અંબાણીને મળ્યો 930 મેગાવોટ પાવર સપ્લાયનો ઓર્ડર

12 ડિસેમ્બર, 2024

રિલાયન્સ ન્યૂ સનટેક પ્રાઇવેટ લિમિટેડની પેટાકંપની સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)ની હરાજીમાં જીત થઈ છે.

બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથેનો 930 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ મળ્યો છે.

સોલાર પ્રોજેક્ટ્સની આ હરાજી 9 ડિસેમ્બર, 2024ના રોજ યોજાઈ હતી.

રિલાયન્સ ન્યૂ સનટેકે SECI હરાજીના 17મા રાઉન્ડમાં રૂપિયા 3.53 પ્રતિ યુનિટ (kWh)ના દરે સફળ બિડ કરી હતી.

ટેન્ડરની શરતો મુજબ, રિલાયન્સ ન્યૂ સનટેકને સોલાર પ્રોજેક્ટ સાથે 465 MW/1,860 MWh ક્ષમતાની લઘુત્તમ સ્ટોરેજ સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરવી પડશે.

SECI રિલાયન્સ ન્યૂ સનટેક સાથે 25 વર્ષના સમયગાળા માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) કરશે.

ખરીદેલી સૌર ઊર્જા દેશની વિતરણ કંપનીઓને વેચવામાં આવશે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી.