Mehsana : એશિયાની સૌથી મોટી ઊંઝા APMCની ચૂંટણીમાં 14 બેઠક માટે 36 ઉમેદવાર મેદાનમાં, જુઓ Video
ઊંઝા APMCની ચૂંટણીમાં ભાજપના 3 જૂથો વચ્ચે ચુંટણી જંગ જામ્યો છે. જેમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના જૂથ આમને સામને છે.
ઊંઝા APMCની ચૂંટણીમાં ભાજપના 3 જૂથો વચ્ચે ચુંટણી જંગ જામ્યો છે. જેમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના જૂથ આમને સામને છે. ઊંઝા APMCના પૂર્વ ચેરમેન દિનેશ પટેલે ખરીદ વેચાણ મંડળીમાં ફોર્મ ભર્યું હતું. બે ફોર્મ જ ભરાયા હતા અને સામેના ઉમેદવારે ફોર્મ પરત ખેંચાતા દીનેશ પટેલ બિનહરીફ જાહેર થયાં છે.
ઊંઝા APMCની યોજાશે ચૂંટણી
ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. ચૂંટણી મામલે ચુંટણી મામલે ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, ખેડૂત મંડળીના તમામ 20 ઉમેદવાર ભાજપના જ છે. પક્ષ જે પ્રમાણે નિર્ણય લેશે તે પ્રમાણે આગળ વધીશું. પક્ષ જેને મેન્ડેટ આપશે તેને જીતાડવા અમે પ્રયત્ન કરીશું. આજ રાત સુધી ઉમેદવારોને મેન્ડેટ મળે તેવી સંભાવના છે.
Latest Videos