દિલ્લી કાર બ્લાસ્ટ કેસમાં હવે પુલવામા કનેક્શન સામે આવ્યું છે. તપાસ દરમિયાન ખુલ્યું છે કે જે કારમાં વિસ્ફોટ થયો હતો, તે કાર પહેલા ગુરુગ્રામના સલમાન નામના વ્યક્તિની હતી. આ કાર — HR 26 CE 7674 નંબરની ‘i-20’ — વર્ષ 2014માં રજીસ્ટર થઈ હતી. સલમાને આ કાર આશરે દોઢ વર્ષ પહેલા ઓખલાના દેવેન્દ્ર નામના વ્યક્તિને વેચી હતી. બાદમાં દેવેન્દ્રએ આ કાર પુલવામાના તારીક નામના શખ્સને વેચી દીધી હતી. હાલ તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે દેવેન્દ્રએ જેને કાર વેચી હતી, તે તારીક સુધી કેવી રીતે પહોંચી અને વિસ્ફોટમાં આ કારનો ઉપયોગ કોણે કર્યો. પોલીસ તારીક અને તેના સંપર્કમાં આવેલા અન્ય શખ્સોની શોધખોળમાં લાગી છે.
11 નવેમ્બરના મહત્વના સમાચાર : ગુજરાતમાં ખનિજ માફિયા બે લગામ, સરકારી મહિલા અધિકારીની કારને હાઈવે પર રોકવાનો પ્રયાસ, રકઝક કરી ડમ્પર છોડાવી ગયા
આજે 11 નવેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 11 નવેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનના PIની પોલીસ કંટ્રોલ રૂમમાં બદલી, પોલીસબેડામાં તરેહ તરેહની ચર્ચા
અમદાવાદના આનંદ નગર પોલીસ સ્ટેશનના પીઆઇની કંટ્રોલરૂમમાં બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા બદલીનો હુકમ કરાયો છે. આનંદનગર પોલીસ મથકના PI B.K. ભારાઈને તાત્કાલિક બદલીના સ્થળ પર હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો છે. બદલીના હુકમમાં વહીવટી કારણોસર બદલીનો ઉલ્લેખ કરાયો છે. જો કે પોલીસ બેડામાં તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી છે. આનંદ નગર પોલીસ સ્ટેશનનો ચાર્જ પાલડી પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવ્યો
-
ગુજરાતમાં ખનિજ માફિયા બે લગામ, સરકારી મહિલા અધિકારીની કારને હાઈવે પર રોકવાનો પ્રયાસ, રકઝક કરી ડમ્પર છોડાવી ગયા
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સરકારનો અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીનો કોઈ ડર ખનિજ માફિયામાં રહ્યો નથી. ગાંધીનગરના કલોલમા રોયલ્ટી ઇસ્પેક્ટરની ટીમ સાથે ખનિજ માફિયાઓએ રકઝક કરીને સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. રોયલ્ટી ઈન્સ્પેકટરની ટીમ સરપ્રાઈઝ ચેકીંગ કરી રહી હતી. છત્રાલ પાસે ચેકીંગ દરમિયાન આ ગાડી રોકી હતી. ચેકીંગ દરમિયાન ગાડી માલિક અને અન્ય લોકો આવી પહોંચ્યા હતા. મહિલા ઇસ્પેક્ટર સાથે રકઝક કરી ડમ્પર છોડાવી નાસી છૂટયા હતા. જેમા ખનીજ ચોરી અને સરકારી કામમા અડચણ ફરિયાદ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામા આવી છે. આ ગાડીને RTO માંથી બ્લેક લીસ્ટ કરવાની કામગીરી પણ કરવામાં આવી છે. મહિલા અધિકારીની ગાડી રોકવાનો પ્રયત્ન થયો એ પણ ઘ્યાને આવ્યું છે. કલેક્ટર સાથે વાત કરી આવી ઘટના ફરી ના બને એ અંગે ચર્ચા કરવામાં આવી છે. આવી ઘટના ના બને એ માટે આરોપી ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે.
-
-
Bihar Election Polstrat exit poll: પોલ્સ્ટ્રેટ NDA અને મહાગઠબંધનને કેટલી બેઠકો ફાળવે છે?
પોલ્સ્ટ્રેટ દ્વારા બિહાર વિધાનસભાની ચૂંટણીના કરેલા એક્ઝિટ પોલ અનુસાર, મહાગઠબંધનને 87થી 102 બેઠકો વચ્ચે વિજય દર્શાવે છે. જ્યારે NDAને 133 થી 148 બેઠકોની વચ્ચે જીત દર્શાવે છે.
NDA: 133-148
મહાગઠબંધન: 87-102
જનસુરાજ પાર્ટી: 0-0
અન્ય: 3-5
-
Bihar Election Chanakya exit poll: NDA 138 બેઠકો જીતી શકે
Bihar Election Chanakya exit poll: ચાણક્યના એક્ઝિટ પોલ અનુસાર બિહારમાં NDA 138 બેઠકો જીતી શકે છે. જ્યારે મહાગઠબંધન પણ મજબૂત રીતે 100થી 108 બેઠકો વચ્ચે જીત મેળવી શકે છે તેવો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.
NDA: 130-138
મહાગઠબંધન: 100-108
જનસુરજા પાર્ટી: 0-0
અન્ય: 3-5
-
Bihar Election Kamakhya Analytics exit poll: કામાખ્યા એનાલિટિક્સ NDAને 187 બેઠકો ફાળવે છે
Bihar Election Kamakhya Analytics exit poll કામાખ્યા એનાલિટિક્સે કરેલ એક્ઝિટ પોલ અનુસાર, બિહારમાં NDAને 187 બેઠકો મળે છે. જ્યારે મહાગઠબંધનને 54થી 74 વચ્ચે બેઠકો મળે તેવો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.
NDA: 167-187
મહાગઠબંધન: 54-74
જનસુરાજ પાર્ટી: 0-2
અન્ય: 2-7
-
-
Bihar Election Exit poll: પોલ ઓફ પોલ્સના એક્ઝિટ પોલ અનુસાર NDAને 155 બેઠકો મળશે
પોલ ઓફ પોલ્સના એક્ઝિટ પોલ અનુસાર NDA 138 થી 155 વચ્ચે બેઠકો જીતી શકે છે. જ્યારે મહાગઠબંધન 82 થી 98 બેઠકો પર જીત મેળવીને સંતોષ માનવો પડશે. બિહારમાં આ વર્ષે નવી આવેલ, જન સૂરજ પાર્ટી પોતાનું ખાતું ખોલી શકે છે, પરંતુ તેને બેથી વધુ બેઠકો મળવાનો અંદાજ નથી. અન્યો 3 થી 7 બેઠકો જીતી શકે છે.
-
Bihar Election JVC’s exit poll: મોટાભાગના એક્ઝિટ પોલ NDAને બહુમતી મળવાની આગાહી
Bihar Election JVC’s exit poll અનુસાર, મોટાભાગના એક્ઝિટ પોલ NDAને બહુમતી મળવાની આગાહી કરે છે.
NDA: 135-150
મહાગઠબંધન: 88-103
જનસુરાજ પાર્ટી: 0-1
અન્ય: 3-6
-
Bihar Election People’s Insight exit poll: પીપલ્સ ઇનસાઇટે પણ NDA ને બહુમતી દર્શાવી
NDA: 133-148
મહાગઠબંધન: 87-102
જનસુરાજ પાર્ટી: 0-2
અન્ય: 3-6
-
Bihar Election Matrize exit poll: મેટ્રિઝ એક્ઝિટ પોલ NDA ની જીતની આગાહી કરે છે
NDA: 147-167
મહાગઠબંધન: 70-80
જનસુરાજ પાર્ટી: 0-2
અન્ય: 2-8
-
Peoples Pulse and Matrize Polls: બિહારમાં ફરી એકવાર NDA સરકાર
બે એક્ઝિટ પોલ્સ ફરી એકવાર બિહારમાં NDA ને સ્પષ્ટ બહુમતી દર્શાવે છે. પીપલ્સ પલ્સ NDA માટે 133-159 બેઠકોની આગાહી કરે છે, જ્યારે મેટ્રિઝ 147-167 બેઠકોની આગાહી કરે છે.
-
બિહારમાં બીજા તબક્કાની ચૂંટણીમાં 68.48 % મતદાન
બિહારમાં બીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે. 20 જિલ્લાઓની 122 બેઠકો પર 68.48 % મતદાન થયું છે. આ એક રેકોર્ડ છે. બિહારના ચૂંટણી ઇતિહાસમાં આટલું વધુ મતદાન ક્યારેય જોવા મળ્યું નથી. જોકે, મતદાનની ટાકાવારીના અંતિમ આંકડા મોડી રાત્રી સુધીમાં આવશે.
-
PM મોદી આવે તેના બે દિવસ પહેલા અમિત શાહ આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વડાપ્રધાનની મુલાકાતને બે દિવસ પહેલા ગુજરાત આવશે. મહેસાણાના બોરીયાવી ગામે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અમિત શાહ. આગામી 13 નવેમ્બરના રોજ અમિત શાહ મહેસાણાના બોરીયાવી ગામે આવશે. નવીન બનેલી સૈનિક સ્કૂલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉદઘાટન કરશે. દૂધસાગર ડેરી અને દુરડા સંચાલિત સાગર સૈનિક સ્કૂલ નું ઉદઘાટન કરશે. 20 વિઘા જમીનમાં સૈનિક સ્કૂલનું નિર્માણ કરાયું છે. સાગર ઓર્ગેનિક પ્લાન્ટ ખેરાલુનું ઇ-ઉદઘાટન કરશે. ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. 750 વિદ્યાર્થીઓની ક્ષમતા વાળી સૈનિક સ્કૂલનું ઉદઘાટન કરશે.
-
વીજ લાઇન રિપેરિંગ કરતા વીજ કરંટ લાગતા આસિસ્ટન્ટ લાઇન મેઈનનું મોત
સુત્રાપાડાના નાગથની વિસ્તારમાં વીજ લાઇન રિપેરિંગ કરતા સમયે આસિસ્ટન્ટ લાઇન મેઈનનું વીજ કરંટથી મોત થયું છે. બે કર્મચારીને કરંટ લાગતા એકનું મોત એક ઈજાગ્રસ્ત થયો છે. ખેતીવાડી ફીડર માં ફોલ્ટ હોવાના કારણે રિપેરિંગ માટે ગયેલા કર્મચારી ભૂલ થી અન્ય ફીડર ના વીજ પોલ પર કામ કરવા જતા કરંટ લાગ્યો હતો. જેમાં આસિસ્ટન્ટ લાઇન મેનનું મોત થયું છે. જ્યારે લાઇન મેઈન ઘાયલ થયો છે.
-
ગુજરાત ATSની ટીમ દિલ્હી જશે, અડાલજથી પકડાયેલા આતંકીઓની કોઈ ભૂમિકા છે કે નહીં તેની કરશે તપાસ
દિલ્લી બ્લાસ્ટ બાદ હવે ગુજરાત ATSની ટીમ દિલ્હી જશે. દિલ્હીમાં ગઈકાલ સાંજે લાલ કિલ્લા નજીક કારમાં થયેલા બ્લાસ્ટમાં 9થી વધુના મોત થયા હતા. આ કાર બ્લાસ્ટના તાર આતંકી પ્રવૃતિ સાથે જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. એટીએસે ગુજરાતમાંથી પણ 3 આતંકવાદીઓને જબ્બે કર્યાં છે. ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓમાં એક ડોકટર છે તેથી એટીએસ એ પણ તપાસ કરશે તે આતકવાદીઓની ડી ગેંગ સાથે આ ડોકટર કોઈ રીતે સંકળાયેલો છે કે નહીં ?
-
નવસારી: બિલીમોરામાં પોલીસ અને ‘શાર્પ શૂટર’ ગેંગ વચ્ચે ઘર્ષણ
નવસારી જિલ્લામાં બિલીમોરામાં પોલીસ અને શાર્પ શૂટર ગેંગ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. માહિતી અનુસાર, હથિયારોની લેવડદેવડ કરતી ગેંગ પર પોલીસની ટીમે દરોડો પાડ્યો ત્યારે ગેંગના શાર્પ શૂટરોએ પોલીસ પર ગોળીબાર કર્યો. પોલીસે પણ સ્વબચાવમાં ગોળીબાર કરતાં હથિયાર આપવા આવેલા એક શખ્સને ગોળી વાગી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. આ ઘટના બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરના કેમ્પસ વિસ્તારમાં બની હતી. હાલમાં નવસારી પોલીસે સમગ્ર બનાવની ગંભીરતાથી તપાસ હાથ ધરી છે અને ગેંગના અન્ય સભ્યોની શોધખોળ શરૂ કરી છે.
-
NIA કરશે દિલ્લી વિસ્ફોટની તપાસ
દિલ્લીમાં વિસ્ફોટ બાદ દેશમાં હાઈ એલર્ટ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મહત્વની બેઠક બોલાવી. ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરશે. સુરક્ષા એજન્સીઓ પણ બેઠકમાં સામેલ થશે. NIA દિલ્લી વિસ્ફોટની તપાસ કરશે. ગૃહ મંત્રાલયે NIAને દિલ્લી વિસ્ફોટની તપાસ સોંપી.
-
લખનૌ: ડૉ. પરવેઝ અન્સારીના ઘર પર દરોડો, તાળું મારી દેવામાં આવ્યું, રહેવાસીઓ ફરાર
દિલ્હી બોમ્બ વિસ્ફોટના સંદર્ભમાં લખનૌમાં ડૉ. પરવેઝ અન્સારીના ઘર પર દરોડો પાડવામાં આવ્યો છે. જોકે, ઘર તાળું મારેલું છે અને રહેવાસીઓ ભાગી ગયા છે.
-
ડાંગ: દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સમગ્ર રેન્જની પોલીસ એલર્ટ
દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ રાજ્યભરમાં પોલીસ અને સુરક્ષાદળો એલર્ટ મોડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે સુરત રેન્જની પોલીસ એલર્ટ મોડમાં આવી. સુરત રેન્જ આઈજીએ ચેકિંગની કામગીરી અંગે માહિતી આપી. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ સુરત રેન્જના પાંચ જિલ્લામાં પોલીસ સતર્ક થઈ. પોલીસની ટીમોએ વિવિધ વિસ્તારો, મહત્વના ચેકપોસ્ટ અને શંકાસ્પદ લગતા તમામ ઈસમોનું સઘન ચેકિંગ હાથ ધરાયું.
-
વલસાડમાં મરીન ટાસ્ક ફોર્સે દરિયાઇ સુરક્ષા વધારી
દિલ્લીમાં બ્લાસ્ટને લઇ ગુજરાતની સુરક્ષા વધારાઇ. વલસાડમાં મરીન ટાસ્ક ફોર્સે દરિયાઇ સુરક્ષા વધારી. જિલ્લાના 60 કિલોમીટરથી વધુ લાંબા દરિયા કિનારામાં તપાસ હાથ ધરાઇ. મરીન ટાસ્ક ફોર્સે તમામ માછીમારોને સાવચેતીની સૂચના આપી. અજાણી અથવા શંકાસ્પદ વસ્તુની જાણકારી આપવા સૂચના આપી. મરીન ટાસ્ક ફોર્સ અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ.
-
દિલ્લીમાં બ્લાસ્ટ બાદ વડોદરા રેલવે સ્ટેશન પર ચેકિંગ
દિલ્લીમાં બ્લાસ્ટ બાદ વડોદરા રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયુ. પોલીસના ચેકિંગ દરમિયાન બેગેજ સ્કેનર મશીન બંધ હાલતમાં મળ્યા. પોલીસના જવાનોએ જાતે જ લોકોના સામાનની તપાસ કરી. મશીન બંધ હાલતમાં મળતા રેલવે વિભાગ સામે સવાલો ઉઠ્યા છેં. અમારી જવાબદારી નહીં હોવાનું કહીને રેલવે અધિકારીએ વાત ટાળી. દિલ્લીથી આવતી-જતી ટ્રેનોમાં લોકોના સામાનની તપાસ થઇ રહી છે. પાર્કિંગમાં આવેલા વાહનોમાં પણ તપાસ હાથ ધરી.
-
ભૂટાનથી પીએમ મોદીનો હુંકાર: કાવતરાખોરોને બક્ષવામાં આવશે નહીં
દિલ્હી વિસ્ફોટો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા આવી છે. ભૂટાનમાં એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે કાવતરાખોરોને બક્ષવામાં આવશે નહીં. કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. દરેકને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. પીએમએ સમગ્ર મામલાની મોટા પાયે તપાસ કરવાની પણ હાકલ કરી હતી.
-
અમદાવાદઃ શહેરમાં એલર્ટને પગલે મંદિરોમાં વધારાઈ સુરક્ષા
અમદાવાદઃ શહેરમાં એલર્ટને પગલે મંદિરોમાં સુરક્ષા વધારાઈ છે. રાજ્યના તમામ મંદિરો સુરક્ષા વધારવામાં આવી. શહેરના મંદિરોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. જગન્નાથ મંદિરની સુરક્ષામાં પોલીસે વધારો કર્યો. આવનાર ભક્તોના વાહનો સાથે સામાનનું સઘન ચેકિંગ કરવામાં આવશે.
-
સુરત શહેરમાં ફરી એકવાર ઝડપાયું શંકાસ્પદ પનીર
સુરત શહેરમાં ફરી એકવાર શંકાસ્પદ પનીર ઝડપાયું. ખટોદરા વિસ્તારમાં 754 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું. સુરભી ડેરીમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરાયો. SOG પોલીસ અને મનપા દ્વારા કાર્યવાહી કરાઈ. પનીરના નમૂના લઇ તપાસ અર્થ લેબમાં મોકલવામાં આવ્યા.
-
રાજકોટ: દિલ્લી બ્લાસ્ટ બાદ રાજ્યભરમાં હાઈ એલર્ટ
રાજકોટ: દિલ્લી બ્લાસ્ટ બાદ રાજ્યભરમાં હાઈ એલર્ટ છે. રાજકોટના રેલવે સ્ટેશનમાં બીજા દિવસે હાઇ એલર્ટ છે. RPF અને GRP દ્વારા તપાસ હાથ ધરાઈ છે. મુસાફરોના માલસામાન, શંકાસ્પદ પ્રવૃતિઓને લઇ ચેકિંગ હાથ ધરાયુ છે. ડૉગ સ્કવોડની મદદથી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
-
રાજકોટ: ખાદ્યતેલના ભાવમાં સતત વધારો
રાજકોટ: ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થયો છે. સીંગતેલના ડબ્બાના ભાવે રૂપિયા 30નો ઉછાળો થયો, છેલ્લા પાંચ દિવસમાં સીંગતેલ 60 રૂપિયાથી મોંઘું થયું છે. ૨૪૫૦ રૂપિયાનો ડબ્બો હવે ૨૫૧૦ રૂપિયાએ પહોંચ્યો. આવનારા દિવસોમાં હજુ ભાવ વધવાની શક્યતા છે.
-
દિલ્લીઃ પહાડગંજમાં મળી શંકાસ્પદ બેગ
દિલ્લીઃ પહાડગંજમાં મળી શંકાસ્પદ બેગ મળી. સર્ચ દરમિયાન આવી કાળા રંગની બેગ મળી. ઓવરબ્રિજ પાસેથી શંકાસ્પદ બેગ મળી આવી. સુરક્ષા દળોએ બેગનો કબજો લઈ તપાસ હાથ ધરી.
-
દિલ્લીમાં વિસ્ફોટ બાદ દેશમાં હાઈ એલર્ટ
દિલ્લીમાં વિસ્ફોટ બાદ દેશમાં હાઈ એલર્ટ. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની મહત્વપૂર્ણ બેઠક મળશે. સુરક્ષા એજન્સીઓના પ્રમુખો સાથે અમિત શાહની બેઠક મળશે. IB ચીફ, દિલ્લી પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
-
જૂનાગઢ: નકલી પોલીસ યુવકનો થયો પર્દાફાશ
જૂનાગઢમાં નકલી પોલીસ બની ફરતા એક યુવકનો પર્દાફાશ થયો છે. માહિતી અનુસાર, જેતપુરના નિવાસી નિલેષ રીબડીયાએ રોફ જમાવવા પોતાની કારમાં “પોલીસ” લખેલું બોર્ડ લગાવ્યું હતું. દિલ્હી બ્લાસ્ટ બાદ સમગ્ર રાજ્યમાં વધારેલા ચેકિંગ દરમિયાન મજેવડી દરવાજા નજીક પોલીસે તેની કાર રોકી તપાસ કરતા હકીકત સામે આવી. યુવક પોલીસનો કર્મચારી ન હોવાનું બહાર આવતા પોલીસે તરત જ તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસનું બોર્ડ લગાવી ખોટો રોફ જમાવવાના ગુનામાં યુવકને કાયદેસર કાર્યવાહી હેઠળ પકડવામાં આવ્યો છે.
-
દિલ્લીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતની બોર્ડર પર હાઇએલર્ટ
દિલ્લીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતની બોર્ડર પર હાઇએલર્ટ. બનાસકાંઠાની બોર્ડર પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. રાજસ્થાન બોર્ડર પર પોલીસનું કડક ચેકિંગ હાથ ધરાયુ છે. બનાસકાંઠાની બોર્ડર પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલુ છે. તમામ ચેકપોસ્ટ પર શંકાસ્પદ વાહનોની તપાસ થઇ રહી છે.
-
દિલ્લી બ્લાસ્ટ બાદ ગુજરાતની સીમા પર એલર્ટ
દિલ્લી બ્લાસ્ટ બાદ ગુજરાતની સીમા પર એલર્ટ. વાવ થરાદની સીમા પર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયુ છે. રાજસ્થાનથી આવતા વાહનોની તપાસ હાથ ધરાઇ છે. માવસરી બોર્ડર પર સઘન વાહન ચેકિંગ થઇ રહ્યુ છે. રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું પોલીસ સઘન વાહન ચેકીંગ કરી રહી છે.
-
કચ્છના બેલામાં અનુભવાયો ભૂકંપનો આંચકો
કચ્છના બેલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો. સવારે 5:59 વાગ્યે 3.1 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ બેલાથી 7 કિમી દૂર નોંધાયું.
-
રાજ્યનાં તમામ મહાનગરોમાં પોલીસ એલર્ટ મોડમાં
દિલ્લીમાં થયેલા કાર વિસ્ફોટનાં પગલે રાજ્યનાં તમામ મહાનગરોમાં પોલીસ એલર્ટ મોડમાં છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પોલીસે સઘન તપાસ કરી. વાહનો, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર વાહનો તથા યાત્રીઓનાં સામાનની તપાસ થઇ રહી છે.
-
દિલ્લી કાર બ્લાસ્ટનું પુલવામાં કનેક્શન આવ્યું સામે
-
બિહારમાં આજે બીજા ચરણનું મતદાન, 122 બેઠક પર થશે વોટિંગ
2025 બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતદાનનો બીજો અને અંતિમ તબક્કો આજે થઈ રહ્યો છે. 3.7 કરોડથી વધુ મતદારો તેમના પ્રતિનિધિઓ માટે મતદાન કરશે. મતદાનનો આ અંતિમ તબક્કો 20 જિલ્લાઓની 122 બેઠકો પર 1,302 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતદાન માટે 45,399 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. બધાની નજર ગયા ટાઉન, બેતિયા, ચૈનપુર, ચકાઈ, અમરપુર, છતપુર અને જમુઈ જેવા મુખ્ય મતવિસ્તારો પર છે, જ્યાં પ્રેમ કુમાર, રેણુ દેવી, જામા ખાન, સુમિત કુમાર સિંહ, જયંત રાજ, નીરજ કુમાર સિંહ બબલુ અને શ્રેયસી સિંહ સહિત અનેક અગ્રણી મંત્રીઓ અને વર્તમાન ધારાસભ્યો પોતાની બેઠકો જાળવી રાખવા માટે લડી રહ્યા છે.
Published On - Nov 11,2025 7:18 AM