વડોદરાની SSG હોસ્પિટલમાં તબીબોએ સમયસર કાર્યવાહી કરીને બે માસૂમ બાળકોના જીવ બચાવ્યા છે. દાહોદના 11 વર્ષના બાળકના ગળામાં પેપર પિન ફસાઈ જતા શ્વાસ લેવામાં ગંભીર તકલીફ ઊભી થઈ હતી, જ્યારે પાદરાની એક બાળકી રમતાં રમતાં સિક્કો ગળી જતા તેના ફેફસામાં ફસાઈ ગયો હતો. બંને બાળકોને તાત્કાલિક SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ બ્રોન્કોસ્કોપી પદ્ધતિથી સફળતાપૂર્વક બંને જીવલેણ પદાર્થો બહાર કાઢ્યા. એકસાથે બે જટિલ કેસ સંભાળી તબીબોની ટીમે ઝડપી અને ચોક્કસ સારવાર આપતાં બંને બાળકોની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
10 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બુલેટ અને 6 કાર સાથે શૂટ કરીને રોલા પાડવાનું પડ્યું બહુ ભારે
આજે 10 ફેબ્રુઆરીને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 10 ફેબ્રુઆરીને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
83 લાખના ડ્રગ્સ કેસનો આરોપી ભાગી જતા, મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્મી સસ્પેન્ડ
જામનગરમાંથી ઝડપાયેલા83 લાખના ડ્રગ્સ કેસમાં એક આરોપી ફરાર થઈ જવાના પ્રકરણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારીને એસપીએ સસ્પેન્ડ કરી દીધા છે. ગત શનિવારના રોજ જામનગર-ખંભાળિયા હાઇવે પરની 666 હોટેલના એક રૂમમાંથી SOG પોલીસે પકડ્યા હતા ચાર શખ્સોને. મોટી ખાવડી નજીકની હોટેલમાંથી 418 ગ્રામ હેરોઇન સાથે પંજાબના ચાર શખ્સો ઝડપાયા હતા. ચાર પૈકી એક આરોપી પોલીસ કસ્ટડીમાંથી થયો હતો ફરાર. જામનગર જિલ્લા પોલીસ વડાએ કરી કડક કાર્યવાહી. ત્રણ પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ. હેડ કોસ્ટેબલ ભરતસિંહ ઝાલા, ભગીરથસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ ગૌતમ ચાવડાને સસ્પેન્ડ કરાયા.
-
રાજકોટના 120 કિલો ચાંદી ચોરી કેસનો, મુખ્ય આરોપી અમદાવાદથી ઝડપાયો
રાજકોટમાં થયેલી 120 કિલો ચાંદી ચોરીના મામલે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વધુ એક આરોપીની કરી ધરપકડ. ચાંદી ચોરીનો મુખ્ય આરોપી મંગુસિંહની અમદાવાદના નરોડામાંથી કરાઈ ધરપકડ. આરોપીના ઘરેથી 40 કિલો ચાંદી મળી આવી છે. નરોડા વિસ્તારમાં આવેલા આરોપીના ધરે પોલીસનું સર્ચ ઓપરેશન કરાયું હતું. આરોપીના ઘરે થી 30 કિલો અસલ ચાંદીના દાગીના અને 10 કિલો ઓગળેલી ચાંદી મળી આવી છે. ઘરેથી દાગીના ઓગળવાની ભઠ્ઠી અને અન્ય સાધનો મળી આવ્યા છે.
-
-
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બુલેટ અને 6 કાર સાથે શૂટ કરીને રોલા પાડવાનું પડ્યું બહુ ભારે
દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ વે પર રોલા પાડવા રીલ શૂટ કરવાનો મામલે પોલીસે કુલ છ આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. વાયરલ વીડિયોના આધારે 6 શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે. પોલીસે 4 શખ્સોની કરી ધરપકડ બે હજુ પોલીસ પકડથી દૂર છે. ભરૂચ 8 લેન કેબલ બ્રિજ અને એક્સપ્રેસ વે પર અકસ્માતને આમંત્રણ આપવા સાથે લો એન્ડ ઓર્ડરને પડકાર ફેકાયો હતો. મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દીક નાખુદા, તુફેલ ગુલામ પટેલ, અયાઝ સાદિક મનીહાર, અને રિયાઝ ઘાંચીની ધરપકડ કરાઈ છે. એક્સપ્રેસ વે પર બુલેટ અને 6 કાર સાથે શૂટ કરાયુ હતું
-
ભટારના નવજીવન ઇન્ડસ્ટ્રીયલમાં પ્લાયવુડના ગોડાઉનમાં લાગી આગ
ભટારના નવજીવન ઇન્ડસ્ટ્રીયલમાં પ્લાયવુડના ગોડાઉનમાં લાગી આગ. આગ લાગતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. 10 થી 12 ગાડીઓ ફાયર વિભાગની ઘટના સ્થળે પહોંચી. આગના ધુમાડા વધારે હોવાના કારણે ફાયરના જવાનોને આગ પર કાબુ લેવા માટે મુશ્કેલી પડી હતી. જો કે ફાયર દ્વારા આગ પર કાબુ મેળવી કુલિંગની કામગીરી હાથ ધરી હતી.
-
રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC)ના સુચારુ વહીવટ માટે બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવા માટેની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જ્યારે, વહીવટી કારણોસર અન્ય 15 APMCની મુદત લંબાવવામાં આવી છે.
-
-
અમદાવાદની સોસાયટીઓમાં 70-20-10 અંતર્ગત હવે એર સેન્સર અને CCTV પણ લાગવી શકશે
અમદાવાદીઓ 70-20-10 અંતર્ગત હવે સોસાયટીમાં એર સેન્સર અને સીસીટીવી પણ લાગવી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટમાં આ જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના હદ વિસ્તાર અને વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં સમાવિષ્ટ થયેલ વિસ્તારોમા મોટા પ્રમાણમાં રહેણાકની સોસયટીઓ બની છે તેમજ બની રહી છે. સોસાયટીમાં બનતી ગુનાખોરીનું પ્રમાણ અટકાવવા સોસાયટીમાં વસવાટ કરતા નાગરિકોને તેઓની સોસાયટીઓમા સી.સી.ટી.વી. કેમેરા લગાવવા પ્રોત્સાહન મળે તે માટે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની હદની રહેણાંક સોસાયટીઓમાં 70:20:10 યોજના અંતર્ગત સી.સી.ટી.વી. કેમેરા લગાવવા માટેજોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈને પગલે શહેરની મોટાભાગની સોસાયટીઓ સીસીટીવીટી થી સજ્જ બનશે.
એરપોલ્યુશન ઘણા જીવાણુઓનું વાહક છે. જેનાથી શ્વાસ, અસ્થમા, એલર્જી તથા કેફસાના રોગોમાં એરપોલ્યુસન મહત્વનો ભાગ ભજવે છે. શહેરના નાગરિકોને આવા પ્રકારના રોગો સામે રાહત મળે તથા આ બાબતે લોક જાગૃતિ લાવવા માટે અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલ રહેણાંક સોસાયટીઓમાં 70:20:10 અંતર્ગત એર સેન્સર લગાવવા માટેજોગવાઈ કરવામાં આવી છે
-
પશ્ચિમ રેલવે ચલાવશે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા આગામી ફેસ્ટિવલ સીઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સ્પેશલ ટ્રેન, વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 01920 / 01919 અસારવા–આગ્રા કેન્ટ–અસારવા સ્પેશલ ટ્રેનની કુલ 42 ટ્રિપ રહેશે. ટ્રેન નંબર 01920 અસારવા–આગ્રા કેન્ટ સ્પેશલ 02 માર્ચથી 30 માર્ચ 2026 સુધી (મંગળવાર અને બુધવાર સિવાય) અસારવાથી દરરોજ 14.50 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 07.45 વાગ્યે આગ્રા કેન્ટ પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ–અસારવા સ્પેશલ 01 માર્ચથી 29 માર્ચ 2026 સુધી (સોમવાર અને મંગળવાર સિવાય) આગ્રા કેન્ટથી દરરોજ 18.10 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 11.10 વાગ્યે અસારવા પહોંચશે.
-
ગુજરાતના બજેટને લઈને CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ બુધવારે યોજશે બેઠક
આગામી બજેટને લઈને મુખ્યમંત્રીએ બોલાવી છે બેઠક. આવતી કાલે સવારે 10 કલાકે મુખ્યમંત્રી નિવસ્થાને યોજાશે બેઠક. કેબિનેટ અને રાજ્ય કક્ષાના તમામ મંત્રીઓ બેઠકમાં રહેશે હાજર. બજેટ સ્પીચ બાબતે બેઠકમાં થશે ચર્ચા. મુખ્યમંત્રી વતી બજેટ સત્રમાં ક્યાં ક્યાં મંત્રી બોલશે તેની થશે ચર્ચા. બેઠકમાં વિભાગ પ્રમાણે ક્યાં મંત્રીઓ વિધાનસભા ગૃહમાં જવાબ આપશે તેની રૂપરેખા નક્કી થશે.
-
દિલ્હીથી દોલતાબાદ, દોલતાબાદથી દિલ્હી જેવો ગાંધીનગરનો નિર્ણય મહેસુલ વસૂલવાની સત્તા પંચાયતોને ફરીથી સોંપાઈ
ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષ પછી મહેસૂલ વસુલાતનો વિવાદ સમાપ્ત થયો છે. હવે ગુજરાતમાં મહેસુલ વસૂલવાની સત્તા પાછી પંચાયતોને સોંપાઈ છે. રાજ્યમાં મહેસૂલ વસુલાતની સત્તા અંગે લાંબા સમયથી ચાલતો હતો વિવાદ. સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફ્તર નિયામકે પરિપત્ર બહાર પાડ્યો. મનપા અને નગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોમાં મહેસૂલ વસુલાતની સત્તા ફરીથી ગ્રામ પંચાયતોને સોંપી દેવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આ જવાબદારી ફરીથી પંચાયત વિભાગ અને તલાટીઓ પાસે રહેશે. અગાઉ વેરા વસુલાતની સત્તા સીટી સર્વે કચેરીઓને સોંપવામાં આવી હતી. અગાઉના નિર્ણયને પગલે રાજ્યભરમાં અસંતોષ જોવા મળ્યો હતો. અગાઉના નિર્ણયથી રહેણાંક સોસાયટીઓ અને મિલકતધારકોને મુશ્કેલી ઊભી થઈ હતી. વિવિધ સ્તરે રજૂઆત અને વિરોધ બાદ હવે રાજ્ય સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી. નવા નિર્ણયથી વર્ષોથી અટવાયેલી મહેસૂલ વસુલાત પ્રક્રિયામાં સ્પષ્ટતા આવશે.
-
ગેરકાયદે અમેરિકા મોકલવાના બહાને એજન્ટોએ અજરબૈજાનમાં બંધક બનાવ્યા યુવક-યુવતી
આણંદથી ગેરકાયદે અમેરિકા મોકલવના બહાને આણંદના વાસદની યુવતી અને ઝાંખરીયાનો યુવક સાથે છેતરપિંડીનો બનાવ બન્યો છે. મુંબઈના એજન્ટોએ કેનેડા વાયા અમેરિકા મોકલવાની લાલચ આપી યુવક-યુવતીને અજરબૈજાનમાં કર્યા કેદ. વોટ્સએપ કોલ પર યુવકને માર મારતો વીડિયો બતાવી પરિવાર પાસેથી 65 લાખ રૂપિયા પડાવ્યા. આણંદ ગ્રામ્ય પોલીસ મથકે 5 શખ્સો સામે ગુનો દાખલ, LCB એ એજન્ટોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા.
-
ભવનાથ મહાશિવરાત્રી મેળા માટે એસ.ટી. નિગમ દ્વારા 7800થી વધુ ટ્રીપનું સંચાલન કરાશે
આવતીકાલથી આગામી પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાનો છે. આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત વર્ષે 2.91 લાખ મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો, જેને ધ્યાને રાખી આ વર્ષે ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે અંદાજે 195 જેટલી વધુ બસ દ્વારા 7800થી વધુ ટ્રીપો દ્વારા 3.70 લાખ જેટલા મુસાફરોને સુવિધા આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
-
મણિપુરમાં મુખ્યપ્રધાન બદલાયા પણ હિંસા ના અટકી, અનેક ઘરને લગાવાઈ આગ, ઘાણીફૂટ ગોળીબાર થતા 5 દિવસ ઇન્ટરનેટ બંધ
મણિપુરના ઉખરુલમાં તંગખુલ નાગા સમુદાય પર હુમલા બાદ હિંસા ફાટી નીકળી છે. ખાલી ઘરોમાં આગ લગાવવામાં આવી છે અને ગોળીબાર કરવામાં આવ્યો. પરિસ્થિતિ હજુ પણ તંગ છે. ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. કુકી સમુદાયના લોકો જીવ બચાવવા માટે તેમના ઘર છોડીને ભાગી રહ્યા છે.
-
લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ
કોંગ્રેસ પાર્ટીએ લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રજૂ કરી છે. પાર્ટીએ લોકસભા સેક્રેટરી જનરલને નોટિસ સુપરત કરી છે. તેના પર 118 સાંસદોના હસ્તાક્ષર છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તેના પર હસ્તાક્ષર કર્યા નથી. કોંગ્રેસના સૂત્રો કહે છે કે સંસદીય લોકશાહીમાં, LoP દ્વારા સ્પીકરને દૂર કરવા માટેની અરજી પર હસ્તાક્ષર કરવા યોગ્ય નથી. કોંગ્રેસ નિયમ 94C હેઠળ આ પ્રસ્તાવ લાવ્યું છે. લોકસભા સચિવાલય અહેવાલ આપે છે કે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ મળી ગઈ છે. નિયમો અનુસાર તેનું મૂલ્યાંકન કર્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
-
સુરતઃ એરપોર્ટ પર ફરીથી પકડાયો કરોડોનો ગાંજો
સુરત એરપોર્ટ પર ફરી એકવાર કરોડોની કિંમતનો ગાંજો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. કસ્ટમ વિભાગે અંદાજે 3 કરોડથી વધુ કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. માહિતી અનુસાર ફ્લાઈટમાં 7 સીટની નીચે અલગ-અલગ 7 પેકેટમાં ગાંજો છુપાવવામાં આવ્યો હતો, જે તપાસ દરમિયાન મળી આવ્યો. કસ્ટમ વિભાગે કુલ 3756.57 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હોવાનું જણાવાયું છે. નોંધનીય છે કે માત્ર બે દિવસ પહેલા પણ સુરત એરપોર્ટ પરથી 9 કરોડ રૂપિયાનો ગાંજો ઝડપાયો હતો, જેને લઈ એરપોર્ટ પર સુરક્ષા અને તપાસ વ્યવસ્થાઓ વધુ કડક બનાવવામાં આવી છે.
-
દાહોદઃ મધમાખીના ડંખથી વૃદ્ધાનું મોત
દાહોદઃ મધમાખીના ડંખથી વૃદ્ધાનું મોત થયુ છે. ગરબાડા તાલુકાના સીમળીયા ગામે વૃદ્ધાનું મોત થયું. ખેતરમાં કામ કરતી વૃદ્ધા પર મધમાખીઓએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ વૃદ્ધાને સારવાર માટે દાહોદ ખસેડાઈ હતી. સારવાર દરમ્યાન વૃદ્ધાનું મોત થયું.
-
સુરત: લાલગેટ વિસ્તારમાં પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત
સુરતના લાલગેટ વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી છે. પતિ, પત્ની અને તેમના 13 વર્ષના બાળકએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં 36 વર્ષના પિતા, 32 વર્ષની માતા અને 13 વર્ષના બાળકનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે આ પરિવાર એક અઠવાડિયા પહેલા સાઉદીની યાત્રા કરીને પરત આવ્યો હતો. હાલ સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
-
અમદાવાદઃ AMCનું વર્ષ 2026-27નું ઐતિહાસિક બજેટ
અમદાવાદઃ AMCનું વર્ષ 2026-27નું ઐતિહાસિક બજેટ રજૂ થયુ છે. 18,518 કરોડનું સ્ટેન્ડિંગ કમિટીએ બજેટ રજૂ કર્યું. 1500 કરોડના સુધારા સાથે વર્ષ 2026-27નું અંદાજપત્ર છે. 11,082.85 વિકાસના કામોની ફાળવણી કરાઈ.
-
મથુરામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી
મથુરાના ખપ્પરપુર ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેર ભેળવેલું દૂધ પીધું. પરિણામે પાંચેયના મોત થયા. પતિ-પત્નીએ પહેલા તેમના ત્રણ બાળકોને ઝેર આપ્યું અને પછી આત્મહત્યા કરી. આ સામૂહિક આત્મહત્યાથી વિસ્તારમાં શોક ફેલાયો છે.
-
વડોદરા: પાવાગઢ જતી યુવતીને હેરાન કરાઈ હોવાના આક્ષેપ
વડોદરામાં પાવાગઢ જતી એક યુવતીને હેરાન કરાઈ હોવાના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે પાવાગઢના માર્ગ પર કેટલાક યુવકો યુવતીની પાછળ-પાછળ ચાલતા હતા અને રસ્તામાં જતી યુવતી પર ટીપ્પણીઓ કરતા હતા. યુવતીએ પોતાની સાથે થતી હેરાનગતિને દર્શાવતા પોતે જ વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. યુવતીએ જાહેર સ્થળે મહિલાઓને સુરક્ષા ન મળતી હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાને લઈ મહિલાઓની સલામતી અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે અને સોશિયલ મીડિયામાં લોકો દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
-
અમેરિકાના જ્યોર્જિયામાં નાના પ્લેનનું રોડ પર લેન્ડિંગ
અમેરિકાના જ્યોર્જિયામાં નાના પ્લેનનું રોડ પર લેન્ડિંગ. રસ્તા પર પસાર થઈ રહેલી કાર સાથે વિમાન અથડાયું. દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નહીં. વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યુ હતું.
-
મહીસાગર: 123 કરોડના નલ સે જલ યોજનાના કૌભાંડમાં મોટી કાર્યવાહી
મહીસાગર: 123 કરોડના નલ સે જલ યોજનાના કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જલ જીવન મિશનમાં ગેરરીતિ બદલ 7 કર્મચારીઓ ફરજ પરથી દૂર કરાયા. પોલીસ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કર્મચારીઓનું વેતન અટકાવાયું. કૌભાંડ કેસની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી હેડક્વાર્ટર છોડવા પર મનાઈ. આસીસ્ટન્ટ મેનેજર અને કો-ઓર્ડીનેટર કક્ષાના કર્મચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી. જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના યુનિટ મેનેજરે આદેશ બહાર પાડ્યો. પોલીસ દ્વારા પણ નલ સે જલ યોજનાના કૌભાંડની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
-
જાન્યુઆરી 2026 માં પણ ETF માં રેકોર્ડ નવી ખરીદી
ઇતિહાસમાં પહેલી વાર, એક જ મહિનામાં ગોલ્ડ ETFમાં સૌથી વધુ રકમનું રોકાણ કરવામાં આવ્યું છે. જાન્યુઆરી 2026 માં, લોકોએ ઐતિહાસિક રીતે ગોલ્ડ ETFમાં રૂ. 24 હજાર કરોડથી વધુનું રોકાણ કર્યું છે, જે ઇક્વિટીમાં SIP કરતા વધુ છે. પહેલા તે રૂ. 11 હજાર 647 કરોડ હતું, જે હવે બમણાથી વધુ થઈ ગયું છે, જે રૂ. 24 હજાર કરોડને વટાવી ગયું છે.
-
Stock Market : Options વાળી Green Line, 0 Red Lineને ક્રોસ કરી નીચે જઇ શકે
શક્ય છે કે બજાર બંધ થતાં સમયે Options વાળી Green Line, 0 Red Lineને ક્રોસ કરી નીચે જઇ શકે . જો આવું થાય, તો આવતા અઠવાડિયાનો પુટ ખરીદી શકાય છે. આ અઠવાડિયાનો પુટ ખરીદી શકાતો નથી, કારણ કે આજે સમાપ્તિને કારણે તેનું મૂલ્ય 0 રહેશે.

-
Stock Market : શોર્ટ ટર્મ ડાઉનસાઇડ ટ્રેન્ડ ખુલી શકે
જો નિફ્ટી આ અઠવાડિયે 25836 ના સ્તરને તોડે છે, તો શોર્ટ ટર્મ ડાઉનસાઇડ ટ્રેન્ડ ખુલી શકે છે.

-
Stock Market :નિફ્ટીના એક્સપાયરી ડે પર ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં ડબલ એટેક માટે તૈયારી
નિફ્ટીના એક્સપાયરી ડે પર ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં ડબલ એટેક માટે તૈયારીઓ શાંતિથી કરવામાં આવી રહી છે. એક તરફ, પુટ રાઇટર્સ ધીમે ધીમે તેમની વર્તમાન પોઝિશન છોડી રહ્યા છે, અને બીજી તરફ, કોલ રાઇટર્સ ધીમે ધીમે શોર્ટ સેલિંગ માટે તેમની પોઝિશનમાં ઉમેરો કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે નિફ્ટી દિવસ દરમિયાન અચાનક ડાઉનટ્રેન્ડમાં જઈ શકે છે. તેથી, જો હાલની પોઝિશન નફામાં હોય તો કોઈપણ નવી એન્ટ્રી ટાળવી અને બહાર નીકળવું વધુ સારું રહેશે.

-
સરકારી અધિકારીઓની કમલમમાં ઉપસ્થિતિને લઈને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો
સરકારી અધિકારીઓની કમલમમાં હાજરીને લઈને કોંગ્રેસે કડક સવાલો ઉઠાવ્યા છે. ભાજપના પક્ષીય કાર્યક્રમમાં હાજર રહેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રાજ્યપાલને પત્ર લખ્યો, જેમાં ફોટોગ્રાફ પણ જોડ્યું છે. આમાં GTUના કુલપતિ રાહુલ ગજ્જર અને અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશી હાજર હતા, જ્યારે સિવિલના પેરોપ્લેજિયા વિભાગના નિયામક પિયુષ મિત્તલ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે જણાવ્યું છે કે સરકારી કર્મચારી કોઈ પણ પક્ષીય કાર્યક્રમમાં ભાગ નહીં લે અને આ પ્રકારની ઉપસ્થિતિ સરકારી સેવાનિયમોનું ઉલ્લંઘન ગણાય છે. ત્રણેય અધિકારીઓ કમલમમાં ભાજપના કાર્યક્રમમાં ગયા હતા, જેમાં કુલપતિની હાજરી ખાસ ચર્ચાનો વિષય બની છે, કારણ કે તેમાં પબ્લિક યુનિવર્સિટી એક્ટનું ભંગ થયાનું દાવો કરવામાં આવ્યો છે.
-
અમદાવાદઃ રાજસ્થાનનાં કુખ્યાત ગેંગસ્ટર અમન ઉર્ફે બાચાની ધરપકડ
અમદાવાદઃ રાજસ્થાનનાં કુખ્યાત ગેંગસ્ટરની ધરપકડ થઇ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એસજી હાઇવે પરથી અમન ઉર્ફે બાચાની ધરપકડ કરી. અમન સાથે સુહૈબ ઉર્ફે ચિંટુ પઠાણની પણ ધરપકડ કરી. બંને આરોપીઓ રાજસ્થાનના કોટાના રહેવાસી છે. કોટા અને આસપાસના વિસ્તારમાં ગુનાખોરી માટે કુખ્યાત છે.
-
Stock Market News : નવી એન્ટ્રીઓ ન કરવા સામે ચેતવણી આપવામાં આવી હતી એ સાચી સાબિત થઇ
સવારે 9:25 વાગ્યે 25975 ના ભાવ લક્ષ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ઉપરની ચાલ દરમિયાન નવી એન્ટ્રીઓ ન કરવા સામે ચેતવણી આપવામાં આવી હતી. હવે સવારે 9:56 વાગ્યે પણ આવું જ થઈ રહ્યું છે. 25962 ના સર્વકાલીન ઉચ્ચ સ્તરને સ્પર્શ્યા પછી નિફ્ટી 30-35 પોઈન્ટ ઘટી ગયો છે.

-
Stock Market News : સપ્લાય 25975 પર પહોંચી શકે
સપ્લાય 25975 પર પહોંચી શકે છે, જેનો અર્થ એ છે કે ઓપ્શન્સ વેચનાર આ ઝોનમાં ખરીદદારોને ફસાવી શકે છે. તેથી, સાવચેત રહો અને New Entry Upside Direction કરવાનું ટાળો.

-
રાજકોટ: 120 કિલો ચાંદી ચોરીના કેસમાં મોટો ખુલાસો
રાજકોટમાં 120 કિલો ચાંદી ચોરીના કેસમાં મોટો ખુલાસો થયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ચોરીમાં ઉપયોગમાં લેવાઈ હતી એવી કાર જપ્ત કરી હતી, જે જેલમાં બંધ રાજસ્થાનના બુટલેગર ધરમસિંગની હોવાનું બહાર આવ્યું છે. ધરમસિંગે પોતાની કાર બોટાદના રાજુ ભોજકને આપી હતી, જેમણે તે કાર દાંતીવાડાના શખ્સને આપી અને બદલામાં 31 કિલો ચાંદી મેળવી હતી. પોલીસે ચોરીમાં વપરાયેલી કાર સાથે ચાંદીનો જથ્થો પણ જપ્ત કર્યો છે. આ પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાંદી સાથે એક શખ્સને ઝડપ્યો હતો.
-
Stock Market News : આજે નિફ્ટીની સંભવિત દિશા ઉપર તરફ રહેશે
આજે નિફ્ટીની સંભવિત દિશા ઉપર તરફ રહેશે.

-
“ગોગો” પેપર અને નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ કેસમાં જિલ્લા કલેક્ટર હવે કાર્યવાહી કરશે
અમદાવાદમાં “ગોગો” પેપર સહિત નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધના મામલે હવે નવો વળાંક આવ્યો છે. રાજ્ય સરકારના પરિપત્ર બાદ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ મુદ્દે સીધી કાર્યવાહી રાજ્ય સરકાર નહીં પરંતુ સંબંધિત જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવશે. રાજ્ય સરકારે ફરી એકવાર જાહેરનામું બહાર પાડી જિલ્લા કલેક્ટર અને એસપીને વ્યાપક સત્તા આપીને નશાકારક ચીજોના વેચાણ અને સંગ્રહ સામે કડક પગલા લેવા સૂચના આપી છે. છેલ્લા બે મહિનાથી સરકાર દ્વારા આ દિશામાં સઘન કાર્યવાહી ચાલી રહી છે. આ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને જવાબ આપવા વધુ સમય આપ્યો છે અને સોમવારે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
-
ભાજપના મહિલા સાંસદોએ લોકસભા અધ્યક્ષને પત્ર લખી વિપક્ષી સાંસદો સામે કડક કાર્યવાહીની માગ કરી
ભાજપના મહિલા સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને ગૃહ પરિસરમાં આવા ઘૃણાસ્પદ કૃત્યો કરનારા અને આપણી લોકશાહી સંસ્થાઓને બદનામ કરનારા વિપક્ષી સાંસદો સામે નિયમો મુજબ શક્ય તેટલી કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
Women MPs from the BJP write a letter to Lok Sabha Speaker Om Birla urging him to take the “strictest possible action, under the rules, against those opposition MPs who have committed such heinous acts within the House premises and brought disrepute to our democratic… pic.twitter.com/j89AKpIwY6
— ANI (@ANI) February 10, 2026
-
વડોદરામાં બે બાળકો ગળી ગયા જીવલેણ વસ્તુ,પેપર પિન અને સિક્કો ફેફસામાં ફસાતા માસૂમોનો શ્વાસ રૂંધાયો
-
અમદાવાદ: સાણંદમાં બંદૂકનાં નાળચે રૂ. 20લાખની લૂંટ
અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં બંદૂકની નાળચે રૂ. 20 લાખની લૂંટની ચકચાર મચી છે. સાણંદના ગીબપૂરા નજીક આંગડિયા પેઢીના કર્મી પાસેથી નાણાં ભરેલી બેગ લૂંટીને બાઈક પર આવેલા લુટારૂઓ ફરાર થઈ ગયા હતા. લૂંટનો ભોગ બનેલો કર્મી સાણંદથી સરખેજ તરફ ઓફિસ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં સાણંદ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. વિસ્તારમાં નાકાબંધી કરી લુટારૂઓને ઝડપવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
-
ગીરસોમનાથઃ સાસણગીર નજીક 10 સિંહનો બચાવ
ગીરસોમનાથ જિલ્લાના સાસણગીર નજીક કાસિયા નેસ વિસ્તારમાં રેલવે ટ્રેક પર આવી ચઢેલા 10 સિંહોના જૂથનો સમયસર બચાવ કરવામાં આવ્યો હતો. કિલોમીટર નંબર 117/03થી 117/01 વચ્ચે વેરાવળ-જૂનાગઢ પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન લોકો પાયલટ અને સહાયક લોકો પાયલટે અચાનક ટ્રેક પર સિંહોનું ઝૂંડ જોયું હતું. સ્થિતિની ગંભીરતા સમજતા જ લોકો પાયલટે તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે રોકી દીધી હતી. ત્યારબાદ ટ્રેન મેનેજરને જાણ કરવામાં આવી અને ટ્રેનમાં હાજર વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરની મદદથી તમામ સિંહોને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર કરવામાં આવ્યા. પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ ટ્રેનને સાવધાનીપૂર્વક આગળ ધપાવવામાં આવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
-
સુરેન્દ્રનગરઃ દસાડાના વિવાદિત PIની બદલ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે દારૂના કેસને લઈને વિવાદમાં આવેલા PI વાય.જી. ઉપાધ્યાયની અંતે બદલી કરવામાં આવી છે. દારૂની બાતમી બાદ પાડવામાં આવેલા દરોડા દરમિયાન ગેરવર્તનના આરોપો અને ત્યારબાદ ગ્રામજનો સામે ફરજમાં રૂકાવટનો કેસ નોંધાતા મામલો ગરમાયો હતો. આ મુદ્દે ઠાકોર સમાજ દ્વારા PIની બદલીની માંગ ઉઠાવવામાં આવી હતી અને બે દિવસ પહેલા યોજાયેલા ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોરે પણ જાહેરમાં બદલીની માંગ કરી હતી. સંમેલનના માત્ર બે દિવસમાં જ વિવાદિત PIની દસાડાથી સાયલા બદલી કરવામાં આવતા સમાજ અને ગ્રામજનોમાં સંતોષ જોવા મળ્યો છે. સાથે જ ગ્રામજનો સામે દાખલ કરાયેલા ફરજ રૂકાવટના કેસ પણ પરત ખેંચવામાં આવશે તેમ જાણકારી મળી છે.
-
અમેરિકાએ બાંગ્લાદેશથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યો
યુનાઇટેડ સ્ટેટ્સ અને પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશ દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત બનાવવા માટે પારસ્પરિક વેપાર કરાર પર સંમત થયા છે. આ કરાર અમેરિકન અને બાંગ્લાદેશી નિકાસકારોને એકબીજાના બજારોમાં અભૂતપૂર્વ પ્રવેશ પ્રદાન કરશે. યુનાઇટેડ સ્ટેટ્સ 2 એપ્રિલ, 2025 ના એક્ઝિક્યુટિવ ઓર્ડર 14257 માં નિર્ધારિત પારસ્પરિક ટેરિફ દરને બાંગ્લાદેશથી આયાત થતી વસ્તુઓ પર 19 ટકા સુધી ઘટાડશે.
“The United States of America and the People’s Republic of Bangladesh have agreed to an Agreement on Reciprocal Trade (Agreement) to strengthen the bilateral economic relationship. The Agreement will provide U.S. and Bangladeshi exporters unprecedented access to each other’s… pic.twitter.com/jlibWJ1oEM
— ANI (@ANI) February 9, 2026
Published On - Feb 10,2026 7:39 AM
Skin care: જો હોળીના રંગને કારણે તમારી ત્વચા પર ફોલ્લીઓ થઈ છે, તો આ ઘરેલું ઉપાયોને ફોલો કરો
ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકના લડી લકના ફોટો જુઓ
કુલ અને કોલ્ડ વોટર વચ્ચે શું છે તફાવત? જાણો તેની શરીર પર શું અસર થાય છે
શકીરાનો પરિવાર જુઓ
ભૂલથી પણ આ 5 વસ્તુઓ સીધી ચહેરા પર ન લગાવો
US-Israel Iran War બોલિવુડ સ્ટાર દુબઈમાં ફસાયા, જુઓ ફોટો