ભરુચમાં રસ્તાની રાજનીતિ ! મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત બની રહેલા રસ્તાની ગુણવત્તા પર કોંગ્રેસના નેતાએ ઉઠાવ્યા સવાલ, જુઓ Video
ભરૂચમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલ રસ્તાની ગુણવત્તાને લઇ વિવાદ સર્જાયો છે. મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત બની રહેલા રસ્તાની ગુણવત્તા પર કોંગ્રેસ નેતા શેરખાન પઠાણે સવાલો ઉભા કર્યા હતા.
ભરૂચમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલ રસ્તાની ગુણવત્તાને લઇ વિવાદ સર્જાયો છે. મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત બની રહેલા રસ્તાની ગુણવત્તા પર કોંગ્રેસ નેતા શેરખાન પઠાણે સવાલો ઉભા કર્યા હતા. શેરખાન પઠાણે રસ્તા અને સ્લેબ ડ્રેનની ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉઠાવતા મામલો ગરમાયો છે.
શેરખાન પઠાણના આક્ષેપ પાયાવિહોણા: ભાજપ
શેરખાન પઠાણના વિવાદિત આરોપ સામે ભાજપના ધારાસભ્ય રીતેશ વસાવાના સમર્થકોએ તમામ આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા હતા. શેરખાન પઠાણ આ મામલાને રાજકીય મુદ્દો બનાવતા હોવાનો આરોપ લગાવ્યો. તો સાથે જ આઝાદીના 75 વર્ષ બાદ રસ્તાની કામગીરી શરૂ થતાં સ્થાનિકોએ સરકારનો આભાર માન્યો હતો.
વડોદરામાં મનપા તંત્રનો અણઘડ વહીવટ
બીજી તરફ વડોદરા મનપાનો ફરી એકવાર અણઘડ વહીવટ સામે આવ્યો છે. માત્ર દોઢ વર્ષ પહેલા જ કરોડોના ખર્ચે બનેલા રોડને ખોદી નાખતા વિવાદ સર્જાયો છે. વારસિયા વિસ્તારમાં 4 કરોડથી વધુના ખર્ચે બનેલા રોડમાં તંત્ર ગટરની લાઈન નાખતા જ ભૂલી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. જેને લીધી પ્રજાના ટેક્સના ખર્ચે બનેલ રોડને દોઢ વર્ષમાં જ ખોદવાનો વારો આવ્યો છે. તો ગટર લાઈનની કામગીરીને લીધે રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે.