12 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સુરત એરપોર્ટને બોંબથી ઉડાવાની ધમકી આપનાર પકડાયો, સુરત LCBએ કરી ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2024 | 10:06 AM

Gujarat Live Updates : આજે 12 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

12 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સુરત એરપોર્ટને બોંબથી ઉડાવાની ધમકી આપનાર પકડાયો, સુરત LCBએ કરી ધરપકડ

LIVE NEWS & UPDATES

  • 12 Dec 2024 10:06 AM (IST)

    છોટા ઉદેપુરઃ ઢાબામાં પુરઝડપે કાર ઘુસાડનાર કારચાલકની અટકાયત

    છોટા ઉદેપુરઃ ઢાબામાં પુરઝડપે કાર ઘુસાડનાર કારચાલકની અટકાયત કરવામાં આવી છે. બોડેલીના વિશાલ ઠક્કર નામના યુવાનની પોલીસે અટકાયત કરી છે. ઢાબાના ગ્રાહકે કારચાલક સામે બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. અકસ્માતમાં ત્રણ લોકોને નાની મોટી ઈજા થઈ હતી. સોમવારે રાત્રીના 10:30 વાગ્યે ચાલકે કાર ઢાબામાં ઘુસાડી હતી.

  • 12 Dec 2024 09:50 AM (IST)

    સુરત એરપોર્ટને બોંબથી ઉડાવાની ધમકી આપનાર પકડાયો

    સુરત એરપોર્ટને બોંબથી ઉડાવાની ધમકી મામલે સુરત જિલ્લા LCBએ આરોપી યુવકની ધરપકડ કરી. આરોપીની ધરપકડ કર્યા બાદ સુરત પોલીસને સોંપાયો. પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી ધમકી આપી હતી. ઉમરા પોલીસે આરોપીને પકડી તપાસ હાથ ધરી.

  • 12 Dec 2024 09:39 AM (IST)

    વડોદરાવાસીઓને ફરી એક વાર પાણીના પડશે ફાંફાં

    વડોદરાવાસીઓને ફરી એક વાર પાણીના ફાંફાં પડશે. આવતીકાલથી 2 દિવસ સુધી શહેરમાં પાણી કાપ રહેશે. 2 દિવસ સુધી 2.50 લાખ નાગરિકોને પાણી નહીં મળે. સુભાનપુરા, વાસણા, ગાયત્રીનગર સહિતના વિસ્તારોમાં પાણીકાપ રહેશે. હરીનગર વિસ્તારમાં પાણીની લાઈનના જોડાણની કામગીરી ચાલી રહી છે. પાણીની લાઈનનું જોડાણ કામગીરીને લીધે પાણીકાપ રહેશે.

  • 12 Dec 2024 08:57 AM (IST)

    ભૂપેન્દ્ર પટેલ સરકારને આજે બે વર્ષ પૂર્ણ

    ભૂપેન્દ્ર પટેલ સરકારને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. બે વર્ષ પુર્ણ થવાને લઈને અલગ અલગ કાર્યક્રમ યોજાશે. વિકસિત ભારત @ ૨૦૪૭ના થીમ પર કાર્યક્રમ કરવામાં આવશે. શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ થશે. 600 યુવાનોને નિમણૂંક પત્ર આપવામાં આવશે. અન્નદાતાઓ સાથે સંવાદનો કાર્યક્રમ યોજાશે. મહિલા સ્ટાર્ટઅપ-ઈનોવેટર્સ સાથે સંવાદ થશે.

દિલ્લી સહિત ઉત્તર ભારતમાં શીત લહેરે વર્તાવ્યો કહેર. દિલ્લીમાં તાપમાન 4.9 ડિગ્રીએ પહોંચ્યું. તો હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ.   તો આ તરફ દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ છવાયો છે. તમિલનાડુમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ છે. અનેક જિલ્લામાં શાળામાં રજા જાહેર કરાઈ છે.  તો રાજ્યમાં ઠંડીએ પકડ્યું જોર. 5 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી વધુ ઠંડુંગાર, તો કચ્છમાં કોલ્ડ વેવની હવામાન વિભાગે આગાહી કરી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારને આજે 2 વર્ષ પૂર્ણ. રાજ્યભરમાં વિકસિત ભારત @૨૦૪૭ની થીમ પર પ્રજાલક્ષી કાર્યક્રમ યોજાશે. રાજકોટની ગોપાલ નમકીનમાં લાગેલી આગ કલાકોની ભારે જહેમત બાદ કાબુમાં. આગમાં ફેક્ટરીનું આખું યુનિટ બળીને થયું ખાખ. સુરેન્દ્રનગરના સાયલા સુદમડા હાઇવે પર ડમ્પરની અડફેટે 50 ઘેટાં-બકરાંના મોત, માલધારીને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો.

Published On - Dec 12,2024 8:56 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">