આ IPOમાં દિગ્ગજોએ કર્યું રોકાણ

11 ડિસેમ્બર, 2024

સુપરમાર્કેટ જાયન્ટ Vishal Mega Mart એન્કર રોકાણકારો પાસેથી રૂપિયા 2,400 કરોડ એકત્ર કર્યા છે.

BSEની વેબસાઈટ પર જાહેર કરાયેલા પરિપત્ર મુજબ મોટી કંપનીઓમાં મોટા (એન્કર) રોકાણકારોને શેર ફાળવવામાં આવ્યા છે.

તેમાં SBI મ્યુચ્યુઅલ ફંડ, સિંગાપોર સરકાર, નોમુરા ફંડ્સ આયર્લેન્ડ પબ્લિક લિમિટેડ, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, HDFC MF અને ICICI પ્રુડેન્શિયલ એફએમનો સમાવેશ થાય છે.

એકંદરે, 18 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોએ 44 યોજનાઓ દ્વારા ભાગ લીધો હતો, જેમાં એન્કર હિસ્સાના 53.33 ટકાનો સામૂહિક હિસ્સો હતો.

વિશાલ મેગા માર્ટની રૂપિયા 8,000 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) 11 ડિસેમ્બરે ખુલી હતી.

વિશાલ મેગા માર્ટના આ IPOમાં રોકાણકારો 13 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકે છે, આ માટે પ્રતિ શેર 74-78 રૂપિયાની કિંમતની રેન્જ નક્કી કરવામાં આવી છે.

વિશાલ મેગા માર્ટના 30 જૂન, 2024 સુધીમાં સમગ્ર ભારતમાં 626 સક્રિય સ્ટોર્સ હતા. તેની પાસે મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઇટ પણ છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી.