Ahmedabad : ACBએ સરકારી વકીલને 20 લાખની લાંચ લેતો રંગેહાથ ઝડપ્યો, જુઓ Video

Ahmedabad : ACBએ સરકારી વકીલને 20 લાખની લાંચ લેતો રંગેહાથ ઝડપ્યો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2024 | 12:24 PM

ગુજરાતમાંથી અવારનવાર લાંચિયા અધિકારીઓ ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદમાં સરકારી વકીલ લાંચ લેતા ઝડપાયો છે. સરકારી વકીલ 20 લાખની લાંચ લેતા ઝડપાયો છે. જેમાં ACBએ 3 આરોપી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

ગુજરાતમાંથી અવારનવાર લાંચિયા અધિકારીઓ ઝડપાતા હોય છે. આવી જ ઘટના ફરી એક વાર અમદાવાદમાં બની છે. અમદાવાદમાં સરકારી વકીલ લાંચ લેતા ઝડપાયો છે. સરકારી વકીલ 20 લાખની લાંચ લેતા ઝડપાયો છે. જેમાં ACBએ 3 આરોપી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

કઠલાલ સિવિલ કોર્ટના વકીલ રાજેન્દ્ર ગઢવીએ લાંચ માગી હોવાનું સામે આવ્યુ હતુ. ફરીયાદી પાસે 50 લાખ લાંચની માગણી કરી હોવાનું સામે આવ્યુ છે. 20 લાખ એડવાન્સ પેટે આપવાનું નક્કી થયુ હતુ. લાંચ લેનાર 2 વચેટીયાને ACBએ ઝડપી પાડ્યા હતા. મેટ્રો કોર્ટના વકીલ સુરેશ પટેલ અને વિશાલ પટેલ પણ ઝડપાયા છે.

ગોધરાની મજૂર અદાલતમાં ન્યાયધીશ લાંચ આપવાનો થયો હતો પ્રયાસ

બીજી તરફ આ અગાઉ પંચમહાલના ગોધરાની મજૂર અદાલતમાં ચોંકાવનારી ઘટના બની હતી. ચાલુ કોર્ટમાં ન્યાયાધીશને અરજદાર દ્વારા લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બંધ કવરમાં 35 હજારની રકમ આપવાનો અરજદારે પ્રયાસ કર્યો હતો. કવરમાં કેસ નંબર સહિતની વિગતો સાથે લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ન્યાયધીશને ધ્યાન વિગતો આવતા તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી. અરજદારની અટકાયત ગોધરા ACBમાં ફરિયાદ નોંધાઈ હતી. ભાદર ડેમ વિતરણ પેટા વિભાગમાં રોજમદાર તરીકે અરજદાર સેવા આપતો હતો. છુટા કરેલા રોજમદારને પુનઃસ્થાપિત કરવાનો કેસ ચાલી રહ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">