: નૌશાદ સોલંકી
    • ગયા ઓક્ટોબરના નુકશાનનો પુરાવો આજે 2025 માં સરકાર માંગે છે: નૌશાદ સોલંકી
    • સુરેન્દ્રનગરમાં પાક નિષ્ફળ મુદે 1 લાખ 68 હજાર અરજીઓ આવી
    • જૂના અરજીઓના આધારે સહાય ચુકવા માંગણી: નૌશાદ સોંલકી
  • 12 Jul 2025 03:55 PM (IST)

    અમદાવાદ એરપોર્ટ ફરી એકવાર વિવાદમાં

    • અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ અને રિક્ષા ચાલકો વચ્ચે ઝપાઝપી
    • રીક્ષા ચાલકો પેસેન્જર બોલાવવા માટે એરપોર્ટ પર ટાઉટિંગ કરે છે તે રોકવા સિક્યુરિટી એ તેમને અટકાવ્યા તેથી સામસામે મામલો ઉગ્ર બનતા અપશબ્દો બોલતા મારામારી થઇ હતી – એરપોર્ટ ઓથોરિટી
    • મુસાફરોને હાલાકી ન વેઠવી પડે તે માટે સિક્યુરિટી એ જરૂરી પગલાં લીધા – એરપોર્ટ ઓથોરિટી
    • એરપોર્ટની શાંતિ જળવાય તે મુખ્ય ઉદ્દેશ: એરપોર્ટ ઓથોરિટી
  • 12 Jul 2025 03:10 PM (IST)

    શુભાંશુ શુક્લા 14 જુલાઈએ પૃથ્વી પર પાછા ફરશે

    ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા 14 જુલાઈએ પૃથ્વી પર પાછા ફરશે.. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ આ માહિતી આપી.  શુભાંશુ સહિત ચાર ક્રૂ સભ્યો એક્સિયમ-4 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પહોંચ્યા હતા. અગાઉ 10 જુલાઈના રોજ સ્પેસ સ્ટેશનથી પરત ફરવાનું હતું..હવે અવકાશયાત્રીઓના પાછા ફરવામાં ચાર દિવસનો વિલંબ થશે.

  • 12 Jul 2025 03:08 PM (IST)

    ખાટુશ્યામ મંદિર પાસે ભક્તો અને દુકાનદારો વચ્ચે મારામારી

    રાજસ્થાનના સીકરમાં ખાટુશ્યામ મંદિર ફરી ચર્ચામાં આવ્યું…ખાટુશ્યામ મંદિર પાસે ભક્તો અને દુકાનદારો વચ્ચે મારામારી..અહીં બંને પક્ષોએ એકબીજા પર ડંડાથી હુમલો કર્યો..ઘટનામાં મહિલાઓને પણ ડંડા મારવામાં આવ્યા છે..ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો… મહિલાઓ પર પણ ડંડાથી હુમલો કરવા આવ્યો હોવાનું જોવ મળી રહ્યું છે.

  • 12 Jul 2025 03:07 PM (IST)

    જાલૌનમાં પોલીસકર્મીની ઉદ્ધતતા, યુવકને માર્યો ઢોર માર

    ઉત્તરપ્રદેશના જાલૌનમાં પોલીસકર્મીને દાદાગીરી ભારે પડી….સ્કૂટીસવાર યુવક અને તેની બહેન સાથે દુર્વ્યહાર કરવા બદલ SPએ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યો…ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો..જેમાં પેટ્રોલપંપ પર પોલીસકર્મી શિવ પ્રસાદ દુબેએ યુવાનને નિર્દયતાથી માર માર્યો..યુવકની બહેન સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો..

  • 12 Jul 2025 03:07 PM (IST)

    અમદાવાદ 148મી રથયાત્રાની આભાર વિધિ કાર્યક્રમ યોજાયો

    અમદાવાદમાં 148મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા યોજાયો આભાર વિધિ કાર્યક્રમ..પોલીસ કમિશનર જી.એસ.મલિક સહિતના અધિકારીઓ રહ્યા હાજર..રથયાત્રામાં જોડાયેલા અધિકારી અને રાજકીય નેતાઓ તેમજ વિવિધ સમાજના લોકોનું અભિવાદન કરાયું..દર વર્ષે રથયાત્રા પૂર્ણ થયાના થોડા દિવસ બાદ યોજાય છે આભાર વિધિ કાર્યક્રમ.

  • 12 Jul 2025 02:41 PM (IST)

    દાહોદ: શાળામાં માસૂમ બાળકો પાસે કામ કરાવવાનો વીડિયો વાયરલ

    દાહોદ: શાળામાં માસૂમ બાળકો પાસે કામ કરાવવાનો વીડિયો વાયરલ થયો છે. લીમડાબરા મુખ્ય પ્રાથમિક શાળાની ઘટના હોવાનો દાવો છે. બાળકોને ભણાવવાને બદલે શિક્ષિકો દ્વારા મજૂરી કામ કરાવાયું. વીડિયો વાયરલ થતાં શાળા તંત્ર હાલ સવાલોના ઘેરામાં છે. આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ ઊભા થયા છે. વાલીઓ અને સ્થાનિકોની શિક્ષકો સામે કડક કાર્યવાહીની માંગ છે. શિક્ષણ વિભાગની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

  • 12 Jul 2025 02:35 PM (IST)

    અમદાવાદ : એર ઇન્ડિયાના સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે શ્રદ્ધાંજલિ અપાઈ

    અમદાવાદમાં એર ઇન્ડિયાના સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે શ્રદ્ધાંજલિ અપાઈ. AI ના સ્ટાફ દ્વારા પ્લેનનો ફોટો મૂકીને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા.  મૃતકોની આત્માની શાંતિ માટે પણ પ્રાર્થના કરવામાં આવી.

  • 12 Jul 2025 01:51 PM (IST)

    અમદાવાદમાં AUDA દ્વારા તમામ બ્રિજનું ઈન્સ્પેક્શન

    અમદાવાદમાં AUDA દ્વારા તમામ બ્રિજનું ઈન્સ્પેક્શન. વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર દોડતું થયુ છે. સરદાર પટેલ રિંગ રોડ પર કુલ 15 મોટા ઓવરબ્રિજની તપાસ કરાશે. ભાટ ગામ પાસે સાબરમતી નદીના બ્રિજની તપાસ કરાઈ. AUDA રેપિડ વિઝ્યુઅલ સેફ્ટી એસેસમેન્ટ કરશે. પ્રથમ તબક્કામાં બ્રિજની બહારની સાઈડમાં તપાસ. AUDAના સિનિયર એન્જિનિયર અને અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

  • 12 Jul 2025 01:13 PM (IST)

    અંબાજી પાસે કાર પર પથ્થરમારો, એક મહિલાને ઇજા

    અંબાજી પાસે કાર પર પથ્થરમારો, એક મહિલાને ઇજા થઇ છે. રાજસ્થાનની હદમાં જાંબુડી પાસે આ ઘટના બની છે. હુમલામાં કારની આગળના કાચ તૂટ્યા છે. કારમાં સવાર એક મહિલા ગંભીર ઇજાગ્રસ્ત છે. મહિલાને અંબાજીની આદ્યશક્તિ હોસ્પિટલમાં ખસેડાઇ છે. કાર સવાર પરિવાર અમદાવાદના બાપુનગરના રહેવાસી છે.

  • 12 Jul 2025 12:59 PM (IST)

    જૂનાગઢ: ઓઝત નદી પરના પુલની દીવાલ ધસી પડી

    જૂનાગઢ: ઓઝત નદી પરના પુલની દીવાલ ધસી પડી. માણાવદરના બાલાગામ આંબલીયા રસ્તે જતા પુલની દીવાલ ધસી. એક તરફનો ભાગ નદીમાં ધસી પડતા તંત્ર હરકતમાં આવ્યુ. બન્ને તરફ દીવાલ ચણી રસ્તો બંધ કરવામાં આવ્યો. કેશોદ-માણાવદરને પુલ જોડે છે. અગાઉ પણ જર્જરિત દીવાલ ધસી પડતા સમારકામ કરાયુ હતુ.

  • 12 Jul 2025 12:04 PM (IST)

    રાજ્યમાં વરસાદને અંબાલાલ પટેલની મોટી આગાહી

    રાજ્યમાં વરસાદને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. રાજ્યભરમાં આગામી 72 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. 13થી 18 જુલાઈ સુધીમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે.

  • 12 Jul 2025 10:28 AM (IST)

    ભરૂચ: વાલિયામાં મહિલાનો મૃતદેહ મળવા મામલે ઘટસ્ફોટ

    ભરૂચ: વાલિયામાં મહિલાનો મૃતદેહ મળવા મામલે ઘટસ્ફોટ થયો છે. ઘર કંકાસમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પતિએ ઘાતક હથિયારો વડે હુમલો કરતા પત્નીનું મોત થયું હતુ. મૃતદેહને કોંઢ ગામ નજીક નાળામાં ફેંકીને આરોપી ફરાર થયો હતો. પ્રથમ પત્નીનું અવસાન થતા આરોપીએ બીજા લગ્ન કર્યા હતા. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • 12 Jul 2025 08:52 AM (IST)

    દુર્ઘટનાની પ્રાથમિક તપાસનો 15 પાનાનો રિપોર્ટ આવ્યો સામે

    અમદાવાદ: એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ક્રેશ થવાની ઘટનામાં દુર્ઘટનાની પ્રાથમિક તપાસનો 15 પાનાનો રિપોર્ટ સામે આવ્યો છે. AAIBના પ્રાથમિક રિપોર્ટમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા થયા છે. ટેકઓફની થોડી જ સેકંડમાં વિમાનના બન્ને એન્જિન બંધ થઈ ગયા હતા. એન્જિનોને ઈંધણનો પુરવઠો મળતો  બંધ થયો હતો. એન્જિન બંધ થતા વિમાનની સ્પીડ ઘટી અને વિમાન ક્રેશ થયું. બન્ને પાયલોટ વચ્ચેની અંતિમ વાતચીતનો ઓડિયો પણ  સામે આવ્યો છે. એક પાયલોટે પૂછ્યું, “તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું ?” બીજા પાયલોટનો જવાબ, “મેં એવું નથી કર્યું !” વાતચીતની થોડી જ ક્ષણોમાં વિમાન મેડિકલ કોલેજની ઈમારત સાથે અથડાયું હતુ.

  • 12 Jul 2025 07:40 AM (IST)

    ભરૂચ: યુવકનો પોતાનું ગળું કાપી આપઘાતનો પ્રયાસ

    ભરૂચ: યુવકનો પોતાનું ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો. યુવકનાં પરિવાર અને પાડોશી વચ્ચે મિલકતનો વિવાદ ચાલતો હતો. દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ મિલકત બાબતે વિવાદ થયો હતો.  યુવકનાં પરિવારનો આરોપ છે કે તેમની પૈતૃક મિલકતનાં મકાન જર્જરિત થતા તેનું ફરી બાંધકામ કરાવતા પાડોશીઓ તેમનાં પર ખોટા કેસ કરીને હેરાન કરી રહ્યા છે. એક કેસ પુરો થાય ત્યાં બીજો કેસ કરીને પરિવારને ધમકીઓ અપાઇ રહી છે. બપોરે ઘેર એકલો હતો ત્યારે ચેતન પટેલ નામનાં યુવકે પોતાનું ગળું કાપ્યું …લોહીલુહાણ હાલતમાં તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત ખસેડાયો.

Published On - Jul 12,2025 7:38 AM

g clip-path="url(#clip0_868_265)">