આજનું હવામાન : ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ, જુઓ Video
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બરના અંતિમ દિવસો સૌથી કપરાં સાબિત થવાના તેવી શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કાતિલ ઠંડી અને માવઠાની આગાહી કરી છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ઠંડા અને સૂકા પવનોને પગલે કાતિલ ઠંડીનો અહેસાસ થશે. આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહે તેવી સંભાવના છે.
ઠંડા અને સૂકા પવનનોને પગલે વધશે ઠંડીનું જોર
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના ભાગોમાં હાડથીજવતી ઠંડી પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલમાં કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. તેમજ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજકોટના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા છે. જ્યારે 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. ન્યૂનતમ તાપમાન વધવાથી જામનગરના ભાગોમાં ઠંડી વધી શકે છે.
ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી
દક્ષિણ ભારત અને તમિલનાડુમાં માવઠા થાય તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. તેમજ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ માવઠું પડી શકે તેવી સંભાવના છે. જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે.